મારા વ્હાલા મિત્રો,
આપણો ભારત દેશ વિવિધતા થી ભરપૂર વિવિધતા નો દેશ .. જાત જાત ના તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ તે બાબત અને થોડી ભારત માતા ને લગતી કવિતા અહીં મારો કાવ્ય ઝરૂખો ભાગ : 06 માં આપ સૌ સમક્ષ રજૂ કરું છું
1) કાવ્ય : 01
તહેવાર - એટલે એક ઉત્સવ
ઉજવાતા દરેક તહેવારો મન ભરી ને એક ઉત્સવ ની જેમ બાળપણ માં,
શરૂ થઈ જતી મકરસંક્રાંતિ ની ઉજવણી દેવ દિવાળી ની સંધ્યા એ,
તોડી નાખતા કૈંક પાડોશીઓ ના છાપરા- નલિયા અને પતરા પતંગ - દોરી લૂંટવા મા,
શેરી મહોલ્લા વાળા કરે પ્રાર્થના કે મકરસંક્રાંતિ જાય તો ગંગા નાયા,
વહેલી પરોઢે થી ઘર ના નાના મોટા હોય ધાબે મકરસંક્રાંતે, કાપી એકબીજા ના પતંગ ચિચિયારીઓ પાડી આનંદ પામે ચીકી ને શેરડી ખાઈ ને,
આખું આકાશ ભરેલું હોય રંગ બેરંગી પતંગ થી દિવસભર અને રાત્રે ચમકે આકાશ તારા ની જેમ ગુબબારાંથી,
મકરસંક્રાંતિ ની ઉજવણી થાય પૂરી ત્યાં આવે હોળી ને ધૂળેટી,
સપ્તાહ અગાઉ થી શરૂ થઈ જતો તૈયારી નો દોર કેસૂડાં, પિચકારી બલૂન, કલર ની ખરીદી કરી ધૂળેટી ને સત્કારવાનો,
ભીના નહીં કરવાની વડીલો થી માંગી એ ગોઠ અને કરીએ તેમાંથી ઉજવણી ધાણી દાળિયા ને ખજૂર ખાઈ ને,
પાકા લાલ ગુલાબી ને કાળા પીળા રંગ થી રમી એ સૌ ભેગા મળી મહોલ્લા મા હોળી ધૂળેટી,
દિવસો સુધી ઘસી ઘસી ને શરીર થાકીએ ત્યારે ઉતરતી તન અને મન ઉપર થી રંગ બેરંગી ધૂળેટી,
આવે આખો શ્રાવણ માસ તહેવારો ની હારમાળા લઈ ને વરસાદ ની જોડે,
રક્ષાબંધન ના પવિત્ર તહેવારે મીઠાઈ ખવડાવી આશીર્વચન આપી બહેનો બાંધતી ભાઈ ના હાથે રાખડી પોતાની જીવનભર ની સુરક્ષા કરવા નું વચન લઈ ને
સાતમ આઠમ મા ગામ આખું હિલોળે ચડતુ કૃષ્ણજન્મ ની ઉજવણી સ્વરૂપે,
થતી મટકી ફોડની સ્પર્ધા ગલીએ ગલીએ અને ઝુલાવવામાં આવતા શ્રી કૃષ્ણ ને પારણા મધરાતે પંજરી ખાઈ ને,
સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાતો જોરશોર થી ગામ ના ચોરે અલક મલક ની સ્પર્ધાત્મક રમતો સાથે,
ઉજવાય નવરાત્રિ રંગે ચંગે તબલા હાર્મોનિયમ ને ઢોલ ના તાલે, ને રમાય શેરી ગરબા પાંચ તાળી કે દોઢિયા દાંડિયા સાથે,
વિજ્યા દશમી એ રાવણ જોવા જઈ એ નાના મોટા સૌ સાથે અને કરીએ ઉજવણી દશેરા ની ફાફડા ચોળાફળી જલેબી ખાઈ ને,
ઉમંગ, ઉલ્લાસ, ઉત્સાહ ને આનંદ લઈ આવે સૌથી મોટો તહેવાર દિવાળી વર્ષાંતે,
ઘર બધા સજાવે દુલ્હન ની જેમ રંગ બેરંગી રોશની થી અને મોટી બજાર ઉભરાઇ રોશની ની ચમક દમક સાથે અવનવી વસ્તુ ઓ થી,
નિત નવા ફટાકડા ઓ ફોડી ગજવતા શેરી મહોલ્લા અમે દરરોજ દશેરા થી દેવ દિવાળી સુધી,
ફળિયા ના ખૂણા મા લગાવી ભૂખરા રંગ નો ગેરુડો કરતા દરરોજ અવનવી રંગ બેરંગી રંગોળી દીવડા ઓ પ્રગટાવી,
નૂતનવર્ષ ની વહેલી પરોઢે ઉઠી જતાં સુકન નું મીઠું લેવા ને બાંધતાં આસોપાલવ ના તોરણ દરેક બારણે,
