sundari chapter 37 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૩૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૩૭

સાડત્રીસ

“શ્યામભાઈ...” સુંદરીના હોઠમાંથી નીકળી પડ્યું!

“તમે ઓળખો છો આ શામભાઈને? નવાઈ કહેવાય!” કિશનરાજ ચોંકીને બોલ્યા.

“આ...આ...આ... મારો ભાઈ છે, મારા મોટાભાઈ અને એનું નામ શ્યામ છે, શામભાઈ નહીં.” સુંદરી હજી પણ કિશનરાજે તેની સામે ધરેલા મોબાઈલ ફોન સામે જોઇને બોલી રહી હતી.

સુંદરીનું શ્યામ ઉર્ફે શામભાઈ એનો ભાઈ છે એ સાંભળીને કિશનરાજ સાથે વરુણ અને સોનલબા પણ આશ્ચર્યચકિત થઇ ગયા અને ફાટેલી આંખે સુંદરી સામે જોવા મળ્યા.

સુંદરી સોફા પર બેઠી હતી પણ તેમ છતાં તે સોફાના પીઠને ટેકો આપતા ભાગ પર રીતસર ફસડાઈ પડી. એની આંખો ચકળવકળ થવા લાગી, એણે સોફાના બંને હાથ જોરથી પકડી લીધા. વરુણ સુંદરીની પરિસ્થિતિ કળી ગયો, એ ઉભો થયો અને ટેબલ પર પડેલા જગમાંથી ગ્લાસ ભર્યો અને સુંદરી સામે તેને ધર્યો. સુંદરી એક સેકન્ડમાં એ ગ્લાસ ખાલી કરી ગઈ.

“શામભાઈ જેવો ગુંડો તમારો ભાઈ છે? આર યુ શ્યોર આ એ જ છે?” કિશનરાજે સુંદરીને પૂછ્યું.

“એ આવા ન હતા. મને તો ખબર જ નથી કે તે હવે ખરાબ માર્ગે જતાં રહ્યા છે. પાંચ-સાત વર્ષે મેં આજે એમનો ફોટો જોયો, એમને તો હું મળી જ નથી આટલા વર્ષોથી.” સુંદરીને હજી પણ શરૂઆતમાં લાગેલા આઘાતની કળ વળી ન હતી.

“પપ્પા, મેડમને આપણે સ્વસ્થ થવાનો થોડો ટાઈમ આપીએ તો?” સોનલબાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ વર્તાઈ રહી હતી.

“ના ના, ઇટ્સ ઓકે! મારે હકીકતનો સામનો તો કરવો જ પડશેને?” સુંદરી પોતાની જાત સાથે સંઘર્ષ કરી રહી હતી એ તેની સામે ઉભેલાં તમામને દેખાઈ રહ્યું હતું.

“એક કામ કરીએ. હું મારો એક ઇમ્પોર્ટન્ટ કૉલ પતાવી લઉં. ત્યાંસુધી તમે પણ સ્વસ્થ થઇ જાવ. પાણી પીવું હોય તો સોનલબા તમને આપી દેશે, સોનલબા, એમને ફ્રેશ થવું હોય તો તમારા રૂમમાં બાથરૂમમાં લઇ જજો. હું જરા એક કોલ કરી લઉં. મારા રૂમમાં જ છું. સુંદરી સ્વસ્થ થાય એટલે અસ્લમને મને બોલાવવા માટે મોકલજો.” આટલું કહીને કિશનરાજ ફરીથી પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા.

“મેડમ, ફ્રેશ થવું હોય તો...” સોનલબાએ સુંદરી નજીક જઈને પૂછ્યું.

“શું? હા...” સુંદરી આઘાતની અસરમાં જ સોફા પરથી ઉભી થઇ.

સુંદરી અને સોનલબા બંને સોનલબાના રૂમમાં જતા રહ્યા. આવડા વિશાળ રૂમમાં વરુણ એકલો બેઠો હતો અને વિચાર કરવા લાગ્યો કે અચાનક જ સુંદરીને કેવી કઠોર પરિસ્થિતિનો સામનો કરવાનો આવી ગયો. વરુણથી સુંદરીની એ હાલત જોઈ શકાતી ન હતી પણ એ કશું કરી શકે એમ પણ ન હતો.

