On the shores of a dry lake in Gujarati Short Stories by C.D.karmshiyani books and stories PDF | સૂકા સરોવરને કાંઠે

Featured Books
  • నిరుపమ - 12

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 11

                  మనసిచ్చి చూడు - 11చెప్పు మధు ఎందుకు ఇంత కంగారు...

  • ధర్మ- వీర - 7

    పనోడు తన ఇంటికి వెళ్లి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పారిపోతు ఉ...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • అరె ఏమైందీ? - 25

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

Categories
Share

સૂકા સરોવરને કાંઠે

તમે મનોમન શેઠાણીનો આભાર માનતા હતા . શેઠની સ્વભાવથી તો તમે વાકેફ હતા ,પણ આ બધી શેઠાણીની મહેરબાની હતી ! તમારી કોઈ પણ માંગણી શેઠને ત્યાંથી અસ્વીકાર થતી અને પાછી એ જ માંગણી શેઠાણીને ત્યાંથી મંજુર થઇ જતી ... .નીતીન ! તમે સારી રીતે જાણતા હતા કે આ બધી દવા કામ - ચલાઉ ધોરણે જ ડોકટરે તમને આપી હતી ;
પણ હજી મેડિકલ રીપોર્ટ તો આવવાનો બાકી હજ હતો . યાદ છે ? બે દિવસ પહેલાં શેઠ સાથે તમે મારૂતિમાં શહેર ના પ્રખ્યાત ડોકટરને ત્યાંથી તમારું મેડિકલ ચેક - અપ કરાવીને પાછા આવી રહ્યા હતા ... ત્યારે શેઠે તમને સંભળાવી પણ દીધું હતું કે ' " તારા શેઠાણીનો સ્વભાવ બહુ દયાવાન છે ... હું તેના માટે સમય નથી ફાળવી શકતો અને નોકરોને મારે હોસ્પિટલ લઇ જવા પડે છે ... ! આ જમાનામાં તારા શેઠાણી જો આવું દયાવાન દીલ રાખશે તો ભૂખે મરવાનો વારો આવશે , .. ! ' ' નીતીન .. ! જેમ બંદૂકમાંથી ગોળી નીકળે તેમ એ શબ્દો તમારા દિલને આરપાર ચીરી નાખતા ... ! પણ ... નીતીન ... ! તમારી પાસે એ સાંભળી લેવા સિવાય બીજો કોઇ ઉપાય જ નહોતો ... ! નિીતીન ! આજે પણ તમે એ જ વિચારી રહ્યા હતા કે એ મેડિકલ ચેક અપનું બિલ કેટલું આવશે ... ? એ બિલના પૈસા મારા પગારમાંથી કપાશે ? તમે એ વિચારી ધ્રુજી ઊઠયા . ! પણ તમને દયાવાન શેઠાણી યાદ આવતા તમને સાંત્વના રહી ... ! વળી આ વખતે તમે શેઠ પાસે દીવાળી બોનસની વધારે માંગણી કરી હતી ... સાથો સાથ લાંબા સમયની રજા પણ માંગી હતી ...
! પણ તમને શેઠાણી પણ ભરોસો હતો . નહીં'તો નીતીન ! તમે હજી પણ કલકત્તાની એ મહાનગરીના પરા વિસ્તારમાં આવેલ મોટી સો મીલના એક ખુણામાં વાંસની પાતળી પટ્ટાવાળી એ જેલ જેવી કોટડીમાં જ સડતા હોત .. ! જેમ કોઇ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીને પૂરી રાખવામાં આવે છે ... ! નીતીન ! ત્યારે પણ શેઠ પાસે કરેલી પાકા રૂમની માંગણી સામે તમને હળહળતો અપમાનનો પ્યાલો પીવો પડ્યો હતો ... ! પણ તે વાત શેઠાણીના કાન સુધી પહોંચતાં જ તમારા માટે પાકા રૂમની વ્યવસ્થા થઇ ચૂકી હતી .. !! ...
