ભાગ - 19
RSએ વેદ અને રીયાના લગ્ન વિશે ધીરજભાઈને કરેલ વાત સામે,
અને RSની આ વાત સાંભળી, RSને ધીરજભાઈ આપેલ પ્રોમિસ મુજબ,
બીજે દિવસે સવારે,
ધીરજભાઈ RSએ જણાવેલ રીયા અને વેદના લગ્ન વિશેની વાત, વેદને કરે છે.
પપ્પાને મોઢે આ વાત સાંભળી,
વેદ, તેના પપ્પા ધીરજભાઈને, આ વાત વિશે
એમનો વિચાર શું છે ?
તમારૂં શું કહેવું થાય છે ?
તે જણાવવા કહે છે.
ત્યારે, ધીરજભાઈ વેદને કહે છે કે,
બેટા, તારી પસંદ, તારી ખુશી એ જ અમારી ખુશી, અને RSના ઘરમાં તારો સંબંધ બંધાય, એ તો આપણા માટે બહુ ગર્વ લેવા જેવી વાત કહેવાય.
ધીરજભાઈની આટલી વાત સાંભળી વેદ, નિશ્ચિત થઈ જાય છે.
કેમકે,
ધીરજભાઈએ વેદને RSના મનની વાત જણાવી તે પ્રમાણે, વેદને જાણવા મળે છે કે,
રીયાતો વેદને પસંદ કરેજ છે, સાથે-સાથે તેની મમ્મી અને રીયાની મમ્મી પણ આ સંબંધ માટે તૈયાર છે.
રહી વાત રીયાના પપ્પાની,
તો એમણે તો આજે સામેથી પૂછાવ્યું છે.
એટલે વેદ માટે, હવે આ બાબતે, આ સંબંધ માટે આગળ બહુ લાંબુ વિચારવાની જરૂર રહેતી નથી.
કેમકે
રીયાને તો વેદ એક વ્યક્તિ તરીકે, રીયા કરતાં પણ વધારે સારી રીતે ઓળખે છે.
વેદને તો અત્યારે, જાણે છેલ્લા ૨૪ કલાકમાં પોતાની તેમજ પોતાના પરિવારની ગાડી, માત્ર પાટા ઉપર ચડેલી નહી, સડસડાટ ચાલી રહી હોય એવું લાગે છે.
મતલબ જે થઈ રહ્યું છે, તે સારુંજ થઈ રહ્યું છે, અને હવે જે થશે તે પણ સારુંજ થવાનું છે.
માટે વેદ, પપ્પા ધીરજભાઈને કહી દે છે કે,
પપ્પા, મને આ સબંધ માટે કોઈ વાંધો નથી.
મારા તરફથી પુરી ખુશીથી મારી હા છે.
હવે આગળ RS સરને, તમારે જે જવાબ આપવો હોય, તે આપી શકો છો.
હું રીયા સાથે લગ્ન કરવા તૈયાર છું.
વેદના મોઢે આ જવાબ સાંભળી, ધીરજભાઈની ખુશીનો પણ પાર નથી રહેતો.
ફટાફટ ધીરજભાઈ, સ્પેશિયલ અને અરજન્ટ, RSને મળીને આ બધી હકીકત જણાવે છે.
RS પણ, એ જ મિટિંગમાં ખૂબ જ નજીકની અને પહેલી સારી તારીખે, સારો દિવસ જોઈ તેઓ લગ્નનું મુહર્ત પણ કઢાવે છે.
આ ખુશીના સમાચાર, ધીરજભાઈ પંકજભાઈને અને વેદ શ્યામને આપે છે.
વેદની વાત સાંભળી, શ્યામની ખુશીનો પણ કોઈ પાર નથી રહેતો.
શ્યામને તો એક તરફ, પોતાના મિત્રની ગાયકી દ્રારા જિંદગી બની રહી છે, પ્રગતિ થઈ રહી છે.
