Hu ane mara Ahsaas - 15 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 15

Featured Books
Categories
Share

હું અને મારા અહસાસ - 15

હું અને મારા અહસાસ

સ્વચાલિત વ્યક્તિ જીવન માં આગળ
વધે છે,
ખુદ નો સહારો જીવન ને સુખી બનાવે
છે.

***********************************

સ્વાદ આસું નો ચાખી ને જોઈ લઉં,
લાવ તને થોડોક ચાહીને જોઈ લઉં.

***********************************

જ્યારે મળ્યો હપ્તા હપ્તા માં મળ્યો,
અડધો નહીં પૂરો પામીને જોઈ લઉં.

***********************************

હું તને ચાહું છું એમ કહીને આજે,
દોરી મર્યાદાની લાંઘીને જોઈ લઉં.

***********************************

તારી આખો નો ની લો રંગ મન ને લોભાવે છે,
ચુપકે થી ઈશારો કરી તારી પાસે બોલાવે છે.

***********************************

આંખો નીલમ જેવી છે,
યાદો સીતમ જેવી છે.

***********************************

મેઘ મન મૂકીને વરસી જાય તો સારું,
વાદળાં આભેથી લપસી જાય તો સારું.

***********************************

જિંદગી માં સુખી
થવા ઈચ્છાઓ ની
બેગ નાની હોવી જોઈએ,
બંદગી માં સુખી
થવા સમર્પણ ની
બેગ મોટી હોવી જોઈએ.

***********************************

આજ ની પેઢી બચત મંત્ર ભૂલી ગઈ છે,
સુખી થવા માટે જીવન તંત્ર ભૂલી ગઈ છે.

***********************************

હ્રદય ની કવિતાઓ સાંભળવામાં ભાષા કોઈ અવરોધ નથી
આંખ ની કવિતાઓ સાંભળવામાં ભાષા કોઈ અવરોધ નથી.

***********************************

પાગલ પ્રેમ ને કોઈ સીમા નડતી નથી,
આઝાદ પંખી ને કોઈ સીમા નડતી નથી.

***********************************


યોગ્ય હોવું જોઇએ
સક્ષમ હોવું જોઈએ.

***********************************

પ્રેમ કરવા માટે સક્ષમ દિલ જોઈએ
પ્રેમ પામવા માટે સક્ષમ દિલ જોઈએ.

***********************************

બેપરવા તારી સાથે ગાઠ બાંધી જન્મોજન્મ ની,
દિલ થી દિલ ની સગાઈ હવે
જન્મોજન્મ ની.

***********************************

અવિચારી પગલું ના ભરો,
જાણી સમજી આગળ વધો.

***********************************

પ્રેમ માં ભાન ભૂલી ગયા,
જામ માં જાન ડૂબી ગયા.

***********************************

દૂરંદેશી લોકો જીવન માં આગળ વધી જાય છે,
સાવધાન લોકો જીવન માં આગળ વધી જાય છે,

***********************************

નુકસાન રૂપિયા નું પહોંચી વળાય,
આસું ના નુકસાન ભરપાઈ ના થાય.

***********************************

મારું દિલ તોડી તું ખુશ રહે છે,
એ વાત ગળે ઉતરે તેવી નથી.

***********************************

હિંમત બહુ મોટી વાત છે,
તે બધાં નથી કરી શકતા.

***********************************

જીવન ને લલકારવું પડે છે,
જાત ને હચમચાવી પડે છે.

***********************************

પ્રેમ હિંમત છે,
પ્રેમ સાહસ છે.

***********************************

આંખ માં આસું છતાં ઠોઠ પર હાસ્ય
કઈ નાની વાત નથી,
દિલ માં આસું છતાં ઠોઠ પર હાસ્ય
કઈ નાની વાત નથી,

***********************************

સપના વગર નો માણસ જીવતા મરેલો ગણાય

***********************************

જીવવું તો સાથે જીવવું
મરવું તો સાથે મરવું
પ્રેમ ના આ વચન
સદા પાળીશું આપણે.

***********************************

જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ જ દૂર જઈ બેઠા છે
જેની દિલ દઈ ને બેઠા છે એ જ દૂર જઈ બેઠા છે

***********************************

મન પ્રફુલ્લિત રાખો,
જીવન માં સુખી થશો.

***********************************

વ્હેમની સાંકળો તોડીને આવી જા,
નાતના બંધનો તોડીને આવી જા.

***********************************

માટી નું છે માટી માં ભળી જાય છે,
તું આત્મા ને કેમ ભૂલી જાય છે

***********************************

પ્રેમ સહેલાઈથી મળતો નથી,
જામ સહેલાઈથી મળતો નથી.

***********************************

સારા દેખાવું સહેલું છે,
સરળ જીવવું અઘરું છે.

***********************************

વિના પ્રયાસે મેળવેલું,
તેનું મૂલ્ય હોતું નથી.

***********************************

જ્યાં સુધી દુનિયા ના કામ માં
આવશો,
ત્યાં સુધી જ તમેતેમની નજર માં ચળકદાર રહેશો.

***********************************

કઈ પણ ની તળિયું આવે ત્યાં સુધી રાહ ના જુઓ,
પરિસ્થિતિ અને વાત ને હમેશાં હાથ પર જ રાખો.

***********************************

જીવ નું તળિયું ભરેલું છે,
મન નું તળિયું ભરેલું છે.

***********************************

ખાલીપો જોવા
ની હિમ્મત હોય
તો જ તળિયું જુઓ,

***********************************

મારી મમ્મી કહેતી હતી
જ્યોતિષ ના સાચા
અને
કૂતરાં ના ડાચા.

***********************************

જ્યોતિષો જો સાચું જ્યોતિષ જોતાં હોત તો,
દરેક જ્યોતિષ મૂકેશ અંબાણી હોત.

***********************************

આપણા હાથ આપણા જગન્નાથ,
જ્યોતિષ જોડાવાની જરૂર નથી.

***********************************

મહાત્મા
સ્વ થી સર્વ
સુધી ની
સફર

***********************************

આત્મા ની
પરમાત્મા
સાથે ઓળખ
થાય
તે જ
મહાત્મા

***********************************

માફી આપનાર મહાન છે,
તે જ મહાત્મા કહેવાય છે.

***********************************

માફી માંગવા થી દુઃખ માં થોડો
ઘટાડો થાય છે,
માફી આપવા થી પરમ સુખ ની અનુભૂતિ થાય છે,

***********************************

આપણે નીચે વાળા ને માફી આપીએ તો,
ઉપર વાળો આપણને ચોક્કસ માફ કરે છે.

***********************************

માફ થવું આપણા હાથ માં નથી,
માફી આપવી આપણા હાથ છે.

***********************************

પશુ પણ માણસ ની પશુતા થી ગભરાય છે,
પશુતા થી દરરોજ ફૂલ જેવી કળી કચડાય છે.

***********************************

પશુ ને પિજરા માં
પૂરનાર આજે ખુદ
પિજરા માં પુરાઈ
ગયો છે,

***********************************

જીવન જીવવા નો હતો આભાસ,
હવે ખરેખર નો થયો છે આવાસ.

***********************************

દિલ માં બનાવી દીધો છે આવાસ,
બસ કાયમ માટે કરવાનો છે નિવાસ.

***********************************

આવાસ પવિત્ર જગ્યા છે,
તેને મંદિર જેમ રાખો.

***********************************

જગમાં નાનો સરખો આવાસ જોઈએ,
દિલ માં વ્હાલ નો વિશ્રામ જોઈએ

***********************************

કરુણા નો સાગર વહેતો રાખજે,
દયા નો દ્રષ્ટિ ભાવ રાખજે.

***********************************

પ્રાણી માત્ર પર કરુણા ભાવ,
પરોપકારી રાખજે સ્વભાવ.

***********************************

અહિંસા પરમો ધર્મ:

***********************************

કોઈ ને નડવું નહીં,
કોઈની વાત માં પડવું નહીં,
તન મન ધન થી કોઈ નું બૂરું
નાં કરવું નાં વિચારવું
એ પણ અહિંસા કહેવાય.

***********************************

લાગણી નું વિમાન ઊડી રહ્યું છે,
વાદળી માં વિમાન ઊડી રહ્યું છે.

***********************************

રામ સીતા ને લઈ ને જુઓ તો,
સાદળી નું વિમાન ઊડી રહ્યું છે,

***********************************

મન ના વિમાન માં બેસીને આવી છું,
હૃદય ના વિમાન માં બેસીને આવી છું.

***********************************

વિમાન માં વ્હાલ મોકલી રહી છું.

***********************************

જાદુ નો થેલો લઈ ને ઘર ઘર ફરતો પોસ્ટમેન,
વ્હાલા નો સંદેશ લઈ ને આવતો પોસ્ટમેન.

***********************************

પોસ્ટમેન ના સાયકલ ની ઘંટડી વાગે દોડી જતું હૈયું,
મોબાઇલ માં મેસેજ ની રીંગ ને ધડકી જાય છે હૈયું.

***********************************

શાળા નું પરિણામ લઈ ને આવતા પોસ્ટમેન,
વ્હાલા ની ખબર લઈ ને આવતા પોસ્ટમેન,

***********************************
પેન્શન ના રૂપિયા લઈ ને આવતા પોસ્ટમેન,
સુખ દુઃખ ના સમાચાર લઈ ને આવતા પોસ્ટમેન,
માં ના આશીર્વાદ લઈ ને આવતા પોસ્ટમેન.

***********************************

શારીરિક શ્રમ પહોંચી વળાય,
માનસિક થાક ના સહન થાય.

***********************************

શારીરિક ઈજા ગુનો છે,
માનસિક ત્રાસ ગુનો છે.

***********************************

કોઈ નું પણ વલણ કે માનસિક દૃષ્ટિ કોણ ના બદલી શકો,
સમય અને સંજોગો વ્યકિત ની માનસિકતા બદલે છે.

***********************************

શારીરિક ખામી વાળી વ્યકિત ઝેલી શકાય,
માનસિક અસ્થિર વ્યકિત ના ઝેલી શકાય.

***********************************

શારીરિક સ્વસ્થતા જેટલી જરૂરી છે,
માનસિક સ્વસ્થતા એટલી જરૂરી છે.

***********************************

બાહ્ય સ્વસ્થતા જેટલી જરૂરી છે,
આંતરિક સ્વસ્થતા એટલી જરૂરી છે.

***********************************