Devilry - 25 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 25

Featured Books
Categories
Share

જંતર મંતર - 25

પ્રકરણ :- 25


જુલી ના કાન સુધી શીલ ની વાત પોહચી ચૂકી હતી. શીલ જુલીને અપનાવવા માટે તૈયાર હતો. શીલ ની ભાવના જોઇને જુલી શીલ સાથે લગ્ન કરવા માટે હા કહી દે છે. જુલી હજુ સુધી અંધારામાં જ જીવતી હતી કે તેને પોતાના પ્રેમ જેમ્સ નો જીવ પોતાના હાથે જ લઈ લીધો. પણ હકીકત કંઇક અલગ જ હતી. જેમ્સ ના મોત નો જવાબદાર હકીકતમાં શીલ હતો. શીલ એ કાળા જાદુનો સહારો લઈને જેમ્સ નો જીવ લીધો હતો. શીલ હવે જુલી સાથે લગ્ન કરીને શું કરવા માગતો હતો એ તો હવે ઉપરવાળો ભગવાન જ જાણે! શીલ હર હાલમાં જુલી ને પોતાની બનાવવા માગતો હતો.

જુલી નો પરિવાર ગમેતે કરીને જુલીથી પીછો છોડાવવા માગતો હતો. એટલે જ જુલીનો પરિવાર સમાજ બહાર પણ જુલી ના લગ્ન કરાવવા માટે તૈયાર થઈ ગયો હતો. જુલી જેમ્સ નું મોત હજુ સુધી ભૂલી નોહતી પણ તેના ગર્ભમાં ઉછરી રહેલી જેમ્સની નિશાની ને હર હાલ માં તે માતા અને પિતા બંનેનો પ્રેમ આપવા માગતી હતી. બસ એજ કારણ હતું કે જુલી એ શીલ સાથે લગ્ન કરવાની હા કહી દીધી. જુલી પોતાના બેસ્ટ ફ્રેન્ડ શીલ ઉપર વિશ્વાસ કરી શકતી હતી બસ એજ કારણે જુલી શીલ ને પતિ બનાવવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી.

જુલી ઘણા અસમંજસ માં હોય છે. તેના દિલ ઉપર જેમ્સ ના મોત નો ભાર હોય છે અને બીજો ભાર એ આવી જાય છે કે શું શીલ જેમ્સ ના બાળક ને અપનાવશે? ત્યારે જુલી ના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. જુલી નું મન કહે છે કે એકવાર તેને શીલ સાથે વાત કરી લેવી જોઈએ. જુલી ઘણું બધું વિચાર્યા પછી શીલ ને મળવા માટે બોલાવે છે. શીલ થોડી જ વારમાં પોતાની જુલી પાસે આવી જાય છે. જુલી શીલ ને જોઇને સીધી જ એના ગળે લાગી જાય છે. જુલી શીલ ના ગળે લાગીને પછી તો ઘણું રડે છે. શીલ તેને ચૂપ કરાવવા ની કોશિશ કરે છે.

“ જુલી શું થયું? આમ રડવાનું કારણ શું? “ શીલ

“ શીલ તું જાણે જ છે બધું! મે મારા આજ હાથે મારા પ્રેમ જેમ્સ નો જીવ લઈ લીધો હતો. શીલ યાદ છે એ દિવસ જ્યારે આપડે હિન્દુસ્તાન પાછા ફરતા હતા ? બસ એની રાતે જ હું અને જેમ્સ બંને એક થયા. અમે એક થયા એનું પરિણામ છે કે આજે મારા ગર્ભમાં જેમ્સ ની નિશાની છે. શીલ મને ખૂબ જ ડર લાગતો હતો એટલે જ મે તને મળવા માટે બોલાવ્યો. “ જુલી

“ જુલી કેવો ડર ? જે થયું એમાં તારો કોઈ દોષ નથી. બસ બધા કુદરત ના ખેલ છે.” શીલ

“ શીલ મને ખુબજ ડર લાગે છે યાર. મને સમજાતુ નથી કે હું આ લગ્ન કરીને ઠીક તો કરી રહી છું ને? શીલ મને તારા પ્રત્યે કોઈ શંકા નથી પણ તું સમજી શકે છે કે હું શું કહેવા માગું છું. “ જુલી

“ જુલી આપડે એકબીજા ના મંગેતર પછી છીએ. એની પહેલા આપડે એકબીજા ના સારા મિત્રો છીએ. જુલી તારે જે કહેવું હોય એ કહી શકે છે.” શીલ

“ શીલ શું તું મને મારા પાસ્ટ સાથે સ્વીકારી શકીશ ? શીલ તું મારા પ્રેમ જેમ્સની નિશાની ને અપનાવિશ ? શીલ હું જેમ્સની થઈ ચૂકી છું અને હવે હું બીજા કોઈની નઈ થઈ શકું! શીલ હું તારી સાથે લગ્ન કરીશ પણ તારી ક્યારેય પણ નઈ થઈ શકું. શીલ તું કોઈપણ આશા રાખ્યા વગર મને અપનાવવા તૈયાર છે? “ જુલી

