પ્રકરણ 6 માં આપણે જોયું કે પ્રવાસથી આવ્યા પછી હવે મન અને માનવીને દરરોજની જેમ કોલેજ જવાનું હોય છે હવે આગળ.........
________________________________________
મન દરરોજની જેમ કોલેજ વહેલો આવી જાય છે અને માનવી પણ સમય પર આવી જાય છે . બંને કોલેજમા પહેલું લેક્ચર ભરે છે . બીજા લેક્ચરમા વિધી મેડમ આવે છે અને બધાં સ્ટુડન્ટ્સ ને કહે છે કે , હવે તો તમારા કોલેજમાં આવ્યે વર્ષ ઉપર થઈ ગયું છે અને તમને કોલેજ ના બધાં નિયમો પણ ખબર જ છે . હવે તમે સિનિયર બની ગયા છો તો , તમારા જુનિયર ની મદદ કરવાની જવાબદારી તમારી જ છે . ને એક ખાસ વાત એક મહિનામાં તમારી સેમેસ્ટર 3 ની પરીક્ષા છે તો બધાં સ્ટુડન્ટ્સ સારી રીતે તૈયારી કરજો આમ કહીને મેડમ ત્યાથી જાય છે.
કોલેજ પછી મન અને માનવી પરીક્ષાની વાત કરે છે અને કહે છે કે , હવે તો ઝડપથી તૈયારીઓ શરૂ કરવી પડશે . બંને થોડીવાર વાતો કરીને પોતપોતા ના ઘરે જાય છે. માનવી અને મન આખો મહિનો સારી રીતે વાંચી પરીક્ષા આપે છે . બંનેનુ પરિણામ પણ સારું આવે છે . આ વખત પણ માનવી પ્રથમ ક્રમે આવે છે અને મન બીજો નંબર લાવે છે . બંને ખૂબ જ ખુશ હોય છે.
મન અને માનવી હવે કોલેજના બીજા વર્ષમા હતા. બંનેની મિત્રતા ખૂબ જ ગાઢ હતી . હવે બંને સેમેસ્ટર 4 મા આવી ગયા હતા . બંનેનું ભણવાનું પણ ખૂબ સારું ચાલતું હતું. નવરાત્રી નજીક આવવાની હોય છે અને આ વખતે કોલેજમા પણ નવરાત્રી ઉજવવાનું નક્કી થયું હોય છે . મનને નવરાત્રીનો શોખ ઓછો હોય છે પરંતુ માનવીને તો નવરાત્રિ ખૂબ જ ગમે છે તેથી તે તો ખૂબ જ ઉત્સાહમા હોય છે.
નવરાત્રિ ની બધી તૈયારીઓ મન અને તેના મિત્રો ને સોંપવામા આવી હતી . આ નવરાત્રિ ઉજવણીમા એક ગૃપ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેના માટે માનવી ખુબ ઉત્સાહથી રાહ જોઈ રહી હતી.
કોલેજ પછી મન અને માનવી તેમના બધાં મિત્રો સાથે ચર્ચા કરે છે. નવરાત્રિની ઉજવણી વિશે બધાં ઉત્સાહમાં હોય છે.
માનવી કહે છે કે, આપણે બધા ગરબાની સ્પધૉ મા ભાગ જરૂર લઈશું . મને તો ગરબા ખૂબ જ ગમે છે.
બધાં મિત્રો માનવીની હા મા હા કહે છે.
ત્યાં મન કહે છે કે, માનવી હું ભાગ નહી લઈ શકું , મને નથી આવડતાં ગરબા એટલે.....
માનવીએ કહ્યું એમા ચિંતા શાની હું તને શીખવી દઈશ ગરબા.
મન એ કહ્યું, હવે માત્ર એક જ અઠવાડિયું છે આ સ્પર્ધામાં , મને નથી લાગતું કે હું આટલાં સમયમાં શીખી લઈશ ગરબાં.
માનવીએ કહ્યું કે તું શીખી લઈશ કારણકે હું તને સારી રીતે શીખવાડીશ તું આજે મારા ઘરે આવી જજે આપણે સાથે ગરબાની પ્રેક્ટિસ કરીશું મને વિશ્વાસ છે કે તને એક અઠવાડિયામાં ગરબા આવડી જશે પણ તારે ભાગ તો લેવાનો જ છે . મન માનવી ને ના નથી કહી શકતો અને તે માનવીને હા પાડી દે છે, માનવી કહે છે કે, તું આજે સાંજે ચાર વાગ્યે મારા ઘરે આવી જજે અને તેના બધા મિત્રોને પણ આવવા કહે છે અને આટલી વાત કરી બધા મિત્રો પોતાના ઘરે જાય છ.
માનવી ઘરે આવીને બધી ગરબા સ્પર્ધા ની વાત તેની મમ્મીને કહે છે અને માનવી કહે છે કે , અમે બધા મિત્રો આ સ્પર્ધામાં ભાગ લઈશું અને અમે જ જીતીશું . માનવી એ પણ કહે છે કે આજે મારા બધા મિત્રો આપણા ઘરે ગરબાની પ્રેક્ટિસ માટે આવવાના છે તેથી મમ્મી તું સરસ મજાનો નાસ્તો બનાવજે અત્યારે થોડી વાર હું સુવા જવું છું . મારા બધા મિત્રો ચાર વાગે આવી જશે અને અમે જીતવાની તૈયારીમાં લાગી જઈશું.
