Incomplete love story ..... - 2 in Gujarati Fiction Stories by Bhagvati Jumani books and stories PDF | અધૂરી પ્રેમ કહાની..... - 2

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

અધૂરી પ્રેમ કહાની..... - 2

મિત્રો આપણે પ્રકરણ 1માં જોયું કે મોહિની અને મોહન એ બંને હવે વાત તો કરતા હતા પણ આ મિત્રતા આગળ વધશે કે નહીં એ હવે આપણે જોઈએ.

બીજ દિવસ સવારે મોહિની જાગી અને જોયું તો મોહન નો મેસેજ હતો જ અને તેને જવાબ આપતા કહ્યું good morning અને તરત જ મોહને પણ

જવાબ આપતા કહ્યું.. આળસુ મેડમ જાગી ગયા..??

મોહિની એ કહ્યું હા કેમ.?.. તારે કંઈ કામ છે. ?

તો મોહન કહ્યું અરે ના ના હું તો મજાક કરતો હતો. તને ના ગમે તો નહી કરુ...

મોહિની પણ વળી થોડી ગુસ્સામાં હતી તો કહી દીધું કે તારી મરજી ..અને બાય કહી ને કામે લાગી ગઈ એતો...

ત્યાર પછી બપોર થઈ જમીને ટીવી જોવા બેસી અને થોડી વાર પછી મોબાઈલ લીધો તો જોયું કે કોઈ મેસેજ ના હતો. મોહિની ને ખબર પડી કે મોહન ને સવારની વાત નું ખોટું લાગ્યું હશે અને વિચારવા લાગી કે એને મજાક તો કરી તી એમાં પણ હું શું વળી ગુસ્સે થઈ છું અને તે મોહન ના મેસેજની રાહ જોતી હતી.. આખો દિવસ ગયો પણ મેસેજ ન આવ્યો તો મોહિની એ પણ વિચાર્યુ કે હું જ મેસેજ કરું છું.... અને જેવો જ મોબાઈ લીધો એવો જ ..

મોહનનો મેસેજ આવ્યો કે હાય ! શું કરે છે ?😄

તો મોહિની કહ્યું કંઈ નહી પણ આજ તું શું કરતો હતો અને સવારે ગુસ્સે થઈ હું એટલે તને ખોટું લાગ્યું છે ?🤔

તો મોહન કહ્યું કે ના-ના એમાં વળી શાનું ખોટું લાગે મને તો કોઈ વાત નું ખોટું નથી લાગ્યું એતો હું થોડો કામ માં હતો ને એટલે 😅😅

મોહિની કહ્યું સરસ...! જમ્યો,,?

મોહન કહ્યું હા અને તું,, ?

મોહિની કહ્યું વાર છે હજું... એમ બંને વાતો કરતા હતા
અને પછી મોહિની એ બાય કહ્યું અને બંને સુઈ ગયા... 😴

આમ ને આમ સમય વિતવા લાગ્યો અને હવે મોહિની અને મોહન રોજ વાત કરતા અને એક મહિના માં જ તેઆે સારા એવા મિત્રો બની ગયા હતા. મોહિની સવાર જ મોહન ના ગુડ મોનિગૅ થી થતી અને રાત પણ ગુડ નાઈટ થી. એક દિવસ રાત્રે બંન્ને વાત કરતા હતા.

એક વાર મોહિની કહ્યું મોહન ને કે હવે તો આપડી કોલેજ શરૂ થવાની છે...

તો મોહન કહ્યું કે હા... હવે બસ 10 જ દિવસ છે કોલેજ ખુલવાના ...પછી તું મને મડીશ ને...

મોહિની કહ્યું કે ત્યાર ની વાત ત્યારે અને વાત ટાળી નાખી.. અને કહ્યું કે મારે તો છેલ્લું વષૅ છે. મોહિની મોહન કરતા 1 વષૅ મોટી હતી. એટલે મોહન એ કહ્યું એવું તો તો તારે તો હવે છેલ્લું કોલેજ વષૅ છે. તું તો ખૂબ જ યાદ કરીશ ને કોલેજ ને !?

મોહિની કહે છે હા યાર બહું જ યાદ આવશે.. 😐 અને તે થોડી ઉંદાસ થઈ જાય છે.

તો મોહન મઝાક કરી અને હસાડે છે પછી સુઈ જાય છે.

મોહિની ખૂબ ખુશ હોય છે કે તેને મોહન જેવો મિત્ર મળ્યો છે. 😇😇

આમ ને આમ સમય પસાર થાય છે અને હવે કોલેજ ના જે દસ દિવસ બાકી હોય છે તે પુરા થવામાં એક દિવસ બાકી હોય છે અને એક દિવસ પહેલા રાત્રે મોહન અને મોહિની બંન્ને વાત કરે છે કે તુ આવાની કાલે કોલેજ આવીશ ને.. મોહિની કહે છે કે ના પ્રથમ દિવસે કોન આવે વળી તું જજે અને મને કહજે જે કરાવે એ અને આમ કહી ને બંન્ને સુઇ જાય છે.

(બીજા દિવસ સવારે )

કોલેજ માં મોહિની આવી ગઈ હોય છે અને તેના મિત્રો સાથે ઊભી હોય છે અને વાતો કરતી હોય છે. અને એટલા માં મોહન પણ કોલેજ માં પ્રવેશ થાય છે અને અચાનક જ મોહિની ની નજર મોહન પર પડે છે. અને મોહન ની પણ નજર પડતા હાય કહે છે તો મોહિની પણ દૂરથી જ હાય કહે છે અને પોતાના મિત્રો સાથે તે જાય છે. પ્રથમ દિવસે તો ખાલી મોહન અને મોહિની મળ્યા પણ કંઈ વાત ન થઈ.
જ્યારે મોહિની ઘરે આવે છે અને મોબાઈલ લે છે તો મોહન મેસેજ કરે છે...
શું કરે છે ???

મોહિની કહે છે કંઈ નહી બેસી છું.

મોહન કહે છે તું તો નતી આવવાની ને શું થયું કેમ આવી ?
વળી પાછુ મોહિની ને ચિડાવા માટે કહે છે કે વળી તું તો બિલાડી જેવી લાગતી હતી આજ તો... 🤣🤣🤣

મોહિની કહે છે કે તુ તો સાવ વાંદરા જેવો લાગતો હતો..😆 અને આખી કોલેજ માં કૂદા-કુદ કેમ કરતો હતો..😂

અને બંન્ને આમ ને આમ હસે છે અને વાતો કરે છે... અને બંને ના સ્વભાવ પણ મસ્તીવાળા એટલે કોઈ ને ખોટું પણ ન લાગતું. આમ ને આમ સમય પસાર થવા લાગ્યો.

અને નજીકમાં જ મોહન નો બથૅડે આવતો હતો. તો મોહિની એ મોહના જન્મદિવસ ની તૈયારી તેની બે મિત્રો સાથે કરી અને તે મોહન ના જન્મદિવસ ને ખૂબ સ્પેશિયલ બનાવવા માગતી હતી. તેથી મોહિની એ મોહન ના જન્મદિવસે મોહન ને સરપ્રાઈઝ આપ્યું એ દિવસ મોહન ની ખુશી જ કંઈક અલગ હતી. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ મોહિની ના મનમાં મોહન પ્રત્યે વિશ્વાસ અને મિત્રતા વધું મજબુત થતી જતી હતી.

આ મિત્રતા હજુ કેટલી ચાલશે અને મોહન અને મોહીની જીવનમાં આગળ શું થશે એ આપણે આગળ ના ભાગ માં જોઈશું 🙏🙏