નવા કપડાં પહેરી સૌ મિત્રો નીકળી પડતાં મંગળા ને અનકોટ ના દર્શન કરવા રામ મંદિરે,
દિવસભર દરેક મહોલ્લા ના વડીલો ને પગે લાગી આશીર્વાદ લઈ મીઠા મોઢા કરતા જાત જાત ની મીઠાઈ ઓ ખાઈને,
દરેક વડીલો આપતા નૂતન વર્ષ મા ખોબો ભરી રૂપિયા ભાવભીના આશીર્વાદ સંગાથે,
ચાલતો એકબીજા ના ઘરે નૂતન વર્ષ નિમિત્તે બેસવા જવાનો અને મીઠા મોઢા કરવાનો વ્યવહાર દેવ દિવાળી સુધી,
આમ માણી છે દરેક તહેવાર ની મજા આખા ગામ સંગાથે મારા નાનપણે પ્રફુલ્લિત ઉલ્લાસ હૃદય સાથે,
હવે બાળકો ને વધી ગયો છે ભણતર નો ભાર દફતર મા, ને એનો બોજો પડ્યો છે માબાપ ની આવક મા,
જ્યાર થી મીઠાઈ ઓ નું સ્થાન લીધું કલરીંગ રેપર મા છુપાયેલી મોંઘીદાટ ચોકલેટે, ત્યાર થી નથી જોવા મળતો ઉત્સાહ દરેક તહેવારોમાં,
અફસોસ!! તહેવાર ને એક ઉત્સવ ની જેમ ઉજવવા હવે નથી રહ્યો લોકો આગળ સમય ગળાકાપ હરિફાઇ ને ભાગદોડ વાળી આ દુનિયા મા,
હવે જ્યાં સમયે આવ્યે સચવાતાં નથી અંગત માણસો ના વ્યવહારો, ત્યાં ક્યાંથી ઉજવાય ઉત્સવ ની જેમ તહેવારો,
ધીરે ધીરે ઓસરાતી જાય છે આપણી હિન્દુ સંસ્કૃતિ ના તહેવાર ઉજવવા ની પરંપરા, પશ્ચિમ નું આંધળું અનુકરણ કરવા મા,
જો નહીં જાગી એ હવે આપણે વહેલા તો ખોઈ બેસીસુ આપણા તહેવારો ની ઉજવણી નો વારસો ભૂલ ભૂલ મા.. .....
2) કાવ્ય : 02
વિચાર - અખંડ ભારત ના નિર્માણ નો
એક વિચાર ની નાની એવી ચિનગારી સ્વરૂપ ધારણ કરે વિશાળ ક્રાંતિકારી આગ નું,
આવો આપણે સૌ ભેગા મળી પ્રગટાવી એ એક વિચાર ની એવી ચિનગારી કે અખંડ ભારત નું નિર્માણ થાય,
વિચાર ને માત્ર વિચાર થકી તરી આવે નોખો માણસ - માણસ થી,
સામાન્ય માણસ માંથી ગૌતમ બુદ્ધ, મહાવીર, રામ રહીમ, ગુરૂ ગોવિંદસિંહ ને સાઈ નું સર્જન થાય,
અભેદ્ય સોના ની લંકા નું દહન થાય ને હાર થાય અજય રાવણ ની રામ ની વાનરસેના થી,
રામાયણ, ગીતા, મહાભારત, આગમ કે કુરાન જેવા મહાન ગ્રંથો ની રચના થાય,
વાલિયા માંથી વાલ્મીકી, કાળિયા માંથી કાળીદાસ અને નરેન્દ્ર માંથી બને વિવેકાનંદ,
શિકાગો ની વિશ્વ ધર્મપરિષદમાં મા સાવ નીચે રહી ને પણ ગીતાગ્રંથ બીજા ધર્મગ્રંથ નો આધારસ્તંભ બની જાય,
ભયાનક એટમબોમ્બ ના વિનાશ ની રાખ માંથી નાનકડું એવું જાપાન વિકાસ ની હરણફાળ ભરી એક અનોખી ક્રાંતિ નો વિશ્વ મા દાખલો બેસાડી જાય,
આમ વિચાર ને માત્ર વિચાર થી જ અનોખી સિધ્ધિ પ્રાપ્ત થાય ને ઉચ્ચ ચાણક્ય નીતિ દ્વારા અખંડ ભારત વર્ષ નું નિર્માણ થાય,
સમય પાકી ગયો છે હવે એક શ્રેષ્ઠતમ અખંડ ભારતવર્ષ ના સ્વપ્ન ને સાકાર કરવા નો,
નાની એવી ચિનગારી સમો વિચાર પ્રગટાવી ક્રાંતિકારી પગલાં ભરી ને આત્મનિર્ભર ભારત બનવાના સ્વપ્ન સાકાર કરવાનો,
આવો આપણે સૌ સંકલ્પ કરી આત્મનિર્ભર ભારત ના સ્વપ્ન ને સાકાર કરીએ અને સુવર્ણ ઈતિહાસ ના ભાગીદાર બનીએ ..
