Dil Ni Kataar - Kavita in Gujarati Magazine by Dakshesh Inamdar books and stories PDF | દિલ ની કટાર.... કવિતા 

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

દિલ ની કટાર.... કવિતા 

દિલની કટાર....
"કવિતા"
કવિતા, ક..વિ..તા.., ક, વિતા.. કવિ ઉપર વિતી હોય એમાંથી થતું સર્જન કવિતા, કવિ પર અનેક રીતે વીતે છે જેમાં ઘણી સંવેદનાનાં પ્રકાર છે ભાવ છે. પ્રેમ, લાગણી, દયા, ક્રોધ, તડપ, વિરહ, ખુશી, આનંદ, વિયોગ, ઉત્તેજના, શૌર્ય, દેશભક્તિ, કરુણતા, કોમળતા, પ્રાર્થના, સ્તુતિ, આશીર્વાદ, કરુણા, કલ્પના, સ્વપ્ન, કટાક્ષ, ટોણાં મજાક, મસ્તી, ટીખળ, ક્ષમા, ફરિયાદ, સ્વર્પણ, સમર્પણ, માફી, શોખ, કળા, કરતબ, ગીત, સંગીત, સ્મરણ, યાદો, એકાંત, ઘોંઘાટ, ત્રાસદી, રસ, રંગ, સ્મૃતિ, વિસ્મૃતિ કેટ કેટલાં પ્રકારની સંવેદના કવિતા રચવા માટે સર્જાય છે. સર્જન થાય છે.
આપણામાં કહેવત છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, નવી કહેવત જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે પ્રેમ સંવેદના.....
કવિતા એમ સર્જાય છે.. બે અક્ષર કે શબ્દનાં સર્જન પાછળ "વીતી" હોય છે જે વીતી હોય છે એનાં નકારાત્મક અને હકારાત્મક બંન્ને ભાવ હોય છે એમ શબ્દો નથી ટપકતાં મનથી કે લખાણથી.. કંઇક એવું બને છે કે શબ્દો દીલને સ્પર્શીને કાગળ ઉપર ઉતરી જાય છે ભલે સાહિત્ય ના વાંચ્યુ હોય કે ભણાયું હોય પણ "દીલ" એવી ચીજ છે કે આપોઆપ સર્જન થાય છે અને એ કાગળ સુધીની સફર ખેડાઇ જાય છે.
બનેલાં કે જોયેલાં બનાવો જો સ્પર્શી જાય તો કવિતા કે નવલકથાનું સર્જનનું કારણ બને છે. કહેવાય છે... કહેવાય છે શું સનાતન સત્ય છે કે "કંઇક" થવા પાછળ "કોઇક" "કારણ" હોય છે કારણ નિમિત્ત બને અને કવિતાનું સર્જન થાય છે.
પ્રસિધ્ધ કવિઓ, નવલકથાકારોનું જીવન તપાસીએ ત્યારે આ સત્ય ઉજાગર થાય છે અનુભવ મોટો શિક્ષક કહેવાય છે અને આ અનુભવ જોયેલો સાંભળેલો કે અનુભવતો કવિતા સર્જનનું કામ કરે છે.
કવિતાઓ પ્રેમ,વિરહ, તડપ, આનંદ, ખુસી, દુઃખ ઉપર વધુ સર્જાય છે બે દીલ મળી એક થાય અને નવું પ્રકરણ બની જાય છે કેટલાક દ્રશ્યમાન થાય છે કેટલાક અંર્તધ્યાન થઇ જાય છે પણ સર્જાય છે જરૂર.
સંવેદના પણ મૂળભૂત કારણ છે કવિતા રચાવાનું અને એને રોકી શકાતું નથી. જ્યાં સાચી પાત્રતા અને સ્વાર્પણ છે ત્યાં શબ્દો રચાય છે. શબ્દોનાં શણગાર થાય છે. શણગારમાં પણ ભાવ હોય છે સંવેદના હોય છે. બે શબ્દતો ઉતારી જુઓ કાગળમાં એમ નથી લખાતા મામલો સળવળાટ કરે અને સર્જન થાય છે.
દીલમાં થતી સંવેદના શબ્દો ઉતારવા મજબૂર બને છે. અનહદ પ્રેમ કે વ્યથા દીલને સ્પર્શ જાય એવું લખે છે એજ શબ્દો જ્યારે કવિતા કે ગીત રૂપ ગવાય છે ત્યારે થોડો સંતોષ થાય છે જે મનમાં છે દીલમાં છે એ બહાર નીકળે છે અને સૃષ્ટિનાં વાતાવરણમાં ભળી જાય છે જેનાં સુધી પહોંચાડવા છે એને એ અજ્ઞાત રૂપે મળી જાય છે સ્પર્શી જાય છે એટલે જે કવિતાની કદર પણ છે.
ભાવ વિના એમજ લખાયેલા શબ્દો માત્ર સંભાષણ હોય છે સ્પર્શ્ય શકતાં નથી ભલે એકાંત હોય કે કોઇ સાંભળનાર વાંચનાર ના હોય પ્રતિધાત કે પ્રતિભાવ આપનાર ના હોય તોય એ સાચાં શબ્દો એ સાચી સંવેદના સ્પર્શે છે. બસ એ સાચી હોવી જોઇએ હૃદયનાં ઊંડાણથી નીકળી હોવી જોઇએ.
રાધા વૃંદાવનમાં હોય અને કૃષ્ણ કર્મ કાજે મથુરા કે દ્વારિકા કે પછી અન્યત્ર હોય પણ રાધાનો પ્રેમ એટલો ઘાટો હોય છે સાચો હોય છે ગમે તે જગ્યાએ કૃષ્ણ હોય એને સ્પર્શી જાય છે. કોફી આંખમાં ભાવ ઉતરે છે ભાવ જળ લાવે છે એકાત્મતા પ્રેમની સંવેદના પ્રગટાવે છેજે સહુને સ્પર્શે છે મુખમાંથી સાંભળતાંજ "વાહ" નીકળે છે.
સંવેદનામાં વેદના સમાવેલી છે પ્રેમની વેદના પણ એનો વહાલો ભાવ જગાવે છે પ્રેમ બે શબ્દ જાણે હાવી થઇ જાય છે અને આખા જગતનો મુકાબલો કરવા તૈયાર થઇ જાય છે.
કવિતાનાં શબ્દો માત્ર હૃદયને જ સ્પર્શે છે પણ સાથે સાથે આખાં શરીરમાં સંવેદના પ્રગટાવે છે અરે એવું ગાન કે શબ્દો બુઝાયેલા દીપક પ્રજવલીત કરી શકે છે.
કવિ અને કવિતા એકમેકનાં પુરક છે. કવિતાથી કવિ સહુને સ્પર્શી જાય છે અને લખ્યાનું લેખ લેખે લાગે છે.
દીલનો ઉભરો શબ્દોમાં વણાઇ ગયો
શબ્દોનો સમૂહ દીલને સ્પર્શી ગયો...