Rudra nandini. - 11 in Gujarati Fiction Stories by BHAVNA MAHETA books and stories PDF | રુદ્ર નંદિની - 11

Featured Books
Categories
Share

રુદ્ર નંદિની - 11


પ્રકરણ 11

નંદિનીને મમ્મી પપ્પાની આ વાત કાંઈ સમજાઈ નહી , એને થયું કે ચા બનાવીને એવી તે કઈ મોટી ધાડ મારી કે મમ્મી પપ્પા આમ emotional થઈ ગયા.

એમનું મન બીજે લગાવવા નંદિની બોલી .. " મમ્મી એક વાત કહું માનીશ....?"

" બોલ બેટા....! શું વાત છે....?"

" મમ્મી..... મારી એક્ઝામ હજુ હમણાં જ પૂરી થઈ છે, અને રિઝલ્ટ આવતા પણ હજુ ઘણી વાર લાગશે, પછી એડમિશનની પ્રક્રિયામાં પણ ઘણો બધો ટાઈમ જતો રહેશે .....હું ત્યાં સુધી ઘરે કંટાળી જઈશ તું મને કાઈ કામ પણ કરવા નથી દેતી...."

" તો...?"

" તો મમ્મી . ..હું એમ કહું છું કે મને ચા બનાવતા તો આવડી ગઈ ....આવડી ગઈ ને....?"

"હા ....તો....?"

" તો મમ્મી... મને લાગે છે કે ઘરેે બેઠા બેઠા બોર થઈ જવાય ,એના કરતા હુંં કાલથી તને ઘરના બધા જ કામમાં મદદ કરીશ. અને ખાસ તો કિચનમાં...."

" કિચનમાં ....?" ધનંજય બોલ્યો.....

" ના નંદિની ... ક્યાંક દાઝી -બાઝી જવાય તો ....? એક કરતા બે થઈ જાય... આપણે કાંઈ નથી કરવું કામ - બામ .....સુભદ્રા નંદિની
ની પાસે કશું જ કામ કરાવતી નહીં એને ક્યાંક વાગી ગયું તો.....?"
" પણ પપ્પા... મને ગમે છે આ બધું....!! મારે પણ મમ્મી જેવું જ જમવાનું બનાવતા શીખવું છે ,કે બધા આંગળીઓ ચાટતા રહી જાય.... મને શોખ છે કિચનનું કામ કરવાનો , અને મમ્મી તું છે ને ....મને ઘરના બીજા બધા કામ પણ આ વેકેશનમાં શીખવી દેજે . પછી તો મારે કોલેજ ખુલશે એટલે ટાઈમ નહિ મળે ,એના કરતા અત્યારે જ બધુ શીખી લેવું... કેમ ખરું ને....?"

" પણ ......" ધનંજય બોલવા જતો હતો ત્યાં વચમાં સુભદ્રા બોલી...

" Ok.... શીખવી દઇશ પણ તે માટે તારે વહેલા ઉઠવું પડશે....."

"હા મમ્મી.... કેટલા વાગે ઉઠી જાઉં.....?"

" છ વાગે....."

" Ok. હું રાતના alarm મૂકીને જ સુઈ જઈશ...."

" Ok... તો કાલથી તારા બધા જ ક્લાસીસ આ સુભદ્રા મેડમ લેશે...." એમ કહીને સુભદ્રા હસી.

" I love you mom ...." બોલતા બોલતા નંદિની સુભદ્રાના ગળે બાજી પડી....

ધનંજય એ વખતે તો કાંઈ વધારે બોલ્યો નહીં ,પરંતુ રાત્રે તેને વિચારતો જોઈને સુભદ્રા બોલી...

" શું વિચારો છો ધનંજય....?"

" તને ખબર છે , તો પછી શું કામ પૂછે છે...?"

" ઓ હો .... તો સાહેબ હવે ગુસ્સામાં પણ છે.... ? અને એ પણ ઘરે આવ્યા પછી.....?"

