Amar prem - 15 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પે્મ - ૧૫

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

અમર પે્મ - ૧૫

સ્વરા સૂનમૂન થઇને શરમથી માથું નીચું કરીને મુંગી મુંગી ચાલતી હોય છે તેથી અજય તેને પૂછે છે.

અજય: સ્વરા કેમ કશુ બોલ્યા ચાલ્યા વગર ચાલે છે? મોઢું ચઢી ગયું હોય તેમ કેમ લાગે છે?

સ્વરા:અજય કાલે રાત્રે જે બન્યું તેનો મને ડર લાગે છે અને શરમ પણ આવે છે.આપણે બન્ને એક પથારીમાં એક કંબલ ઓઢી સૂઇ ગયા તે મને બરાબર નથી લાગતું.

અજય:જો સ્વરા મારો ઇરાદો ખરાબ નહતો અને પરિસ્થિતિનો લાભ લેવાનો પણ નહતો.તને ઠંડી લાગતી હતી અને ધુજારી પણ થતી હતી.મેં મારા બધા પ્રયત્નો કર્યા પણ તારી ધુજારી ઓછી થઇ નહીં,પહેલા તને દિવેલ ધસીને માલિસ કરીને ગરમાવો લાવવા પ્રયત્ન કર્યો પરંતુ કોઇ ફરક પડતો નહતો.મેં ક્યાંક વાંચ્યું હતું કે આવી પરિસ્થિતિમાં છેલા ઉપાય તરીકે ગરમાવો લાવવા સાથે સુવાથી સારું થાય.આ કારણે તારી સાથે સૂતો હતો તને જો મારી રીત બરાબર ના લાગી હોય તો તારી માફી માંગુ છું.

સ્વરા: અજય માફી માંગવાની વાત નથી .સમય અને સંજોગો જોઇને તેં પગલું ભર્યું હશે.એક છોકરીને એક છોકરા સાથે આવી રીતે સૂતા શરમના માર્યા સંકોચ થાય.

અજય:સ્વરા આપણે એક બીજાને પે્મ કરીએ છીએ.બાળપણથી લઇને આજ સુધી આપણે સાથે રમીને સાથે ભણીને મોટા થયા છીએ.તારી અને મારા ફેમિલી વચ્ચે આજનો નહી તારા મારા દાદા વખતનો ઘર જેવો સંબધ છે.આ સંબંધ હું નિષ્ઠા પૂર્વક નિભાવવા માંગુ છું.કોઇ પ્રકારનો ડર રાખીશ નહી.

સ્વરા: અજય આવતા વર્ષે તું કોલેજમા ભણવા શહેરમાં જઇશ ત્યારે ત્યાં તને નવા નવા લોકોના સંપર્કમાં આવવાનું થશે ત્યારે તું મને ભુલીતો નહી જાયને?

અજય:સ્વરા તારા કરતા ગમે તેટલી વધારે રુપાળી છોકરી મને ચાહવા માંગશે તો પણ હું તને ભુલીશ નહી.તારુ સ્થાન મારા દિલમાં કાયમ રહેશે તને હું સાચા હ્દયથી પે્મ કરુ છું.તારી તસવીર કાયમ મારા દિલમાં રહેશે.આથી વધારે તને શું ખાતરી આપું?

સ્વરા: અજય ક્યારેક સમય અને સંજોગો માણસને બદલવા મજબૂર કરતા હોય છે.!

અજય:સ્વરા:તને મારા પે્મમા વિશ્વાસ નથી? તુ શા માટે આવી વાત મનમાં લાવીને દુ:ખી થાય છે?ગમે તેવી પરિસ્થિતિ આવશે તો પણ હું મારા વચનમાંથી વિચલિત થઇશ નહી.આપણો પે્મ જુગજુગનો ‘અમર પે્મ’ છે.આ પે્મની સાક્ષી આપી તને વચન આપું છું કે હું તને ખરા દિલથી ચાહું છું અને આપણો પે્મ ખરા દિલથી નિભાવીશ.

સ્વરાને અજયની વાતમાં વિશ્વાસ બેસે છે અને બન્ને ગામ તરફ આગળ વધે છે.સ્વરા,અજયને પૂછે છે કે આપણે આખી રાત કયાં હતા તેમ ઘરવાળા પુછે ત્યારે આપણે શું જવાબ આપીશું ?અજય કહે છે કે જે પરિસ્થિતિ આવી હતી અને કેવી રીતે જેસંગભાઇઆપણને મલ્યા અને તેમના ઘેર આશરો આપી જમાડ્યા તે સાચે સાચી વાત કશુ છુપાવ્યા વગર કહી દેવાનું .એક જુઠ બોલવાથી હજાર જુઠ બોલવા પડે છે અને પછી સાચી વાત બહાર આવ્યા વગર રહેતી નથી.જયારે સાચી વાતની પાછળથી આપણા માતા પિતાને જાણ થાય ત્યારે તેમનો આપણા ઊપરનો વિશ્વાસ ઊઠી જાય અને તેમને દુ:ખ લાગે છે.આપણે કશુ ખોટું કર્યું નથી તેથી ગભરાયા વગર જે સત્ય હકિકત છે તે જણાવી દઇશું.આપણા માતા પિતાને આપણા ઉપર વિશ્વાસ છે તેથી તો આપણને એકલા સાથે આવવા જવા દે છે.

સ્વરાને અજયની વાત યોગ્ય લાગે છે તેથી તે પણ તેના માતપિતાને સાચી વાત કહેવા સંમત થાય છે.આમ વાતો કરતા કરતા ગામ આવી જાય છે.બન્ને મહાદેવના દર્શન કરી છુટા પડવા જાય છે ત્યારે અજય સ્વરાને કહે છે કે આજે શનિવાર છે અને હરિફાઇના માનમાં રજા છે અને કાલે રવિવાર છે તેથી બે દિવસ આરામ કરીને સાજી થઇ જા પછી સોમવારે સવારે બસમાં સાથે નિશાળ જવા મલીશું ..........

વધુ માટે વાંચો પ્રકરણ -૧૬