3) કાવ્ય : 03
નારી...તું નારાયણી..
જગ જનની, અન્નપૂર્ણા, સરસ્વતી, લક્ષ્મી, રંભા, પાર્વતી સ્વરૂપે પૂજાય નારી,
નોખા નોખા સ્વરૂપ છે નારી ના, ડગલે ને પગલે નર છે અધૂરો નારી વગર,
માં, બહેન, સખી, પ્રિયતમા, પત્ની કે દીકરી ના સ્વરૂપે.. નર ઝંખે સદા નારી નો સાથ,
કોમળ હૃદય ની ભીની ભીની લાગણી ઓ થકી નારી ઘર ને બાંધે પ્રેમ ના તાંતણે,
નારી પોતાનું અસ્તિત્વ ભૂલી પરિવાર ની સાર સંભાળ લે દિવસ રાત,
હસતા મુખે દરેક ની ઈચ્છાઓ કરે પૂરી, પોતાની ઈચ્છાઓ નું આપી બલિદાન,
દુનિયા સુશિક્ષિત ને આયોજનબધ્ધ હોવા નો સંપૂર્ણ શ્રેય નારીજાત ને છે આભારી,
અસહ્ય પીડા સહન કરી મનુષ્ય જાત ને આગળ ધપાવવાનું શ્રેષ્ઠ સૌભાગ્ય પ્રાપ્ત કરે નારી માતા ના સ્વરૂપે,
પૃથ્વી પર અવતરવા ઈશ્વર ને પણ શરણું લેવું પડે નારી ની કૂખ નું,
નવ અલગ અલગ દેવી સ્વરૂપે પૂજાય નારી, જરુર પડ્યે સ્વરૂપ ધારણ કરે નવદુર્ગા નું મટી નારાયણી,
મહાકાળી ને જગદંબા નું સ્વરૂપ ધારણ કરી વધ કરે રાક્ષસો નો આંખ બંધ કરતા ચપટી મા,
નારી તું છો નારાયણી, નારી તું છો જગ જનની, નારી તું કોઈ થી નાં હારી, નારી તું સબ પે ભારી,
દરેક નારી ને તેમનાં બલિદાન ને શ્રેષ્ઠ યોગદાન બદલ સત સત વંદન....🙏🙏🙏
4) કાવ્ય : 04
ઈશ્વર નું વસિયતનામું......
ઈશ્વરે મનુષ્યને દરેક પ્રાણી કરતા આપ્યું અત્યંત બુદ્ધિશાળી મગજ જગકલ્યાણ અર્થે,
સુખ સાહ્યબી ને સગવડો ના સ્વકેંદ્રીય વિચારે બુદ્ધિશાળી માણસ બન્યો સ્વાર્થી,
ભૂલી કલ્યાણકારી માનવતા નો માર્ગ આદર્યા ઉજ્જવળ ભવિષ્ય માટે ભગીરથ કાર્યો સ્વાર્થી બની,
નારાજ થઈ ઈશ્વરે બનાવ્યું જગકલ્યાણક માનવતા નું વસિયતનામું, પરંતુ બહુ જુજ હકદાર મળી આવ્યા વસિયતનામા ના,
બાકી મોટાભાગ ના દૂર ભાગી છૂટયા વસિયતનામા થી વ્યસ્તતા નું બહાનું આગળ ધરી,
જો બતાવ્યું હોત વસિયતનામા માં ઈશ્વરે ધન દોલત ને સુખસાહ્યબી નું સરનામું,
તો વસિયતનામાનો ભાગીદાર થવા માણસે લગાવી હોત આતુરતાથી લાંબી લાઈન,
ઈશ્વર કરે વિચાર, મનુષ્ય ને આપી ચંચળ મન કરી નથી ને મેં કોઈ મોટી ભુલ??
5) કાવ્ય : 05
રક્ષાબંધન
ભાઈ બહેન ના પવિત્ર પ્રેમના પ્રતિક નો વ્યવહાર એટલે સાવ અનોખો રક્ષાબંધનનો તહેવાર..
કોઈપણ નાતજાત ના સીમાડા કે ભેદભાવ વગર બધા ભેગામળી ઉજવે રક્ષાબંધન નો તહેવાર..
સ્નેહ ના મજબૂત તાંતણે બંધાઈ ભાઈ બહેન ઉજવે રક્ષાબંધન નો તહેવાર..
એક સૂતર ના તાંતણા માં લોખંડ ની સાંકળ કરતા પણ વિશ્વાસ ની તાકાત વધારે,
સૂતર ના તાંતણે જીવનભરની સુરક્ષાકવચ નું વચન ભાઈ આપે બહેનને,
બહેન રાખડી બાંધે ભાઈના હાથે દીર્ઘાયુ ને સુખી સંપન્ન જીવન માટે ..