શેઠની વાતો પરથી નીતીન તમે અંદાજ લગાવી ચૂક્યા હતા કે શેઠાણીનો સ્વભાવ દયાવાન છે અને શેઠ કયારેષ શેઠાણીની વાતને ઉથલાવતા નથી ! બાકી તમને તો હજુ એ શેઠાણીને રૂબરૂ મળવાનો કે નેવાનો મોકો જ નસીબ નથી થયો . અમે તો કાંઈ શેઠનો બંગલો અને સો મીલ વચ્ચે ઝાઝું અંતર પણ નથી . જુઓને ... ! શેઠનો બાબો કયારેક કયારેક ચાલીને તમારે ત્યાં રમવા પહોંચી આવે છે ... ? એટલી જ દૂરી છે . છતાં આ બે વર્ષની નોકરીમાં તમે કયારેય શેઠાણીને રૂબરૂ મળ્યા તો નથી જ જતથા સુદ્ધાં નથી ... ! . નીતીન ! શેઠના બંગલા અને તમારા રૂમ વચ્ચે ભલે અંતર ના હોય . પણ તમારા અને શેઠના મોભામાં તો જમીન આસમાનનો ફેર હતો ... તે તમે પણ સારી રીતે જાણતા હતા ! કયાં તમે એક સામાન્ય નોકર અને કયાં એક કરોડપતિ શેઠ ... ! છતાં તમે શરૂઆતમાં તો એવા પ્રયત્નો કરેલા કે કેમ કરીને શેઠના કુટુંબના સદસ્ય જેવા બની રહેવાય .... ! પણ ... તે દિવસે તમે સમસમી રહ્યા જયારે શેઠનો બાબો તમારે ત્યાં રમતો હતો અને શેઠે આવીને પોતાના બાબાને ધમકાવવા કહ્યું હતું કે ' " ચાલ ગાડીમાં બેસી જા ... ! હમણાંથીજ નોકરી સાથે રહેશો તો જીંદગી આખી નોકર જ રહેશો . ' ' ત્યારે નીતીન ! તમારા રૂંવાડા ઊભા થઇ ગયા હતા ... ! પણ તમને તમારા મન સાથે સમાધાન કરવાની આવડત તમારામાં હવે આવી ગઇ હતી .. . ! .... પણ નીતીન ! તમને એક વાત હંમેશ મનમાં ડંખતી કે આ શેઠ તો મારી જ ઉંમરનો યુવાન છે . જેને ભગવાને કેટકેટલું આપ્યું છે ... ! અને મને ... ? બસ આ જ વાત તમને સતત મનમાં વીંછીના ડંખ જેવી વેદના આપ્યા કરતી .... ? .... પણ તમારે એ વાત ના ભૂલવી જોઈએ નીતીન ! કે તમે કચ્છથી ભટકી - ભટકીને છેક કલકત્તા સુધી પહોંચ્યા ત્યારે કોઇએ નહીને તમને આ શેઠે નોકરી આપી ... ! નીતીન ! એમ તો કાંઇ તમારાંય સ્વપ્ના શેઠથી જરાય ઉતરતી કક્ષાના નહોતા ... ! પણ તમારી વાસ્તવિકતા તમારી નજર સમક્ષ હતી ... ! તેનો સ્વીકાર કરતાં તમારું મન ગભરાતું હતું ... નીતીન ! ... નીતીન ! તમે હવે તમારી જાત સાથે ઢાંકપિછોડા કરો છો ... ! નહીં તો કુદરતે તમને કેટલી સરસ તક આપી હતી ... ! નીતીન ! તમે ધારત તો તમારો પણ અત્યારે એક હર્યા - ભર્યા માળો સંસાર વૃક્ષ પર ટેસથી ઝુલતો હોત ... ! હવે તમે વાતવાતમાં કુદરતને જે દોષ આપો છો તે તમારા મનની પલાયનવાદી વૃત્તિનું પરિણામ જ કહી શકાય ... ! પણ માફ કરજો નીતીન ! તમે એક વખત ... ! માત્ર એક વખત પણ તમારી જાતને ઢંઢોળી જુઓ કે તમને કુદરતે શું શું નહોતું આપ્યું ... ? ..