તો
બીજી તરફ,
આ લગ્નની વાત જાણીને તો શ્યામ ખૂબજ ખુશ થઈ જાય છે. શ્યામ પણ, લગ્નની તારીખ નજીક હોવાથી,
એ દિવસથીજ શ્યામ,
રીયા અને વેદના લગ્નની તૈયારી અને પ્લાનિંગમાં જોડાઈ જાય છે.
પરંતુ
આ બાજુ ધીરજભાઈએ જ્યારે પંકજભાઈને વેદ અને રીયાના લગ્ન વિશેની વાત કરી તો...
પંકજભાઈએ, ધીરજભાઈને ફોનમાં તો જણાવી દીધુ કે..
ઓકે, ચલો બહુ સરસ થયું.
પરંતુ ફોન મૂકતાં જ
પંકજભાઈના ચહેરાનો રંગ ઊડી જાય છે.
કેમકે
તેઓ રીયા વિશે, કંઈક અલગજ વિચારી રહ્યા હતા.
તેઓના મનમાં તો,
રીયા અને શ્યામ વિશે કંઈક અલગજ ચાલતું હતું.
અને એમાં પંકજભાઈનો જરાય વાંક પણ ન હતો.
કેમકે
પંકજભાઈએ જેટલી વાર રીયા અને શ્યામને સાથે જોયા છે, તે જોઈને
કોઈપણ વ્યક્તીને, પંકજભાઈ અત્યારે જે પ્રમાણે વિચારે છે, તેવા વિચાર આવી શકે છે.
આમ પણ, પોતાના સંતાન વિશે વિચારવા માટે, આમ તો દરેક મા-બાપ ઉત્સાહ ધરાવતા હોય છે.
જ્યારે અહીંયા તો મા ગણો તો માં, અને બાપ ગણો તો બાપ,
શ્યામ માટે તો, પંકજભાઈજ તેના મા-બાપ હતા.
વધારેમાં, પંકજભાઈનું શ્યામ અને રીયા વિશે આ પ્રકારે વિચારવું બીજુ એક વ્યાજબી કારણ પણ હતું.
એ કારણ એટલે...
એક-બે વખત પંકજભાઈએ, શ્યામને તેના મોબાઇલમાં
શ્યામ, રીયા અને વેદના ગ્રુપ ફોટોગ્રાફ ઝૂમ કરીને,
શ્યામને માત્ર રીયાને નિહાળતો જોયો હોય છે.
એટલે છોકરાઓની ઉંમર અને અત્યારે જે રીતનો સમય ચાલી રહ્યો છે, એ જોઈને, એમને તો એમ જ હતું કે,
શ્યામ અને રીયા વચ્ચે કંઈક હશે, અથવા તો એવું કંઈક થશે.
પરંતુ, અત્યારે...
ધીરજભાઈના આવેલ ફોનથી પંકજભાઈએ જાણેલ આ સમાચારથી તેઓ ભલે શ્યામ માટે ચિંતીત હતાં, છતાંય..
અત્યારે ભલે, પંકજભાઈનો ચહેરાનો રંગ ઊડી ગયો હોય, પરંતુ
શ્યામને એ દિવસથીજ રીયા અને વેદના લગ્નની તૈયારીમાં, અને એ પણ, ડબલ ખુશીથી જોડાયેલો જોઈ,
પંકજભાઈ આ બધી વાત ભૂલવા, પોતાની જાતને તૈયાર કરે છે.
પંકજભાઈ વિચારે છે કે,
જો શ્યામ અને રીયા વચ્ચે હું વિચારું છું, એવું કંઈ હોત,
તો અત્યારે શ્યામના ચહેરા પર મારા કરતાં ડબલ ઉદાસી હોત.
પરંતુ
એવું શ્યામના ચહેરા પર નહીં જોતા, પંકજભાઈ થોડો રાહતનો શ્વાસ લે છે.
હા શ્યામના બંને મિત્રના મેરેજ થતાં જોઈ, પંકજભાઈને શ્યામના મેરેજ વિશે થોડી ચિંતા જરૂર થાય છે.
