Murder and Kidnapping - 16 - last part in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 16 - છેલ્લો ભાગ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 16 - છેલ્લો ભાગ




સોરભ: સર આ ગેમના માસ્ટરમાઈન્ડ ને પકડી લેવામાં આવ્યા છે..
ઓકે બેસાડો હું આવું છું.

ઇસ્પેક્ટર પ્રમોદ: બસ આ એક જ ભૂલ કાફી હતી તારા સુધી પહોંચવા માટે પણ તે તો બે... બે ..ભૂલો કરી એક તો તુ બબન સામે આવી ગયો.‌‌ અને જે ફ્લેટમાં રહેતો હતો ત્યાં જ નેહાની બોડીને ઠેકાણે લગાડી.‌.‌ તને ખબર છે... ને કે તું નેહા ની સાથે તે ફેલેટમાં રેન્ટ પર રહેતો હતો?

તને ફ્લેટના માલિક અને બબને બંને એ ઓળખી લીધા છે..
અમારી જોડે... પુરાવા તો આવી ચૂક્યા છે પણ ચલ હવે જણાવી દે કેવી રીતે તે પ્લાન બનાવ્યો હતો?

રાહુલ: તમે સાચું કહ્યું સર આ ફ્લેટમાં હું પહેલા રેન્ટ પર રહેતો હતો પણ પછી હું ત્યાંથી ખુદનુ મકાન ખરીદી લઈને શિફ્ટ થઈ ગયો હતો..હું અને અનિતા અમે બંને ખૂબ જ સારા ફ્રેન્ડ હતા... એક જ કોલેજ મા સાથે ભણતા હોવાથી અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા પણ મને જોબ મળતા હુ દિલ્હી છોડીને અમદાવાદ આવી ગયો હતો.

અનિતાના માતા-પિતાએ તેના લગ્ન બીજા જોડે કરાવી નાખ્યા પણ તે મને ભૂલી શકી નહીં.. મેં પણ અમદાવાદમાં નેહા જોડે મેરેજ કરી લીધા હતા...
હું પણ અનીતા ને ભૂલી શકતો નહોતો તેથી અવાર નવાર અનિતા અને હુ ફોન પર એક બીજાની ખબર પૂછી લેતા હતા..... અનીતા ને તેના પતિ જોડે બિલકુલ બનતું ન હતું તેથી તેને ડિવોર્સ લઈ લીધા હતાં... તેને તો મારી જોડે જ રહેવું હતું એટલે અમે બંનેએ નક્કી કર્યું કે આપણે સાથે રહીશું પણ સાથે રહેવા માટે પૈસાની જરૂર પડશે તેથી વિવેકનો કિડનાપિંગનો પ્લાન બનાવ્યો હતો.... અનિતા ગુપ્તાજી ને સારી રીતે ઓળખતી હતી તેમની જોડે ખૂબ જ પૈસા હતા તે જાણતી હતી... વિવેકને પણ તે ઓળખતી હતી અને એટલે જ તેને હેલ્પ કરી હતી......અમદાવાદમાં તેના ફ્લેટમાં જ તેણે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી..

સૌપ્રથમ અમારા બંનેનો રસ્તા નો કાટો નેહાને હટાવી જરૂર હતી તેથી મેં નેહા ને જ્યુસમાં દવા આપીને બેહોશ કરી નાખી બાદમાં ગળુ દબાવીને મેં એને મારી નાખી હતી....તમે મને ટ્રેસ ન કરી શકો એટલે હું મારો ફોન ઘરે જ છોડીને આવ્યો હતો..

નેહા ને લઈને મેં બજારમાં ખરીદી કરવાનો પ્લાન બનાવ્યા બાદ તરસ લાગી છે..‌ એમ કહીને હું જ્યુસ લેવા ગયો હતો...‌ મેં તેને પીવા માટે કેફી જ્યુસ આપ્યું હતું.. આમ બેભાન અવસ્થામાં તેને મારીને તેણી બોડી ને ગાડીમાં લઈ જઈને ટાંકીમાં નાખી દીધી હતી.... મને ખબર હતી કે બિલ્ડિંગ રીનોવેશન માં ગઈ છે.. તેથી મેં તેની લાશને અહીં જ ઠેકાણે લગાવવા નું મુનાસીબ માન્યું...

જ્યારે વિવેકનું કિડનાપિગ કર્યું ત્યારે હું પકડાઈ ન જવું એટલા માટે કોઈ બીજાના નામના નંબરથી નવું સિમ વાપરતો હતો..‌ હું ગુપ્તાજી, બબન બધા જોડે એ જ નંબર થી વાત કરતો હતો.... બાદમાં મેં તે નંબર બંધ કરી દીધો હતો..

કેમક પૈસા આવતાની સાથે બે દિવસ પછી હું અને અનિતા અમે બંને વિદેશ ભાગી જવાના હતા....પણ આ બબને બધો જ ખેલ બગાડી નાંખ્યો... તેને સોનમનું કિડનાપિંગ કરીને ખુબ મોટી ભૂલ કરી હતી .. તેથી મને તેની પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો.. અને તેથી જ મેં તેને પૈસા નહોતા આપ્યા..

ઇસ્પેક્ટર પ્રમોદ : હવે શું તમે બંને જોડે રહેવા માટે આટલો મોટો પ્લાન બનાવ્યો..‌ તેમ છતાં હવે તમે સાથે નહીં રહી શકો .....જો કોઈને કોઈની જોડે ન રહેવું હોય તો કાયદા પ્રમાણે અલગ થઈ જવું જોઈએ .. બધાને પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે...કોઈના જીવનને ખતમ કરીને તમે ખુદ પણ ફસાવ છો દરેક ગુનેગારને એવું લાગે છે કે અમે નહીં પકડાઈએ ...‌પણ એજ મોટી ભૂલ છે..... સત્ય તો સત્ય છે... તે બહાર આવવાનું જ હતું...... પણ સોનમ અને નેહા તો નિર્દોષ હતા .. તેમના મોતની સજા ભોગવવી જ રહી.

સમાપ્ત...🙏🏻😊