મન નું સમાધાન
વિર ના લગ્ન આખરે નેહા સાથે નક્કી થઈ જ ગયા, બધું જ બરોબર હતું પરંતુ નિલય ને એક વાત ખૂંચતી હતી. એને હજું નેહા સાથે વાત કરવી હતી એની રાય જાણવી હતી.... નિલય એના મન ના સમાધાન માટે નેહા ને મળવા જવા નક્કી કરે છે, ને બીજા જ દિવસે નેહા ના ઘરે જવા નીકળે છે.
એ દિવસે સવાર માં જ ભાભી ને જણાવી ને તરત હું નીકળી ગયો. બાઈક ચાલુ કરી ત્યારે કંઈક અજુગતું લાગ્યું હતું પરંતુ મેં બહુ ધ્યાન આપ્યું જ નહોતું. પરંતુ જ્યારે ગામ થી બે - ત્રણ કિલોમીટર આગળ ગયો ને બાઈક નું આગળ નું ટાયર ફાટી ગયું, હું માંડ માંડ બચ્યો. મેં બાઈક બંધ કરી ને રસ્તા માંથી એક બાજું કર્યું ને ભાઈ ને જણાવવા ફોન કાઢ્યો ને ફોન કરવા માટે નંબર લગાવ્યો જ કે ફોન નું ચાર્જિંગ પતી ગયું, મન માં ને મન માં પોતાને ને આ ફોન ને કોસવા લાગ્યો. રસ્તો ય એકદમ સૂમસામ હતો ને આટલી વહેલી સવારે કોઈ આવે એવું લાગતું ય નહોતું. એટલે હવે પાછા ઘરે જવાનું નક્કી કર્યું, પરંતુ હવે મારે આ બાઈક ને પણ ઘસેડી ને લઈ જવાનું હતું. હવે નેહા ને મળવા ના વિચાર ને એક બાજું મૂકી હું કોઈ પણ રસ્તે મળી જાય એવી આશા એ ઘર તરફ જવા લાગ્યો. એક તો નેહા ને મળવાના ઉત્સાહ માં સવારે કંઈ ખાધું ય નહોતું એટલે કકડાવી ને ભૂખ લાગી હતી. પરંતુ ભૂખ ને થાક ને ભૂલાવી હું ચાલતો જ રહ્યો ને પંદર - વીસ મિનિટ બાદ મારા ગામ ના એક ભાઈ આવતા દેખાયા, એમને જોઈ હું તો બહુ જ ખુશ થઈ ગયો. એમને નજીક આવી ને મને ઓળખ્યો ને મદદ કરી. આખરે એક કલાક બાદ બાઈક સરખું કરાવા મૂકી ને હું ઘરે પહોંચ્યો.
મને ચાલતો આમ પરસેવા થી લથબથ જોઈ મમ્મી દોડતી આવી ને પૂછવા લાગી, મેં સઘળી વાત જણાવી. હું સવારે વહેલા મમ્મી ને કહ્યા વગર જ ગયો હતો ને ભાભી કામ માં હશે તો એમને ય નહીં જણાવ્યું હોય એટલે મમ્મી ખૂબ જ ગુસ્સે થઈ, વળી મારા આવા હાલ જોઈ ને તો વધારે, અને એથી જ મને સખત શબ્દો માં જણાવી દીધું ને હવે તારે ક્યાય જવાનું નથી મને પૂછ્યા વગર. હવે લગ્ન થાય ત્યારે જ તારી સાસરી માં જજે એવા ફરમાન થી હું નિરાશ તો થયો પણ કંઈ કરી શકું એમ નહોતો, કારણ કે હવે આમેય ઘણા ઓછા દિવસો બાકી હતા લગ્ન ને.
અને મારો નેહા ને મળી ને મન નું સમાધાન કરી લેવાનો વિચાર એક બાજું જ રહ્યો.
બીજા જ દિવસ થી ઘર માં લગ્ન ની તૈયારી ઓ ચાલુ થઈ ગઈ.…....મારા કપડાં લેવામાં આવ્યા, ઘર નું રંગરોગાન થયું, કંકોત્રી છપાવા માં આવી, મંડપ, જમણ, ને કેટકેટલી તૈયારીઓ…. આ બધા માં દિવસો જાણે મિનિટો ની જેમ વિતવા લાગ્યા. ને એમાં મને તો ઘર નું જ કામ સોંપવામા આવતું, મારા તે દિવસ ના કારનામા ને કારણે. ભાઈ ને પપ્પા બધા કુંટુબીજનો સાથે મળી ને બહાર નું કામ કરી લેતા. મારા મિત્રો આ સમય દરમિયાન લગભગ રોજ મારા ઘરે આવી પહોંચે અમને મદદ કરાવવા. વિર ને પરિક્ષા હોવાથી એ મોડો આવ્યો હતો પરંતુ આવ્યો પછી તો અહીં જ કામ કરાવા રહે, મારી પાસે.
