Devilry - 24 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 24

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જંતર મંતર - 24

પ્રકરણ :- 24


બીજા દિવસ સવારે શીલ ઊઠીને જુલિયટ ના રૂમ સુધી આવી પોહચે છે. અનાયાસ શીલ ની નજર એકબીજાની બાહોમાં સૂઈ રહેલા જેમ્સ અને જુલિયટ ઉપર પડે છે. જુલિયટ અને જેમ્સ ને એકબીજાની બાહો માં જોઇને શીલ નો ગુસ્સો ફૂટી નીકળ્યો ને શીલ એ બાજુમાં પડેલી ફૂલ દાની ને જોરથી પટકી. જેવો જ અવાજ આવ્યો કે જુલિયટ અને જેમ્સ ચમકી ને ઉઠી ગયા. શીલ એ પોતાનો ગુસ્સો થોડો ઠંડો કર્યો અને તેની ભૂલ થઈ હોય એવો વર્તાવ કર્યો.


“ ઓહ! હું તમને જગાવવા આવ્યો હતો. હું ઈચ્છતો હતો કે આપડે સમય થી હિન્દુસ્તાન માટે નીકળી જઈએ. પણ જોને યાર રૂમ માં અંધારાને લીધે હું ટેબલ થી ટકરાઇ ગયો. લાઈટ ની સ્વિચ કઈ તરફ છે? હું ઓન કરી દઉં નહિ તો ફુલ દાની ના કાચ તમને બંને ને પણ ચૂબી જશે. “

શીલ લાઈટ ઓન કરવા જતો હોય છે અને એજ વખતે જેમ્સ અને જુલિયટ અંધારાનો ફાયદો ઉઠાવીને પોતાની હાલત સરખી કરી લે છે. શીલ પહેલાથી જ બધું જોઈ ચૂક્યો હતો પણ શીલ એ જુલિયટ અને જેમ્સ સાથે એવો વર્તાવ કર્યો કે એને કંઈ જોયું જ નથી. શીલ એ જઈને લાઇટ ઓફ કરી દીધી અને પછી તેનો ગુસ્સો ફૂલ દાની ઉપર નીકાળ્યો. શીલ પોતાની જાળ ફેલાવવામાં પણ સફળ થયો. જુલિયટ અને જેમ્સ એવું જ માની બેઠા કે શીલ એ કંઈપણ જોયું નથી. જેમ્સે પોતાનું ગાદલું નીચે નાખી દીધું અને જેવી જ શીલે લાઇટ શરૂ કરી ત્યારે શીલ ની આંખો સામે જુલિયટ અને જેમ્સ અલગ અલગ સૂતાં હતા.

“ જેમ્સ ભાઈ હવે જલ્દી થી તૈયાર થઈ જાઓ હિન્દુસ્તાન આપડી રાહ જોઈને બેઠું છે.” શીલ

“ હા શીલ બસ થોડો સમય આપ હું અને જુલિયટ થોડી જ ક્ષણો માં તૈયાર થઈ જઈશું. “ જેમ્સ

“ ઓકે ઓનલી 20 મિનિટ. જલ્દી તૈયાર થઈને નીચે આવી જાઓ. હું જુલિયટ ને ફરીવાર હિન્દુસ્તાન લઈ જવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.” શીલ

“ ઓકે બાબા શીલ હવે હું ફટાફટ તૈયાર થઈને તને અને જેમ્સ ને જોઈન કરું છું. મને થોડો સમય આપો હું થોડી જ વાર માં તૈયાર થઈને આવું છું.” જુલિયટ

“ શીલ તુ નીચે એકલો શું કરીશ? એની કરતા મારી સાથે રૂમ માં ચાલ ત્યાં હું તૈયાર થઈ જઈશ અને તું થોડો આરામ કરી લેજે કેમકે સફર બઉ લાંબો છે.” જેમ્સ

“ ઓકે જેમ્સ ચાલ. “ શીલ

જેમ્સ અને શીલ બંને જેમ્સ ના રૂમમાં જાય છે. જેમ્સ અને શીલ બંને ખુશ હોય છે કે તે જુલિયટ ને ફરી એકવાર હિન્દુસ્તાન લઈ જવાના પ્લાનમાં સફળ પુરવાર થયા હતા. જેમ્સ અને શીલ રૂમ તરફના રસ્તામાં એકબીજા સાથે હસી અને મજાક કરી રહ્યા હોય છે. પણ શીલ ના મનમાં એટલું બધું ચાલી રહ્યું હતું કે શીલ નું પોતાની ઉપર બસ ચાલે તો શીલ હાલ જ જેમ્સ નું ખૂન કરી નાખે. શીલ ના હાથમાં હાલ એવો સમય આવ્યો ન હતો કે જેના લીધે શીલ જેમ્સ નું ખૂન કરી શકે. કારણ કે શીલ ચાહતો હતો કે જેમ્સ નું ખૂન જુલિયટ ના હાથે થાય અને જુલિયટ ના દિલ ઉપર જેમ્સ ના ખૂનનો ભાર આવી જાય ત્યારે જુલિયટ હસતાં હસતાં શીલ નો સ્વીકાર કરશે. શીલ હવે આગળ શું કરશે એ તો હવે ભગવાન જ જાણે.

