Ri .. - 1 in Gujarati Love Stories by Ajay Khatri books and stories PDF | રી.. - 1

Featured Books
Categories
Share

રી.. - 1

પ્રકરણ-૧ રી..

ચલ, ભાઈ આજે ગુરુવાર
સાઈબાબા ના મંદિરે આવાનું કે નહીં..

શરદ:અરે ભાઈ તું જતો આવ આજે મારે કામ બહુજ છે.અને હા આ રૂપિયા લેતો જા મંદિર માં દાન આપી દેજે ગયા અઠવાડિયે કામ બહુજ હતું અને વકરો પણ ખાસો થયો છે.

અમર: હા ભાઈ આપ હું તો ચાલ્યો અને હા પહોંચ સવાર માં આપીશ મને મોડું થશે આવતા..

શરદ : હા દોસ્ત આવતે ગુરૂવારે પાકું આવીશ

અમર બીજા મિત્રો જોડે સાઈ મંદિર જવા નીકળે છે.પોતાની અઠવાડિયા ની આવક માંથી મિત્રો દાન કરતા મંદિર પાસે પહોંચાતજ એક નાનકડી છોકરી ગુલાબ લઈ અમર પાસે આવે છે.ભાઈ ગુલાબ લો ને દસ નો એક વીસ ના ત્રણ બે ગુલાબ લઈ અમર પચાસ ની નોટ આપે છે. છોકરી સાહેબ છૂટા નથી હું લઈ આવું અમર ના તું રાખ નાસ્તો કરજે કહી અને મંદિર માં પહોંચે છે.આરતી નો સમય મંદિર માં ભાવિકો નો જમાવડો અમર એક જગ્યા પર ઉભો રહી સાંઈબાબા ના દર્શન કરે છે. આરતી ના દર્શન લઈ ડોનેશન ટેબલ પાસે બધા મિત્રો ભેગા થાય છે.

અરે તારા કેટલા લખવાના તારા કેટલા ની ચર્ચા કરતા હોય છે.અને લાઈન માં પોતાના નંબર ની રાહ જોતા હોય છે.હમેશા ની જેમ અમર એ વખતે પણ વધુ વકરો કરી વધુ દાન કરવાનો હતો.મિત્રો મસ્તીઓ કરતા હતા.અના પર તો બાબા ના બે હાથ હો..

અમર ટેબલ પર દાન ની રશીદ લખતી છોકરી પર નજર પડે છે.અને ત્યાંજ જય બોલે છે.આ આંટી જલ્દી કરે તો શારૂ..

ત્યાંતો અમર નો વારો આવે છે.

અમર: જી બે રશીદ બનાવજો એક માં એકવીસ હજાર અને બીજી માં એકાવન સૌ લખજો કહી રૂપિયા આપે છે.

છોકરી રૂપિયા ગણી અને રશીદ અમર ને આપતા સામે જોઈ ને બોલી મૈ આંટી નહિ હું...

અમર ત્યાંથી પ્રશાદ લઇ જમવા માટે મિત્રો જોડે હોટલ તરફ જાય છે.

અમર મુંબઈ માં પોતાનું કારખાનું પાર્ટનર જોડે ચલાવે છે.મિત્રો સાથે રહી પોતાનું કામ નિષ્ઠા થી કરવાનું કુનેહ આજે અમર ને ગામ થી મુંબઈ આવ્યા ના બે વર્ષ માજ સફળ વેપારી બનાવી દીધો છે.ઉદાર મન ના લીધે રૂપિયા ટકવાનું નામ જ ન લે પણ આભાઈ તો યુવાની નો જૉમ અને "કર ભલા તો હો ભલા" ના સૂત્ર ને અપનાવી પોતાના કામ કર્યા કરે વર્ષે દિવાળી ના પોતાના ગામે જાય અને વૃદ્ધ મા પાસે બે દી રોકાય ત્યાંજ માયાવી નગરી મુંબઈ નો કામ ત્યાં ખેંચીને લઇ જાય હોટલ પર જમતા જમતા મિત્ર પેલી છોકરી ની વાત કરી બોલ્યો અકળું હતી.ત્યાંજ અમર બોલ્યો એવી ન હતી.અને બધા મિત્રો ખડખડાટ હસી પડ્યા.

રવિવાર આજે રજાનો દિવસ આજે ફરવા નો માઉન્ટ મેરી એ જવાનું નકી થયું અને સાંજે પાછો પિક્ચર નો પોગ્રામ અમર,શરદ,નયન,અકબર અને જય નીકળ્યા ટ્રેન માં બાંદ્રા જવા રવાના થયા માઉન્ટ મેરી નો નામ તો બહુજ પ્રચલિત પણ આ જગ્યા ની મુલાકાતે હજી સુધી કોઈ મિત્રો ત્યાં ગયા ન હતા બધા યુવા હતા અને ચર્ચ ની મુલાકાતે પ્રથમ વખત જવાનો ઉત્સાહ પણ હતો.

ચર્ચ પાસે જતા જ બધા પોતાના ફોટા ક્લિક કરવા માંડ્યા અને વારા ફરતી વારો કેમેરા માં માઉન્ટ મેરી ચર્ચ ની કિલકો ને કેદ કરવા લાગ્યા અમર અને જય આ બધું જોતા હતા ત્યાંજ એક છોકરો મીણબત્તીઓ હાથ માં લઇ અને આવે છે. સર પ્રે કે લિયે લીજયે અને બને ને મીણબત્તીઓ આપે છે.
અમર : કિતના હુવા ..

છોકરો : સર 30 રૂપિયા

અમર પર્સ માંથી 100 ની નોટ આપે છે.

છોકરો:સર ચેન્જ નહિ હૈ..

અમર: કોઈ બાત નહિ આપ રખલો..

છોકરો હસતા મોઢે થેક્યું સર કહી દોડતો બીજા લોકો તરફ મીણબત્તીઓ વેચવા જતો રહે છે.

રવિવાર ની રજા હોવાથી ચર્ચ માં ગણા બધા લોકો પ્રાર્થના કરી રહ્યા હતા.

બધા મિત્રો ગોઠવાઈ ને બેન્ચ પર બેસી ગયા ત્યાંજ જય અમર ને ઈશારો કરે છે.અમર પૂછે છે

શું ??

જય : સાઈબાબા વાળી આંટી

અમર આમ તેમ નજર ફેરવે છે.
કોઈ દેખાતું નથી..

મધર મેરી ની બુક હાથમાં લઈ તે દર્શન કરવા જાય છે.આંખ બંધ કરી પ્રાર્થના કરતો હોય છે.ત્યાંજ બાજુ માંથી અમર ને ધકો લાગે છે. અને સોરી કોઈ છોકરી નો અવાજ આવે છે. અમર ફરી ને જોય છે તો સફેદ કપડાં માં પરી જેવી દેખાતી એજ સાઇમંદિર વાળી છોકરી બને એક બીજા ને જોતાજ રહી ગયા...

અમર :ઇટ્સ ઓકે ... થાય..

છોકરી ત્યાં થી હસી ને જતી રહે છે.ત્યાં જ અકબર શાંત અવાજે બોલે છે.ભાઈ હસી હો..

ત્યાંજ બધા મિત્રો ટાઇટેનિક જોવા ટોકીઝ પર જવાનું નક્કી કરે છે.રાત ના નવ થી બાર નો સો જોવા ટોકીઝે જવા નીકળે છૅ. રસ્તા માં અકબર અને જય અમર ની ખાસી મસ્તી કરે છે.અને પેલી છોકરી સાથે એનું નામ જોડે છે. પણ એ છોકરી નો નામ કોને ખબર શું હશે ?
અને ક્યાં રહેતી હશે ? જેવા વિચારો અમર ને મનો મન મુંજવતા હતા ફરી મળશે કે નહીં ? પણ એ મુશકાન અમર ના હ્ર્દય માં ઘર તો કરીજ ગઇ હતી.