aanu j naam prem - 14 in Gujarati Fiction Stories by તેજસ books and stories PDF | આનું જ નામ પ્રેમ - ભાગ - 14

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

આનું જ નામ પ્રેમ - ભાગ - 14

આગળના અંકમાં જોયું કે પ્રજ્ઞા અને સુંદરને મેળવવા પારિજાત અને પૂજન પ્લાન કરે છે. પ્રજ્ઞાને મળ્યો એની ખુશીમાં સુંદર બધાને આવતા મહિને બેંગલુરુ આવવાનું આમંત્રણ આપે છે. પારિજાત પ્રાંજલના લગ્નની વખતે શું થયેલું એ જણાવે છે. પ્રજ્ઞા અને સુંદર પ્રાંજલ સુધી પૂજનની વાત પહોંચાડવા જવાનું નક્કી કરે છે ત્યારે એમને ખબર પડે છે કે પ્રાંજલ તો સાધ્વી બની ગઈ છે. હવે આગળ...

પ્રાંજલની સાધ્વીવાળી વાત સાંભળીને સુંદર અને પ્રજ્ઞા થોડા આશ્ચર્ય સાથે એકમેકની સામે જોવે છે. પૂજનની સામે જોઇને સુંદર કઈ બોલવા જાય એ પહેલાં જ પ્રજ્ઞા પૂજનની લાગણીઓ જાણીને કહે છે કે એક વાર નક્કી કર્યું તો આપણે પ્રાંજલ સુધી પૂજનની વાત પહોંચાડીને આપણાથી બનતા પ્રયત્નો કરી લઈશું. ત્રણેય પૂજનનો ઉત્સાહ વધારવા અને વાતનો વિષય બદલવા ઘરે જઈને પાર્ટીની વાત છેડે છે.

પૂજન અને પારિજાતની ગાડીઓ પાર્કિગમાં મૂકીને ચારેય પૂજનના ઘરમાં આવે છે. પારિજાત પણ નિસર્ગને પૂજનના ઘરે પાર્ટીમાં આવવાનું કહી દે છે. બધા લોકો મન માણીને રાત્રે પાર્ટી કરે છે અને પૂજનના ઘરે રોકાઈ જાય છે.

સવારના પહોરમાં પારિજાત અને પ્રજ્ઞા ઊઠીને બધા માટે નાસ્તો બનાવી દે છે. પૂજન અને સુંદર પોરબંદર જવાની અને ત્યાંની રોકવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હોય છે. નિસર્ગ છોકરાઓ સાથે સમય વિતાવી રહ્યો હોય છે. નવ વાગ્યે પારિજાત નાસ્તા માટે બધાને બોલાવે છે.

પૂજન: "પ્રજ્ઞા મેડમ, તમારી પોરબંદરની રહેવાની વ્યવસ્થા ચોપાટી પાસેનાં હોટેલમાં થઈ ગઈ છે. તમે મારી ગાડી લઈ જાઓ અને ડ્રાઈવર તમારે જ્યાં જવું હશે ત્યાં તમારી સાથે રહેશે."

પ્રજ્ઞા:" પૂજન, તું ચિંતા ના કરીશ અમે આજે રાત્રે નીકળી જઇશું તો સવાર સુધીમાં પહોંચી જઇશું."

પારિજાત: " પ્રજ્ઞા મેડમ, આ કવરમાં પ્રાંજલ સપ્તાહમાં ક્યાં અને ક્યારે જાય છે એની માહિતી છે. દર મંગળવારે સાંજે પ્રાંજલ પોરબંદર આવે છે થોડી શોપિંગ કરીને ચોપાટી પર સૂર્યાસ્ત જોઈને જ આશ્રમ જવા નીકળે છે. તમે એને ત્યાં જ મળશો તો એને અજુગતું નહી લાગે.(કહીને કવર આપે છે જેમાં ફોટોગ્રાફ અને પેનડ્રાઈવ પણ હોય છે. )"

પૂજન: " મારા લીધે તમારે આ બધી તકલીફ લેવી પડે છે."

સુંદર(પૂજનના ખભે હાથ મુકતા): "હા દોસ્ત, પણ તકલીફ નહી આ અમારી ફરજ છે. તમે બંને જે રીતે અમારા માટે કર્યું એની સામે તો આ કઈ જ નથી. ચાલો તો આપણે ઓફિસ નીકળીએ?"

પ્રજ્ઞા: "ના, આજે તારે ઓફિસ નહી જવાનું. મને બધી વસ્તુઓ લેવામાં અને પેકિંગમાં મદદ કરવાની છે."

સુંદર: " આ તો અત્યારથી જ પત્નીની જેમ હુકમ કરવા લાગી. સુખ ભરે દિન બિતે રે ભૈયા, અબ પતિ થયો રે...(કહીને મજાક કરે છે સાથે બધા હસવા લાગે છે.)"

