મગજ ની મેમેરી તો થોડીક ક્ષણો ને જ યાદ રાખે છે
પરંતુ કઈ ક્ષણો ને યાદ રાખવી અને કઈ ક્ષણો ને ભૂલવી
એ મનુષ્ય નું મન માં કેવા ટાઈપ ના વિચારો દોડ્યા કરે છે
એ મુજબ મનુષ્ય નું મગજ યાદો ને સેવ કરી રાખે છે
જો સારા વિચારો ને પોષણ આપવામાં આવે છે તો મગજ સારી યાદો ને યાદ રાખે
ખરાબ વિચારો જેમકે
જેવા સાથે તેવા,
ભૂતકાળ માં થયેલો ઝઘડો
આ વિચારો મગજ માં એક નેગેટીવ છબી તૈયાર કરે છે
જે મગજ આવેલી પિતૂટરી ગ્લેન્ડ માંથી નકારાત્મક હોર્મોન નો સ્ત્રાવ કરશે
અને મનુષ્ય નું વર્તન નેગેટીવ સાથે જીવન પણ દુઃખ ભર્યું બને છે.
એના થી તદ્દન વિરુદ્ધ મગજ માં પોઝિટિવ પ્રસંગો ને યાદ કરવા માં આવે
જેમકે
કોઈ ને મદદ કરી ને મેળવેલી ખુશી,
વાંક ના હોવા છતાં માફી માંગી સમબ્ધ ને
ફરી જીવંત રાખવા માટે કરેલો પ્રયત્ન,
અને વળી જરુર્મન્ત
વાળા વ્યક્તિ ને કરેલી મદદ,
તમારી અંગત આંનદ ની પળો આવી , કોઈ ખાસ વ્યક્તિ સાથે પસાર કરેલો સમય,
આ બધી ખુશી ઓ ને મગજ માં સ્ટોર કરવા માં આવે અને જ્યારે પણ તમે એ પ્રસંગ ને યાદ કરશો તો એટલે મગજ માં એક હકારાત્મક શક્તિ નો સંચાર થશે
જે પિતસ્યુતરી ગ્લેન માથી આનંદ આપતો હોર્મોન્સ નો સ્ત્રાવ કરશે જેથી તમારા માં એક પોઝિટીવ aatitude અને ખરીદી ના શકાય એવો આંનદ આપશે.
અને ખાસ આપણું મગજ એક ખેતર જેવું છે
જેમાં જો યોગ્ય વિચારો નિ વાવણી કરવા માં આવે તો એ ફળ આપશે જ એ પણ તમે ધાર્યું નહિ હોય એના કરતાં પણ વધુ
પણ જો એમાં કંઈજ નહીં વાવવા માં આવે તો બીનજરૂરી નિંદામણ જેમકે નેગેટીવ વિચારો આવશે જ
માટે સારા ભવિષ્ય માટે, હાકરાત્મક જીવન જીવવા માટે, તથા ગુણવત્તા સભર જીવન માટે
મગજ માં સારા વીચારો ને વાચા આપો અને સમય મુજબ ખાતર રૂપી સારું વાંચન કરો જે તમારા વ્યક્તિત્વ ને વધુ હકારાત્મક બનાવશે.
સારા વિચારો કરશો ઍટલે સારું વર્તન આપોઆપ થશે
માટે તમે જ્યાં પણ જશો ત્યાં પોઝિટિવિટી સુગંધ પથરાઈ જશે.
કહેવાનો મતલબ મારો એટલો જ સારા પ્રસન્ગો , સારા
વિચારો, અને મદદ કરવાની સારી બાબતો ને ડાઉનલોડ કરો
અને ભૂતકાળ માં થયેલા બિનજરૂરી પ્રસન્ગો કે જે હંમેશા દુઃખ દાયક હતા એને દિલેટ કરી
હકારાત્મક અભિગમ સાથે સારા વિચારો, સારા વિચારો ,અને લોકો કે મિત્રો પાસે અપેક્ષા વિહીન બની
હકારાત્મક જીવન તરફ આગે બઢો...........
જીવન સાચા અર્થ માં જીવવા તથા આનંદિત રહેવા માટે
હંમેશા પોઝિટીવ નેતાગીરી ને અપનાવો
નેતાગિરિ એટલે પોલિટિકલ નહીં
પરંતુ જવાબદારી ઓ સ્વીકારો
ટોળા માંથી બહાર આવી
જવાબદાર વ્યક્તિ બનો
પછી એ કુટુંબ માં હોઈ કે પછી સમાજ માં
અને જ્યાં પણ તમે જોબ કરી રહ્યાં છો ત્યાં કામ ની કે વેતન માટે ની સરખામણી કોઈ પણ વ્યક્તિ સાથે ના કરતા તમારા માં રહેલા કૌશલ્યો ને બહાર લાવો, તમારી અંદર થનગની રહેલા નેતા ને જગાડો, અને હંમેશા તમારુ બેસ્ટ યોગદાન આપો
પદવી માટે કાબેલ બનો સફળતા આપો આપ આવશે.
ટૂંક માં
કાબેલ બનો , સફળતા આપોઆપ આવશે.
દિવસ ની શરૂઆત એક પોઝિટીવ અભિગમ સાથે કરો
જેમકે દિવસ માં કોઈ ને મદદ કરવી
હંમેશા હેલ્પફુલ બનો
અને તમારા થકી કોઈ વ્યક્તિ ના ચહેરા પર હાસ્ય નું કારણ તમે પોતેજ હોવ તો સમજજો એ દિવસ તમારા માટે સેલરી ના દિવસ કરતા મોટો અને વધુ આનંદી દિવસ રહેશે
વળી આ આનંદ તમે જીવશો ત્યાં સુધી તો રહેશે જ પરંતુ તમારા ગયા પછી તમે એમના હૃદય માં જીવંત રહેશો....