" સુભદ્રા હું મજાકના મૂડમાં બિલકુલ નથી . તનેેે ખબર કે આ રસોઈ ના ચક્કરમાં નંદિની ક્યાંક દાઝી ગઇ તો .....? તેને કંઈ વાગી ગયું તો.....? મારી નંદિની ફૂલ જેવી કોમળ છે .એનેેે આ બધું કાંઈ જ કામ નથી શીખવવું મારે....."

" ધનંજય .....તમે તો એવી વાત કરો છો કે જાણે નંદિનીને આખી જિંદગી તમારી પાસે જ રાખવાની હોય....?"

" હા તો .....? રાખવાની જ છે ને મારી પાસે , તારે ક્યાં મોકલવાની છે મારી નંદિનીને મારાથી દુર....?"
સુભદ્રા સામુ જોઇને ધનંજય બોલ્યો... અને એના મગજમાં એકદમ કાંઈક વિચાર આવ્યો હોય ,એમ ઝબકીને બીજી વાર બોલ્યો...

" એક મિનિટ સુભદ્રા તું નંદિનીને ક્યાંક હોસ્ટેલમાં મૂકવાનું તો નથી વિચારતી ને....?"

" કેવી વાતો કરો છો તમે ધનંજય ....? હું નંદિનીને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી પણ કેવી રીતે શકું તે પણ મારાથી દૂર કરીને.....?"

" તો તારો હમણાં કહેવાનો મતલબ શું હતો કે .....'આખી જિંદગીતમારી પાસે રાખવાના હોય ....'એમ તું કેમ બોલી હતી .....?ક્યાંં જવાની છે નંદિની.....? આપણી પાસે તો રહેવાની છે હંમેશા...."

" ના નથી રહેવાની આપણી પાસે હંમેશા ધનંજય ...…!!!" એમ કહેતાંં હવે સુભદ્રાની આંખોમાં આંસુ આવી ગયા....

ધનંજય સુભદ્રા ની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો.

" તમે જ તો હમણાં કહ્યું ને ધનંજય....? કે આપણી નંદિની હવે મોટી થતી જાય છે....

" હા તો....? સાચી જ વાત છે ને.....?"

" ધનંજય... દીકરીઓ મોટી થતી જાય એટલે હવે એ આપણી પાસે હવે થોડો સમય જ રહેવાની છે .....એમ સમજવું રહ્યું..."

" કેમ......?"

" ઓહો ધનંજય.... તમે તો સાવ બુદ્ધુ જ છો...! નંદિનીને આપણે પરણાવીને સાસરે નહીં મોકલવી પડે.....?"

" હા તો પરણાવી શું ને ....! આપણે ધામધૂમથી લગ્ન કરીશું એના મનપસંદ છોકરા જોડે .....! પણ હું એને સાસરે નહીંં મોકલુ....."

સુભદ્રા હવે એકદમ હસી પડી.

" કેમ હસે છે .....?એમાં હસવા જેવું શું છે ....?મારે નથી મોકલવી મારી દીકરીને મારા ઘરેથી બીજે ક્યાંય....!!!"

" કેમ...? હું નહોતી આવી ધનંજય તમારી સાથે લગ્ન કરીને તમારા ઘેર....?"

" મારા ઘરે સુભદ્રા .....?આ તારું ઘર છે....!!!"

" હું પણ એમ જ કહેવા માંગુ શું ધનંજય ...કે લગ્ન પછી દીકરીઓનું ઘર એના પતિના ઘર કરતાં એનું પોતાનું વધારે બની જાય છે. પણ એક વાત ચોક્કસ છે કે હો કે ભલે દીકરીઓ લગ્ન કરીને માતા-પિતાને ઘરેથી પતિના ઘરે જાય, પણ ઊલટાનો લગ્ન પછી એનો સંબંધ એના મમ્મી પપ્પા સાથે ,અને પિયર ના બીજા સભ્યો સાથે વધારે મજબૂત.... અને અતૂટ બની જાય છે ...માતા-પિતાના હૃદયમાં કે એના ઘર માં દીકરી નું સ્થાન જે પહેલા હોય છે ,એ જ લગ્નન પછી પણ રહેતુ હોય છે....