જુલિયટ ફરીવાર આજે હિન્દુસ્તાન માટે નીકળવાની હતી એટલે જુલિયટ એ ઘણું બધું વિચાર્યું કે હું હિન્દુસ્તાન આજે એક નવી ઓળખ અને નવા નામ સાથે જઈ રહી છું. ત્યાં જઈને મને ફરી એકવાર જુલી બનીને જીવવું ન પડે. હું નથી ઇચ્છતી કે ફરી એકવાર મારે જુલી નો સામનો કરવો પડે. થોડા સમય પછી તેને ફરીવાર બીજો એક વિચાર આવે છે કે જુલિયટ તું હવે પહેલા વાળી જુલી નથી. હવે તારી એક નવુ નામ અને નવી ઓળખ છે. જુલિયટ તારે આ બધું વિચારવાની કોઈ જરૂર નથી. આટલા વર્ષો પછી ફરી એકવાર તું તારા દેશમાં જઈ રહી છે તો તારે એની ખુશી અનુભવવી જોઈએ. અને આખરે મન અને અંતરાત્મા વચ્ચેની લડાઈને પૂરી કરી જુલિયટ હિન્દુસ્તાન જવા માટે તૈયાર થઈ જાય છે.

જુલિયટ તૈયાર થઈને બહાર આવી જાય છે. શીલ અને જેમ્સ પહેલાથી જ તેની બહાર રાહ જોઈને ઊભા હતા. જુલિયટ આજે ખૂબ જ સાદાઈ થી તૈયાર થઈ હતી કેમકે આખરે તેને મન અને અંતરાત્મા બંને ની સાંભળી અને આજે જુલિયટ એ રીતે તૈયાર થઈ કે તેના અંદર જુલી અને જુલિયટ બંને ની પરછાઇ સાફ જોઈ શકાતી હતી. જુલિયટ જુલી ના કપડા એ રીતે પહેરી ચૂકી હતી કે એ જુલિયટ લાગે. જુલિયટ પોતાના ચોટલા એ રીતે ગુંથી ચૂકી હતી કે એમાં જુલી ની ઝલક દેખાય પણ તે લાગે જુલિયટ જ. જુલિયટ એ દોહરી જિંદગી નો સ્વીકાર કરી લીધો હતો. જેના લીધે જેમ્સ અને શીલ જુલિયટ ના નવા અંદાજ ને જોઇને ખૂબજ ખુશ હતા. પછી જેમ્સ અને શીલ દ્વારા જુલિયટ ની ખૂબ જ તારીફ કરવામાં આવી જેના લીધે જુલિયટ નો આત્મવિશ્વાસ ખૂબજ વધી ગયો. જુલિયટ તૈયાર થઈ ચૂકી હતી, હવે મન અને દિલથી હિન્દુસ્તાન જવા માટે. હવે જુલિયટ ની અંદર ફરી એકવાર પોતાના લોકોનો સામનો કરવાની હિંમત આવી ચૂકી હતી.

થોડા સમય પછી જુલિયટ જેમ્સ અને શીલ હિન્દુસ્તાન માટે નીકળી જાય છે. શીલ પોતાના પ્લાન મુજબ રસ્તા માં જ જુલિયટ ના હાથે જેમ્સ નું કતલ કરાવવાનો હતો. જુલિયટ અને જેમ્સ એકસાથે જ વિમાન ની સીટ ઉપર બેઠા હતા. શીલ ઠીક જેમ્સ અને જુલિયટ ના પાછળ બેઠો હતો. શીલ હવે પોતાનો ખેલ શરૂ કરી રહ્યો હતો. શીલ એ જુલિયટ નું પૂતળું બહાર નીકાળીને તેના ઉપર કાળી વિદ્યા કરવાની શરૂ કરી દીધી હતી. જુલિયટ ધીરે ધીરે પોતાનું ભાન ગુમાવી રહી હતી. જેમ જેમ શીલ ની કાળી વિદ્યા પૂતળા ઉપર થતી તેમ ક્ષણે ક્ષણે જુલિયટ નો ગુસ્સો વધી રહ્યો હતો.

જુલિયટ ને હવે થોડી મસ્તી સુજે છે એટલે તે જેમ્સ ની આંખો માં કામુકતા ભરી નિગાહો થી જોઈ રહે છે. ધીરે ધીરે જેમ્સ ને ઉત્સાહિત કરવા લાગી જાય છે. વિમાન બસ હિન્દુસ્તાન પહોંચવાની તૈયારીમાં હતું. જુલિયટ જેમ્સ ના સીટબેલ્ટ અને પેરાશૂટ ના પટ્ટા ખોલી દે છે અને સીધું જ જેમ્સની સીટ નું ઇમરજન્સી બટન દબાવી દે છે. જેમ્સ ની સીટ સીધી જ નીચે ખુલી જાય છે અને જેમ્સ સીધો જ નીચે પડી જાય છે. જેમ્સ નીચે સીધો જ એક મોટા પથ્થર ઉપર જઈને અથડાય છે અને જેમ્સ ના પ્રાણ જતા રહે છે.