આવે દરિયા મા ભરતી ને ઓટ પણ ભાઈ બહેન ના પ્રેમ માં ક્યારેય આવે નહીં કોઈ ખોટ,
જેમ ડાંગે માર્યા પાણી પડે નહીં છુટ્ટા એમ એક માડીજાયાના ભાઈ બહેન ક્યારેય પડે નહીં વિખૂટા
ભાઈબહેન ના રિસામણાં ટકે નહિ બહુ લાંબા એ તો તૂટી જાય સૂતર ના તાંતણે રક્ષાબંધન ના દિવસે,
ભાઈ બહેન ના પ્રેમ માં ના કોઈ આવી શકે વચ્ચે એટલે તો રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવે રંગેચંગે. .
6) કાવ્ય : 06
વાત છે મોંઘી આઝાદી ની...
ભારતમાતા ની..
કરવી છે આજે મારે વાત રામ, કૃષ્ણ મહાવીર, અશોક ને વિવેકાનંદ ની ભૂમિ ની..
વાત છે મોંધી આઝાદી ની..
ઓળખાતું હતું હિન્દુસ્તાન સોના ની ચીડિયાં ને વીર જવાનો ની ભૂમિ થી, ફેલાયું હતું અફઘાન ને બર્મા સુધી,
વાત છે મોંઘી આઝાદી ની...
લુંટયો આપણા દેશ ને યૌવનો, ઘોરી, ગઝનવી, મુઘલ છેલ્લે આવ્યા અંગ્રેજો ભારતવર્ષ ની ખ્યાતિ સાંભળી,
વાત છે મોંઘી આઝાદી ની...
એક નાવિકે બતાવ્યો સરે જમીં હિન્દુસ્તાન નો રસ્તો વાસ્કો ડી ગામા ને સાગર પંથે મુસાફીર સમજી,
વાત છે મોંઘી આઝાદી ની...
અંગ્રેજો થયા દાખલ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના નામે ધંધા ના કામે, શામ દામ દંડ ને ભેદ નો કરી ઉપયોગ સ્થાનિક રાજા ને બનાવ્યા પોતાને આધીન,
વાત છે મોંઘી આઝાદી ની...
એક પછી એક છૂટા છવાયા નાના રાજ્યો પચાવત્તા ગ્યાં અંગ્રેજો સ્થાનિક રાજાઓની એકતા અને સંકલન ના અભાવે,
વાત છે મોંઘી આઝાદી ની...
દોઢસો વર્ષ રાજ કરી ખજાનો લુટયો અંગ્રેજો એ તિજોરી ઓ ભરી ભરી, પ્રજા ઉપર અસંખ્ય અત્યાચાર કરી,
વાત છે મોંઘી આઝાદી ની...
વહી છે અનેક શહીદોના રક્ત અને બલિદાન ની નદીઓ ત્યારે મળી છે મોંઘી આઝાદી,
વાત છે મોંઘી આઝાદી ની...
આપી પહેલી શહીદી મંગળ પાંડે એ, ચડી ગ્યાં હસતા મોઠે ફાંસીએ માદરે વતન માટે,
વાત છે મોંઘી આઝાદી ની...
એક ચિનગારી ફૂટી નીકળી આખાદેશ મા ભારતમાતા ને અંગ્રેજો ની ચુંગલ માંથી છોડાવવાની ,
વાત છે મોંઘી આઝાદી ની...
ખૂબ લડયા તાતા ટોપયે ને રાણી લક્ષ્મી બાઈ અંગ્રેજ સામે સ્વરાજ ના હક માટે વિપ્લવ ટાણે,
વાત છે મોંઘી આઝાદી ની...
બલિદાન આપતા રહ્યા લાલ, બાલ ને પાલ સ્વતંત્રતા માટે અને વહોરી લીધી શહીદી માં ભોમ ના સ્વતંત્રતા માટે,
વાત છે મોંઘી આઝાદી ની...
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જયહિન્દ ના નારા સાથે ચડી ગ્યાં હસતા મોઠે ફાંસીએ નાની ઉમરે,
વાત છે મોંઘી આઝાદી ની...
સુભાષ ચંદ્ર બોઝ લડયા હિંમત થી અંગ્રેજો સામે આઝાદ હિન્દસેના ના નેતા બની ,
વાત છે મોંઘી આઝાદી ની...
વર્ષો વિત્તાવયા કાળા પાણી ની સજા મા વીર સાવરકર એ ભારત ની આઝાદી માટે,
વાત છે મોંઘી આઝાદી ની...
આફ્રિકા થી વકીલાત છોડી આવ્યા ગાંધીબાપુ અને લડયા ઐતિહાસીક અહિંસક લડાઈ નહેરુ ને સરદાર નો સાથ લઈ,
વાત છે મોંઘી આઝાદી ની...
ફરી વળીયા આખા દેશ મા ગાંધી લંગોટ ને ખેસ પહેરી હાથ માં લાકડી લઈ ને જગાવી લોકો મા આઝાદી માટે ક્રાંતિ,
વાત છે મોંઘી આઝાદી ની...
હિન્દુ, મુસ્લિમ, શીખ ઈસાઈ સૌ કોઈ જોડાયા ખંભા થી ખંભો મિલાવી ગાંધીજી ની આઝાદી ની અહિંસક લડાઈ માં,
વાત છે મોંઘી આઝાદી ની...
અગણિત વખત જેલ ગયા ને કર્યા દિવસો સુધી આમરણાંત ઉપવાસ સાર્વભૌમ ખાતર,
વાત છે મોંઘી આઝાદી ની...
મુકવા પડ્યા અંગ્રેજો એ બધા હથિયાર હેઠા અહિંસક બાપુ ની ટોળકી સામે ને આપવી પડી ના છુટકે આઝાદી ભારતમાતા ને,
વાત છે મોંઘી આઝાદી ની...
આઝાદી ટાણે કરાવ્યા ભારતમાતા ના બે ટુકડા ધર્મ ના નામે, વહી લોહીની નદીઓ ત્યારે મળી છે મહામૂલી મોંઘી આઝાદી...
વાત છે મોંઘી આઝાદી ની...
કસમ ખાઈએ કે આજ પછીથી કોઈ દુશ્મન જોઈના શકવો જોઈ ભારતમાતા ની સામે ઊંચી આંખ કરી ને ..
વાત છે મોંઘી આઝાદી ની...
7) કાવ્ય : 07
આવી રૂડી શિલાન્યાસ ની ઘડી
વગડાવો વગડાવો આજ રુડા શરણાયૂ ને ઢોલ આવી આવી રે આજે રૂડી રળિયામણી શિલાન્યાસ ની સોનેરી ઘડી,.. રે લોલ
સર્જાયો છે આજે અવધનગરી મા સરયુ નદી તટે આનંદ ઉત્સાહ ઉમંગ નો માહોલ,... રે લોલ
મૂકો આજે સૌ લાપસી ના રાંધણને કરો ઘી ના દીવા આવી છે આજે શિલાન્યાસ ની રૂડી રળિયામણી સોનેરી ઘડી,... રે લોલ
ધર્યા પાંચ પાંચ સદી સુધી તપ ત્યારે આવી છે રામ મંદિર ના શિલાન્યાસ સોનેરી રૂડી રળિયામણી ઘડી,.... રે લોલ
પાંચસો વર્ષે પૂર્વે આક્રમણ કરી રામ નું મંદિર તોડી બની હતી રામજન્મ સ્થળે મસ્જિદ,. .... રે લોલ
ગામે ગામ ચોરામાં જોવા મળે રામજી મંદિર
પરંતુ રામ જન્મભૂમિ ઉપર જોવા ના મળે રામ નું મંદિર,.... રે લોલ
જીત્યા છીએ કાળામાનવ ની અદાલત મા પચાસ વર્ષે કેસ ત્યારે આવી છે શિલાન્યાસ ની રળિયામણી રૂડી સોનેરી ઘડી,... રે લોલ
અવધ નગરી ઝળઝળી ઉઠશે આજે તો દીવા ઓના શૃંગાર થી દિવાળી પૂર્વે દિવાળી થી અધિક,..... રે લોલ
થનગની રહ્યું છે પ્રફુલ્લિત થઈ દીલ કે બનશે હવે અવધ મા મારા રામલલ્લા નું ભવ્યાતિભવ્ય રામ મંદિર,.... રે લોલ
વગડાવો વગડાવો આજ રુડા શરણાયૂ ને ઢોલ આવી આવી રે આજે રળિયામણી શિલાન્યાસ ની રૂડી સોનેરી ઘડી.. ...રે લોલ
8) કાવ્ય : 08
ખોલો હવે ત્રીજું નેત્ર 🙏
આવ્યો આવ્યો પવિત્ર શ્રાવણ માસ
શિવજી ની આસ્થા ને ભક્તિ નો માસ..
શિવજી નટરાજ બની ને કરે તાંડવ
ત્યારે થાય વિપદા નો વિનાશ..
કોરોના આપદા ને વિત્યા સાત સાત માસ
કર્યો છે સમગ્ર વિશ્વ માં હાહાકાર,
છૂટે છે અરેરાટી હવે સ્નેહીજન ના
આંસુ અને લાશ ના ઢગલા જોઈ,
હવે નથી જીરવાતા કે જોવાતા લોકો ના
દુખદર્દ કે ઢગલા લાશ ના,
આ શિશુ કરે તમને બે હાથ જોડી અરજ,
તમે જ અમને આ મહામારી માંથી ઉગારો,
હે પ્રભુ કરો હવે એવો ઉપાય કે વિશ્વ માંથી થાય કોરોના નો જડમૂળ થી વિનાશ,
શિવજી ઉપાડો તમારું ત્રિશૂળ અને ડમરુ,
કરવા કોરોના નો વિનાશ..
કોરોના ને નાથવા નથી અમારી
આગળ હવે કોઈ ઉપાય,
કરવા કોરોના ને બાળી ને ભસ્મીભૂત
ખોલો શિવજી હવે ત્રીજું નેત્ર...
9) કાવ્ય : 09
નંદ ઘેર આનંદ ભયો...
આઠમ ની મધરાતે નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી....
દૂધપીતા કૃષ્ણએ પૂતના ને પાઠ ભણાવયો
જય કનૈયા લાલ કી...
ગોવાળો ને અતિવૃષ્ટિ થી બચાવવા ઉપાડ્યો ટચલી આંગળી એ ગોવર્ધન પર્વત..
જય કનૈયા લાલ કી...
નદી કિનારે ગેડી દડો રમતા રમતા
શેષનાગ ને હણ્યો વાંસળી વગાડી ...
જય કનૈયા લાલ કી
માખણ ખાવા ને નટખટ કાનુડા એ તોડી અનેક ગોપી ઓની મટકી.. ..
જય કનૈયા લાલ કી...
માટી ખાઈ ને, માતા યશોદા ને કરાવ્યા સમસ્ત બ્રહ્માંડ ના દર્શન મુખ મા...
જય કનૈયા લાલ કી...
સુદામા જોડે સાંદીપનિઋષિ ના આશ્રમમા મૈત્રી કરી શીખ્યા જીવન જીવવાના પાઠ..
જય કનૈયા લાલ કી
મા દેવકી ને પિતા વાસુદેવ ને કારાવાસ માંથી મુક્ત કરાવ્યા ...
જય કનૈયા લાલ કી....
મથુરા નગરી મા બળુકા કંસમામા નો વાળ પકડી જમીન પર પટકી ને વધ કરી..
જય કનૈયા લાલ કી...
કૃષ્ણે શિશુપાલ ના એકસો ગુના કર્યા માફ અને ટેક પૂરી થતાં એકસો એક ગુનાએ કર્યો વધ...
જય કનૈયા લાલ કી
વૃંદાવન મા ગોપી ઓ સંગ રાસ રમતા ગોરી રાધા ના પ્રેમ માં પડ્યા શ્યામ.. ...
જય કનૈયા લાલ કી...
કૌરવૌ ની જોડે જુગટૂ રમતા પાંડવો હારતા .. રાખી બહેન દ્રૌપદી ની લાજ બચાવી ચિર પૂરી..
જય કનૈયા લાલ કી....
ગીતાસાર સંભળાવી થયા અર્જુન રથના
સારથી ધર્મયુદ્ધ મહાભારત જીતવા ..
જય કનૈયા લાલ કી....
જરૂર પડ્યે ઉપાડયું સુદર્શન ચક્ર કપટીઓ ને હરાવવા ધર્મયુદ્ધ મહાભારત જીતવા ....
જય કનૈયા લાલ કી....
છેલ્લે શ્રીકૃષ્ણ વસ્યા રૂક્ષમની સંગ દ્વારિકા નગરી માં રાધા નો સાથ છોડી..
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...
10) કાવ્ય : 10
🙏પર્યુષણ મહાપર્વ🙏
આવ્યું આવ્યું પર્વ મા સર્વોપરી
પર્વ એવું પર્યુષણ મહાપર્વ..
આઠ પ્રકાર ના પાપકર્મો નો ક્ષય
કરી આઠ આઠ દિવસ ઉજવાય
પર્યુષણ મહાપર્વ..
તપ અને ત્યાગ ની ભાવના નું પર્વ
ધર્મ અને કર્મ કરવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..
આરાધના કરવા નું પર્વ
રાગ અને દ્વેષ છોડવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..
આંખ ને ખોલી દીલ માં
કરુણા પ્રગટાવા નું પર્વ
સવાર સાંજ પ્રતિક્રમણ કરવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..
પાપ નો ક્ષય કરી કર્મોદય દ્વારા
સ્વર્ગ કે મોક્ષ ના દ્વાર ખોલવાનું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..
ભુલ ભૂલી એકબીજા ની
બે હાથ જોડી નતમસ્તક
મિચ્છામીદુક્કડં કહેવા નું પર્વ
એટલે પર્યુષણ મહાપર્વ..
આવ્યું આવ્યું પર્વ મા સર્વોપરી
પર્વ એવું પર્યુષણ મહાપર્વ....
11) કાવ્ય : 11
પ્રભુ ને અરજી
હે પ્રભુ, સ્વીકારો મારી અરજી
વરસાવજો મુજપર કૃપા તમારી
આંખો માં કરુણા કાયમ વહેતી રહે
દીલ માં કાયમ દયા રહે
હોંઠો ઉપર કાયમ તમારું નામ રહે
હાથ હમેશા દાન દેવા ખુલ્લા રહે
પગ સદકાર્ય માટે સદાય દોડતા રહે
મન માં મૈત્રી ભાવ વહ્યા કરે
ધન તમારા ચિંધ્યા માર્ગે વપરાતું રહે
બે હાથ જોડી કરું અરજ માત્ર આટલી
સ્વીકારજો પ્રભુ તમે એને ભાવ થી..