. યાદ છે નીતીન ! તમે પૂરા ચાર વર્ષ કરીને અરબસ્તાનની સફંરથી પાછા માદરે વતન કચછ આવ્યા હતા ? ત્યારે તે રાત્રે તમારી પત્ની મંગુ કેવી હરખઘેલી થઇ ગઇ હતી ! શા માટે જાણો છો ? એટલા માટે કે જે કોઇ વિદેશથી આવતા તે તમારો સમાચાર આપતા અને કહેતા કે હવે નીતીન પાછો નહીં આવે તે ત્યાં અન્ય છોકરીઓના ચકકરમાં પડ્યો છે ... ત્યારે મંગુ પર શું વિતતી તે તમે નથી જાણતા .. ! મંગુએ તમારા માટે કેટ - કેટલાં વ્રત - ઉપવાસ ... અગાઉ પણ તમે લાગલગાટ ત્રણ વર્ષની સફર કરીને આવ્યા ત્યારે પણ મંગુ ને તમે પ્યાસી જ રાખી હતી ... ! એનો વાંક એટલો જ કે એ તમારા રૂઢિચુસ્ત ધરમાં અનુકૂળ થઇને રહેતી ! તમારી પસંદગી તો કોઈ ફેશનેબલ છોકરીની હતી ... નીતીન ! ... પણ નીતીન મંગુ તમારી પસંદગીની છોકરી નહોતી પણ તેમાં મંગુનો શું વાંક ? તમારામાં એ સાહસ પણ નહોતું કે મંગુ સાથેના સગપણનો તમે વિરોધ કરી શકો ... ! તમારા બા - બાપુજી પણ તમારાથી ત્રસ્ત થયા હતાં . તેઓ પણ સમજી ગયા હતા કે જો તમે આમને આમ છૂટથી ફરશો તો કયાંક ગામમાં નીચું જોવાનો વખત આવશે ... નીતીન ત્યારે પણ તમે કેટલીય ભોળી છોકરીને ફસાવી હતી . તેથી તમારા ઘરના ઇચ્છતા હતા કે કોઇ યોગ્ય ખીલો જોઇને તમને બાંધી દેવા ... પણ ખરેખર તો બીચારી ભોળી ગાય જેવી મંગુ તમારે ખીલી જ બંધાઈ ગઈ ! મંગુએ તમારો પ્રેમ પામવા જેટલી સાધના કરી . તેટલી સાધના જે ભગવાન માટે કરી હોત તો ભગવાને પાગ શરમાઇને પ્રસન્ન થવું પડે ...
! પણ નીતીન ! તમે તો એ પથ્થર હતા કે જેના પર મંગુના પ્રેમ પછડાટો ખાઈ ખાઈને પાછો ઉછળતો હતો ! નીતીન ! તમે તમારી જાતને એક ફિલ્મી હીરીથી જરાય ઉતરતા નહોતા સમજતા ... ! તમારી આવારાગીર્દીથી સૌ વાકેફ હતા ... ! ... આજે પણ મંગુ એ આશાએ હરખઘેલી બની ગઇ હતી , તેની પ્રાર્થના ભગવાને સાંભળીને તમે પાછા દેશમાં આવ્યા ,....
મોટો ઘુંઘટ કાઢી મંગુ તમારી આજુબાજુ ફરતી અને કયારે એ સાંજ ઢળે ને જેમ સૂરજ ડુંગરની વિશાળ બાહોમાં સમાઇ જાય તેમ મંગુ તમારામાં સમાઇ જવા માંગતી હતી ... ! નીતીન ! આજે મંગુ માટે એ સરોવર હતા કે જેમાંથી
મંગુ પોતાની પ્યારા આજે ખોબલે - ખોબલા ભરીને બુઝાવવો માંગતી હતી ... ! તમે તે જળ સરોવર હતા નીતીન ! કે જેમાં મંગુ આજે બતકી બની વારંવાર ડૂબકી દેવા માંગતી હતી ... ! નીતીન ! તમે આજે મંગુ માટે એ માન સરોવર હતા કે જેમાં મંગુ હંસલી બનીને પ્રેમના સાચા મોતીનો ચારો ચાણવા માંગતી હતી ... ! ..