“ જુલી જે દિવસે મે તને પ્રપોઝ કર્યો હતો એ દિવસ યાદ જ હશે ને તને? તું ફરી વખત જેમ્સ માટે મને ઠુકરાવી રહી છે. જુલી એ સમયે પણ હું તારો સારો મિત્ર બનીને રહ્યો જ હતો ને? તો લગ્ન પછી પણ તારો સારો મિત્ર બનીને રહીશ.” શીલ

“ શીલ તારે જેમ્સ ની નિશાની ને પોતાની સમજીને તેને બાપનો પ્રેમ આપવો પડશે. મારો સ્વીકાર કરે છે એમ આવનાર ગોલું નો પણ તારે સ્વીકાર કરવો પડશે.” જુલી

“ જુલી હું તને તારા ભૂતકાળ સાથે અપનાવી રહ્યો છું તો તારી થનાર સંતાન ને પણ અપનાવિશ. શું આટલી જ ગહેરી છે આપડી દોસ્તી? કે જેના ઉપર તને સવાલો થાય છે. “ શીલ

“ એવું કંઈ જ નથી. શીલ આપડી દોસ્તી ઉપર મને કોઈ પ્રશ્ન જ નથી. પણ શીલ હું જેમ્સ ના સંતાન ની મા બનવાની છું. કોઈપણ હોય તેને બીજાના સંતાન ને અપનાવવા માં સમસ્યા જ હોય.” જુલી

“ જુલી જેમ્સ મારો મિત્ર હતો. જેમ્સ મારી માટે કોઈપણ પરાયો માણસ નોહતો. જુલી તું જ કે મને મારા મિત્ર ના સંતાન ને અપનાવવામાં મને શું પ્રોબ્લેમ હોય? હું એક નવી મિસાલ કાયમ કરીશ આ દુનિયા માં કે હજુ ઇન્સાનિયત જીવે છે આ દુનિયામાં. હું મારા મિત્ર જેમ્સ ની બધી જ જવાબદારીઓ ઉઠાવવા માટે પણ તૈયાર છું.” શીલ

“ શીલ હું અને જેમ્સ તારો આભાર ક્યારેય પણ નઈ ભૂલીએ. તું મારા અને શીલ ના સંતાન ને અપનાવી ને અમારી માટે ઘણું બધું કરી રહ્યો છે. શીલ તારો જેટલો કરું એટલો આભાર ઓછો છે. શીલ લગ્ન પછી તારે જે પણ મદદ જોઈએ એ મને બેજીજક થઈને કહેજે. હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ. “ જુલી

“ જુલી મારે કંઇજ નથી જોવતું. હું તારી અને આવનાર મહેમાનની મદદ કરવા માગું છું. જેના લીધે મારા મિત્ર જેમ્સ ની આત્માને શાંતિ મળે.” શીલ

“ શીલ હું પણ એજ ઇચ્છું છું કે જેમ્સની આત્મા ને શાંતિ મળી જાય. શીલ હવે હું તારી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છું. શીલ આજે હું તને એક વાયદો કરું છું કે તું ભવિષ્યમાં જે પણ મારી પાસે માગીશ તે હું તને બે જીજક આપવાની કોશિશ કરીશ.” જુલી


શીલ ને લગ્ન માટે જુલી એ હા પાડી દીધી હતી. શીલ હમેશાં થી જુલી સાથે જ લગ્ન કરવા માગતો હતો. શીલ જેવો જ જુલી સાથે લગ્ન કરી લેશે કે તરત જ જુલી ની પાસે રહેલી શક્તિ નો પણ એ હકદાર બની જશે. જુલી તેને વચન પહેલાં જ આપી ચૂકી હતી. બસ લગ્ન પછી શીલ જુલી પાસે તેની બધી જ શક્તિઓ માગવાનો હતો. શીલ પોતાના ઇરદાઓમાં કામયાબ થઈ રહ્યો હતો.

જેમ્સ ના મર્યા પછી પણ તેની આત્મા ને મોક્સ મળ્યો ન હતો. જેમ્સ ની આત્મા જુલી ના ઘરે આવી પોહચી હતી. હવે જેમ્સ જુલી ની આગળ પાછળ જ ફરતો હતો. જેમ્સની આત્મા જુલી અને શીલ ની વાત સાંભળી ચૂક્યો હતો. જેમ્સ ને મલાયામાં જ શીલ ઉપર શક થઈ ચૂક્યો હતો. એટલે હવે જેમ્સની આત્મા શીલ નો પીછો કરવા લાગે છે.

