આજે મિલાપ ભાઈ અને રાધા ના ઘર રાધે આલાપ નિવાસ ના ખૂબ જ ચહલપહલ મચી ગઈ હતી . શહેર ના ખૂબ જ પોશ વિસ્તારમાં આવેલા આ આવાસ માં શહેર ના મોટા ગણાતા માથાઓ મબલખ રીતે ઉમટી પડ્યા હતાં . આટલા અમીર માણસ સાથે સારા સંબંધો જાળવવા માટે બધાય ઍક થી ઍક ચડિયાતા દરજ્જા ની ભેટ લાવી રહ્યા હતા .
શહેર ના મેયર , રાજકીય પક્ષો ના હોદેદારો અને અગ્રણીઓ તથા માનનીય નેતાઓ , કેટલાય મોટા ગજાના ઉદ્યોગપતિઓ આવા તો કેટલાય મુરબ્બીશ્રીઓ કીડીના રાફડા ની જેમ પ્રવાહિત થઈ રહ્યા હતા . ઘર ની બહાર તો કેટલાયે એમ્બેસેડર ગાડી નો ખડકલો થઇ ગયો હતો .
મિલાપ ભાઈ ના જીવન નો કદાચ આ માઈલસ્ટોન હતો જેમાં એમને એક ઝાટકે ૪ કંપનીઓ ને ટેકસટાઇલ ના બિઝનેસ માંથી તડીપાર કરી અને પછી એમને ખરીદી લીધી . શહેર માં હવે પટેલ અને સન્સ એક ખૂબ જ નામચીન અને પ્રખ્યાત કંપની બની ગઈ હતી જેની ઉપર ગ્રાહકોનો સંપૂર્ણ વિશ્વાસ હતો .
કંઇ જ ન બન્યું હોય એમ મિલાપ ભાઈ તો એના આલીશાન બંગલાના લોન માં આરામથી કોઈ જ તરખાટ વગર સંપૂર્ણ સ્વસ્થતા થી લટારો મારી રહ્યા હતા .
૨૦૦૦ વાર ના આ બંગલા ના આંગણ માં મહેમાનો ની આગતાસ્વાગતા માટે નોકરો નું આખું જૂથ આમથી તેમ દોડાદોડી કરી રહ્યું હતુ . આવેલા બધા આગંતુકો મિલાપ ભાઈ સાથે હાથ મિલાવીને પોતાનું અહોભાગ્ય સમજી રહ્યા હતા .
આજ સમયે શાંત જણાતી જગ્યા માં એક શખ્સ નું આગમન થયું જેને બધા જ ઓળખતા હતા પણ એની આખો માં નજર મેળવવાની અહીંના મોટા ગજાના નેતા નું હિંમત પણ નહોતી . કોઈનીયે દરકાર કર્યા વિના એ શખ્સ
સીધો મિલાપ ભાઈ પાસે પહોંચી ગયો .
" આવ વસીમ , એન્જોય ધ પાર્ટી "
મિલાપ ભાઈ એ એની મહેસાણી લઢણ ની ગુજરાતી માં આદેશ કર્યો .
" શેઠ , મારા કામ કા પૈસા થોડા વધારી દયો તો સારું કેમ કે આ ડખો બડા હો જાય એસા લગ રહા હૈ "
વસીમ એની ગુજરાતી મિક્સ હિન્દી માં બોલ્યો .
નામ તો એનું વસીમ ખાન અને આખું ગામ એનાથી બિવે કેમ કે આ પઠાણ એ એની જિંદગી અખાડા અને કુસ્તી માં જ વીતાવી હતી . એના બાવડા અને વિકરાળ આંખો જોઈને સામાન્ય માણસ તો એના ગુસ્સા થી ડરી જ જાય .
' જો વસીમ , આ કંપની એક્વાયાર કરવામાં ઘણું રિસ્ક હતું અને તે તારું કામ બરોબર કર્યું છે એટલે હજુ એક ખોખું તારી ખોલી માં સાંજ સુધીમાં પહોંચી જશે '
મિલાપ ભાઈ કોફીની ચુસ્કીઓ લેતા લેતા વસીમ ને કહ્યું .
આ દૃશ્ય હું પણ થોડોક જ દૂરથી જોઈ રહ્યો હતો અને મને ખબર હતી કે આ ડીલ થી બિઝનેસ ટાયકૂન કે એચ ડબ્બાવાલા બિલકુલ ખુશ નહોતો ઉપરાંત શહેર માં હમણાં જ પોસ્ટિંગ લીધેલો એવો પોલીસ કમિશનર શિવાનંદ કુલકર્ણી પણ . આ ૪ કંપની માં જુદાં જુદાં બોર્ડ મેમ્બર તો મિલાપ ભાઈ ના ખૂન પણ કરાવવા માટે તૈયાર હતા .
* * * * * * * * * *
ભૂતકાળ ના સમય માં કેટલાયે વાર જવાની મારી ટેવ હતી ને મારા મનમાં હંમેશા એક સવાલ રહેતો કે વર્ષો પહેલાનો અમીર માણસ અને દેખાવે ત્યારે તો સોનાની દાંડલી વાળા કીમતી ચશ્માં , કોઈ મહારાજા જેવા કપડાં અને ચાલવાની અદભૂત છટા આવા ભપકાદાર વ્યક્તિત્વ નો સ્વામી મિલાપ પટેલ એક ટ્રસ્ટ ના આશ્રમ માં સાવ હલકી ગુણવત્તાના સુતરાઉ કપડાં ને ક્ષીનકાય કૃશ શરીર આવા વિપરીત દેખાવે કેમ લાગી રહ્યો છે . કેટલાયે એવા ઘટમાળ નો હું સાક્ષી હતો તો એનાથી કેટલાયે વધુ ઘટના ની મને અછડતી પણ જાણકારી ન હતી .
મિલાપ ભાઈ ની પત્ની રાધા ને એમની પુત્રી વિધિ આજે રમાકાંત જૈન ની પત્નિ આ બધું કંઈ રીતે શક્ય બન્યું . રમાકાંત જૈન નો પુત્ર કૃણાલ તો ક્યાં છે ને શું કરે છે . મારા કાકા નો એમના વફાદાર સેવક હતાં તો નાનપણ માં મે જોયેલાં મિલાપ ભાઈ અને અત્યાર ના મિલાપ ભાઈ વચ્ચે આટલું અંતર કેમ રહી ગયું . શું મારા મન માં રહેલી એનું છબી ધૂંધળી હશે . .મારા કાકા ની અચાનક એની નોકરી છોડી દેવી ને ગામડે આવી ખેતી માં જોડાઈ જવું .બીજા તો કેટલાયે રહસ્યો ના તાણાવાણા મારે ગુંઠવાના થતાં હતાં