બીજી તરફ સુંદરી સોનલબાના રૂમમાં આવેલા બાથરૂમમાં ગઈ અને બારણું બંધ કરીને તેણે વોશબેઝિનનો નળ જોરથી ચાલુ કરી દીધો અને એના અવાજમાં પોતાનું રુદન છુપાવવાની કોશિશ કરી પરંતુ સુંદરીની ચિંતામાં બારણાની નજીક જ ઉભા રહેલા સોનલબાથી આ રુદન તે છુપાવી શકી નહી. પરિસ્થિતિને સમજતા સોનલબા ત્યાંથી ચાલ્યા ગયા અને બેડ પર બેસીને સુંદરીના બહાર આવવાની રાહ જોવા લાગ્યા.

લગભગ પાંચેક મિનીટ પછી સુંદરી બાથરૂમમાંથી બહાર આવી.

“તમે ઠીક છો ને?” સુંદરીના બહાર આવતાની સાથેજ એની ચિતા કરી રહેલા સોનલબાએ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર પૂછ્યું.

“હા. પણ હજી આ આઘાતને ઓગળતા થોડા દિવસ લાગી જશે. બટ ઇટ્સ ઓકે! પાર્ટ ઓફ લાઈફ!” સુંદરીએ સ્મિત કરતાં કહ્યું.

સુંદરીના આ વખતના સ્મિતમાં ફિકાશ બિલકુલ ન હતી પરંતુ એની સમક્ષ આવી પડેલી નવી લડાઈ તે લડી શકશે તેવો વિશ્વાસ દેખાતાં સોનલબાને રાહત થઇ.

સુંદરી સાથે સોનલબા લિવિંગ રૂમમાં આવ્યા, એમને આવતા જોઇને સુંદરીની જ ચિંતા કરી રહેલો વરુણ સોફા પરથી ઉભો થઇ ગયો. વરુણની ચિંતા સમજી ગયેલા સોનલબાએ પોતાની આંખોના ઈશારાથી ‘સબ સલામત’ નો ઈશારો કર્યો અને એ જોઇને વરુણને રાહત થઇ.

“તમારું કામ થઇ ગયું?” સામેથી કિશનરાજને આવતા જોઇને સોનલબાથી આપોઆપ બોલી પડાયું.

“હા... આર યુ ઓકે નાઉ?” કિશનરાજે સુંદરી સામે જોઇને તેને પૂછ્યું.

જવાબમાં સુંદરીએ માત્ર તેના ખાસ સ્મિત સાથે હકારમાં પોતાનું માથું હલાવ્યું. ત્યારબાદ ચારેય પોતપોતાની જગ્યાઓએ પાછા બેસી ગયા. જે રીતે કિશનરાજના શ્યામનો ફોટો પોતાના મોબાઈલમાં દેખાડ્યા બાદ સુંદરીએ તે પોતાનો ભાઈ હોવાનો ખુલાસો કર્યો હતો અને ત્યારબાદ જે રીતે તેણે પોતાનું કુદરતી રીએક્શન આપ્યું હતું તેનાથી લગભગ તમામનો મૂડ ખરાબ થઇ ગયો હતો અને તેથીજ સામે ચ્હા અને નાસ્તો પડ્યો હોવા છતાં ચારમાંથી કોઈને પણ તેને ન્યાય આપવાનું મન નહોતું થતું.

“હવે આપણે પોઈન્ટ પર આવીએ. સુંદરી અને સોનલબા વચ્ચેની જે લીંક માટે આપણે બધા ગૂંચવાયેલા હતા તે મેં ઉકેલી દીધી છે. જો કે એમ કરવું મારા માટે ઘણું ઇઝી હતું, કદાચ તમારા માટે નહીં કારણકે તમને આ શામભાઈનો ઈતિહાસ ખબર નથી.” કિશનરાજે બોલવાનું શરુ કર્યું.