જુલિયટ ને હજુ સુધી ભાન નથી કે તે શું કરી બેઠી છે. વિમાન દિલ્લી એરપોર્ટે ઉપર લેન્ડ કરે છે કેમકે આજથી 150 વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્લી જ હતો. પછી શીલ જુલિયટ સાથે દિલ્લી થી ફ્લાઇટ લઈને અમદાવાદ એરપોર્ટ પોહચી જાય છે. ત્યાંથી મહેસાણા પોતાના વતન તરફ જુલિયટ ને શીલ લઈ જાય છે. જેવી જ જુલિયટ ના મન ઉપરથી કાળા જાદુનો અસર ઓછો થાય છે કે તરત જ જુલિયટ કરેલું પોતાનું કૃત્ય યાદ આવે છે. જેવું જ જુલિયટ ને પોતાનું કૃત્ય યાદ આવે છે કે તરત જ જુલિયટ વિખરાઇ જાય છે. જુલિયટ ની અંદર જેમ્સ ના મોત ને સહન કરવાની હિંમત જરાય પણ બચી ન હતી. જુલિયટ જેમ્સ ના મોત માટે જવાબદાર હતી એટલે જેમ્સ નું મોત તેના નાજુક મન ઉપર ગહેરી અસર છોડી ગયું હતું. જુલિયટ જેમ્સ ના કતલ ના દબાવ હેઠળ પોતાની માનસિક શક્તિ ગુમાવી બેઠી હતી.


બે મહિના પછી……..

જેમ્સ ને ગયે 2 મહિના વિતી ગયા હતા. જુલિયટ જેમ્સ ના દુઃખ માં ફરી વખત જુલી બની ચૂકી હતી. જુલિયટ હવે ફરી એકવાર જુલી ની જિંદગી જીવવા લાગી હતી. એક દિવસ અચાનક જ જુલી ને વોમીટ થવા લાગે છે. જુલી ની બાજુ માં એક દાઈ રહેતી હોય છે તે સમજી જાય છે કે જુલી ગર્ભવતી છે. જુલી ના મા બાપ ને આ વિશે ખબર પડે છે કે જુલી લગ્ન પહેલાંજ મા બનવાની છે. જુલી ને તેના માતા અને પિતા દ્વારા ફરી એકવાર ત્રાસ આપવાનું શરૂ થઈ જાય છે.

“ બે શરમ તું જન્મી ત્યારથી કલંક હતી પણ આજે તો તે અમારું માથું શર્મ થી સમાજની સામે જૂકાવી દીધું છે. અમે કોઈને મોઢું દેખાડવાને પણ લાયક બચ્યા નથી. જુલી આના કરતા તો તુ જે દિવસે જન્મી તે દિવસે મરી ગઈ હોત તો સારું. તને ખબર પણ છે કે લગ્ન પહેલા મા બનવું એ કેટલું મોટું પાપ છે? તારી ઉપર આ સમાજ જાતજાતના આરોપો લગાવશે. તે અમને સમાજમાં ક્યાંય પણ મોઢું દેખાડવાને લાયક છોડ્યા નથી. આની કરતા તું તારા જન્મ સમયે જ મરી ગઈ હોત તો સારું. તારી સાથે કોઈ લગ્ન પણ નઈ કરે આ સમાજમાં તું અમારા માથા ઉપરનું કલંક બનીને બેસી ગઈ છે. “ જુલી ના માતા પિતા

“ જુલી સાથે હું લગ્ન કરીશ. જુલી ના લીધે તમારે નીચું જોવાની જરૂર નથી. જુલી ના આવનાર બાળક ને અપનાવવા માટે પણ હું તૈયાર છું.” શીલ

“ પણ તું તો અમારા સમાજ નો પણ નથી તને કઈ રીતે અમારી આ મનહુશ દીકરી તારી સાથે પરણાવી દઈએ? “ જૂલીની મા

“ તમે જ હાલ કહ્યું કે તમારા સમાજમાં જુલી ને કોઈ નઈ અપનાવે તો હું મારી મિત્ર માટે આટલું તો કરી જ શકું. હું જુલી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જુલી સાથે લગ્ન કરી તેના આવનાર બાળક ને હું મારું નામ આપવા માગું છું. મહેરબાની કરીને આ સમાજ ના રોતડા રોવાનું બંધ કરો અને મને જુલી સાથે પરણાવી દો. તમને સમાજ ની નજરો માં નીચે પડતાં હવે હું જ બચાવી શકું છું. તમે જૂલીને મારી સાથે પરણાવી દો કેમકે હું આ બંને ને દિલથી અપનાવવા માગું છું.” શીલ

ક્રમશ……..



આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary