મારા તમામ વાંચકમિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. મારી હોરર નવલકથાઓ બદલો, કોલેજગર્લ, અર્ધજીવિત અને રહસ્યમયી નવલકથા ગુમરાહને આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ માટે તમામ વાંચકમિત્રોનો આભાર માનુ છું. મિત્રો અહીંયા એક વાત કહેવા માંગીશ કે આ નોવેલ શરૂઆતથી વાંચજો અને નાની નાની બાબતો પર ધ્યાન આપશો તો તમને અંત સુધી મજા આવશે.
તમારા અઢળક પ્રેમ અને સહકારને કારણે આજે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું. જેનું નામ છે મિશન 5. આમ તો મારી દરેક નવલકથા હોરર અને રહસ્યમય હોય છે પણ આ નોવેલ સ્પેસ, એડવેન્ચર, ટાઈમ ટ્રાવેલ અને ફિક્શન પર આધારિત છે. આશા કરું છું આપ સૌ વાંચકમિત્રોને આ નવલકથા પસંદ આવશે.
-જય ધારૈયા(ધબકાર)
મિશન 5
ભાગ 1 શરૂ
આ સમયે શિકાગોમાં શિયાળાની કડકડતી ઠંડીની સાથે રૂના પૂમડા જેવો હીમવર્ષાનો બરફ છવાયેલો હતો. -૯ સેલ્સિયન્સ તાપમાને પણ ક્લાર્ક સ્ટ્રીટના બધા બારમાં ભીડ હતી. હિમવર્ષાએ રસ્તાઓની સાથે સાથે રસ્તા પર રહેલા વાહનોને પણ ઘેરી લીધા હતા. શિયાળાની આ ક્ડક્ડતી ઠંડી અને હિમવર્ષાના પ્રકોપથી બચવા માટે લોકો જેકેટ, મોજા અને ટોપી પહેરીને રક્ષણ લઇ રહ્યા હતા. આજુબાજુના મોટા મકાનો અને ઇમારતો બરફથી ઢંકાઈ ગયા હતા. સાંજના છ વાગ્યે ક્લાર્ક સ્ટ્રીટના બારોમાં ભીડ વધતી જતી હતી. ધીમે ધીમે ક્લાર્ક સ્ટ્રીટના રસ્તા ઉપર ધીમે ધીમે ગાડીઓની સંખ્યા વધતી જતી હતી. અંધારું થતાં જ ક્લાર્ક સ્ટ્રીટ રંગબેરંગી લાઇટોથી ઝગમગી રહી હતી. એટલામાં બારમાંથી એક પિસ્તાળીશ વર્ષનો વ્યક્તિ નીકળ્યો અને પોતાની ફોર વ્હીલમાં બેસીને પોતાના ઘરે ગયો. તેના ઘરની બહાર મોટો બગીચો હતો અને બાજુમાં એક મોટો સ્વિમિંગ પૂલ હતો જે ઘરની શોભા વધારતો હતો. આ ઘરની છત હીમવર્ષાના કારણે બરફથી ઢંકાઈ ગઇ હતી. એટલામાં આ વ્યક્તિએ પોતાના ઘરનો ડોરબેલ માર્યો અને એક સતાવીશ વર્ષની યુવાન છોકરીએ દરવાજો ખોલ્યો.
"અરે પપ્પા આજે પણ તમે બારમાં ગયા હતા" ઝોયા બોલી.
"હા બેટા હવે એ જ એવી જ્ગ્યા છે જ્યાં જઇને હું મારી નિષ્ફળતાને ભુલાવી શકું છું" આટલું કહેતા જ ડેઝી સોફા ઉપર બેસીને તેના વિચારોના વમળમાં ખોવાઈ ગયો અને દસ વર્ષ પાછળ જતો રહ્યો. જ્યાં તે પોતાની સાથે બનેલી ભૂતકાળની ઘટનાને યાદ કરીને પસ્તાવો કરી રહ્યો હતો. તેના મનમાં જ ભૂતકાળની એ દુર્ઘટના
"હું મિસ્ટર ડેઝી અને આ છે મારી ટિમ જે આ સ્પેસ મિશનને અંજામ આપવાની છે થોડીક વારમાં જ આ પાંચ ચહેરાઓ આ મિશન પર જઇને નવો ઇતિહાસ રચવના છે અને મને વિશ્વાસ છે કે અમે જરૂર આ મિશનમાં સફળ થઈશુ" આટલૂ બોલતા જ આખો રૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
સ્પેસક્રાફ્ટ ઊડવાની તૈયારીમાં હતું. સ્ટીવ દ્વારા સંચાલિત સ્પેસ મિશનના પાંચેય વ્યક્તિઓ સ્પેસક્રાફટમાં બેસી ગયા હતા અને થોડીકવારમાં આ સ્પેસક્રાફ્ટ સ્પેસમાં ઉડાન ભરવા નિકળ્યું હજુ તો થોડુંક આકાશમાં ગયું ત્યાં થોડીકવારમાં જ કોઈ ટેકનિકલ ખરાબીને કારણે સ્પેસક્રાફ્ટ ક્રેશ થયું અને સ્પેસક્રાફ્ટની અંદર રહેલા પાંચેય જ્ણાનું આ દુર્ઘટનામાં મોત થયું.