માનવીના બધા મિત્રો ચાર વાગ્યે માનવીના ઘરે આવી જાય છે અને માનવી તેમનું સ્વાગત કરે છે. માનવી તેના બધા મિત્રોને પાણી આપે છે અને નાસ્તો કરાવે છે અને જે નવા મિત્રો આજે આવ્યાં હોય છે તેમનો પરિચય એની મમ્મી જોડે કરાવે છે.
બધા મિત્રો પોતાના ગરબાના અલગ-અલગ સ્ટેપ માનવીને બતાવે છે અને ચર્ચા કરે છે કે આમાંથી કયા સ્ટેપ આપણે સ્પર્ધામાં કરવા જોઈએ . મનને ગરબામાં કોઈપણ પ્રકારનો રસ નથી હોતો . તે તો માત્ર ને માત્ર માનવીના કહેવા પર આવ્યો હોય છે . બધા ગરબા ની ચર્ચા કરતા હોય છે પરંતુ મન શાંતિથી બેઠો હોય છે .
માનવીનું ધ્યાન મન ઉપર જાય છે અને તે મન ને પૂછે છે કે શું થયું મન?? કેમ આમ બેઠો છે?
મન કહે છે કે તને તો ખબર જ છે મને ગરબા નથી આવડતા અને જો આવી રીતે ગરબા કરીશ તો બધા મારી હસી ઉડાવશે.
માનવી કહ્યું ચિંતા ન કરીશ હું તને એકદમ સરળ ગરબાના સ્ટેપ શીખવાડીશ. જેથી તને આવડી જશે ચાલ આપણે બંને જોડે પ્રેક્ટીસ કરીએ.
માનવી મનને ગરબા શીખડાવાની શરૂઆત કરે છે અને મન પણ માનવીની ખુશી માટે તેની સાથે ગરબા શીખવાનો પ્રયત્ન કરે છે . આવી જ રીતે ગરબા પ્રેક્ટિસ પહેલો દિવસ પૂર્ણ થાય છે અને માનવી બીજા દિવસે પણ આવી જ રીતે ગરબા પ્રેક્ટિસ માટે તેના ઘરે ચાર વાગ્યે મળવાનું કહે છે. બધા જ લોકોને ગરબા કરીને ખૂબ જ મજા આવી જાય છે. કેમ ના આવે!! બધા લોકો ગરબા ના શોખીન હતા માત્ર મનને થોડો સંકોચ હતો તેના મનમાં એવું હતું કે તે ગરબા કરશે તો બધા લોકો તેના પર હસસે.
બીજા દિવસે મને અને માનવી કોલેજ માં મળે છે અને દરરોજ મુજબ પોતાના બધા લેક્ચર ભરે છે અને આજે મન કોલેજ માં થોડી વધારે વાર રોકાય છે કારણકે, આ નવરાત્રિ સ્પર્ધાના આયોજન ની જવાબદારી મને પણ આવી હોય છે. મન પણ પોતાની તૈયારીમાં વ્યસ્ત છે અને માનવી ઘરે જાય છે અને નક્કી થયા અનુસાર બધા મિત્રો માનવીના ઘરે ચાર વાગ્યે ગરબા પ્રેક્ટિસ માટે આવી જાય છે આજે તેમની પ્રેક્ટિસ નો બીજો દિવસ હોય છે.
આજે માનવી સંપૂર્ણ ધ્યાન મનને ગરબા શીખવાડવામાં આપે છે. માનવી મન ને આજે સરળ સ્ટેપ શીખવાડે છે અને મનની પણ તે સ્ટેપ આવડી જાય છે અને મન ખૂબ જ ખુશ થઇ જાય છે . આ રીતે સાત દિવસના માનવી મનને ગરબા શીખવાડી દે છે અને હવે તે બધા ભાગ લેવા માટે ખુબજ ઉત્સાહમાં હોય છે.
મન એ પણ પોતાની ગરબા સ્પર્ધા ની બધી જવાબદારી ખૂબ જ સારી રીતે બજાવે છે, હવે બીજા દિવસે કોલેજમાં નવરાત્રિ -ની ઉજવણી હોય છે અને માનવી નક્કી કરે છે કે ચણિયા -ચોળી પહેરશે અને ગ્રુપની તમામ છોકરીઓએ ચણીયા ચોળી પહેરવા ની છે અને બધા છોકરાઓએ પણ કેડીયું પહેરવાનું રહેશે.
મન માનવીને ચણિયાચોળીમાં જોવા માટે ખુબજ ઉત્સુક હોય છે અને તે માનવીની પૂછે છે કે તું કયા રંગની ચણિયાચોળી પહેરીશ?
માનવી કહે છે કે, હું તને એમ કહું કાલે જોઈ લેજે હું અત્યારે કહેવાની નથી.
મન કહે છે કે મને તો કે હું તારો મિત્ર છું ને?
માનવી કહે છે, તું મારો મિત્ર છે પણ તને કાલે જ જાણવા મળશે તેથી રાહ જો.
મનનું માનવી સામે કઈ ચાલે તેવું હતું નહીં તેથી તેણે પણ હા પાડી અને માનવીની ચણિયાચોળીમાં જોવા રાહ જોવા લાગ્યો.
હવે મને માનવીની આ કોલેજની નવરાત્રી કેવી રહેશે અને મન માનવી અને તેના મિત્રો આ સ્પર્ધા જીતી જશે કે ના તે આપણે ભાગ આઠમા જોઈશું
આભાર
_Dhanvanti jumani( Dhanni)