" ધનંજય ભલેેે નંદિનીને આપણે પરણાવીને સાસરે વળાવીએ ...પણ આપણા દિલમાં.... આપણા ઘરમાં.... હંમેશા એનો અહેસાસ.... એની લાગણીઓ ..અને એનો પગરવ સંભળાતો રહેશે ....અને એ એટલો બધો અતૂટ અને મજબૂત ડોર થી બંધાયેલો હશે ને કે આપણને લાગશે જ નહીં, કે તે આપણી સાથે આપણા ઘરમાં નથી...."

" તારી વાાત સાચી છે સુભદ્રા..."

" એટલે જ એને અત્યારે સમય છે અને શીખવાનું મન પણ છે ,તો ભલેે ને શીખતી ....એને જ કામ લાગશે..."

" સુભદ્રા હવે છે ને આપણે ભગવાનનેે પ્રાર્થના કરવાની કે..... નંદિનીને ખુબ જ ઝડપથી મોટી ના કરો પણ ધીમે ધીમે કરો...."

અને સુભદ્રા એના ચહેરા સામુ જોઇને ધનંજયને વળગી પડી.

આમજ દિવસો વીતવા લાગ્યા. નંદિની રોજ સુરતમાં વિડીયો કોલ કરતી અને એના બધા ફ્રેન્ડસ ને પોતાની બનાવેલી રસોઈ બતાવતી .....અને વાતો કરતી .હવે તે અમદાવાદ માં એડજસ્ટ થતી જતી હતી...

એક દિવસ સુભદ્રા એ નંદિનીને કહ્યું...." બેટા નંદિની ....આ જો તો તારા જુના સામાનમાંથી આ પાઉચ મળ્યું છે....!!!"

" શું છે મમ્મી .....? લાવ તો જોઈએ..."

" આ રહ્યું ....લે જોતો શું છે એમાં....."

નંદિની એ સુભદ્રા એ આપેલુ પાઉચ ખોલીને જોયું, અને એ જોતી જ રહી ....

"શું છે નંદિની....? સુભદ્રા એ નજીક આવીને પૂછ્યું..... અરે....!!! આ તો એકમુખી રુદ્રાક્ષ છે હે ને નંદિની ....? તારી પાસે ક્યાંથી આવ્યો .....? અને આ તો ઓરીજનલ એકમુખી છે ...!! ખુબજ દુર્લભ છે આ રુદ્રાક્ષ....!!!"

" હા મમ્મી.... જ્યારે પપ્પા બદરી કેદાર ની યાત્રાએ ગયા હતા ,ત્યારે ત્યાંથી મારા માટે લાવ્યા હતા. મમ્મી એને મઢાવીને મને પહેરાવવાનું કહેતી હતી. પણ ત્યાં તો ...."અને નંદિની ની આંખમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી .પાછો એની સામે એનો ભૂતકાળ અને એ ઘટના તાજી બની ગઈ .....

" Sorry ....નંદિની .... હું ક્યાં થી વળી આ જૂનો સામાન ફંફોસી ને આ પાઉચ લઈ આવી, મને એમ કે વધારાનો બધો સામાન જવા દઉં તે ઘરમાં જગ્યા થાય..... એટલે આ બધું ખોલીને બેઠી ....એમાં મેં મારી નંદિની નું દિલ દુખાવ્યું ....I am sorry....." બેટા.....

" નહીં મમ્મી, સારું થયું..... હુંં આ રુદ્રાક્ષ ક્યારનીય શોધતી હતી પણ મને મળતો જ ન હતો.... પપ્પા મમ્મી ની યાદ તરીકે એ હવે મારી પાસે રહેશે... એ બહાને એમના આશીર્વાદ પણ હંમેશા મારી સાથે રહેશે...." thank you mummy , and please don't say sorry ok.....?"


" સારુ. પણ આ રુદ્રાક્ષ અત્યારે લાવ તને થોડા દિવસો પછી સારું મુહર્ત જોઈનેઅને આની પૂજા વિધિ કરાવીને પહેરાવીશ...."

" સારુ મમ્મી લે..."

સુભદ્રાએ રુદ્રાક્ષ લઈને કંઈક વિચાર કર્યો અને અંદર ચાલી ગઈ.

હવે તો ટ્વેલ્થ નું રીઝલ્ટ પણ આવી ગયું હતું , અને નંદિનીએ એડમિશન માટે અમદાવાદની કોલેજોમાં જ ફોર્મ પણ ભરી દીધું હતું .નંદિની ની ઈચ્છા એન્જિનિયર બનવાની હતી .તેણે lT એન્જિનિયર માટે ફોર્મ ભર્યું હતું....

*. *. *.


રુદ્ર અને વીર બંને આજે ખુબ જ ખુશ હતા .તેમના ગૃપમાં બધા નું રીઝલ્ટ ખુબજ સારું આવ્યું હતું ,તેથી બધાને એક જ કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું .બધાએ ગ્રુપ છુટુ ન પડી જાય એટલેેે, IT એન્જિનિયરિંગ મા જ એડમિશન લેવા માટે ફોર્મ ભર્યું હતું .બધાએ કોલેજ પણ એક જ પસંદ કરી હતી ,અને આજે એ બધાને એક જ કોલેજમાં એડમિશન મળી ગયાનો મેસેજ પણ આવી ગયો હતો.

નવરંગપુરા..... બિલકુલ ગુજરાત કોલેજ ની સામે આવેલી વિશાળ બિલ્ડીંગ એટલે એલ ડી એન્જિનિયરિંગ ....કોલેજ ....હા બધાને આજે આ કોલેજમાં પહેલો દિવસ હતો....!!! કોલેજ નો પહેલો દિવસ હતો....!! હવે તેઓ મોટા થઈ ગયા હોવાથી ,ભણવાની સાથે સાથે કોલેજ લાઈફ પણ પૂરેપૂરી એન્જોય કરી લેવા માંંગતા હતા....

અભિષેક અને શાંતનું તો કોલેજ જવાના નામ માત્ર થી excited થઈ ગયા હતા .કોલેજ ની લાઈફ.... કોલેજનું એકદમ બોલ્ડ... અને બ્યુટીફૂલ ....વાતાવરણ .....અને કોલેજની બ્યુટીફૂલ ગર્લ્સ..... wow મજા આવશે નહીં અભિ.....!!!?" શાંતનુ બોલ્યો....

વિરેને શાંતનુ ના માથામાં ટપલી મારી રહ્યું .કોલેજમાં રખડવા નથી જવાનું ,અને આ તો એન્જિનિયરિંગ કોલેજ છે ....કોલેજમાંં મજા લેવાની સાથે સાથે ,ભણવા માટે પણ તૈયાર રહેવું પડશે .નહીંતર અમારા તો ઠીક.... પણ તમારા બંનેના બાપા ઓ તમને બીજા જ દિવસે કોલેજમાંથી ઘરનો રસ્તો બતાવી પોતાના ધંધા ઉપર બેસાડી દેશે.

" હા અલ્યા..... આ વાત પણ સાચી છે હો વિરેન .....!!! સાલુ આવું થાય તો તો ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું થાય નહીં......!!?" શાંતનુ મોં બનાવીને બોલ્યો.... અને બધા boys હસી પડ્યા...

" Hi ....guys ....હવે બધી ગર્લ્સ આવી અને તેમની પાસે ઉભી રહી ગઈ.

" Hi......." બધા એક સાથે બોલ્યા....

હમણાં ઘણા દિવસોથી મળ્યા ન હોવાથી વિરેન તો ઈશિતાને જોઈ જ રહ્યો .ઈશિતા પણ હવે કોલેજમાં જવાનું હોવાથી કોલેજીયન ગર્લ્સ જેવી જ તૈયાર થઈને આવી હતી .અને આવું જ બીજી બધી ગર્લ્સનું હતું ...વિશ્વા... સ્વાતિ અને પ્રિયા.... પણ ખુબજ હોટ એન્ડ બોલ્ડ લાગી રહ્યા હતા......

" સ્વાતિ ....હું તારા ઘર પાસેથી જ આવ્યો મને શું ખબર નહીંતર તને પીક અપ કરી જાતને...!!!'

શાંતનુ સ્વાતિ સામે જોઇને બોલ્યો .તેની નજર સ્વાતિ ઉપરથી હટવાનું નામ નહોતી લેતી .વિરેન ...રુદ્ર ....અને અભિષેકે.... નોટિસ કર્યું વિરેન બોલ્યો...

" અલ્યા શાંતનુ....તુ તો કોલેજ ના બોલ્ડ ....એન્ડ બ્યુટીફુલ... વાતાવરણની મજા માણવા નો હતો ને ....? તો ચાલ જઈએ બ્યુટીફૂલ વાતાવરણ ને માણવા....."

શાંતનુ ને વિરેન ઉપર ગુસ્સો આવ્યો , " સ્વાતિ ની સામે આ બધું બોલવાની શું જરૂર હતી ....? એક તો સ્વાતિ આમ પણ મને બહુ ભાવ નથી આપતી... અને જો કાંઈ ઉંધુ સમજી લેશે તો....? તેણે તરત જ વાતને ફેરવી નાખી .

" હું ક્યાં કાંઈ એવું બોલ્યો...? હું નહીં આ અભિષેક બોલ્યો હતો.... તને કેમ એવું લાગ્યું કે હું બોલ્યો વિરેન....?" શાંતનુ ને બચવા માટે ખોટું બોલતો જોઈને બધા હસવા લાગ્યા ....ગર્લ્સ પણ....

" કાવ્ય નથી આવ્યો ....? એની પણ આજ કોલેજમાં એડમિશન મળ્યું છે ને .....?તો પછી દેખાતો કેમ નથી....?"

" એને છે ને પ્રિયા..... બરોડામાં પોતાનું એડમિશન ચેન્જ કરાવી દીધું...." વીરે એને કહ્યું.....

" બરોડા ....? કેમ અચાનક....?"

" હા.... એ પહેલા પણ તો ત્યાં જ ભણતો હતો ને ....? આવી ગઈ હશે બરોડાની ગર્લ્સ ની યાદ ...! એટલે એ હવે ત્યાં જ એન્જિનિયરિંગ કરશે.... " રુદ્ર પણ બધાની સાથે મળી ગયો...

પ્રિયા નો મૂડ ઓફ થઈ ગયો.

" Hi.... guys ..." દૂરથી હાથ લાંબો કરીને બોલતો બોલતો કાવ્ય આવતો દેખાયો ...તેણે બધાને દૂરથી જ હાઈ કર્યું હતું...

પ્રિયા કાવ્ય ને જોઈ રહી. એને ખબર પડી ગઈ કે બધા તેની ફિરકી લેતા હતા .તેણે બધાની સામે ગુસ્સાથી જોયું અને બીજા બધા " ઓ....હો...." કહીને હસવા લાગ્યા... પ્રિયા નો ગુસ્સો શરમ માં ફેરવાઈ ગયો... બધાને તેણે મોં ઉપર આંગળી મૂકી ચૂપ થવાનો ઈશારો કર્યો... બધા એકદમ સિરિયસ થઇ ગયા...

" કેમ બધા મારા આવવાથી અચાનક ચૂપ થઈ ગયા...? હમણાં તો મહેફિલ જામી હતી...!!" કાવ્ય બોલ્યો...

" અમને તો પ્રિયાએ ચુપ થવાનું કહ્યું... એટલે..!!"

" પ્રિયા એ ....? કેમ...?"

કાવ્ય એ પ્રિયા સામુ જોયું અને બધા પાછા હસી પડ્યા, અને એકબીજાને તાળીઓ આપવા લાગ્યા.

કાવ્યને કાંઈ સમજ ના પડી કે આ બધું શું ચાલી રહ્યું છે ...? વાત શું છે...?

" ચાલો આજે પહેલો દિવસ છે , તો ક્લાસમાં નથી જવું ..." રુદ્ર બોલ્યો...

બધા નસીબદાર પણ કેટલા હતા....!!! કે કોલેજ તો એક જ મળી... પણ આ બધાનો ક્લાસ પણ એક જ હતો...

" હા ચલો જઈએ...." સ્વાતિ બોલી.

ક્લાસમાં પહેલો દિવસ હોવાથી ભણાવવાનું કાંઈ ખાસ નહોતું .બધા લેક્ચર એટેન્ડ કર્યા પછી બહાર આવ્યા..઼

" ચાલો કેન્ટીનમાં જઈએ ....."વિરેન બોલ્યો.

" હા guys.... ચાલો કંઈક ખાઈએ બહુ ભૂખ લાગી છે ....." અભિષેક પેટ ઉપર હાથ ફેરવતો બોલ્યો...

બધા કેન્ટીનમાં ગયા." શું ખાઈશું....." કાવ્ય એ પૂછ્યું...

" સેન્ડવીચ ....ચીઝ સેન્ડવીચ ...ખાઈ શું બધા....?" પ્રિયા બોલી...

રુદ્ર એ બધા માટે ચીઝ સેન્ડવીચ નો ઓર્ડર આપ્યો.

શાંતનુ અને અભિષેકનું ધ્યાન ખાવામાં ઓછું .....અને કેન્ટીનમાં ટેબલ પર બેઠેલી બીજી બધી કોલેજ ગર્લ્સ ઉપર વધુ હતું....

વિરેને રુદ્રને ઈશારો કર્યો અને બંને જણા હસવા લાગ્યા .રુદ્ર એ બિલનું પેમેન્ટ કર્યું , પછી બધા બહાર નીકળ્યા ...ગ્રાઉન્ડમાં કોલેજના સિનિયર્સ ઉભા હતા ,અને નવા ફ્રેશર્સ ની ઉભા ઉભા ફિરકી લેતા હતા ...રુદ્ર અને તેનું ગ્રુપ તો આજે હજી સુધી આ ફ્રેશર્સ ની હડફેટે નહોતું ચડ્યું... પણ ખબર નહીં કે કાલે શું થશે...?

આમ આજનો દિવસ તો કોલેજનો પૂરો થયો... બધાને ખરેખર ખુબ જ મજા આવી. કોલેજ છૂટ્યા પછી બધા ઘરે જવા નીકળ્યા ...બધા boys બાઈક લઈને આવ્યા હતા... શાંતનુ તો કોલેજ છૂટવાની જ રાહ જોતો હતો એણે સ્વાતિને કહ્યું....

" સ્વાતિ... ચાલ તને ઘરે મૂકીને હું જતો રહીશ .... જો તને કાંઈ પ્રોબ્લેમ ના હોય તો....?

" થેન્ક્સ શાંતનુ ...પણ હું જતી રહીશ.

સ્વાતિની ના સાંભળીને શાંતનુ નો મૂડ ઓફ થઈ ગયો.

" અરે સ્વાતિ ....અત્યારે ક્યાં ઓટોમાં જઈશ , જાને શાંતનુ નું ઘર પણ તારા ઘર બાજુ જ છે તો બેસી જા ને બાઈક ઉપર ...." અભિષેકે કહ્યું.

સ્વાતિ એક થોડો વિચાર કર્યો અને કહ્યું,

" Ok...."

" વીર તું મને ઘરે ડ્રોપ કરી દઈશ...?" ઈશિતા ના આમ પૂછવા પર તો વિરેન થોડીવાર ચક્કર જ ખાઈ ગયો , એને થયું કે કદાચ ઈશિતા ભૂલથી રુદ્ર ની જગ્યાએ મારું નામ બોલી ગઈ છે...

" તે મને કહ્યું ઈશિતા....?!!"

" તો તારું નામ વીર નથી....?"

" હા છે ને...."

" મેં વીર ને કહ્યું ..એટલે તને જ તો કહ્યું.. કેમ આવો ધડ માથા વગરનો સવાલ પૂછે છે...???"

વીર ને તો પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો આવતો કે ઈશિતા એ એને કહ્યું.

"Ok... હું બાઈક લઈને આવું છું ..."

" કાવ્ય ચલ ....મને ડ્રોપ કરી દે...." પ્રિયા બોલી..

"ઓય ...? તું રિક્વેસ્ટ કરે છે કે ઓર્ડર આપે છે...?"

બાઇક લઇને આવેલા કાવ્ય પાસે જઈને પ્રિયાએ આમ કહ્યું ....અને કાવ્યના જવાબની રાહ જોયા વિના જ તે બાઈક ઉપર બેસી ગઈ.

" ઓર્ડર આપું છું ઓકે....? ચાલ હવે ડાહ્યો થયા વગર...

" બાપ રે ....આ છોકરી નો ત્રાસ તો દિવસે ને દિવસે વધતો જાય છે...!!!"

" Ok guys ....તમે લોકો જાઓ હું ઓટો લેવા બહાર નીકળું...." વિશ્વા બોલી..

" કેમ ઓટોમાં....? હું તને ડ્રોપ કરી દઉં છું .ચાલ બેસી જા પાછળ ...."અભિષેકે કહ્યું..

"No thanks ...અભિ હું જતી રહીશ.."

વિશ્વાએ આજે તેને પહેલીવાર અભિ કહીને બોલાવ્યો... એ અભિષેકે નોટિસ કર્યું ...અને એને ગમ્યું પણ ખરૂં વિશ્વાના મોઢામાંથી પોતાનું ' અભિ ' એવું ટૂંકું નામ...

" ડોન્ટ વરી વિશ્વા હું છોડી દઉં છું ને તને તારા ઘરે. ? વેઇટ હું બાઈક લઈને આવું... અને અભિ પાર્કિંગ એરિયામાંથી બાઈક લઇને આવ્યો ....વિશ્વા અભિષેક ની પાછળ બેસી ગઈ અને બધાએ બાઈક મારી મુકી...

હવે રુદ્ર પણ પોતાની બાઇક લઇને નિકળ્યો .એને આજે ગમ્યું કે ઈશિતાએ તેના બદલે વિરેનને ડ્રોપ કરવા કહ્યું ....તે વિરેન માટે ખૂબ જ ખુશ થયો....

વિરેન ચૂપચાપ બાઇક ચલાવી રહ્યો હતો. ઈશિતા વીર ને વાતો કરાવવાની કોશિશ કરવા લાગી....." વીર કેવો લાગ્યો તને કોલેજનો આ પહેલો દિવસ....? મને તો ખૂબ જ મજા આવી...."

વિરેન માટે તો આજનો દિવસ , ઈશિતા ના પોતાની બાઈક માં સામેથી આવીને બેસવા થી જ જાણે કે સોનાનો બની ગયો હોય એવું લાગ્યું....!!!

" મસ્ત... મને પણ મજા આવી.. સરસ કોલેજ છે ...ભણવાની પણ મજા આવશે...."

" હા યાર ...એ તો છે જ..."

આમ વાતો કરતા-કરતા રસ્તો કપાતો ગયો... અને ઈશિતા નુ ઘર આવી ગયું ....."ઘરે નથી આવવું....?" ઈશિતા એ વિરેનને કહ્યું.

" ના ..પછી ક્યારેક આવીશ...."

" મમ્મી પપ્પા તને મળીને ખુશ થશે.... ચાલને કોફી પીને જતો રહેજે.."

" પછી ચોક્કસ આવીશ ઈશિતા... અત્યારે નહીં..."

" વિરેન ને આજે ઈશિતા ની અંદર આવેલા આ બદલાવને જોઈને હવે ખૂબ જ uncomfortable ફિલ્મ થતું હતું . હા એ જરૂર ઈચ્છતો હતો કે ઈશિતા એના તરફ વળે ...પણ એ આમ અચાનક જ થશે એવું ક્યારેય નહોતું વિચાર્યું.... ઈશિતા તરફથી પોતાને મળતું આટલું બધું attention હવે તેનાથી સહન નહોતું થતું ...એને થયું કે હું જલ્દી અહીંયાથી નીકળી જાઉં....

એણે બાઇક સ્ટાર્ટ કરી અને બોલ્યો...." ok bye કાલે મળીએ ...કોલેજમાં...."

"Ok bye... વીર....." ઈશુ એ વીરને રોક્યો.... એક મિનિટ વિરેન...."

" હા બોલ...."

" વિરેન તું આ બાજુથી જ કોલેજ જાય છે તો કાલે મને પીક અપ કરતો જઈશ....? ઈન ફેક્ટ રોજ ....જો તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો....?"

" મને શું પ્રોબ્લેમ હોય ઈશિતા....? તારે આવવું હોય તો હું ચોક્કસ તને કોલેજ જતી વખતે પીક અપ કરતો જઈશ..."

" Ok.... તો હું કાલે તને અહીંયા જ મળીશ... તું નીકળે એટલે મને મેસેજ કરજે...."

" મેસેજ ...? શ્યોર પણ તારો નંબર નથી મારી પાસે....."

ઈશિતા એનો નંબર ફટાફટ બોલી અને જતી રહી....

વીરે પોતાનો મોબાઈલ કિસ્સામાંથી કાઢ્યો અને ઈશિતાનો નંબર સેવ કર્યો ....એને આજે ઈશિતા નું બિહેવિયર વિચિત્ર લાગ્યું....


મિત્રો શું લાગે છે તમને.... ઈશિતા કેમ અચાનક વિરેન તરફ ઢળી....? એમનો આજનો દિવસ તો સરસ રહ્યો પણ કાલે શું થશે....? શું તેઓ સિનિયર્સની મજાક મસ્તી થી બચી જશે ....?કે એમની મજાક મસ્તી નું ટાર્ગેટ બનશે .....?જાણવા માટે વાંચો " રુદ્ર નંદિની " નો આગળ નો ભાગ....

ક્રમશઃ....

Hello friends

મારી આ નવલકથા " રુદ્ર નંદિની "નું આ પ્રકરણ તમને ગમ્યું હોય તો મને વધારે ને વધારે રેટિંગ આપી મારો ઉત્સાહ વધારો ...જેથી હું હજુ પણ વધારે સારુ લખવાનો પ્રયત્ન કરું...

આ નવલકથામાં આવતા બધા જ પાત્રો, તેમના નામ ,સ્થળ ,સમય ,જાતિ, ધર્મ, સ્વભાવ ,સંપ્રદાય ,હોદ્દો ,પરંપરા કે ઘટનાઓ બધું જ કાલ્પનિક છે .તેમને કોઈપણ ધર્મ, જાતિ, નામ ,સ્થળ ,સમય, સંપ્રદાય, સ્વભાવ , હોદ્દો, પરંપરા, ઘટનાઓ કે કોઈપણ સમુદાય પ્રત્યે વ્યક્તિગત સંબંધ નથી. અને જો કોઈને એવું લાગે ,તો તે એકમાત્ર સંજોગ છે .લેખિકાનો આની સાથે કોઈ જ વ્યક્તિગત સંબંધ નથી....

BHAVNA MAHETA