"મારા કારણે આજે પાંચ નિર્દોષ લોકોની જિંદગીનો અંત આવી ગયો મારી ભૂલને કારણે પાંચ હસતાં રમતા પરિવારો દૂખમાં ધકેલાઇ ગયા આનો જિમ્મેદાર હુજ છું બીજું કોઈ નહીં"આટલું બોલતા બોલતા ડેઝીની આંખો ખૂલી ગઇ. તે પરસેવે રેબજેબ થઇ ગયો હતો. થોડીકવારમાં જ ડેઝી જોરજોરથી રડવા લાગ્યો. આ જે સ્પેસક્રાફ્ટવાળી ઘટના હતી તે ડેઝી સાથે ભૂતકાળમાં વીતી ચૂકી હતી અને આ ઘટનાને કારણે ડેઝી માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયો હતો.
"પપ્પા.. પપ્પા શૂ થયું એક્દમ શાંત થઇ જાવ હું છું ને તમારી સાથે" ઝોયાએ તેના પપ્પાને આશ્વશન આપતા કહ્યું.
"ના બેટા હું ખૂની છું મે પાંચ નિર્દોષ લોકોને મારા સ્વાર્થ ખાતર મારી નાખ્યા"
"પપ્પા એ એક ઇન્વેસ્ટિગેશન મિશન હતું અને તમારું કામ માત્ર સંચાલન કરવાનું હતું તે લોકો ક્રેશમાં મરી ગયા તેનું દૂ:ખ મને પણ છે પણ તમે તેમના મોતના જિમ્મેદાર નથી તમે ક્યાં સુધી એ દસ વર્ષ પહેલાની વાતને યાદ કરીને પસ્તાશો?" ઝોયાએ દૂખી થઈને તેના પપ્પાને પૂછ્યું.
"બેટા એ વાતને તો હું જ્યાં સુધી નહિ મરૂ ત્યાં સુધી યાદ કરી કરીને પસ્તાઇશ કારણ કે હવે ગયેલો સમય તો હું પાછો નહિ લાવી શકુને?"
"પપ્પા આ પસ્તાવો કરવા કરતા સારું છે કે તમે આ મિશનને બીજી વાર સ્ટાર્ટ કરો" ઝોયાએ તેના પપ્પાને પ્રેરણા આપતા કહ્યું.
"ના બેટા મને પાછી એવી ટિમ પણ નહિ મળે અને હવે તો એ મિશન કર્યું હતું તેણે તો વર્ષો જતાં રહ્યા પણ મારી જિંદગી એકવાર પૂરી થાય તેની પહેલા આ મિશન તો મારે કરવું જ છે. " ડેઝીએ તેની છોકરી ઝોયાને કહ્યુ.
"હા તો અત્યારથી જ એ મિશનની તૈયારી સ્ટાર્ટ કરી લો અને પપ્પા કોઈએ કહ્યું છે ને કે કોઈ વસ્તુને તમે દિલથી ચાહો તો આખી દુનિયા તેણે તમારી પાસે જોડવામાં લાગી જાય છે. " ઝોયાએ તેના પપ્પાને કહ્યું.
"વાહ બેટા આજે તે તારી વાતોથી મને આ મિશનને ફરીથી શરૂ કરવાનો જુસ્સો આપ્યો છે હવે જો કાલે ઓફિસ પર જઇને સૌથી પહેલા આ મિશનને પાછું સ્ટાર્ટ કરવાની તૈયારી શરૂ કરી લવ" આટલું કહીને ડેઝી સૂઈ ગયો.
સવાર પડી અને ડેઝી પોતાની ઓફિસ ઉપર જઇને સૌથી પહેલા તેના દસ વર્ષ પહેલાના સ્પેસ મિશનની જૂની ફાઈલોને ફંગોળી અને આ મિશનને ફરીથી અંજામ આપવા માટે તેનો રોડ મેપ બનાવવાનું ચાલુ કર્યું. જેની અંદર તેમણે પાંચ અલગ-અલગ ક્ષેત્રોમાં નિપૂણ વ્યક્તિઓની જરૂર પડવાની હતી. જેથી આ કામ માટે ડેઝીએ કોલ કર્યો.
"હલ્લો ડોલ્ફ મારી ઓફિસ પર આવને" ડેઝીએ તેની કંપનીના મેનેજર ડોલ્ફને કહ્યું.
"મે આઈ કમ ઇન સર?"ડોલ્ફ ડેઝીના ઓફિસના દરવાજે ઊભો રહીને બોલ્યો.
