THE PAIN OF BREAVEMENT in Gujarati Anything by Aarti bharvad books and stories PDF | વિરહ ની વેદના

Featured Books
  • ફરે તે ફરફરે - 51

    હોટેલમાંથી આડા આડા ચાલતાં પેટ પકડીને  આડો થઇને સીટમા બે...

  • ભાગવત રહસ્ય - 142

    ભાગવત રહસ્ય-૧૪૨  જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર...

  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

Categories
Share

વિરહ ની વેદના

કહેવાય છે કે એક સ્ત્રી ધારે એ કરી સકે છે એક સ્ત્રી ને માં દુર્ગા,લક્ષ્મી અને મહાકાળી નો અવતાર ગણવામાં આવે છે.સ્ત્રી જ્યાં સુંધી શાંત હોય ત્યાં સુંધી જો એ એના પોતાના પર કોઈક વાત આવે તો મહાકાળી નું રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે જેની આગળ કોઈનું પણ ચાલે નહિ,માતા પાર્વતી પણ જયારે ક્રોધમાં આવી ને મહાકાળી નું સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે એમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ તેમના પગ નીચે આવી ને એમનો ક્રોધ શાંત કર્યો હતો ,એક સ્ત્રીની હઠ એટલેકે જીદ ની સામે પોતે ભગવાનને પણ હરવું પડે છે સ્ત્રી એટલી સાહસિક અને પ્રેમાળ ની સાથે એ દરેક રીતે સક્ષમ પણ હોય છે જે પોતાના દુખ ને અને કષ્ટોને પોતાના મનમાં રાખીને બહાર થી ખુશ રહેવાની તાકાત ધરાવે છે,મનમાં ઘણી વેદના હોવા છતાય બાજુ વાળા વ્યક્તિ ને પણ જાહેર ના થવા દે કે એના મનમાં કેટલા દુખ ને એ સમાવી ને બેઠી છે.

એ સ્ત્રી ના મન માં ઘણી વેદનાઓ ભરેલી છે છતાય જાણે કે એક દમ ખુશ હોય એ રીતે રહે છે,પરિવાર થી દૂર રહીને પોતાનું જીવન એકલા જ જીવવું એ હવે તો નક્કી કરી લીધું હોય એમ બસ પોતાની નોકરી અને મિત્રો ની સાથેજ સમય પસાર કરવાના ધ્યેય સાથે હવે તો એ આગળ વધી રહી છે,ના જાણે તકદીરના કેવા લેખ લખાયા હશે કે નાની વયમાં જ એને ઘણા કષ્ટો નો સામનો કરવો પડ્યો છે,ઘણી તકલીફો પડી છતાય એને હિંમત હારી નથી.અને એ પોતાના મન પર પથ્થર મુકીને જીવી રહી છે,ઘણી આશાઓ મનમાં છે પણ એ પૂરી થશે કે નહિ એની એને ખબર નથી.પણ તોયે એને હાર માની નથી.

