Relationship - 1 in Gujarati Moral Stories by Tanu Kadri books and stories PDF | સંબધ - ૧

Featured Books
Categories
Share

સંબધ - ૧

મેં એનું નામ પૂછ્યું ... કેટલાક દિવસથી દરરોજ સાંજે એ સાયકલીંગ કરવા આવતો હતો . જોતા જ કોઇપણને ગમી જાય એવો એનો વ્યક્તિત્વ હતો. જરૂરી નથી કે લાંબા ઊંચા અને ગોરા લોકો સારા લાગતા હોય, કેટલાક નું વ્યક્તિત્વ જ કાફી હોય છે બીજા ને પ્રભાવિત કરવા માટે. જ્યારે સાયકલીંગ કરી ને એ ગાર્ડન માં આવતો તો લગભગ આખો પરસેવાથી રેબઝેબ થઈ જતો. એને જોઈને જ લાગતું કે એ કોઈ શોખ માટે એક્સેસાઈઝ નહતો કરતો. કોઈની સાથે એ વાતચિત કરતો નહિ. બસ થાકી ને બેસી જતો. અને જાણે કે થાકવાનો આનંદ ઉઠાવતો હોય એમ લાગતું હતું. કેટલાક દિવસથી હું એને જોયા કરતી હતી. એની સાથે વાત કરવાનું વિચારતી હતી અને આજે મોકો મળ્યો હોય એમ હું એની પાસે જઈ ને ઉભી થઈ ગઈ અને એનું નામ પૂછ્યું. ..

એને મારી સામે જોયું ન જોયું કર્યું અને મોઢું બીજી સાઈડે ફેરવી લીધું. આવી રીતે થયેલ અપમાનને લીધે મને ગુસ્સો આવ્યો અને હું ત્યાંથી ઘરે આવી ગઈ. આખા રસ્તામાં મારા થયેલ અપમાન ને વાગોળ્યા કર્યું અને ઘરે આવીને ગુસ્સામાં જ બોલવા લાગી .. પોતાની જાતને શું સમજે છે? કોઈ કઈ નવરું થોડી છે એની સાથે વાત કરવા માટે? મારા આવા વ્યવહાર ને જોઈ મમ્મી એ મજાક કર્યું. આજે પાછી કોણી સાથે માથું ફેરવીને આવી? મમ્મીનાં આવા શબ્દો સાંભળી ને મને હસી આવી ગઈ. અને ગાર્ડનમાં જે થયું એ બધું ટૂંક માં જણાવી હું મારા રૂમ માં જતી રહી. જેમ જેમ રાત વધતી ગઈ એમ એમ મારો ગુસ્સો શાંત થતો ગયો. રાત્રે પાછુ વિચાર આવ્યો કે એ કેમ આવો છે? શું એનો બ્રેક-અપ થયો હશે. કે એની ગર્લફ્રેન્ડ નાં લગ્ન થઇ ગયા હશે? શું થયું હશે એની સાથે કે એ કોઈ ની સાથે વાત જ નથી કરતો. એક વિચાર તો આવ્યો કે એ કઈ બહેરો-મૂગો તો નથી ને ? સાચે જ આવું કઈ હશે? મારા શરીર માંથી એક આછી ઠંડી લહેર પ્રસરી ગઈ. અને વિચાર્યું કે જો આવું કઈ હોય તો પણ એની સાથે કાલે વાત કરીશ? અને આવું હશે તો કેવી મજા આવશે માત્ર મારે જ બોલ્યા કરવાનું. ઘરમાં તો કોઈ શાંતિથી બોલવા પણ નથી દેતું. અને મારા આ વિચારથી મને હસવું આવી ગયું. અને હું શાંતિથી ઉંધી ગઈ.

