પ્રકરણ 7 : મન નું ચિંતન
લેખક : રવિ પંડયા
મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ ચાલુ કરી તેના લગભગ 6 પ્રકરણો તમારી સમક્ષ પ્રસ્તુત થઇ ચુકયા છે.આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળી રહયો છે. હજી પણ આગળના પ્રકરણોમાં મળતો રહેશે તેવી આશા રાખું છું. હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.
આજનો શબ્દ : અનુભવ
મિત્રો , આજે અનુભવ શબ્દ વિશે થોડી વાત કરવી છે.અનુભવ એ જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે.
એક પંકિત સાથે વાત શરુ કરુ છું.
अनुभव से बडा कुछ हो नहीं सकता
अनुभव से ही जीवन में बदलाव आता है!
અર્થાત : અનુભવ થી મોટી કોઇ વસ્તુ નથી, જીવનમાં પણ અનુભવોના આધારે બદલાવ લાવઈ શકાય છે.
અનુભવ જીવન જીવવાની એક જડીબુટી છે તેમ કહીએ તો પણ ખોટું નથી , અનુભવના આધારે આપણે ઘણું બધું કરી શકીએ છીએ.ચાહે જીવનમાં હોય કે ઘંધામાં વગેરે જગ્યા.
આજની દુનિયામાં તો ખુબ જ જરૂરી છે , તમે ગમે ત્યાં જશો . ત્યાં તમે શું ભણેલા છો , તમે ગણિતના દાખલા આવડે છે કે નહી તે નહી જોવામાં આવે.તમે કોઇ કામનો અનુભવ છે કે નહી તે પહેલા પુછવામાં આવશે.અનુભવના આધારે તમે જગ્યા બનાવી શકશો.
હવે અનુભવ માણસોનું જ દુનિયામાં ચાલશે.જો અનુભવ ના લીધો તો તમારે દુનિયા ની સાથે ચાલવું ખુબ જ અધરુ થઇ જશે. આ માટે અગાઉ થી ચેતી જજો.અનુભવ કે બિના કુછ ચલના મુશ્કેલ હૈ.ઇસ લિયે સંભલ જાઓ.
હવે એક મારા ખુદના થોડા અનુભવ શેર કરુ છું.અનુભવ વગર નું કેવું હોય અને અનુભવ પછી કેવી મજા આવે.
હું જયારે કોલેજમાં નવો નવો હતો , ત્યાર પછીના થોડા દિવસો એક દિવસ યુનિવર્સીટી માં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.પહેલા તો એમ થતું હતું કે ભાગ લવ કે નહી.પછી નકકી કર્યુ કે લેવો છે.બે દિવસ પછી કોલેજના પ્રોફેસર સામે ડિબેટ સ્પર્ધાનું ફોર્મ ભર્યુ.
ફોર્મ ભર્યુ એટલે પ્રોફેસર કીધું કે થોડું મારી સામે બોલો .હું અને મારો સાથી મિત્ર થોડો બોલ્યા.એટલે પ્રોફેસર કીધું કે થોડી મહેનત કરજો.અને તૈયારીઓ કરજો.થોડી તૈયારીઓ ચાલુ કરી.
આખરે હવે તે દિવસ આવી ગયો.સવારે વહેલા ત્યાં ગયાં.અને પછી ત્યાં થોડી વાર બધી પ્રસોસે કરી અને જે હોલમાં સ્પર્ધાનું આયોજન હતું કે કોન્ફરન્સ હોલમાં ગયા.કોન્ફરન્સ હોલમાં ગયા.પહેલા તો બધા જોયું.
સ્પર્ધા શરુ થઇ.ધીમે ધીમે બધાના નામો આવતા ગયા.અમને એમ કે હમણા અમારુ નામ આવશે.હવે જમવાનો સમય થઇ ગયો હતો.જમવા માટે ગયા.જમીને આવ્યા.થોડી વાર પછી મારો અને મારા સાથીનો વારો આવ્યો.
ડિબેટ સ્પર્ધા હતી પણ તેમાં છુટ હતી કે સામ સામ પણ કરી શકો અને એકલા એકલા પણ બોલી શકો.અમે એકલા એકલાનું નકકી કર્યુ.પહેલા મારા સાથી મિત્ર બોલ્યો.તે 5 બોલ્યો.હવે મારો વારો આવ્યો.પહેલી જ વખત હતું કે આટલા બધા લોકોની સામે બોલવાનું થયું.
બોલવાની તૈયારીઓ 6 મિનિટ બોલાઇ તેટલી હતી પણ ત્યાં માત્ર 4 મિનીટ બોલી શકયો.પણ જે મનમાં આવ્યું તે બોલી નાખ્યું.હવે બીજી વાર મોકો કયારે આવે તે નકકી નહોતો.
એક દિવસ કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા હતી.તેમાં ભાગ લીધો.આ વખતે 10 મિનીટ સુધી બોલ્યો.આ પહેલા અનુભવ પર થી શીખ્યો હતો.કે વધુ સમય સુધી બોલી શકાય.અને કઇ રીતે સુધારા કરી શકાય.
મને મારા અનુભવ પર થી શીખવા મળ્યું અને એ અનુભવના આધારે જ વધુ સુધારા કરી શકયો.અનુભવો એ જડીબટી છે.જીવનમાં અનુભવોના આધારે ધણું શીખી શકયો છું અને શીખી રહયો છું.
મિત્રો , આજનું પ્રકરણ કેવું લાગ્યું તે ચોકકસ અભિપ્રાય આપીને જાણાવજો.છેલ્લે સુધી મારી સિરીઝ સાથે જોડાયેલા રહેજો.