હવે આગળ ,
ભૂમિ નીચે જઈને નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર જઈને બેસે છે ત્યાં તેના મમ્મી ગરમા ગરમ પરોઠા લાવીને ટેબલ પર મૂકે છે ભૂમિના મોમાં પાણી આવી જાય છે તે ચા અને પરોઠા એક ડિશમાં લઈને નાસ્તો કરવા લાગે છે .
ભૂમિ: મમ્મી હજી એક ગરમ પરોઠું આપ ને મારે કોલેજ જવાનું મોડું થાય છે.
મમ્મી : હા એક જ મિનિટ લઈને આવી જ જો .
ચાલતા ચાલતા ભૂમિના મમ્મી બહાર આવે છે હાથમાં એક પ્લેટ છે તેમા ગરમ ગરમ પરોઠું ભૂમિ માટે લઈને રસોડામાંથી ડાઇનિંગ ટેબલ તરફ આવે છે અને ભૂમિને પીરસે છે પીરસતા જ ભૂમિ પરોઠું ખાવા લાગે છે તેના મમ્મી ફરી પરોઠું બનાવવા રસોડામાં જાય છે.
ભૂમિ : મમ્મી હું જાવ છું તેમ કહીને તે કારની ચાવી અને બેગ લઈને બહાર નીકળવાની તૈયારી કરે છે.
મમ્મી : હા બેટા સાચવીને જજે.ધ્યાન રાખજે તારું અને હા સમયસર આવી જજે જો તારા પપ્પા ને ખબર પડશે તો મા દીકરીનું આવી બનશે.
ભૂમિ : હા મમ્મી મને ખબર છે તેમ કહીને ઘરની બહાર નીકળી જાય છે.
ઘરની બહાર નીકળી ભૂમિ કાર તરફ ચાલવા લાગે છે કાર પાસે પહોચતા જ કાર નો લોક ખોલે છે કારમાં જઈને બેસી જાય છે કાર સ્ટાર્ટ કરે છે મુખ્ય દરવાજા પાસે ગાડી આવે છે ત્યાં વોચમેન બહારનો ગેટ ખોલે છે અને ભૂમિની કાર અમદાવાદના સડકો પર દોડવા લાગે છે.
બીજી તરફ પ્રતિક પણ રૂમ પરથી નીકળી કોલેજ તરફ જવા નીકળે છે .પ્રતિકે આજે બ્લેક પેન્ટ અને વાઇટ શર્ટ પહેર્યો છે. પ્રતિકને તો ઘર થી કોલેજ નજીક જ છે એટલે તે બાઇક લઈને 5 મિનિટ માં કોલેજના ગેટની અંદર એન્ટ્રી થાય છે.આજે પ્રતિક બાઇક પાર્ક કરીને ભૂમિ જ્યાં પોતાની કાર પાર્ક કરે તેની સામે જ ઉભો રહે છે 10 મિનિટ જેટલો સમય વીતી જાય છે તો પણ ભૂમિ હજી સુધી આવી ના હતી તો પ્રતિક ક્લાસ રૂમ તરફ ચાલવા લાગે છે .ભૂમિ પણ આજે અમદાવાદમાં ટ્રાફિકના કારણે તે થોડીવાર લેઈટ થાય છે.ભૂમિની કાર પણ ઝડપથી કોલેજના ગેટમાં એન્ટર થાય છે પણ તેને પ્રતિક ક્યાંય જોવા મળતો નથી . ભૂમિ મનમાં ને મનમાં બોલે છે આ પાગલ થોડીવાર પણ રાહ જોઈ નથી શકતો તે પણ કાર પાર્ક કરી કારમાંથી નીચે ઉતરી ક્લાસરૂમ તરફ ચાલવા લાગે છે પણ તેની નજર આજે પ્રતિક ને જ શોધે છે .ભૂમિ ચાલતા ચાલતા પ્રતિકના જ વિચારો કરે છે આજે તે કોલેજ આવ્યો છે કે નહીં. આવ્યો છે તો ક્યાં છે .એવા અનેક સવાલ તેના મનમાં ઉપજે છે શું મને આજે પ્રતિક મળશે તો ખરો ને કે એમ જ જ મળ્યા વગર જતો રહેશે. આમ વિચાર કરતા કરતા ક્યારે ભૂમિનો ક્લાસ રૂમ આવી જાય છે તે તેને પણ ખબર રહેતી નથી.તે ક્લાસ માં એન્ટર થાય છે .ભૂમિ કલાસમાં તો છે તો પણ તેનું દિલ તો આજે પ્રતિકને જ યાદ કરે છે આજે પહેલી વાર ભૂમિ કોઈને મળવા માટે આટલી બધી ઉતાવળ કરે છે કૈક તો ખાસ છે કે ભૂમિ પ્રતિક તરફ ખેંચાય રહી છે શું ભૂમિ પ્રતિકને પ્રેમ તો કરવા લાગી નથી ને .એમ વિચારતા વિચારતા કલાસમાં સર આવી જાય છે અને તે ભણવામાં ધ્યાન આપે છે હવે તો તેને રિશેષ પડવાની જ રાહ જોવા લાગે છે આજે તે રિશેષ પણ બહુ જ દૂર હોય તેવું લાગે છે.
શુ પ્રતિક આજે તેને જોવા મળશે? ક્યાં જોવા મળશે? શુ વાત થશે પ્રતિક અને ભૂમિ વચ્ચે તે જાણવા માટે વાંચતા રહો પ્રેમનો પ્રયણ ત્રિકોણ.