અચાનક સંદિપ ની નજર દરવાજા માંથી આવતી પૂર્વી પર પડી અને ત્યાં જ અટકી ગઈ, સહેજ શ્યામવર્ણી અને ખૂબ્ નમણી પૂર્વી આછા પીળા રંગના સલવાર કુર્તા મા આકર્ષક લાગતી હતી, આંખો માં દુઃખ સ્પષ્ટ દેખાતુ હતુ અને મ્લાન સ્મિત હોઠોને વધુ આકર્ષક બનાવતુ હતુ.
પૂર્વીને જોતાજ બંને ઉભા થઈ ગયા, એમને બેસવાનું કહી, નોકરાણી ને બધા માટે પાણી લાવવાનુ કહી પૂર્વી પણ સામેના સોફામા બેઠી. થોડીક ઔપચારિક વાતો બાદ પૂર્વીએ બધા માટે ચા નાસ્તો લાવવા બૂમ પાડી, બંને આનાકાની કરતા રહ્યા અને ગરમા ગરમ ચા નાસ્તો આવી પણ ગયા.
સંદિપે સહી કરાવવા કાગળો આગળ કર્યા, અને પૂર્વી એ હાથમાં લઈને એક પછી એક કાગળ વાંચવાનુ અને સહી કરવાનું શરૂ કર્યું, અચાનક એક કાગળ વાંચતા વાંચતા તેની આંખો ચમકી, એ કાગળ બાજુ પર રાખીને બીજા બધા કાગળ ઉપર સહી કરી આપી. ફોન લગાવી,
ફરી સાઇડમાં રાખેલ કાગળ હાથ માં લીધો, સામે કોણ હતુ ખબર ના પડી પરંતુ પૂર્વી બોલી " આ આપણે કોમ્પ્યુટર જોબવર્ક નુ આઉટ સોર્સિગ કરીએ તેના કરતાં નજીકના વિસ્તારમાં આવેલી કોમ્પ્યુટર કોલેજ ના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ તરીકે આપી શકીએ તો કામ લગભગ મફતના ભાવે થઈ શકે અને આપણે વિદ્યાર્થી ઓને મદદરૂપ પણ થઈ શકાય અને વળી કોઇ હોનહાર વિદ્યાર્થી ને શિષ્યવૃતિ જેવો પુરસ્કાર આપીએ તો કોલેજના વહીવટીતંત્ર કોઈ વાંધો નહીં લે " ફોન થોડો લાંબો ચાલ્યો પરંતુ સંદિપ તો પૂર્વીએ આપેલ આ આઇડિયા વિશે વિચારતો થઇ ગયો, એને લાગ્યું કે વાતમાં દમ તો છે, અને એટલે જ કદાચ પૂર્વીની આટલી રજાઓ મંજૂર થાય છે!
ફોન મૂકાઇ ગયો અને ફરી આડીઅવળી વાતો ચાલુ થઇ, દરમિયાન એક બે વાર મમ્મી પપ્પા ની વાત નીકળી અને પૂર્વી ની આંખમાં આંસુ ધસી આવ્યા , દરવખતે વાત નો વિષય બદલવામાં સંદિપ સફળ રહ્યો, પરંતુ ઉભા થતા થતા તે કહ્યા વગર ના રહી શક્યો, "માફ કરજો મેડમ, આમતો તમારી અંગત વાત કહેવાય, પરંતુ જ્યારે બધી વિધી પતિજ ગઈ છે ત્યારે ક્યાં સુધી ઘરમાં બેસી રડ્યા કરશો? ઓફિસે આવશો તો કામમાં તમારુ દરદ ભૂલી જશો અને થાક લાગશે તો રાત્રે ઉંઘ પણ સારી આવશે, અને હવે ગમેતેટલુ રડશો જૂના દિવસ તો પાછા ફરી આવવાથી રહ્યા! માફ કરજો જો ખરાબ લાગ્યું હોય તો પણ એકવાર મારી વાત પર વિચાર જરુર કરજો"
પૂર્વી ફરી રડી પડી અને અંદર ચાલી ગઈ.
સંદિપે અને તેની સહકર્મચારી એકબીજા ની સામે જોતા બહાર નીકળ્યા.
બીજા દિવસે ઓફિસમાં બધા સંદિપ ની પૂર્વીમેડમ ને સલાહ આપવા માટે મશ્કરી કરતા હતા ત્યારે જ પૂર્વી આવી અને સંદિપ ની સામે જોઇ સ્મિત આપી કહ્યું, "થેંક્સ, તમારી સલાહ માટે, ઘરની બહાર નીકળી ખરેખર સારુ લાગે છે. તમને વાંધો ના હોય તો આજે લંચ સાથે કરીએ કેન્ટિનમાં "સંદિપ ના મોઢામાંથી એક શબ્દ પણ ના નિકળ્યો, તેણે બસ મોઢુ હલાવીને હા પાડી દીધી. અને પૂર્વી કંઇજ બોલ્યા વગર પાછી પોતાના ડીપાર્ટમેન્ટ માં ચાલી ગઈ. એ દિવસે લંચ દરમિયાન અને પછી ની અલપઝલપ મુલાકાત દરમિયાન સંદિપે પૂર્વી વિશે ધણુ જાણી લીધુ હતું અને મનોમન નક્કી કરી લીધું હતું કે કોઈ પણ પ્રકારે જો પૂરવી સાથે પ્રેમ અને લગ્ન કરી શકાય તો જીવનભરની આર્થિક સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય. અને સંદિપે પૂર્વીની નજરમાં એને યોગ્ય લાગવા માટે એડીચોટીના પ્રયત્નો ચાલુ કરી દીધા, એકદમ સરળ સ્વભાવની પૂર્વીની જીંદગીમાં અચાનક માતપિતાના મૃત્યુ થી જે ખાલીપો સર્જાયો હતો તે આ સમય દરમિયાન સંદિપ ના સતત સાનિધ્યથી પૂરાવા લાગ્યો હતો અને પૂર્વી પણ જાણેઅજાણે સંદિપ તરફ આકર્ષિત થઈ ગઈ. પાંચ છ મહિના આમજ નિકળી ગયા અને જેમ જેમ સંદિપ પૂર્વી ને ઓળખતો ગયો તેમ તેમ તેના સાચા પ્રેમ માં પડતો ગયો અને હવે પોતાના વિચારો માટે આત્મગ્લાનિ અનુભવી રહ્યો. કેટલીય વાર પૂર્વી સામે પોતાની સચ્ચાઈ બતાવી દેવાના વિચારો કર્યા અને પછી કદાચ પૂર્વી પોતાને છોડી દેશે તો ના ડરે ચૂપકી સાધી લીધી. દિવસો વિતતા ગયા અને પૂર્વી એ સંબંધ ને નામ આપવા તથા સંદિપ ના માબાપુ ને મળવા ની ઇચ્છા વ્યક્ત કરી .
શું કરશે સંદિપ? શું એ પૂર્વીને પોતાના વિચારો અને સચ્ચાઈ જણાવશે? પૂર્વી ને જોઇને શું હશે સંદિપ ના માબાપુ ના પ્રતિભાવ.....
આગામી પ્રકરણમાં.....