પરંતુ
એમને અત્યારે જે વાતનું દુઃખ હતું, તે દુઃખ શ્યામને ઉમંગભેર રીયા અને વેદના લગ્નની તૈયારીમાં જોડાયેલો જોતાં, એમનું એ દુઃખ પણ થોડું હળવું થાય છે.
શ્યામ અત્યારે, જેટલો બની શકે તેટલો સમય લગ્નની ખરીદીમાં તેમજ લગ્નની તૈયારીમાં આપી રહ્યો છે.
કેમકે
દિવસો ખૂબ જ ઓછા છે.
ત્રણેય મિત્રો સાથે મેરેજનું પ્લાનિંગ તેમજ ખરીદી કરી રહ્યા છે.
લગ્નને આડે હવે ચાર-પાંચ દિવસ જ બાકી છે, અને શ્યામ પર એક ફોન આવે છે, અને
અત્યાર સુધી, શ્યામ જે હવામાં ઉડતો હતો, ખુશીઓમાં રાચી રહ્યો હતો, તે ફોન શ્યામને સીધો જમીન પર લાવી દે છે.
એ ફોન હોસ્પિટલથી પેલા ડોક્ટરનો હતો.
ડોક્ટરે શ્યામને કરેલ ફોનમાં
એવું જણાવ્યું કે,
શ્યામની કિડની ટ્રાન્સપ્લાન્ટની તારીખ આવી ગઈ છે.
ડોક્ટરે શ્યામને એ જ તારીખ આપી હતી, જે તારીખ વેદ અને રીયાના લગ્નની તારીખ હતી.
શ્યામની કિડની આપવામાં કોઈ આનાકાની નથી, એને તો વેદના લગ્ન જેટલી જ ખુશી કિડની આપવા માં મળે,
એવી વ્યક્તિને શ્યામ કિડની આપી રહ્યો હતો.
પરંતુ
શ્યામની આ બન્ને ખુશીનો દિવસ એક જ હોવાથી, તેને કોઈ એક ખુશી છોડવી પડે એવું હોવાથીજ, શ્યામ ટેન્શનમાં આવી જાય છે.
એનેતો, કિડની આપવામાં જેટલો ઉત્સાહ હતો, એટલોજ ઉત્સાહ પોતાના બંને મિત્ર વેદ અને રીયાના લગ્ન માણવા માટે પણ હતો.
પરંતુ
હવે એને કોઈ એક ઉત્સાહને મારવો પડે તેમ છે.
છતાં હિંમત કરી એ લગ્નના આગળના દિવસ સુધી, પોતાની ફરજ ચૂકતો નથી, અને પોતાના મિત્ર વેદનો રૂમ તૈયાર કરવા સુધીની તૈયારીમાં લાગેલો રહે છે.
શ્યામ, લગ્નના દિવસે સવારે સજી-ધજીને તૈયાર થઈને બધાની સાથે એ જાનમાં પણ જોડાય છે, અને વરઘોડામાં પણ નાચીને, પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે.
ડોક્ટર સાહેબ જાણતા હતાં કે, શ્યામને એમણે જે તારીખ આપી છે, તેજ દિવસે શ્યામના મિત્રના મેરેજ છે.
તેથી ડોક્ટરે શ્યામને જણાવ્યું હોય છે કે, હું તમને ફોન કરું ત્યારે તમે હોસ્પિટલ આવી જજો, સવારથી હોસ્પિટલ આવવાની કોઈ જરૂર નથી.
હું જાણું છું કે, તમારા મિત્રોના લગ્ન એજ દિવસે છે, કે જે મિત્ર માટે તમે આટલું મોટું પગલું ભર્યું છે.
એવા મિત્રના લગ્ન પણ તમે માણી શકો, એ માટે હું તમને ફોન કરું પછીજ તમે આવજો, ત્યાં સુધી તમે તમારા મિત્રના લગ્ન પણ માણી શકશો.
બસ એ જ વરઘોડામાં નાચતા-નાચતા ડોક્ટરનો ફોન આવે છે, અને...
આ ફોનની હકીકત શું છે ?
તે અત્યારે માત્ર ને માત્ર શ્યામ, વેદ અને ડોક્ટરજ જાણે છે.
આમતો શ્યામે આ વાત વેદને પણ નહિ જણાવવાનું નક્કી કર્યું હતું,
પરંતુ
બનવાકાળ, ડોક્ટર અને શ્યામ વચ્ચે થઈ રહેલી ચર્ચા, પલંગ પરથી ઉભા થઈને આવેલો વેદ સાંભળી જાય છે, જે આપણે જાણીએ છીએ.
એટલે, અત્યારે
ચાલુ વરઘોડામાંથી શ્યામ ક્યાં ગયો ?
તેની હકીકત હવે વેદ પણ જાણે છે.
પરંતુ,
શ્યામે એજ વખતે, આ વાત જ્યાં સુધી શ્યામ જે વ્યક્તિને કિડની આપવાનો છે, તે વ્યક્તિને કિડની આપી ન દે, ત્યાં સુધી એ વાત એમના સુધી સીમિત રાખવાનું પ્રોમિસ વેદ પાસેથી લીધુ હોય છે.
માટે અત્યારે વેદ પણ, આ વાત બીજા કોઈને તો શું, રીયાને પણ આ વાત કરી ન હતી.
શ્યામ આ રીતે ચાલુ વરઘોડામાં થી ગાયબ થતા, આપણે આગળ જોયું કે, પંકજભાઈ ટેન્શનમાં આવી ગયા છે.
હવે આપણને ખ્યાલ આવ્યો કે, પંકજભાઈના ટેન્શનમાં આવવાનું કારણ શું હતું.
ભલે પંકજભાઈ શ્યામને લગ્નના થોડા દિવસ પહેલા ખુશ જોઈને, બધું ભૂલવા તૈયાર થયા હતા.
પરંતુ
ચાર દિવસ પહેલા હોસ્પિટલથી તારીખ આવી, એ દિવસથી શ્યામ દિવસે દિવસે થોડો ગંભિર થતો જોતા, પંકજભાઈને કંઈક અલગ જ મગજમાં વિચાર આવે છે, કે
શ્યામ ભલે હસીને દોડી-દોડીને લગ્નની તૈયારી કરતો હોય. પરંતુ
હવે એની ઉંમર પ્રમાણે જેમ-જેમ મેરેજની તારીખ નજીક આવે છે, તેમ-તેમ શ્યામ ગંભીર કેમ થઈ રહ્યો છે ?
અચાનક, શ્યામની ગંભીરતા કેમ વધી રહી છે ?
બસ પંકજભાઈને તો એમ જ કે, લગ્ન નજીક આવ્યા એટલે એ ઉદાસ છે, અને છેલ્લે ચાલુ વરઘોડામાંથી ગાયબ થતાં, પંકજભાઈને તો બસ એક જ વાત કોરી ખાય છે કે,
આજે રીયાના લગ્ન, વેદ સાથે થઈ રહ્યાં છે.
એટલે
એ જોઈ નહીં શકતો હોવાથી ક્યાંક ચાલ્યો ગયો.
પંકજભાઈ અંદર ને અંદર વિચારી રહ્યાં છે કે,
શ્યામ કોઈ અવળુંપગલું તો નહીં ભરીલેને ?
પંકજભાઈને મનમાં, આટલા બધા ખરાબ વિચારો આવતા, પંકજભાઈ બીજીવાર ના-છુટકે.
છેલ્લે ચાલુ લગ્નમાં વેદ પાસે જઈ, આ પુરી વાત વેદના કાનમાં કરે છે.
હમણાં થોડા સમય પહેલા વેદ, શ્યામ અત્યારે ક્યાં ગયો છે તે જાણતો હોવાથી, પંકજભાઈને આશ્વાસન આપી ચુક્યો છે કે,
અંકલ, ચિંતા ન કરો, શ્યામ આવી જશે.
પરંતુ
પંકજભાઈના મોઢેથી, વેદે હાલ સાંભળેલી રીયા અને શ્યામ વાળી વાત...
વેદને અંદરથી હચમચાવી જાય છે.
વધુ આગળ ભાગ 20 માં.