11) કાવ્ય : 11
વિવિધતા માં એકરૂપતા
ભરપૂર ભવ્ય સંસ્કૃતિ નો છે વારસો
ભારત દેશ છે મારો વિવિધતાઓનો
પહેરવેશ ને ભાષાઓ માં છે વિવિધતા
છતાં છે દરેક ની વાત માં એકરૂપતા
ખોરાક છે દરેક ના વિભિન્ન પ્રકાર ના
છતાં વહે એકરૂપ પ્રેમ દરેક ના દીલમાં
નાતજાત ના અહીં કોઈ પાર નહીં
છતાં એકતા ની વાતમા કોઈ આંબે નહીં
ઉત્તર થી દક્ષિણ સાવ છે વિભિન્ન
પૂર્વ થી પશ્ચિમ છે વિપરીત..
હિમાલય અડીખમ ઊભો ઉત્તર માં
દખણે ઘૂઘવતો હિન્દ મહાસાગર વિશાળ
પશ્ચિમમાં વહે સાહિત્યની નદીઓ
તો પૂર્વ મા છે ધંધા ની ધોધમાર
કાંઈક જોવા મળે પર્વત માળાઓ
તો કાંઈક જોવા મળે મહાસાગરો
જોવા મળે રેતી થી ભરપૂર રણપ્રદેશ
ઝાડથી ઘેરાયેલા જોવા મળે ઘેઘૂર જંગલો
ડગલે ને પગલે જોવા મળે વિભિન્નતાં
છતાં વિવિધતામાં વસે છે અહીં એકરૂપતા ...
ભારત દેશ છે મારો પ્યારો
ગર્વ છે મને ભારતીય હોવા નો....
જય ભારતીય... જય ભારતીય..
12) કાવ્ય : 12
નવરાત્રી - ગરબો..
આવી આવી દુર્ગા મા ની હાકલ રે લોલ
ચાલો રમવા રૂડી નવલી નવરાત્રિ રે લોલ
કરો નવરાત્રિ વધાવવા ની તૈયારી રે લોલ
સજાવો મંદિર માં દુર્ગાને બિરાજવા રે લોલ
પ્રગટાવી દીવડા કરો ખરા ભાવ થી
મા દુર્ગા ની આરાધના રે લોલ...ચાલો રમવા..
માં દુર્ગા ના અલગ નવ નવ સ્વરૂપ
નવરાત્રિ એ પૂજાય રે લોલ....ચાલો રમવા..
પહેલે નોરતે માં દુર્ગા શૈલપુત્રી
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા ..
બીજે નોરતે માં દુર્ગા બ્રહ્મચારણી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ ..ચાલો રમવા... .
ત્રીજા નોરતે માં દુર્ગા ચંદ્રઘંટા માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
ચોથા નોરતે માં દુર્ગા કુષ્માંડા માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
પાંચમા નોરતે માં દુર્ગા સ્કંદમાતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
છઠ્ઠા નોરતે માં દુર્ગા કાત્યાયની માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
સાતમા નોરતે માં દુર્ગા કાલરાત્રિ માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
આઠૃમા નોરતે માં દુર્ગા મહાગૌરી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
નવમા નોરતે માં દુર્ગા સિદ્ધિદાત્રી માતા
સ્વરૂપે પૂજાય રે લોલ....ચાલો રમવા...
નવરાત્રિ ના નવ દિવસ આરાધના કરતા
નવ પ્રકાર ના કષ્ટો માતા દૂર કરે રે લોલ...
આવી આવી દુર્ગામા ની હાકલ રે લોલ
ચાલો રમવા રૂડી નવલી નવરાત્રિ રે લોલ..
13) કાવ્ય : 13
માં અંબે...
બોલો મારી માડી અંબે
જય જય અંબે
તારા સ્વરૂપ છે અંબે હજાર
બોલો મારી માડી...
ત્રિશૂળથી કરે તું દુશ્મન નો નાશ
બોલો મારી માડી...
થર થર કાપે અસુરો તારાથી
બોલો મારી માડી...
વાધ ઉપર તારી સવારી
બોલો મારી માડી...
કર્યો તે અસુર મહિષાસુર નો વધ
બોલો મારી માડી....
દુખિયા ઓની તું છે બેલી
તું છે તારણહાર
બોલો મારી માડી અંબે
જય જય અંબે..
14) કાવ્ય : 14
ગાંધીજી.... મહાત્મા સુધી ની સફર
હાથ માં લાકડી લઈ ધોતી ને ખેસ
પહેરી ફરી વળ્યા હિન્દુસ્તાન
છોડો ભારત ના નારા સાથે ગુંજાવ્યું હિન્દુસ્તાન
અંગ્રેજો ને મજબૂર કર્યા આઝાદી આપવા
લાવ્યા જડમૂળ થી ક્રાંતિ ખાદી લાવી
સ્વાવલંબી જીવન જીવી લાવ્યા સાદાઈ
કર્યા સમાજ ના કુરિવાજ નો નાશ
લાવ્યા દારૂબંધી સ્વચ્છતા નો પાઠ શીખવી
સત્યના પ્રયોગો મા ભૂલની વાત સ્વીકારી
અહિંસા પરમધરમ ની વાત ફેલાવી
અહિંસા પણ છે મોટું હથિયાર ક્રાંતિ નું
લોહી રેડયા વગર અપાવી આઝાદી
ખુરશી નો મોહ છોડી રાજકારણ થી રહ્યા દૂર
ઓગણીસમી સદી ના બન્યા એ યુગપુરુષ
કર્યા કાર્યો દેશ ખાતર એવા કે ખ્યાતિ પામ્યા
ગાંધીજી મહાત્મા તરીકે.....
