અવની એક એવી છોકરી જે જિંદગીને માણી ને જીવે છે... ભણવામાં પણ સ્કૂલ ની ટોપર, સાથે રમત -ગમતમાં પણ અવ્વલ...સ્કૂલ નું કંઈ પણ કામ હોય એને સોંપવામાં એટલે સમજી લો થઈ ગયું.
અવની દેખાવમાં પણ સુંદર એટલે સ્કૂલના છોકરાઓ ની લાઇન લાગતી પણ અવની કોઈ દિવસ ના તો ભાવ આપતી કે ના કોઈ જોડે વાતો કરતી એને બસ એના પિતાની ઈજ્જત અને એનું લક્ષ બંને જ દેખાતાં હતા પણ સાથે સાથે એટલી જ મસ્તી ખોર..
અનવીના પપ્પા અંબાલિયા ગામના સરપંચ છે., અને પહેલથી જ પૈસાદાર અને મોભાદારમાં ગણતરી થતી. શિવરાજભાઈ એટલાં જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે,સાથે સાથે એ ઈમાનદાર પણ એટલા. કોઈ જ દુઃખી આવે અથવા કોઈ મદદ માંગવા આવે એટલે અવની ના પપ્પા શિવરાજ ભાઈ હાજર જ હોય.આથી ગામ માં બહુ માન એમનું અને આજુબાજુના ગામ અને તાલુકામાં પણ એમના નામથી જ કામ થઈ જતુ.
શિવરાજભાઈ અને પીનાબહેન નું એક માત્ર સંતાન એટલે અવની.. બહુ લાડ થી ઉછેરી બધી જાતની સુખ સુવિધાઓથી કોઈ દિવસ વંચિત નથી રાખી..
અવની ધોરણ દસની પરિક્ષા આપી હોય છે એટલે રિઝલ્ટ પણ આજે આવી ગયું અને સારા એવા માર્કસ થી પાસ થઈ એની સાથે ભણતી બધી જ છોકરીઓ નાપાસ થાય છે બસ આ જ વાતની ઘર માં ચર્ચા ચાલે છે..
અવની બેટા હવે તો ધોરણ નું પરિણામ આવી ગયું છે આગળ શું વિચાર્યું છે , એમ અવની ના પપ્પા શિવરાજ ભાઈ કહે છે..
અવની: હા પપ્પા મેંં વિચાર્યું છે કે હવે આગળ ગામમાં જ ભણવું છે અને કોમર્સ રાખવાનું નક્કી કર્યું છે..
પીનાબહેન : બેટા હવે તો તું એકલી થઈ જઈશ સ્કૂલમાં કેમ કે તારી બધી ફ્રેન્ડ્સ નાપાસ થઈ છે..
અવની: હા મમ્મી પણ અમુક એક વિષય માં નાપાસ છે બીજી વાર જો પરીક્ષામાં પાસ થઈ જશે તો મને પણ એકલું નહીં લાગે. અને આમ પણ આજુ બાજુ ની છોકરીઓ પણ 8માં ધોરણ માં આવી એટલે સાથે આવાં જવાનું રહેશે જ એટલે તમે બંને મારી બહુ ચિંતા ના કરો.. એમ કહી અવની રૂમની બહાર જાય છે..
શિવરાજભાઈ અને પીનાબહેન બેઠા બેઠા વાતો કરે છે કે આજે જરાય અફસોસ નથી થતો કે આપણે એક દીકરો નથી કેમ કે અવની એક દીકરાથી પણ વધુ છે. હંમેશા સ્કૂલ હોય કે અન્ય પ્રવૃત્તિ બધામાં પહેલો જ નંબર આવે. સ્કૂલના આચાર્ય પણ કહેતા હતા કે અવની જેવી હોશિયાર દીકરી તો કોઈક નસીબદારને જ મળે બસ મારી દીકરીને ખૂબ જ ભણાવવી છે. એ મારું માન, સન્માન અને મારો અભિમાન છે એમ બોલતા તો શિવરાજભાઈની આંખોમાં પાણી આવી ગયા. ત્યાં જ વચ્ચે ફોને આવે છે શિવરાજભાઈ પર એટલે આંખો સાફ કરતા કરતા એ બહાર નીકળી ગયા અને પીનાબહેન રસોડામાં જાય છે...
અવની :મમ્મી આજે તો ૧૧માં ધોરણ નો પહેલો દિવસ છે જોઈએ કેવો જાય છે..
પીનાબહેન: પણ તારી માટે બેટા ક્યાં એ નવી શાળા છે તું બાળપણ થી ત્યાં ભણે છે..
અવની: હા મમ્મી પણ તોય અલગ ફીલિંગ આવે સારું તો હું જવ છું સ્કૂલ જય શ્રી કૃષ્ણ..
બસ અવની તો પોતાના કોમર્સ કલાસરૂમમાં આવી ગઈ બધા છોકરાઓ એની સામે જોવે છે કેમ કે અવની એક માત્ર છોકરી હોય છે 11માં ધોરણમાં બાકી બધા છોકરાઓ.
અવની ને પણ અજુગતું લાગતું હતું ત્યાં જ સર આવે છે બધા સ્ટુડન્ટસ ને અભિનંદન પાઠવે છે અને બધા નો પરીચય પુછે છે જે બોયસના ન્યૂ એડમીશન હોય છે.. ત્યાં જ એન્ટ્રી થઈ બધા આર્ટસ ના છોકરાઓ ની એ બધા પણ પોતાનો પરિચય આપે છે..
પાઠક સર હજુ ક્લાસ ની બહાર ગયા એટલે છોકરાઓ ની મોજમસ્તી ચાલુ.. ત્યાં જ એક બોય ની નજર અવની પર પડે છે અને બસ જોતો જ રહે છે.. ત્યારે જ એને મન બનાવી લીધું કે જોઈએ તો આજ છોકરી. નામ એનું મયંક આર્ટ્સ નો સ્ટુડન્ટ ,ન્યુ એડમીશન હતું સ્કૂલમાં બાજુનાં જ ગામ નો રહેવાસી. દેખાવમાં પણ સારો અને ઉંચાઈ પણ સમપ્રમાણ ,વાળ કાળા અને એકદમ સિલ્કી, શરીર નો બાંધો જોઈ ને કોઈ પણ છોકરી એની પર ફિદા થઈ જાય..
મયંકનું દિલ તો અવની પર આવી ગયું હતું એટલે કલાસરૂમ ના જુનાં વિધાર્થીઓને અવની વિશે માહિતી પુછે છે.. ત્યાં જ ઉત્તમ ( અવની ની જુનો કલાસમેટ) બોલે છે..
ઉત્તમ : આ અવની છે પણ તું જે ઇરાદા થી પુછે છે તો તને કહું કે એ આ બાબત માં નહીં પડે અને આ બહુ કડક સ્વભાવની છે તો તુ બીજે કયાંક કોશીશ કર.
મયંક : એવું છે, તો હવે શરત મારી કે હું એના દિલ સુધી પહોંચું છું કે નહીં.
ભુપેન્દ્ર( મયંક નો બેસ્ટ ફ્રેન્ડ): ભાઈ તો થઈ જાય..અને પછી બધા હસવા લાગે છે.
અવની આ બધી વાતોથી બેખબર હતી.ત્યાં જ મયંક ના દિલમાં તો બસ અવની જ વસી ગઈ હતી.. જાણે કે અવની એની જીદ બની ગઈ હોય..
( ક્રમશ..........)