શીલ બધાથી દૂર એક ગુફામાં આવી જાય છે જ્યાં માનવ લોક નું કોઈ અસ્તિત્વ હતું જ નહિ. શીલ નો પીછો કરતા કરતા જેમ્સની આત્મા પણ અહી ગુફા સુધી આવી જાય છે. શીલ ગુફાની અંદર જાય છે અને પાછળ પાછળ જેમ્સ પણ એ ગુફાની અંદર જાય છે. જેમ્સ ને એવું જ હતું કે શીલ તેને જોઈ નથી શકતો પણ સચ્ચાઈ અલગ જ હતી. શીલ જેમ્સ ને જોઈ શકતો હતો.

“ જેમ્સ તને શું લાગે છે? તું મારો પીછો કરીને અહી સુધી પોહચી ગયો છે શું મને ખબર નથી ? કે તું મારો પીછો કરી રહ્યો છે? જેમ્સ તને શું લાગે છે શીલ એક સામાન્ય માણસ છે? જે આત્માઓ ને જોઈ નથી શકતો ? શીલ પહેલી વાત કે હું માણસ જ નથી. હું એક હૈવાન છું જે ખૂબ જ શકતી શાળી બનીને આ દુનિયા ઉપર રાજ કરવા માગે છે. જેમ્સ આમાં મને મદદ કરશે તારી જુલિયટ કે જેની પાસે ખૂબ વધારે શક્તિ ઓ છે. હવે તારી આત્મા પણ આવી ગઈ છે જેનો ઉપયોગ કરી હું હંમેશાં માટે અજય અમર બની જઈશ. હાહાહાહા ( જોરદાર ભયાનક હાસ્ય હશે છે. ) શીલ


જેમ્સ ને પહેલાથી જ શીલ ઉપર શક હતો પણ જેમ્સ ને આવું અનુમાન હતું જ નહિ કે શીલ એક હૈવાન છે. જેમ્સ ને એ તો ખબર પડી ગઈ હતી કે શીલ ઇન્સાન નથી પણ શીલ જુલિયટ પાસે કેમ આવ્યો અને તે જુલિયટ ની શક્તિનું આગળ શું કરવાનો હતો! એવા અનેક પ્રશ્ન જેમ્સ ના મનમાં થતા હતા. “ શીલ જુલિયટ તારી સારી મિત્ર છે પણ એની સાથે તું શું કરવાનો છે? ”

“ હાહાહાહા જેમ્સ જણાવી દઉં ? ( જેમ્સ માથું હા માં હલાવે છે. ) એકવાર મારા જુલિયટ સાથે લગ્ન થઈ ગયા તો જુલિયટ ની બધી જ શકતી ઓ મારા નામે થઈ જશે! મતલબ કે હું આ દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ હૈવાન બની જઈશ. હું આ દુનિયાને હમેશાં માટે તબાહ કરી દઈશ. આ દુનિયાનું કોઈ વજૂદ નહિ રહે. દુનિયામાં જેને પણ જીવવું હશે એ મારો ગુલામ બની ને રહેશે. પછી હું ૧૧૧૧૧ લોકોની બલી આપીને અમર બની જઈશ. હાહાહાહા હું આખી દુનિયા ઉપર રાજ કરીશ. “ શીલ


શીલ ના ઈરાદાઓ તેની જેમ જ ખૂબ ભયાનક હતા. જેમ્સ ને ખુબ ગુસ્સો આવી રહ્યો હોય છે પણ જેમ્સ જીવતા શીલ ને કઈ ના કરી શક્યો તો મર્યા પછી શું કરી શકવાનો? શીલ જેમ્સ ની આગળ જ તેના અસલી રૂપ માં આવી જાય છે. શીલ ખૂબ જ ભયાનક હૈવાન લાગી રહ્યો હતો. થોડા સમય પછી જેમ્સ ને સમજાયું કે શીલ પણ એક આત્મા છે એટલે જ શીલ જેમ્સ ને જોઈ શક્યો. શીલ એટલો ભયાનક હૈવાન હતો કે તેને જોઈને જેમ્સ ની આત્મા પણ કંપી ઉઠે છે. શીલ ના હૈવાન બનેલા શરીરમાંથી એક વિચિત્ર કાળા રંગનો ધુમાડો જેમ્સ ની આંખો સામે અંધારપટ રૂપે છવાઈ ગયો. જેમ્સ ની આત્મા પણ હવે આ અંધારપટ ની અંદર જોઈ ન શકતી હતી. શીલ એ ગુફાની અંદર આગળ શું કર્યું એ જેમ્સની આત્મા ને ખબર પણ હતી નહિ. શીલ નું હૈવાન રૂપ અંધારપટ નો સહારો લઇ એક મરેલા દીપડાનું જીસ્મ ખાવામાં લાગી ગયું હતું. થોડા સમય પછી ત્યાંથી અંધારપટ દૂર થયો અને જેમ્સની આંખો સામે શીલ એક દમ ઠીક પોતાના માણસ રૂપમાં હતો.

ક્રમશ……..








આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary