DEATH AFTER DEATH. the evil of brut - 44 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 44

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 44

આ વખતે રોમને તેના કેમેરામાં કિલર સહિત ઘણા બધા એનિમલ્સ ના ફુટેજિસ સોફવેર્ડ રાખ્યા છે. કારણકે રોમન અંદરખાન તો એવી ઈચ્છા રાખતો જ હતો કે જો કિલર મળી જાય તો એને પતાવી દઉં. પરંતુ તેની જ અંદરનો એક નૈષ્ઠિક જંગલ સાઇન્ટીસ્ટ તેને આમ કરતાં રોકતો પણ હતો જ .રોમને આ વખતે તેની બેગ માં ઘણી ઘણી બધી બુક્સ અને ઘણી બધી notebooks પણ મૂકી છે જે દર વખત કરતાં થોડી વધારે છે. રોમન તેના ભાવી થી સદંતર અજાણ છે અને તે નથી જાણતો કે તેણે જંગલ બાજુ કેમ પગલા માડી દીધા છે? તે તો આ વખત ને પણ તેના એઝ ઓલવેઝ વાળું તેનું રુટીન જ સમજે છે. જો કે સાચું પૂછો તો એક અમાપ શક્તિશાળી એટલે કે ફિમેલ પણ કદાચ નહીં જ જાણતી હોય કે રોમને જંગલ બાજુ કેમ પ્રયાણ કર્યું છે? જો એ જાણતી હોત તો તેણે ફિયાન્સ ની પાસે કિલર ને મારી નાખવાની ડિમાન્ડ કરી જ ના હોત. એટલે માનવી અને માનવીથી અતિરિક્ત અતુલ્ય બળશાળી ઓ અને અમાપ શક્તિ શાળી ઓ એ પણ સ્વીકારવું રહ્યું કે નિયતિ થી ઉપર કશું જ નથી.સમસ્યાની બિલકુલ મધ્યમાં ચાલવાવાળો રોમન અને સમસ્યાનો સર્વેસર્વા એવો રોમન સ્વયં નથી જાણતો કે આ સમસ્યા શો ઉકેલ છે? કદાચ female પણ સંભાવનાઓ ને જ સુઘી શકે છે. બાકી તેને પણ નહીં જ ખબર હોય કે ક્યારે પાસો પડવાનો છે. ફરી એકવાર રોમન ની કાર ડેસ્ટિનેશન કેમ્પ પરથી સ્ટાર્ટ થાય છે અને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ હવામાં ઊડતી ઊડતી ફરી એકવાર જંગલની હદ પર બ્રેક્ડ થાય છે.રોમન ફરી એકવાર પાછો ત્યાં જ જવા માંગે છે જ્યાં તેની પહેલીવાર ફિમેલ સાથે મુલાકાત થઈ હતી. રોમન એ મંચ ની નીચે ઊભો રહીને ઉપર જુએ છે અને બોલે છે તને યાદ તો હશે જે આ જગ્યા બેબી?
એક મિનીટ રહીને રોમન કહેેેેેે છે તુ કંઈ બોલી કેમ નહીં ?
રોમન ની આંખમાં જળજળીયા આવી જાય છે.એટલા માટે નહીં કે તે female કે અન્ય કોઈ ને લઈને ભાવુક છેે પરંતુ રોમન એમ વિચારી રહ્યોો છે કે જો મને આ હાલત માં કોઈ એકલો બબડતો જુએ તો નક્કી જ મને એ પાગલ જ સમજી બેસે. કાારણ કેે આવું વર્તન તો કોઈ પાગલ જ કરી શકે છે.

રોમન તેની બેગ નીચેે મૂકે છ અને બોલે છે તમારે લોકોએ કેવી શાંતિ?અમારે મનુષ્યો એ તો ક્યાંય પણ જાાઓ સૌથી પહેલા ખાવાની અને પીવાની જ ચિંતા કરવાની. વેરી લકી યુ બેબી.
રોમન તેની બેગમાંથીી તેનું નાઈફ કાઢે છે અને તેના કેસ સહિત જ તેને કમર પર ફિક્સ કરે છે.અને પાછો બેગ હાથમાં લઇનેે જંગલ ના ડીપ ઇન્ટિરિયર માં જવા લાગે છે. રોમન જાણે છેેેે કે અનયુઝવલી કેમેરો બહાર કાઢવાનો‌ કોઈ જ મતલબ નથી.અને આમેય પણ રોમન કોઈ ફિલ્મ શૂટ કરવાની ગણતરી ‌ થી આવ્યો પણ નથી .એતો બસ એમ જ માને છેેેે કે જંગલ મને તેની પાસે ખેંચી લાવ્યુ છે.અને હું જંગલમાંં આવી ગયો છું . થોડે દુર ચાલતા રોમન ની સામેથી એક એનાકોન્ડા પસાર થાય છે અને રોમન એકદમ જ રોકાઈ જાય છે. રોમન જલ્દીથી તેની બેગમાંથી તેનું ઉપકરણ બહાર કાઢી ને તેને જોવે છે અને female ને સંબોધતો હોય તેમ બોલે છે અને કહે છે કે બેબી ડુ યુ નૉ? મોટાભાગના જંગલ સાયન્ટિસ્ ૬ ૦ થી ૧૦૦ ફૂટ ના વિશાળકાય એનાકોન્ડા ને જોવા માટે અહીં જંગલો માં રખડપટ્ટીકરતા હોય છે .