Amar Prem - 14 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમરપે્મ - ૧૪

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

અમરપે્મ - ૧૪

ઘર આવી પહોંચતા ગાડાવાળો તેમની પત્ની ને સાદ પાડી બન્નેને ઘરમાં લઇ જવા કહે છે અને ગાડું છોડી બળદને ખુલ્લા પતરાના શેડ નીચે બાંધીને આવું છું ત્યાં સુધી બન્નેને ઘરમાં લઇ જઇ ટુવાલ આપી શરીર કોરું કરી કપડા બદલી આપવા કહે છે.

ગાડાવાળાના પત્ની બન્નેને ઘરમાં લઇ જઇ ટુવાલ આપી શરીર કોરું કરી કપડા બદલી લેવા કહે છે.તેમના ભરત ભરેલા ચણીયા-ચોળી અને ઓઢણું સ્વરાને આપે છે.અજયને તેના વરના કપડા કેડીયુ,ચોયણી અને માથે બાંધવાનો સાફો આપે છે.બન્ને વારાફરતી શરીર કોરું કરી કપડા બદલે છે,અને જોવે છે તો અસલ રબારી જેવા દેખાય છે.આભલા ભરેલા અને ભરતકામ કરેલા કાળા કલરના ડ્રેસમાં સ્વરાનુ રુપ ખીલી ઊઠે છે.અજય પણ અસલ રબારી જેવો લાગે છે.

બન્ને તૈયાર થઇ બહાર આવે છે.સ્વરાને ઠંડી લાગતી હોવાથી સુંઠ,મરી,સંચળ અને તુલસી નાંખી ગરમ કાઢો બનાવી લાવી પીવા આપે છે જેથી થોડી વારમાં ઠંડી ઊડી જશે અને શરીરમાં ગરમાવો આવશે.

ગાડાવાળા ભાઇ તેમને બોલાવી થોડીવાર બહાર મોટા રુમમા બેસવા કહે છે ત્યાં સુધી મારી પત્ની જમવાનું બનાવી નાંખે પછી આરામથી અંદરના ઓરડામા સુઇ જજો.બન્ને બહાર આવી તેમની સાથે વાતોએ વળગે છે.

અજય: કાકા તમારું અને કાકીનું શું નામ છે?

ગાડીવાળા:મારુ નામ જેસંગભાઇ દેસાઈ છે અને મારી પત્નીનું નામ તોરલ છે.

અજય:વાહ કાકા તમારી પત્નીનું નામ તો આધુનિક છે ને કાંઇ ?

જેસંગભાઇ: અરે ભાઇ તમને જેસલ-તોરલની સૌરાષ્ટ્રની વાર્તા ખબર નથી.આ તો બહુ જુનુ નામ કહેવાય !

અજય:જેસંગકાકા આ ગામનું નામ શું છે અને તમારે શેનું કામકાજ છે?

જેસંગભાઇ: આ ગામનું નામ સિતાપુર છે અને મારે ખેતીવાડી તથા શાકભાજીનું ઊગાડી શહેરમાં વેચવા જવાનું હોય છે.મારી પાસે ટે્કટર પણ છે.આજે ડિઝલ ખલાસ થઇ ગયું હતું તેથી શહેરમાં ગાડામા શાકભાજી વેચવા ગયો હતો.પાછા વળતા પેટ્રોલ પંપ ઉપરથી કેરબામાં ડિઝલ ભરાવી પરત આવતો હતો ત્યારે મેઇન રોડ ઉપર તમને વરસાદમાં પલળતા હાથ ઊંચા કરતા જોયા તેથી મારા ગામ લેતો આવ્યો .

અજય અને જેસંગભાઇ આવી અલક-મલકની વાતો કરતા હતા એટલામાં તોરલબેને જમવા માટે સાદ પાડ્યો તેથી જેસંગભાઇએ બધાને જમવા કહ્યું .

તોરલબેને રસોઇમાં ગરમા-ગરમ બાજરીના રોટલા,રીંગળનો ઓળો,ખીચડી-કઢી,ઘી-ગોળ,મરચા,ડુંગળી એકજ થાળીમાં પીરસી લાવી આપે છે અને તે ને જેસંગભાઇ બીજી થાળીમાં પીરસી જમવા બેસે છે.જમવાનુ પતી જાય પછી ઘરના દહીંમાથી બનાવેલ છાસનો ગ્લાસ ભરીને પીવા આપે છે.

જમીને બન્ને એક જ રુમમા સુવા માટે જાય છે.સ્વરાને હજુ પણ ઠંડી લાગતી હતી અને શરીર ઠંડું થઇ ગયું હતું તેથી અજય તેને ખાટલામાં સુવાડી તેના પગના તળિયામા દિવેલથી માલિસ કરે છે,છતા પણ ફરક પડતો નથી.છેલા ઉપાય તરીકે તેના હોઠ સ્વરાના હોઠ ઉપર મુકી ગાઢ ચુંબન કરી ગરમાવો આપવાનો પ્રયત્ન કરે છે.તેમની પ્રેમ ચેષ્ટા વાદળો પાછળ છુપાયેલ ચાંદો બહાર આવી જોતો હોય છે તેથી અજય કંબલ ઓઢી સ્વરાને ગાઢ આષલેશમાં લઇ સુઇ જાય છે.

સવારે વહેલા ઉઠી જુવે છે તો વરસાદ રહી ગયો હોય છે.પાણી પણ ઉતરી ગયા હતા.સ્વરાને હવે સારું લાગતું હતું .દાતણ-પાણી કરી,ચા-નાસ્તાનું શિરામણ પતાવી નહાઇનેજવા માટે તૈયાર થઇ જાય છે.તોરલબેન તેમના જવાના સમયે સ્વરાને તેણે રાત્રે પહેરેલા તેમના કપડા અને અજયને જેસંગભાઇના કપડા યાદગીરી તરીકે ભેટમાં લઇ જવા આપે છે.બન્ને લેવા ખુબ આનાકાની કરે છે પરંતુ તેમના પે્મ અને લાગણી આગળ મજબૂર થાય છે.અજય અને સ્વરા તેમની લાગણી અને આવા કપરા સંજોગોમાં તેમને આશરો અને રોટલો આપવા બદલ ગદગદ થઇ તેમનો ખુબ આભાર માની જેસલબેનની વિદાય લે છે.
જેસંગભાઇ તેમના ખેતરેથી ડિઝલ ભરી ટે્કટરલઇ આવે છે અને તેમને બેસાડી મેઇન રોડના તેમના ગામ તરફ જવાના રસ્તા સુધી મુકી જાય છે.બન્ને તેમનો ફરીથી આભાર માને છે અને તેમના ગામ તરફ જતા રસ્તા બાજુ ચાલવા માંડે છે..........

વધુ માટે વાંચો પ્રકરણ -૧૫

મિત્રો આ સ્ટોરી હવે રસપ્દ તબક્કામાં પ્રવેશ કરશે.અજય અને સ્વરાના લવ સ્ટોરી આગળ વધશે માટે હવે પછીના પ્રકરણો નિયમિત વાંચતા રહેશો.