આ બધી તૈયારીઓ ને દોડધામ માં લગ્ન નો દિવસ ય આવી ગયો. આ સમય દરમિયાન મેં નેહા જોડે ફોન પર એકાદ બે વાર વાત કરી હતી, પરંતુ એ ય શરમાતી હતી ને હું ય કારણ કે આસપાસ ભાભી કે કોઈ હોય જ.
આખરે મારી ઈચ્છા પૂરી થવા માં હવે એક જ દિવસ બાકી હતો. સવાર થી જ મહેમાનો આવવા લાગ્યા હતા. ફોઈ, ફુવા , માસા, માસી, નાના, નાની, મામા, મામી ને ઘણાં ય જેમને હું પહેલી વાર જોઈ રહ્યો હતો એવા બધા જ મહેમાનો થી અમારું ઘર ભર્યુ- ભર્યુ લાગતું હતું. સવાર થી જ બધી વિધી ઓ ચાલુ થઈ ગઈ હતી. અમુક માં મારે ભાગ લેવાનો હતો તો અમુક માં મમ્મી-પપ્પા કે ભાઈ-ભાભી ને. આમ ને આમ દિવસ જતો રહ્યો, રાતે મોડે સુધી બધા બેસી ને ગપ્પા મારતા રહ્યા.
મને તો કંઈક અજીબ ડર લાગતો હતો, આ વિશે મેં વિર ને ય જણાવ્યું એને તો હસી ને કહી દીધું કે આવું તો થાય કાલે લગ્ન છે ને. મને માનવામાં ન આવ્યું પણ થયું હશે કદાચ બધા ને આવું થતું ય હોય, એમ વિચારી બધા ની વાતો માં ધ્યાન પરોવવા ના પ્રયત્ન કરવા લાગ્યો.
એ રાતે મને જરાય ઊંઘ ના આવી. હું નેહા વિશે જ વિચારતો જ રહ્યો. સવાર ના પાંચ - છ વાગે ભાઈ મને ઊઠાડવા આવ્યાં. સવારે બધી વિધી પતાવી ને બારેક વાગ્યા પહેલા જાન લઈ ને ત્યાં પહોંચવા નું હતું તેથી બધા વહેલા ઊઠી ગયા.
હું ખૂબ સરસ તૈયાર થયો, મેં મરુન રંગ ના પટ્ટા વાળી આસમાની રંગ ની શેરવાની પહેરી હતી.
બધી વિધી પતાવ્યા બાદ અમે જાન લઈ ને નીકળ્યા ને બારેક વાગે જ સમયસર ત્યાં પહોંચી ગયા. નેહા ની બહેનો એ આવી ને જાન વધાવી, ને એની મમ્મી એ એક રસમ ના ભાગ રૂપે મારું નાક ખેંચ્યું. બધા ખૂબ જ હસ્યા. હું મંડપ પર પહોંચ્યો. થોડી વાર વિવિધ વિધિ ચાલી પછી નેહા ને લાવવામાં આવી એને જોઈ ને હું તો મંત્રમુગ્ધ જ થઈ રહ્યો. સોળે સણગાર સજી ને એ કોઈ સ્વર્ગ ની અપ્સરા જેવી જ લાગતી હતી.
લગ્ન ની વિધિઓ ચાલુ થઈ ને પતી ત્યાં સુધી એકેય વાર મેં નેહા પર થી નજર હટાવી નહોતી એ મને હજુય યાદ છે, નેહા એ વચ્ચે વચ્ચે એકાદ વાર જોયું હતું પણ ફરી શરમાઈ ને નીચું જોઈ ગઈ હતી. બધી વિધી ઓ પતી ગઈ ને છેલ્લે નેહા ના વિદાય ની વેળા આવી. આ સમયે મને અમે પહેલી વાર મળ્યા હતા ને ભાઈ ના લગ્ન માં એ સમય યાદ આવી ગયો, કેવી રીતે મેં નેહા ને રડાવી હતી એ બધું જ યાદ આવ્યું. ને મારા મુખ પર આછું હાસ્ય છવાઈ ગયું.
વિદાય પછી અમે ઘરે પાછા આવવા નીકળ્યા. ઘરે પહોંચ્યા પછી ય ઘણી વિધિ ઓ કરી છેક રાતે નિરાતે બેઠા. મને હવે નેહા જોડે વાત કરવાનું મન થઈ ગયું, મારે હજુ ય મારા મન નું સમાધાન કરવાનું બાકી હતું.
એ રાત્રે હું મારી રૂમ માં ગયો ત્યારે નેહા હજુ ય એના લગ્ન ના વસ્ત્રો માં જ પલંગ પર બેઠી હતી. હું ધીમે થી પલંગ પાસે જઈ ઊભો રહ્યો. મને શરમ આવતી હતી ને એ પણ એમજ બેઠી હતી. હું નજીક જઈ ને બેઠો ને નેહા ને કહ્યું કે મારે તને એક વાત પૂછવી છે........
નિલય પોતાની વાત રજુ કરી એના મન નું સમાધાન કરી શકશે????....નેહા નો હવે લગ્ન બાદ શું પ્રતિભાવ હશે????......જાણો આગલા ને અંતિમ ભાગ ...... અનોખું મિલન ..... માાં.....