"યસ કમ ઇન મિસ્ટર ડોલ્ફ આજે મારે તમારી સાથે એક અગત્યની ચર્ચા કરવી છે કારણ કે મારૂ આ કામ તમે જ કરી શકશો"
"ઓહો સર એવું તો શૂ કામ આવી પડ્યું કે જે હું જ કરી શકીશ?"
"ડોલ્ફ હવે મારી વાત તું ધ્યાનથી સાંભળ તને મારા દસ વર્ષ પહેલાના સ્પેસ મિશન વિષે તો ખબર જ હશે"
"હા સર એ સમય હું કેમ ભૂલી શકું મને બધુ યાદ છે કે જ્યારે સ્પેસક્રાફ્ટ લોન્ચ થયું ત્યારે થોડીકવારમાં જ તે ક્રેશ થઇ ગયેલું અને આ સમાચાર આખા અમેરીકામાં ફેલાઈ ગયા હતા"
"તો ડોલ્ફ મારે આ મિશન ફરીથી કરવું છે"
"શૂ કીધું સર?"
"મારે આ મિશન ફરીથી કરવું છે"
"પણ સર એ વાતને તો દસ વર્ષ થઇ ગયા અને હવે તો નાસા વાળા પણ કદાચ આપની હેલ્પ" ડોલ્ફ હજુ આટલું બોલ્યો ત્યાં તો સ્ટીવે તેને અટકાવી દીધો અને કહ્યું કે"જો ડોલ્ફ મને ખબર છે કે આ મિશનને ફરીથી કરવામાં ઘણી બધી મૂશ્કેલીઓ આવશે પણ મારે આ મિશનને સફળ બનાવવું છે એટલે હું માત્ર મુસીબતો ના સોલ્યુશન ઉપર જ ધ્યાન આપીશ મને તું ખાલી એટલુ કે તુ મારી મદદ કરી શકીશ જવાબ મને હા કે ના માં જ આપજે એટલે મને આગળ શૂ કરવું તેની ખબર પડે. "
"હા" ડોલ્ફે અસમંજસમાં જવાબ આપ્યો.
"મને લાગતું જ હતું કે તું હા પાડીશ તારો આભાર કે તું મારી લાગણીને સમજ્યો તો ડોલ્ફ હવે મારે આ મિશન માટે અલગ અલગ ક્ષેત્રોમાં નિપુણ પાંચ વ્યકિતોની જરૂર છે.
"ક્યાં ક્યાં ક્ષેત્રોમાં જોઈશે આ વ્યક્તિઓ તે જણાવો એટલે હું તપાસ શરૂ કરી લવ"
"ડોલ્ફ પહેલો વ્યક્તિ એવો જોઈશે જે પાણી અને સમુદ્રી જીવની સમગ્ર માહિતી જાણતો હોય કારણ કે જે ગ્રહ ઉપર અમે જઇયે છીયે ત્યાં સુધી હજુ સુધી કોઇ ગયું નથી નાસામાથી એકવાર આ ગ્રહ ઉપર જવાનું નક્કી કરાયું હતું પણ સેફ્ટી રિજ્ન્સ ને ધ્યાનમાં રાખીને આ ગ્રહ પર ઇન્વેસ્ટિગેશનનું મિશન મુલતવી રખાયું. "
"ચાલો આ વ્યક્તિની તપાસ તો હું કરી લઇશ બીજા વ્યક્તિ વિષે બોલો હવે"
"ડોલ્ફ બીજો વ્યક્તિ આપણને એવો જોઇએ છે જેણે સ્પેસની બધી બાબતોની સમજણ હોય અને ત્રીજો વ્યક્તિ એવો જોઈશે જેણે બધી ધાતુઓ વિષેની જાણકારી હોય" હજુ સ્ટીવ આટલું બોલ્યા ત્યાં તો ડોલ્ફે સ્ટીવને અટકાવ્યા અને કહ્યું"સર આ બધી ધાતુઓની માહિતી ધરાવતો વ્યક્તિ સ્પેસમાં લઈ જવાની શું જરૂર છે મને જણાવી શકશો?"
"ડોલ્ફ આ સવાલો તું મને ના કર સમય આવે બધી ખબર પડી જશે" મિસ્ટર સ્ટીવ ગુસ્સે થઈને બોલ્યા અને પોતાની ખુરશી છોડીને ત્યાંથી ગુસ્સે થઈને જતા રહ્યા.
મિશન 5 - ભાગ 1 પૂર્ણ
ડોલ્ફના આ સવાલ ઉપર મિસ્ટર ડેઝી તરત ગુસ્સે થઈને જતા કેમ રહ્યા?શું ડેઝી કોઈ એવી વાત છુપાવે છે જેની કોઈને ખબર નથી?શું હવે ડોલ્ફ મિસ્ટર ડેઝીની મદદ કરશે કે નહીં કરે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5.
જો આ નોવેલનો પહેલો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારો કિંમતી પ્રતિભાવ આપજો.