કહાની અબ તક: ભાભીના ઘરે ઘનશ્યામ એમની ડિલિવરી ના સમયે આવે છે. તો રાધા શુરૂમાં તો જેને નફરત કરતી હતી એ ઘનશ્યામ ને પ્યાર કરવા લાગે છે! કાલે તો હું ચાલ્યો જઈશ એમ જ્યારે ઘનશ્યામ કહે છે તો રાધા ભૂતકાળ વાગોળવા લાગે છે. એ યાદ કરે છે કે એના કહેવા પર કેવી રીતે ઘનશ્યામ એ સાત મરચાં ખાધા હતા! પડોશમાં રહેતી વૈશાલી ની નજીક પણ ના રહેવા એણે ઘનશ્યામને ધમકવ્યો પણ હતો! પણ ખુદ એણે એનું કારણ ના પૂછી શકવાનો એ અફસોસ કરવા લાગી તો એના માટે એ રાત વધારે જ લાંબી થઇ ગઇ! સવારે ઘનશ્યામ એના માટે બ્રશ અને કોફી લઈ ને આવ્યો તો એણે એણે પૂછી જ લીધું કે તારા દિલ માં કોણ છે, ઘનશ્યામ એ પણ એના પ્યાર નો ઈઝહાર કરી દીધો! બંને માટે આ બહુ જ ખૂબસૂરત અને યાદગાર સમય સાબિત થયો હતો! બંને સાથે સમય વિતાવતા. એવા જ એક સમયે આંસુભરી આંખે રાધા એ ઘનશ્યામ ને એણે છોળીને ના જવા કહે છે!
હવે આગળ: "એક ખાસ વાત... જ્યારે હું અને ભાભી ચાલ્યા જઈએ ને તો તારા ફેવરાઇટ તકિયા નીચે જોજે! ઇટ્સ આ સરપ્રાઇઝ!" ઘનશ્યામે એની આંખોમાં આંસુ લૂછતાં કહ્યું. "અને ત્યાં સુધી તારે એક આંસુ પણ નથી કાઢવાનો, ઓકે!" એણે ઉમેર્યું.
"અરે તું જાઉં છું... હવે રડવા પણ નથી દેવું! મરચા શું ખવાડયા તું તો જો!" એણે ફરિયાદ કરી.
"હવે મરચા ખાઈશ ને તો તને જ યાદ કરીશ!" ઘનશ્યામે હસતા હસતા કહ્યું.
બંને નીચે ગયા... કાર પણ આવી ગઈ હતી. આખુંય પરિવાર આજે બહુ જ ઉદાસ લાગતું હતું! ઘનશ્યામ તો બધા ને બહુ જ ગમી ગયો હતો.
"મમ્મી દવા લેવાનું ભૂલતા ના... પપ્પા તમે બાઈકને ઓછી રેસ આપીને ચલાવજો... રાધુ... તું પ્લીઝ મરચા ખાજે... એવું ના હોય કે તું હવે મરચા જ ના ખાય!" ઘનશ્યામ ના અવાજમાં ફિકર, યાદ અને ઘણું બધું હતું.
પાણીના લીટા ની જેમ રસ્તા પર કાર ચાલી ગઈ. બધા જ પોતાના ઘરમાં ચાલ્યા ગયા. બેડ રૂમમાં આવીને તકિયા નીચે જ્યારે એણે જોયું તો એણે બહુ જ મોટો ઝટકો લાગ્યો એ એના અને ઘનશ્યામ ના મેરેજની કંકોત્રી હતી! આવતા જ મહિને એમની સગાઈ હતી!
"અરે આટલી જલ્દી... આટલી બધી તૈયારી કોને કરી?!" એ વિચારી જ રહી હતી કે એની મમ્મી, પપ્પા અંદર આવી ગયા.
"અમને ઘનશ્યામે જ તમારા વિશે ક્યારનું જ કહી દીધું હતું! બધી જ તૈયારી થઈ ગઈ છે! અને આજ કાલના જમનામાં છોકરા ઓ કેવા હોય છે?! ઘનશ્યામ ને તો આપને કેટલી સારી રીતે જાણીએ છીએ! અમને તો એ પહેલેથી જ પસંદ હતો! આથી અમે આ બધી તૈયારી પણ કરી દીધી!" રાધા ના પપ્પા બોલી રહ્યા હતા.
"ઓહ વાહ... બહુ ડાહ્યો... કેવી મસ્ત સરપ્રાઇઝ આપી... કૉલ કરવા દે... હું પણ એણે સરપ્રાઇઝ આપુ!" કહી એણે ઘનશ્યામ નો કૉલ ડાયલ કર્યો.
"અરે યાર... શું હતું એ કાગળ માં મે તો એણે ફાડીને ફેંકી દીધો! કઈક જરૂરી તો નહોતું ને?!" રાધા એ તો એણે જ ઝટકો આપ્યો.
"અરે પાગલ, એક વાર જોવું તો હતું કે એમાં શું છે!" ઘનશ્યામ એ અફસોસ કરતા કહ્યું.
"હા... વાંચ્યું ને કાગળ હજી મારા દિલ પર જ લગાડેલો છે! કઈ પળે તુંયે બધા ને કંવેન્સ કર્યા મને તો કઈ કહ્યું પણ નહી... બહુ જ છૂપો રૂસ્તમ છું તું તો!" એ બોલી રહી હતી.
"હા... તો... જો હવે આપના મેરેજને બહુ દિવસ નહી તું મમ્મી પપ્પા નું ખાસ ધ્યાન રાખજે... હવે એ કઈ તારા એકલા જ મમ્મી પપ્પા નહી... મારા પણ છે!" ઘનશ્યામ એ કહ્યું.
"સારું... બીજું કંઈ?!" રાધા એ ડાહ્યું થતાં કહ્યું.
"બીજું એ કે તું તારો ગુસ્સો મરચા પર ના કાઢતી... ખાજે મરચા... પેલા દિવસ જે થયું એ ભલે થયું! પણ હવે ખાજે તું!" ઘનશ્યામે કહ્યું.
"સારું... સારું... બીજું કંઈ!?!" રાધા એ કહ્યું.
"બીજું એ કે... તમારી બધાં ની બહુ જ યાદ આવશે... સ્પેશિયલી તો તારી... યાર! મિસ યુ, રાધુ!" ઘનશ્યામ બોલ્યો.
"સેમ યાર... મિસ યુ ટુ!" રાધા એ પણ કહ્યું.
(સમાપ્ત)