સુખી અને શાંતિ પૂર્ણ દામ્પત્ય જીવન ચાલી રહ્યું હતું,ઘરમાં પણ બધા હળીમળી ને રહેતા નાનું કુટુંબ સુખી કુટુંબ હતું.ઘરમાં સાસુ-સસરા અને જેઠ-જેઠાણી અને એ બંને પતિ-પત્ની હતા બંને દેરાણી અને જેઠાણી તો બે બહેનો હોય એમ રહે અને ઘરના કામ પણ હળી મળી ને પતાવી દે ,ક્યાય ફરવા જવાનું થાય તો પણ પરિવારના બધા સાથે જ જતા,બંને પતિ પત્ની ને પણ એકબીજા પ્રત્યે એટલો જ પ્રેમ પણ હતો,આ ખુશ અને સુખી પરિવારમાં એમની નાની ફૂલ જેવી રૂપાળી દીકરી જન્મી દેખાવે એટલી સુંદર અને ઉજળી હતી કે એને જોઇને આપણી આંખો અંજાઈ જાય રૂપ તો એવું કે જાણે સ્વર્ગની કોઈ અપ્સરા હોય એવી અને હરણી જેવી ધાર દાર આંખો,આ નાની પરી ના આગમન થી મમ્મી અને પપ્પા બંને ને એકબીજાની વધારે નજીક લાવી દીધા મમ્મી પપ્પા એમની લાડકી સાથે ઘણા જ ખુશ રહેતા હતા કારણ કે દીકરીના આવથી ઘરના વાતાવરણમાં વધારે ખુસનુંમાં માહોલ બની ગયો હતો અને દાદા દાદી ને પણ પોતાની પોઉત્રી ઘણીજ વહાલી હતી ઘણા લાડકોડમાં એ દીકરીને રાખતા અને એના પડતા બોલ ઝીલાઈ જતા હતા.આવા ખુશી ના માહોલમાં ના જાણે ક્યાંથી કોઈ દુઃખનું વાદળ ફાટી પડ્યું એ કઈ જ ખબર જ ના પડી.

કુદરતના કાળ નો એવો પ્રકોપ થયો કે અચાનક પરિવારમાં એવો પ્રશ્ન ઉભો થયો કે પતિ પત્ની ને હવે અલગ રહેવું પડે એવી સ્થિતિ ઉભી થઇ,આવું થવા પાછળ નું કારણ તો કોઈને ખબર નથી પણ ચોક્કસ કોઈક ની ખરાબ નજર આ સુખી અને ખુશ દંપતી ને લાગી ગઈ હોય એવું લાગે છે,અચાનક જ એક સાથે રહેતા બે વ્યક્તિઓ ને જુદા કરવા માં આવે તો એમની મનહ સ્થિતિ કેવી થઇ હશે એ કોઈ વિખુટા પડેલા દંપતી જ સમજી શકે, એક પત્ની ને તેના પતિ અને તેની દીકરી થી અલગ થઈ ને રહેવાની પરિસ્થિતિ સર્જાઈ એ સમય તો જાણે એના માથે આભ તૂટી પડ્યું હોય અને જાણે કે આખા જગત માં એ સાવ એકલી પડી ગઈ,એક સ્ત્રી ની એકલતા તો એક સ્ત્રી જ સમજી શકતી હોય છે કે જે એના પતિ અને બાળક વગર કેવી રીતે રહી શકી હશે?

કહેવાય છે કે આપણને દુનિયામાં એકલા પડી જઈએ તો કોઈ સહારો આપે કે ના આપે પણ પોતાના માં-બાપ ક્યારેય પોતાના સંતાનને તરછોડતા નથી.એટલે આ એકલી અટૂલી બનેલી સ્ત્રીને તેના માં-બાપનો અસરો મળ્યો અને એ તેના માં-બાપની સાથે એના પિયરમાં રહેવા લાગી,શું કરે કોઈ દીકરીને પોતાના લગ્ન પછી પિયર માં રહેવું ઝાંઝું ન ફાવે પણ પરિસ્થિતિ જ એવી હતી કે ત્યાં રહે નહિ ટો એ જાય ક્યાં?અને આ દુનિયા ટો એકલી સ્ત્રીના વિષે શુ યે વિચારો કરે,આખરે એ પોતાના મનને માનવી ને પોતાના માં-બાપના ઘરે રહે છે હરેક પળ પોતાના પતિ,દીકરી અને પરિવાર અને પોતાના ઘરની યાદો માં ઝૂરતી રહેતી,જીવવાની તો આશા ન હોવા છતાય એ એક દિવસ તો પરિવાર પાછો મળશે એ આશા સાથે મન મારી ને જીવી રહી હતી.

આમ ને આમ દિવસો વીતી રહ્યા હતા અને અચાનક એને એક આશાની કિરણ મળી,એને સારી એવી જગ્યા એ નોકરી મળી ગઈ અને હવે એનો મોટા ભાગનો સમય નોકરીમાં અને કામમાં જ નીકળી જાતો એટલે એને ઘરની અને દીકરીની યાદ કરવાનો મોકો ઘણો ઓછો મળતો હતો અને એના કારણે એનું દુખ પણ ઓછુ થયું, ઓફિસ થી ઘરે જાય એટલે ઘરના કામ માં લાગી જાય અને કામ પૂરું થાય એટલે સુઈ જાય,પાછુ સવારે ઉઠીને એજ ક્રમ હોય આમ ને આમ દિવસો વીત્યા પણ એના મનમાં તો પોતાની દીકરી ને મળવાની ઘણીજ ઈચ્છા થતી પણ એને મળવામાં પણ ઘણા અવરોધ નડતા હશે જાણે કે રસ્તામાં કોઈએ કાંટા રોપ્યા હોય એવી સ્થિતિ હતી, રોજ વિચાર કરે કે મારી દીકરી શું કરતી હશે અને કેવી દેખાતી હશે બસ મનમાં એનું ચિત્ર ની કલ્પના જ કર્યા કરે, સાસરીના આસપાસમાં કેટલીક સખી મિત્રો હતી જે એને થોડી ઘણી માહિતી આપતી રહેતી.પોતાની દીકરીના વિષે માહિતી જાણી ને એને મનમાં દીકરીને મળવા જવાની ઘણી ઈચ્છા થતી.

હવે તો દીકું લગભગ ૧૦ વર્ષની થઇ ગઈ છે,એક માં પોતના બાળકને જોયા વિના કેવી રીતે રહી શકે?આ સ્ત્રી એ પોતાના મન પર પત્થર રાખીને પોતાના માતૃત્વને રોકીને એટલા વર્ષો કેવી રીતે વિતાવ્યા હશે?એક દિવસ અચાનક સખી નો ફોન આવ્યો અને એને દીકું વિષે ઘણી વાતો કહી અને કહ્યું કે તારી દીકું તો ઘણી મોટી થઇ ગઈ છે અને બસ તારા જેવી જ દેખાય છે અને રૂપાળી પણ એટલી જ છે,એક માં પોતાના બાળકને જોવા ઝંખતી હોય અને કોઈ એના બાળકની આવી પ્રસંશા કરે તો એ માં પોતાના માતૃત્વને રોકી શકે ખરી? તેમ એ સ્ત્રી પણ પોતાની મમતા ને કાબુમાં ન રાખી શકી અને એના માતૃત્વ પર પડેલી ધૂળ જાણે કે કોઈએ ખંખેરી નાખી પછી તો હવે એને પોતાની દીકું ને જોવાની ઘણી ઘેલછા મનમાં જાગી અને નક્કી કર્યું કે મારે હવે તો એને જોવીજ છે કે એ કેવી દેખાતી હશે?આખી રાત બસ એજ વિચારોમાં રહી.