“મને અત્યારસુધી મારા ભાઈનો આ ઈતિહાસ ખબર ન હતી, પણ હવે મને તે જાણવો જ છે.” સુંદરીના અવાજમાં વર્ષોથી તેનાથી દૂર રહેલા ભાઈ અંગેની સત્યતા જાણવાની અધીરાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“ચોક્કસ... લગભગ ત્રણેક વર્ષ પહેલાં હું જામનગર સિટીનો કમિશનર હતો અને સ્મગલિંગના એક કેસમાં આ શામભાઈને જામનગર પોલીસે પકડ્યો હતો. એનો રેકોર્ડ જોઇને લાગતું જ હતું કે આ એક પ્રોફેશનલ ગુંડો છે, જો કે સ્મગલિંગના એ કેસમાં એનો રોલ કેટલો અને કેવો હતો એના પૂરતા પુરાવા અમારી પાસે અનફોર્ચ્યુનેટલી ન હતા, પણ અમને શંકા પાક્કી હતી કે એ રાત્રે રોઝી બંદરના કોઈ વિરાન ખૂણે સોનુ ઉતારવામાં અને પછી તેને અમદાવાદ અને મુંબઈમાં કોઈને વેંચી દેવામાં આ શામભાઈએ બહુ આગળ પડતી ભૂમિકા ભજવી જ હશે.

સબ ઇન્સ્પેક્ટરથી માંડીને લગભગ બધા જ મોટા અધિકારીઓએ આ શામભાઈનું મોઢું ખોલાવવાના બનતા બધાજ પ્રયાસો કરી લીધા પણ મારો બેટો મનનો બહુ મજબૂત નીકળ્યો. પછી છેવટે અને છેલ્લા ઉપાય તરીકે મેં ટ્રાય કરવાની કોશિશ કરી. ગુનેગારને પોપટ બનાવવાની આઈ મીન એનું મોઢું ખોલાવવાની મારી એક અલગ સ્ટાઈલ છે. મેં મારી એ સ્ટાઈલનો ઉપયોગ કરતા એને જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાં પહોંચીને એને કોઈ સવાલ કરતા પહેલા કે એ કશું બોલે એ પહેલાં જ મેં એને એક જોરદાર તમાચો ચોડી દીધો.

નોર્મલી આવી અચાનક કરવામાં આવેલી સર્વિસથી ભલભલા ગુનેગારો મારી સામે ગભરાઈને બધુંજ બોલી દેતા હોય છે, પણ શામભાઈના નસીબ સારા કે મારા તમાચાથી એના જડબાનું હાડકું તૂટી ગયું અને એને ફ્રેક્ચર થઇ ગયું અને અમારે એને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવો પડ્યો. લગભગ ચારેક દિવસ પછી તો કોર્ટમાં એની તારીખ હતી અને કોર્ટે તેને ફક્ત ત્રણ વર્ષ જામનગર અને અમદાવાદની હદની બહાર રહેવાની સજા કરી અને છોડી દીધો કારણકે મેં કહ્યું એમ અમારી પાસે પૂરતાં પુરાવા ન હતા.

શામભાઈના કેસનો ચૂકાદો હોવાથી હું પણ તે દિવસે કોર્ટમાં હાજર હતો અને એણે ફિલ્મી સ્ટાઈલમાં મને ધમકી આપી કે એ મને જોઈ લેશે. હું આવા પરચુરણ ગુંડાઓથી તો શું ડરું? એટલે મેં એની ધમકી હસી કાઢી. હમણાં થોડાજ દિવસ પહેલા મને ન્યૂઝ મળ્યા કે શામભાઈની તડીપારની મુદત પતવા આવી છે અને મારા ડીપાર્ટમેન્ટે મને જરા ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું.

પણ મેં ત્યારે પણ ખાસ ધ્યાન ન આપ્યું. પણ હવે જ્યારે સોનલબાનો પીછો એણે કર્યો છે ત્યારે મારે થોડું અવેર તો રહેવું પડશે. એ તમારો ભાઈ છે એટલે કદાચ આટલા બધા વર્ષે એને તમને મળવું હશે અથવાતો તમે અને તમારું ફેમીલી એના વગર બરોબર તો છે ને એ જોવા માટે એ તમારો પીછો કરી રહ્યો છે, અને રવિવારે તેણે સોનલબાનો પીછો એટલે કર્યો કારણકે એ એના દ્વારા મને ડરાવી શકે.” કિશનરાજે પોતાની લાંબી વાત પૂરી કરી.

