Aahvan - 12 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 12

Featured Books
Categories
Share

આહવાન - 12

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૧૨

હોટેલનાં રૂમમાં વિકાસ આંટા મારી રહ્યો છે... એનું મન ચિંતામાં છે. અર્થને કંઈ થશે તો ?? એ ભગવાનને મનોમન પ્રાર્થના કરવાં લાગ્યો, " હે પ્રભુને મેં આટલાં દિવસ મારી જિંદગીને જોખમમાં નાખીને પણ કેટલાં લોકોની જિંદગી બચાવી છે....તો તું મારી સામે આટલું પણ નહીં જોવે ?? મને મારાં દીકરાને એકવાર મળવાં પણ નહીં દે ?? " જાણે આ બધાંએ એની ઉંઘ ખરાબ કરી દીધી છે.

વિકાસે ડૉ. કચ્છીને ફોન લગાડ્યો ને અર્થની સ્થિતિ વિશે પૂછ્યું, " અર્થને કેવું છે ?? એને સારું તો થઈ જશે ને ?? "

ડૉ. કચ્છી : " હાલ તો કંઈ પણ કહેવું મુશ્કેલ છે...તમે પોતે આટલાં મોટાં ડૉક્ટર છો મારે તમને એક કહેવાનું હોય ??"

વિકાસ : " પણ તો પણ ?? મેં એને જોયો પણ નથી હોતી બે મહિના થયાં એનાં જન્મ્યા પછી... પ્લીઝ કંઈ કરજો..."

ડૉ. કચ્છી : " ડૉ. વિકાસ હું તમારી માનસિક સ્થિતિ સમજું છું...તમે તો આવાં જ અસંખ્ય ક્રિટિકલ જીવન મરણ સાથે ઝઝુમી રહેલાં લોકો સાથે કામ કરી રહ્યા છો...એટલે ડૉક્ટર તરીકે તો બધું સમજી જ રહ્યાં છો પણ પણ એક પિતા તરીકે તમારું મન કદાચ આ બધું સ્વીકારી રહ્યું નથી. તમારી જગ્યાએ હું હોવ તો મારી પણ આ જ હાલત હોય. "

વિકાસ : " હા બરાબર છે. મારે એને એકવાર જોવો છે એકવાર મારો આ ક્વોરેન્ટાઈન પિરીયડ પૂરો જાય એ પહેલાં હું ચોક્કસ આવીશ."

ડૉ. કચ્છી : " ચોક્કસ હું મારાથી બનતો પૂરેપૂરો પ્રયત્ન કરીશ..‌તમે ચોક્કસ આવી શકો છો."

વિકાસ : " એક વાત કહું...?? તમે તમારાં પોતાનાં બાળક માટે જે લેવલ સુધી જોખમ લઈને સારવાર અને કાળજી રાખો એ રીતે અર્થની સારવાર કરજો...પોતાની જરાં પણ ચિંતા ન કરતાં..."

ડૉ. કચ્છી : " તમે જરાં પણ ચિંતા ન કરો.. બધું સારું જ થશે..."

ને પછી ફોન મુકાઈ ગયો... વિકાસ જાણે ડૉક્ટર તરીકે આટલો બાહોશ હોવાં છતાં એ આજે પિતા તરીકે જાણે નબળો પડી ગયો. ને નાનાં બાળકની જેમ મોબાઈલમાં એનો ફોટો જોઈને રડવા લાગ્યો.

**************

સ્મિત અને પ્રશાંત બેય જણાં નવી કંપનીમાં આવી ગયાં. એનાં બે ઓનરે એમને બધું જ સેટ અપ કરી આપ્યું. પછી એમને અમૂક જરૂરી ફોર્માલિટી પતાવીને એમને એ રિસર્ચ એરિયામાં લઈ ગયાં. મોટાં ભાગની ખૂટતી વસ્તુઓ આવી ગઈ છે. બે ત્રણ વસ્તુઓ બપોર સુધીમાં આવી જશે એમ કહ્યું.

સ્મિત : " મિસ્ટર મહેતા આપે બહું જ ઓછાં સમયમાં બહું સરસ ગોઠવણ કરી આપી છે. અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું કે તમે આટલાં વિશ્વાસથી જે કામ સોંપ્યું છે એ ચોક્કસ પૂર્ણ થાય. "

મિસ્ટર મહેતા : " મિકિન ઉપાધ્યાય એ કહ્યું એટલે એમાં કોઈ શંકાને સ્થાન જ ન હોય...એ મારો ખાસ ફ્રેન્ડ છે. તમે એનાં ભાઈ જ છો ને ?? "

સ્મિત : " હા અમે ભાઈઓ અને ભાઈઓ કરતાં વધારે મિત્ર છીએ. "

મિસ્ટર મહેતા : " એક વાત પૂછું ?? તો તમારી સરનેમ કેમ અલગ છે ?? સમજાયું નહીં..."

સ્મિત : " એક વાત કહું અંકલ..અમૂક વસ્તુઓ અકબંધ રહે એમાં જ ભલાઈ છે...પછી ક્યારેક નિરાંતે વાત કરીશું..."

મિસ્ટર મહેતા : " હમમમ...હવે તમારે કોઈ વસ્તુની જરૂર હોય તો કહો..."

સ્મિત : " પહેલાં તબક્કાનાં વેક્સિન પરીક્ષણ માટે દસ માણસો જોઈએ છે... પાંચ પોઝિટિવ પેશન્ટ અને પાંચ સાજાં વ્યક્તિઓ..."

મિસ્ટર મહેતા : " હું તપાસ કરી જોઉં ને રાત સુધીમાં એમને બોલાવી દઉં..."

સ્મિત : " આપને ત્યાં સુધી એનિમલ પૃવિગ નું સક્સેસ પરીક્ષણ ફરી એકવાર આપને બતાવી દઉં..."

મિસ્ટર મહેતા : " તમને બીજાં જેટલાં માણસો જોઈએ મદદ માટે એ કહેજો... અહીં કંપનીમાં દરેક માણસોને અમે એક પરિવારની જેમ જ રાખીએ છીએ. એટલે કોઈ કોઈની સાથે વિશ્વાસઘાત કરે એવું વિચારી પણ ન શકીએ. દરેક માણસોને એમનાં કામનાં પ્રમાણમાં પગાર પણ એટલો ચુકવીએ છીએ જેથી એ બે નંબરનાં આડાઅવળા ધંધા કરવાનું વિચારી પણ ન શકે."

સ્મિત : " હા ચોક્કસ કહીશ...હાલ તો પ્રશાંત છે મારો ડાબો ને જમણો એટલે કોઈ ચિંતા નથી. એનાં પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. "

મિસ્ટર મહેતા : " ક્યારેક દૂધનો દાઝ્યો છાશ પણ ફુંકીને પીવે એમ પણ બધાં માણસો સરખાં ન હોય તમે ત્યારે કામ શરું કરો બસ આપણે મિશન પૂરું કરવાનું છે કોઈ પણ રીતે...."

સ્મિત : " હું મારો બનતો પૂરેપૂરો પ્રયત્ન કરીશ..." ને પછી મિસ્ટર મહેતા નીકળી ગયાં.

************

મિકિન સાંજે પોતાની બાલ્કનીના હીંચકામાં બેઠો છે. ઠંડી હવાની લહેરો એનાં ચહેરાને સ્પર્શીને પસાર થઈ રહી છે. આ શીતળતા આજે એને જાણે દઝાડી રહી છે‌. જ્યાં એ રોજ પોતાને એક આરામ માટે બેસે છે આજે એ જ જગ્યાએ એનું મન જાણે કાબુમાં નથી. એ ફરી ફરી આંટા મારવાં લાગ્યો. શું કરવું એને સમજાઈ નથી રહ્યું.

કાજલ આવીને બોલી, " મિકિન મને અર્થ વિશે વિચાર આવી રહ્યાં છે... મેં અંજલિભાભી સાથે વાત પણ કરી...એની સ્થિતિ વધારે નાજુક બની રહી છે‌. એ પોતે ઘરે છે પણ એમનો જીવ પણ કચવાઈ રહ્યો છે. ફક્ત બે મહિનાનાં બાળકને કોઈનાં ભરોસે કેવી રીતે મૂકી શકાય ?? "

મિકિન : " એ તો છે જ..સમયનો શું ભરોસો..?? પણ મારું મન તો કંઈ અલગ દિશામાં જ આજે મારાં ન ઈચ્છવા છતાં દોડી રહ્યું છે‌ . હું જેટલું એને પાછું લાવવાં મથું છું એટલું જ એ તરફ દોડે છે."

કાજલ : " મને કંઈ સમજાતું નથી તું શું કહી રહ્યો છે."

મિકિન કાજલને હાથ પકડીને એને એમનાં રૂમમાં લઈ ગયો. પછી બોલ્યો, " કાજલ મિસ્ટર અરોરાનો ફોન આવેલો એમણે કહ્યું કે બસ કાલે તમારો રિપોર્ટ થાય પછી એ નેગેટિવ આવે એટલે ફટાફટ આવીને તમારી જગ્યા સંભાળી લો..."

કાજલ : " હા તો એ તો સારું છે ને એમાં શું ચિંતા કરે છે."

" મિસ્ટર અરોરા બહું સારાં વ્યક્તિ લાગે છે મને. મેં તો એમનાં વિશે સાંભળ્યું હતું એવું કંઈ નથી રોજ મારાં સમાચાર લે છે ફોન કરીને...."

કાજલ : " હા તો પછી બોલ હવે શું ચિંતા છે ?? "

મિકિને પોતાનાં કપબોર્ડમાંથી બે ત્રણ ફાઈલો કાઢીને વારાફરથી ખોલવા લાગ્યો.

કાજલ : " આ શું છે ?? આ તો બધી આપણાં ઘરનાં દસ્તાવેજ, બધું ઇન્વેસ્ટમેન્ટની , છોકરાઓની ને આપણી બધી બધી જરૂરી ડિટેઈલ છે. પણ અત્યારે આ બધું કેમ કાઢ્યું છે ?? "

મિકિન કાજોલનો હાથ પકડીને બોલ્યો, " મને એ દિવસનાં સ્વપ્ન પછી મારું મન ફરીથી બહું મૂંઝાઈ રહ્યું છે. મને એમ થાય છે કે મને કંઈ થશે તો ?? મારાં જીવ પર જોખમ હોય એવું મને લાગી રહ્યું છે. હું કદાચ ન હોઉં તો બધી જવાબદારી તારાં પર આવી જશે...!! "

કાજલે મિકિનના બે હોંઠો પર હાથ મૂકીને કહ્યું, " બસ હવે કંઈ બોલીશ નહીં. તને કંઈ થવાનું નથી. તારામાં તો કોઈ એવાં લક્ષણો નથી તો પછી ટેસ્ટ નેગેટિવ જ આવશે...અને ન કરે નારાયણને કદાચ પોઝિટિવ આવશે તો પણ યંગ અને જેને બીજી કોઈ મોટી બિમારી ન હોય એ બધા સારાં થઈ જ જાય છે...તો તને પણ સારું થશે જ ને... આટલું કેમ ગભરાય છે ?? "

મિકિન : " મને કોરોનાનો ડર નથી લાગી રહ્યો પણ માણસોનો ડર લાગી રહ્યો છે. બસ સતત એવું ભાસે થયાં કરે છે કે કોઈ જાણ્યા પણ અજાણ્યા લોકો મને મારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને હું મારી જાતને બચાવવા માટે તરફડી રહ્યો છું...પણ દૂર દૂર સુધી કોઈ મારી મદદે ન આવે એવી જગ્યાએ પહોંચી ગયો છું...."

કાજલ : " અર્થ માટેનું સ્વપ્ન સાચું પડ્યું એટલે આ પણ પડે એવું જરૂરી થોડું છે ?? એવાં તો કેટલાંય સ્વપ્ન આવીને જતાં રહ્યાં એમાંનું કંઈ કોઈ દિવસ થયું છે હજી ?? "

જે પણ હોય આ બધું જોઈ લે કહીને મિકિને કાજલને એક પછી એક બધાં જ કાગળની વિગતો વ્યવસ્થિત રીતે સમજાવી. એણે પોતાનાં બધાં પાસવર્ડની ડિટેલ્સ પણ એક નાની ચીટમાં લખીને આપી દીધી.

કાજલ : " બસ હવે ખુશ ને ?? તને કંઈ નથી થવાનું...તને કંઈ થશે તો હું પણ નહીં જીવી શકું..."

મિકિન નાનાં બાળકની જેમ કાજલના ખોળામાં સૂઈ રહ્યો ને હજું પણ એ એક જ વાક્ય બોલી રહ્યો છે, " કોણ જાણે કેમ ઉંડે ઉંડે કોઈ મને મારવાની સાજિશ રચી રહ્યું છે પણ કોણ જાણે બધો ખેલ મારાં સુધી પહોંચી નથી રહ્યો...!! "

શું સાચે મિકિનનું સ્વપ્ન સાચું પડશે ખરાં ?? અર્થને સારૂં થશે ખરાં ?? પિતા પુત્રનું મિલન થશે ખરાં ?? સ્મિતની નવી સફર કેવી રહેશે ?? એને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......