સવાર પડતા જ પોતાની દીકું ને મળવા માટે સવારે વહેલા બસ પકડે છે અને જ્યાં તેની દીકું ભણે છે એ શાળા એ જઈને પહોચે છે,એક માં ને પોતાના બાળક ને મળવા માટે આટલી તકલીફ નો સામનો કરવો પડે છે એ માં ના હૃદય ની શી હાલત થતી હશે કે જે પોતાના બાળક ને આમ છુપી રીતે જોવા અને મળવા માટે જાય છે.દીકું ની શાળા ના ગેટ પર એની રાહ જોતી ઉભી રહી,આવતી જતી દરેક રિક્ષા અને વાન માં જોવે કે ક્યાંક મારી દીકું મને અહિયાં મળી જાય,એ પોતાની દીકું ને જોવા માટે ઘણી જ વ્યાકુળ હતી.આખરે એ વાન આવી અને એમાં થી એની દીકું ઉતરી અને એ જોઇને એ સ્ત્રી પોતાના આંશુ ને રોકી શકી નહિ અને આખરે એની આંખો માં ક્યારના રોકાઈ રહેલા અને સુકાઈ ગયેલી અશ્રુ ની નદી માં આજે તો પૂર આવ્યું છે,દીકું વાન માંથી ઉતરીને શાળા ના ગેટમાં જતી રહી,પેલી સ્ત્રી એની સાથે વાત કરવા માટે કેટલી બેતાબ હતી અને આટલે દૂર થી પોતાની દીકુને મળવા આવેલી પણ કુદરતના કહો કે માનવીના પણ ખેલ તો જોવો સાહેબ છેક ત્યાં પોતાની દીકુની નજીક હોવા છતાય એ એની સાથે વાત ના કરી શકી કારણકે શાળામાં પણ એના પરિવારના લોકોએ એ સ્ત્રીને દીકુને મળવા ન દેવાની નોટીસ આપેલી હતી,આખરે એ પોતાની દીકુને જોઇને જ પછી વળી ગઈ અને પાછી પોતાના માં-બાપના ઘરે જતી રહી,

પોતાની દીકું ના વિરહ માં એ સ્ત્રી રોજ પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહે છે,એના મનમાં તો ઘણા દુઃખોના પહાડ અને લાવરસ રોજ ફાટે છે એ ટો માત્ર એ સ્ત્રીજ જાણે છે છતાય એ પોતાના મન ની વાતને પોતાના ચહેરા પર લાવવા દેતી નથી મનમાં ઘણા સવાલો અને કેટલાય ગમ ને ભરી રાખીને ચહેરા પર તો હસી જ રાખે છે જાણે કે એને કોઈ જ તકલીફ કે દુખ જ ના હોય એમ હળવા મને જીવતી હોય એમ માલુમ પડે છે.આ દુનિયાનો દસ્તુર એવો છે સાહેબ કે એકલી સ્ત્રી ને જીવવા દેતા નથી, એકલી સ્ત્રીના માથે કેટલાય લાંછન લગાવે છે.પણ એ સ્ત્રીની વેદના ને કોઈ સમજતું નથી કે એને કોઈ પૂછતું પણ નથી કે એના મનની શું હાલત છે,પણ આ દુનિયાના લોકો ના મોઢા ને કોણ બંધ કરે,તો પણ એ સ્ત્રી પોતાની જિંદગી જીવે છે દુનિયા ને જે કઈ પણ કહેવું હોય એ કહે પણ એતો હવે દુનિયાની પરવાહ કર્યા વિનાજ બસ પોતાની દુનિયામાં જ જીવે છે અને દરેક દિવસ પોતાની દીકરીના વિરહ માં જીવે છે,એક માં અને દીકરી ના વિરહ ની એવી સ્થિતિ છે કે હજી આજે પણ એ પોતાની દીકરીને મળી સકી નથી.એ પોતાના મનમાં રહેલી દીકરીને મળવાની આશા સાથે જીવી રહી છે કે ક્યારેક તો પોતાની દીકું ને અને પોતાના પતિને મળશે અને એને તેનો પરિવાર એને પાછો મળશે.

ના જાને કેસા જખ્મ ખાયા હૈ મેને,

કી ભરતા હી નહિ,

મેરે હાલાત હૈ એસે કે કોઈ સમજતા હી નહિ!

ના જાને કિસકા હૈ ઇન્તજાર મુજે,

કી યે પતા ચાલતા હી નહિ,

ના જાને કોન શી મંઝીલ દેખી હૈ મેને,

કી રસ્તા હી મિલતા નહિ,

ચેન ઓર સુકુન તો બહુત ખોજા મેને,

કી કહી પે વો મુજે મિલા હી નહિ,

એ જિંદગી બહોત સમજના ચાહા તુજે મેને,

કી એક તું હી હૈ જો મે સમજ શકી નહિ,

ના જાને કેસા.........