પૂજન: "સારું. સુંદર તમે મેડમ જોડે રહો. સામાનનું લીસ્ટ મને આપી દો. હું ડ્રાઈવર સાથે મોકલવું છું. તમે આજે પ્રજ્ઞા મેડમને પેકિંગ કરાવો. " (કહીને સ્માઈલ આપે છે.)

પારિજાત: "હા, હું અને નિસર્ગ નાસ્તો કરીને નીકળીએ. મેડમ હું કૉલેજમાં તમારો લેટર આપી દઈશ. પોરબંદરમાં જાઓ તો ત્યાંની ખાજલી જરૂરથી લાવજો. "

પ્રજ્ઞા: " એક મિનિટ, પ્રાંજલ જોડે વાત થાય એટલે પૂજન - નિસર્ગ અને પારિજાત તમારે ત્યાં આવી જવાનું રહેશે તો એની તૈયારી રાખજો."

પૂજન: "હું અને નિસર્ગ તૈયાર છીએ. પારિજાતને પૂછો અમારી જોડે આવશે તો રસ્તામાં એની બધી વાતો નિસર્ગને કહેવાનો મોકો મને મળશે, એને ચાલશે ને."

પારિજાત: "પ્રજ્ઞા મેડમ, પૂજનને કહો ને. હજી મને હેરાન કરે છે. "(બધા હસવા લાગે છે.)

પૂજન ઓફિસ જવા નીકળે છે અને ડ્રાઇવરના જોડે સમાન ઘરે મોકલાવે છે. પારિજાત કૉલેજ જઈને પ્રજ્ઞા મેડમનો લેટર પ્રિન્સિપાલ સાહેબને આપે છે. પ્રજ્ઞા અને સુંદર શોપિંગ કરવા નીકળે છે અને પ્રજ્ઞા મેડમના ઘરેથી જરૂરી સમાન લઈ લે છે. સાંજે બધા પારિજાતના ઘરે ડિનર માટે મળે છે.

સુંદર: "વાહ પારિજાત, તે તો ખૂબ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. "

પારિજાત: "આભાર. બસ આ નિસર્ગને જ મારા હાથનું જમવાનું ક્યારેક નથી ભાવતું. એટલે જ ઘણીવાર બહાર જમીને આવે છે."

નિસર્ગ: "આમાં હું ક્યાંથી વચ્ચે ફસાઈ ગયો? બસ તારે તો બધા છે એટલે બહાનું જોઈએ. પ્રજ્ઞા મેડમ, કોઈક વાર બહાર જમીને આવીએ એટલે ઘરનું નથી ભાવતું એવું થોડી હોય?"

પ્રજ્ઞા: "અરે નિસર્ગ, તું ચિંતા ના કરીશ, હું તો પારિજાતને જાણું છુ. પણ ક્યારેક એને પણ બહાર લઈ જવી અને એ ઘરે જો કઈક બનાવે તો એના વખાણ કરી દેવાના. એટલે તારે આખો મહિનો શાંતિ. આ મંત્ર આજથી જ યાદ રાખજે. "

નિસર્ગ:" આ મંત્ર તો હું દરરોજ 5 વાર લખી લઈશ જ્યાં સુધી યાદ ના થઈ જાય."(બધા હસવા લાગે છે.)

જમીને પ્રજ્ઞા અને સુંદર પોરબંદર જવા નીકળે છે. પૂજન પણ એના ઘરે જાય છે. પારિજાત અને નિસર્ગ બધાને પ્રેમથી વિદાય કરે છે.

બીજા દિવસે વહેલા 6 વાગે પ્રજ્ઞા ને સુંદર પોરબંદરની હોટેલમાં પહોંચીને ફ્રેશ થઈને દરિયાકિનારે નીકળે છે.

પ્રજ્ઞા: "સરસ તો ચાલો, પોરબંદર આવ્યા છીએ તો કીર્તિમંદિર જઈ આવીએ?"

સુંદર: "હા, ચાલો. હું તો બસ તારી જોડે અહી ફરવા જ આવ્યો છું. બસ ડ્રાઇવરને કહી દઉં."(ડ્રાઇવર જોડે ફોન પર વાત કરી ગાડી ચોપાટી પાસે બોલાવે છે.)

પ્રજ્ઞા: "સારું, સાંજે આપણે ફરીથી અહી આવીશું. પ્રાંજલ પણ સાંજે અહી જ આવે છે."

સુંદર: "પણ પ્રાંજલ સાધ્વી કેમ બની ગઈ?"

પ્રજ્ઞા: "એ પણ એક સ્ત્રી છે. કદાચ એણે પણ કોઈકના પ્રેમ માટે તપસ્યા કરવા માટે સાધ્વી બનવાનું નક્કી કર્યું હશે. મારી તપસ્યા અલગ હતી એમ એની પણ તપસ્યા અલગ હશે. સાચું શું છે એતો પ્રાંજલને મળ્યા પછી જ ખબર પડે. આપણે તો એને સમજાવીને અને પુરાવા બતાવીને બંને જણા સાથે મળે એવો પ્રયત્ન કરવાનો છે."