15) કાવ્ય : 15
રૂડી નવરાત્રી... ગુજરાતી ગરબો
આવી આવી રે..રૂડી નવલી નવરાત્રી આવી રે
માં ની આરાધના કરવા ની વારી આવી રે
આવો આવો રે માની આરતી કરવા રે
મારા અંબે માં જુએ તારી વાટ રે..
આવો આવો માં ને ચૂંદડી ઓઢાડવા રે
મારા અંબે માં જુએ તારી વાટ રે..
આવો આવો રે માં ને પ્રસાદ ચઢાવવા રે
મારા અંબે માં જુએ તારી વાટ રે..
આવો આવો માં ના ચોકમાં ગરબા રમવા રે
મારા અંબે માં જુએ તારી વાટ રે..
નવ નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવાની રે
મારા અંબે માં જુએ તારી વાટ રે..
આવો આવો માં ના ચોકમાં ભક્તિ કરવા રે
મારા અંબે માં જુએ તારી વાટ રે..
આવી આવી રે..રૂડી નવલી નવરાત્રી આવી રે
માં ની આરાધના કરવા ની વારી આવી રે
16) કાવ્ય : 16
કૃષ્ણ સંગ રાસ... ગીત
ગરબે રમવા તું....
આવ... આવ... શ્યામ
નવરાત્રિ ની રાત છે
દાંડિયા ની વાત છે
હૈયા માં હામ છે
પગ માં જોમ છે
માતાજી નો સાદ છે
ઢોલ નો નાદ છે
હૃદય માં ધબકાર છે
ગરબે રમવા ની વાત છે
ગીતો નો ગણકાર છે
દુહા છંદ નો વરસાદ છે
વાંસળી ના સૂર છે
સંગીત ની મહેફિલ છે
તારા સંગ પ્રીત છે
વાલમ સાની જીદ છે
ગરબે રમવા તું...
આવ.. આવ.. શ્યામ..
17) કાવ્ય : 17
રાવણ દહન ...
જીવતો રાખી અંદર નો રાવણ
જગ કરે દશેરા એ રાવણદહન
કહે રાવણ હક નથી મારા દહન નો
જો છુપાવ્યો હોય અંદર એક રાવણ
જોવા મળે દરેક મા અલગ સ્વરૂપે રાવણ
દરેક મા છુપાઈ બેઠો છે એક રાવણ
બહારના રાવણનો વધ કરવા મળી રહેશે રામ
અંદર છુપાયેલા રાવણનો કોણ કરશે વધ ??
કરીએ વીનાશ અભિમાન,કામ ક્રોધ,
મોહ માયા, સ્વાર્થવૃત્તિ રૂપી રાવણ નો
કરીએ દહન આળસ, અંધશ્રદ્ધા, કપટ,
ઈર્ષા લાલચ રૂપી રાવણ નું
કરીએ ખુદ ના રાવણ નું દહન
તો દરરોજ દશેરા ઉજવાય અહીં...
18) કાવ્ય : 18
ખમીરવંતો ગુજરાતી
ખમીર વાળું ખંતીલુ છે મારું ગુજરાત ,
ભારત નું હૃદય છે મારું ગુજરાત,
ભારત નો શ્વાસ છે મારું ગુજરાત,
ભારત નો પ્રાણ છે મારું ગુજરાત,
વાવાઝોડા, અતિવૃષ્ટિ, દુકાળ ને ધરતીકંપ જેવી આફતો ને રમતા રમતા પચાવી જાય એવું છે મારું ગુજરાત,
પ્લેગ ને સ્વાઈન ફ્લુ ને પણ ગોટાળે ચડાવે એવું છે મારું ખંતીલુ ગુજરાત,
કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ ને ધૂળ ની જેમ ખંખેરી ઊભું થાય એવું છે મારું ગુજરાત,
સિંહો ને માફક આવે અહીં ની ધરતી એવું છે મારું ગૌરવશાળી ગુજરાત,
સિંહ જેમ બે ડગલાં પાછા ભરી કરે શિકાર એમ અમે ગુજરાતી ઓ કરીશું હવે કોરોના નો વિનાશ,
કામ કાજ અર્થે ચડીશું પાછા અમે હોંશે હોંશે ને ફરી કરશું ભારત ના અર્થતંત્રને દોડતું.. ..
છું હું ખમીરી વાળો ખંતીલો ઉન્નત મસ્તકે જીવનારો ગુજરાતી ને ગૌરવશાળી છે મારું ગુજરાત...