“તો પછી સોનલબેન હમણાં કૉલેજ ન આવે તો જ સારું.” આખી વાત સાંભળીને વરુણે કહ્યું.

“એમ ડરીને ન જીવાય વરુણ આપણે કોઈ બીજો રસ્તો શોધવો પડશે. સોનલબા મારા પુત્રી છે આઈ એમ શ્યોર કે એ પણ મારી વાત સાથે સહમત થશેજ.” કિશનરાજે પોતાની જમણી બાજુ બેસેલા સોનલબા સામે જોઇને કહ્યું.

“બિલકુલ પપ્પા. તે દિવસે હું જરૂર ડરી ગઈ હતી, પણ હવે જ્યારે તમે મને આખી વાત કરી છે અને એ સુંદરી મે’મના ભાઈ છે એટલે મને રાહત થઇ ગઈ છે કે એ ફક્ત મને ડરાવવા માંગે છે અને મારા દ્વારા તમને એ કોઈ મેસેજ આપવા માંગે છે, બાકી એ મને કશું કરશે નહીં.” સોનલબા પણ આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહ્યા હતા.

“પણ આપણે ધ્યાન તો રાખવું જ જોઇશે બેનબા. ચાલો અત્યારે એનો ઈરાદો ખાલી તમને ડરાવીને અંકલ સુધી એ મેસેજ પહોંચાડવા માંગતા હોય કે એ હવે અમદાવાદ આવી ગયા છે અને એ એની ધમકીનો અમલ ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ કરી શકે છે. પણ જો કોઈ સમયે એમનો ગુસ્સો લીમીટ બહાર જશે તો એ તમારી સાથે પણ કશું કરી શકે એમ છે, કારણકે તમને ઈજા પહોંચાડીને પણ એમને તો અંકલને જ હેરાન કરવાના છે ને? ભલે તમને કોઈ ખાસ ઈજા ન થાય પણ જો થાય તો?” વરુણે મુદ્દાની વાત કરી.

“એ મને કશું નહીં કરી શકે, ભઈલા, તું ચિંતા ન કર.” સોનલબાએ વરુણને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી.

“પણ બેનબા તમે ગાંધીનગરથી એકલા આવો છો અને એ પણ બસમાં. જો એ તે દિવસે તમારો પીછો કરતા કરતા છેક મોલ સુધી પહોંચી ગયા તો એને એ ખબર પડતાં જરા પણ વાર નહીં લાગે કે તમે કૉલેજ આવવા એકલા જ ગાંધીનગરથી અમદાવાદ રોજ આવ-જા કરો છો.” વરુણે ફરીથી યોગ્ય મુદ્દો રજુ કર્યો.

“ના, સોનલબા આજથી મારી જોડે અહીં અમદાવાદમાં જ રહેશે. હું અસ્લમને કહીને મોટાભાઈને ત્યાંથી તમારા કપડાં મંગાવી લઉં છું. તમને ગાંધીનગર એટલે રહેવાનું કહ્યું હતું કે તમે અહીં એકલા એકલા બોર ન થાવ, પણ હવે સંજોગો બદલાયા છે એટલે જ્યાં સુધી આ શામભાઈનો ફેસલો ન થાય ત્યાં સુધી તમે અહીં જ રહેશો.” કિશનરાજે લગભગ હુકમ જ કરી દીધો.

“તમારે કોઈએ પણ સોનલની ચિંતા કરવાની જરૂર નથી. મારી પાસે એક ઉપાય છે.” અચાનક જ સુંદરી બોલી પડી.

સુંદરીના બોલવાની સાથેજ ચર્ચા કરી રહેલા બાકીના ત્રણેયનું ધ્યાન સુંદરી પર સ્થિર થઇ ગયું.

==:: પ્રકરણ ૩૭ સમાપ્ત ::==