સુંદર:"અરે વ્હાલી, તું સાથે છે તો આપણે કઈ પણ કરી છૂટીશું. બન્ને એક વાર મળવા તૈયાર થાય એટલે તું જોજે ને બધું સરખું થઈ જશે."

પારિજાત:" હું પણ ઇચ્છું છું કે એવું જ થાય. આનું જ તો નામ પ્રેમ, દુનિયામાં તમને જયારે પ્રેમ થાય અને એ વ્યક્તિ તમારી સાથે ના હોય તો એક એક ક્ષણ યુગ સમાન વીતે છે. પણ જ્યારે તમે તમારા સાથીને જોવો છો ત્યારે એ બધું જ ભૂલાઈને તમારો પ્રેમ આ ઘૂઘવતા દરિયાની જેમ બહાર આવી જાય છે."

સુંદર: "હું તારી વાત સાથે સંમત છું. જેનો અહેસાસ જ માત્ર થાય પણ શબ્દોમાં ના વર્ણવી શકાય એનું જ નામ પ્રેમ."

એટલામાં ગાડી આવી જાય છે અને પ્રજ્ઞા સુંદર સાથે કીર્તિમંદિર ફરવા જાય છે. કીર્તિમંદિર એટલે ગાંધીજીનું જન્મસ્થાન, એક ઐતિહાસિક સ્મારકની મુલાકાત લઇને બંને હોટેલ આવે છે. બપોરે જમીને આરામ કરે છે.

બંને જોડે આટલા વર્ષોનું કહેવા માટે ઘણું છે પણ જ્યારે આંખો વાતો કરે છે ત્યાં શબ્દોની કોઈ જ જરૂર નથી રહેતી. આમ એક બીજાને મૌન જોતાં હોય છે અને પ્રજ્ઞા સુંદરના હાથ પર માથું મૂકીને સૂઈ જાય છે.

સાંજે 5 વાગે સુંદર પ્રજ્ઞાને ઉઠાડે છે. બહાર સૂર્યનારાયણ આકાશમાંથી ઘરે જવાની તૈયારી કરતા હોય છે. પ્રજ્ઞા અને સુંદર તૈયાર થઈને ચોપાટી પાસે આવે છે. થોડુ ફર્યા પછી સાંજે 6 વાગે સૂર્યાસ્ત જોવા બન્ને એક જગ્યાએ બેસે છે.

બરાબર સાંજે 6:30 વાગે સૂર્ય પોતાના તેજથી આકાશમાં કેસરી અને લાલ રંગની રંગોળી કરે છે અને સંધ્યા સાથે વિદાય લે છે. થોડીવારમાં ત્યાં અવરજવર ઓછી થવા લાગે છે. ભીડ ઓછી થતાં હવે ચોપાટી પાસે 15-20 જેટલા માણસો હશે. એમાં પ્રજ્ઞાનું ધ્યાન દરિયાની રેતીમાં પગ રાખીને બેઠેલી યુવતી તરફ જાય છે.

પ્રજ્ઞા સુંદરને ત્યાં પોતે એકલી જશે એમ કહે છે. સુંદર પ્રજ્ઞાને સંમતિ આપે છે અને પાળી પર બેઠા રાહ જુવે છે.

પ્રજ્ઞા એ યુવતીની નજીક જાય છે. યુવતી દરિયા તરફ અપલક જોતી બેઠી હોય છે. પ્રજ્ઞા પાછળથી આવતી હોઈ તે યુવતી પ્રજ્ઞાને જોઈ શકતી નથી. નજીક આવીને પ્રજ્ઞા યુવતીને સંબોધે છે.

પ્રજ્ઞા: "પ્રાંજલ, તું પ્રાંજલ પટેલ છે ને?"
યુવતી અવાજ સાંભળીને પાછળ જોવે છે. પ્રાંજલ પણ પ્રજ્ઞાને જ્યારે જોવે છે એ આંખોમાં આંસુ અને હર્ષ સાથે ઊભી થઈને ગળે મળે છે.

મિત્રો,
આ અંકમાં આપણે જોયું પ્રજ્ઞા અને સુંદર પોરબંદર જાય છે. બધી વ્યવસ્થા પૂજન કરી આપે છે. ત્યાં પ્રજ્ઞા સુંદર સાથે દરિયાકિનારે ફરવા જાય છે અને પ્રાંજલને મળે છે. પ્રાંજલ કેમ સાધ્વી બની હશે? પ્રજ્ઞા અને સુંદર મળીને પ્રાંજલ અને પૂજન વચ્ચેની ગેરસમજણ દૂર કરી શકશે? શું પૂજન પ્રાંજલની લવ સ્ટોરી પૂર્ણ થશે? જોઈએ આવતા અને છેલ્લા અંકમાં આ લવ સ્ટોરી શું વળાંક લઈને આવે છે.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020