રાત્રે ઊંઘવામાં મોડું થયું તો પણ સવારે જલ્દી આંખ ખુલી ગઈ. ઉઠતાની સાથે જ પેલા વ્યક્તિ નો વિચાર આવ્યો શું એ સવારે પણ મોર્નિંગ વોક માટે આવતો હશે.? પછી મમ્મી યાદ આવી કે જો સવારે હું મોર્નિંગવોક માટે જઈશ તો મમ્મીનો લેકચર સવારથી જ શરુ થઇ જશે,. એટલે મનનો વિચાર મનમાં જ રાખી હું જલ્દી તૈયાર થઇ અને સાંજ પડવાની રાહ જોવા લાગી. રોજ ચાલીને જતી હતી પણ કેમ આજે સાયકલ ચલાવવાનું મન થયું. ચુટકી (નાની બહેન ) સાયકલ લઇ ને ગઈ હતી એટલે મેં પડોશ માં રહેતા વિનીત ની સાયકલ માંગી અને ગાર્ડન તરફ જવા લાગી. સાયકલ ચલાવવાથી સાચે જ થાકી જવાય છે એ આજે સમજાયું અને અનુભવાયુ. ગાર્ડનમાં પહોચી તો પેલી વ્યક્તિ રોજ ની એની જગ્યાએ બેઠયો હતો. મને જોઈને એ જવા લાગ્યો. પછી શું ખબર એને શું થયું એ મારી પાસે આવ્યો. અને કહ્યું “ આઈ એમ સોરી “. કાલે મેં જે વર્તન કર્યું એ સાચે જ સારું ન કહેવાય . મેં થોડુક નારાજ રહેવાનું અભિનય કરવાનું વિચારતી જ હતી કે એ જવા લાગ્યો. મેં એને પાછળથી બુમ પાડી અને પૂછ્યું તમારો નામ શું છે? એને કઈ જવાબ ન આપ્યો હું એની પાસે ગઈ અને બાજુમાં બેઠી. થોડીક વાર અમે બંને ચુપ રહ્યા હવે મને અકળામણ થવા લાગી મેં ઉચા અવાજે કહ્યું એવું તો શું છે કે નામ બતાવવામાં આટલા નખરા આવે છે. મારે કઈ તમારા નામની એફ.ડી નથી કરાવવી કે ના જ તમારા નામ ની કંપની ખોલવી છે. આતો રોજ તમને જોવું છું તો થયું લાવ થોડીક વાત કરૂ. અને વાત ની શરૂઆત કરવમાં માટે નામ તો ખબર જ હોવી જોઈએ. મને કાલે એવું લાગ્યું કે તમે બહેરા મૂગા હશો પણ તમે તો બોલો છો. મને એકઘારી બોલતા જોઈ એને કંટાળો આવટો હતો પણ એ સાઈડમાં રાખી એને કહ્યું “ મારું નામ વિનીત કાપાડિયા છે “. “હમમ” . એટલું કહી હું ચુપ રહી. હવે ? હવે શું વાત કરવી એ વિચારવા લાગી. વિનીત ને ટો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી વાત કરવામાં. “તમારું નામ શું છ”? હું એકદમ ખુશ થઇ અને કહ્યું મારું નામ પૂજા છે. હમ્મ સારું નામ છે.

એ દિવસ પછી અમે રોજ મળવા લાગ્યા. એને બોલવાનું ઓછુ ગમતું હતું. એટલે હું જ વધારે બોલ્યા કરતી. થોડાક દિવસ પછી મેં એને સીધું જ પૂછી લીધું કે તને કઈ ટેન્શન છે. તારી ગર્લફ્રેન્ડ તને છોડી તારા મિત્ર સાથે ફરે છે. કે એના લગ્ન થઇ ગયા છે. ? મારી આવી વાત સાભળીને એ હસવા લાગ્યો. આટલા દિવસમાં પહેલી વાર મેં એને ખુલી ને હસતો જોયો. એને મને પૂછ્યું “ તને કેમ એવું લાગે છે કે મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઈ છે.” મેં એને સહજતાથી જવાબ આપ્યો કે મોટાભાગે કોઈની સાથે આવું થયું હોય તો જ એ આટલો ઉદાસ રહે. “ તો પછી તું કેમ આવી રીતે રહે છે “ એને પહેલીવાર પૂછ્યું કે ચાલ કીટલી ઉપર ચા પીવા જઈએ. “કીટલી ઉપર? હું તો કોઈ દિવસ નથી ગઈ. “કેમ ન જવાય”. હું નથી ગઈ એમ જવાય કે નહિ એ ખબર નથી. અમે છોકરીઓતો નથી જતી.. એ હસવા લાગ્યો અને કહ્યું કેમ નથી જતી. જવું જોઈએ, એમાં ખોટું શું છે.

******ક્રમશ:*********