. પણ નીતીન ! બિચારી મંગુને કયાં ખબર હતી કે તે જે સરોવરને કાંઠે ઊભી હતી તે તો તેના માટે સુ ભટ્ટ હતું ... ! મંગુ જે જળ સરોવરમાં બતકી બનીને ડુબકી મારવા માગતી હતી તે તો એક ખાબોચિયું માત્ર હતું ... તે બિચારીને કયાં ખબર હતી કે તે જે માનસરોવરમાં હંસલી બનેને મોતીનો ચારો ચણવા માગતી હતી તે તો પૂરો કાંકરા રૂપી નફરતથી ભર્યો હતો ... ! મંગુ તો પ્યાસી હરણી જેમ રણમાં મૃગજળ પાછળ દોડે તેમ તમારા પાછળ દોડતી હતી ... ! .. છતાં નીતીન ! મંગુએ તમને સામેથી બાહુપાશમાં લીધા ત્યારે એક જોરદાર ઝટકા સાથે તમે તેને દૂર હડસેલી દીધી ! ... આખી રાત મંગુ ઓશીકાનો સહારો લઇ છાના ડુસકા લેતી રહી ... ! બીજા દિવસે અત્તર - પૅથી ખુશખુદાર તમારા કપડા ધોવા માટે ઉપાડતાં જ તમારું પાકીટ મંગુના હાથમાં આવ્યું , પાકીટ ખોલતા જ તેમાં તમારી સાથે પડાવેલ કોઇ વિદેશી મૂડમનું ફોટું જોતા જ મંગુએ તમને હક્કદાર પ્રશ્ન કર્યો હતો , ત્યારે તમે તેનું દિલ દુભાવતા કહ્યું . “ તને ખબર ના પડે લાવ પાકીટ ... ! એવી કેટલીય છોકરીઓના અંદર ફોટા છે ... તારે જોવા છે ? તમે કહી તમે પાકીટ મંગુના હાથમાંથી ઝુંટવી લીધું અને પાકીટના નાના - મોટા ખાનામાંથી કેટલીય વિદેશી છોકરીઓ સાથેના ફોટા કાઢીને તમે મંગુને બતાવ્યા જેમાં તમે અલગ અલગ અદાથી એ ગોરી ચામડી સાથે ઊભા હતા .. ! તે દિવસે તો મંગુ પર જાણે વીજળી તૂટી પડી હતી ... મંગુ સાવ ભાંગી પડી હતી ... ! ... નીતીન ! મંગુ દરરોજ ગામની નવી નવી વાડીઓમાં મજૂરી કરતી - લાંબો ઘુંઘટ તાણી એક સામાન્ય વહુવારૂ બનીને આવેલ મંગમાં તમને રૂપ જોતા તો આવડતું જ નહોતું . -તમે તે ભ્રમર હતા જેને ખુબુ લેવાની નહીં પણ નકલી લો પર ઉઠવાની આદત પડી હોય ... તમારી પાસે એ દ્રષ્ટિકોણ જજ કયાં હતો ? મંગુ તો સાચો કોહીનૂર હતી ... પણ તમે ઝવેરી ખોટા હતા ... ! તમારામાં સાચા મોતીને પારખવાની પારખુ નજરે જ નહોતી !

પણ નીતીન ! મંગુના ડુસકા માત્ર મંગુ સુધી જ રહ્યા હોત તો વાંધો નહોતો ... પણ તેના ડુસકાનો છાનો છાનો અવાજ તેના પિયરમાં સંભળાયો અને તેના પડધાનું પરિણામ મંગુ સાથે છૂટાછેડામાં પરિણમ્ ... ! તમે મનોમન નિઃસાસો નાખ્યો કે હાશ . .. ! બલા ટળી ... ! ... પણ નીતીન ! નસીબ ફરતા વાર કેટલી ? મંગુના છૂટાછેડા પછી ઘરમાંથી તમારું માન - સન્માન ઘટી ગયું ... ! ગામમાં તમારી ઇજ્જત ધૂળમાં મળી ગઇ ... તમને સામેથી કોઇ બોલવવા તૈયાર ન થયું ... ! સમાજની પરિસ્થિતિ ઊંઘી થઇ ગઇ ... તમે ધારતા હતા કે તમારી પસંદગીની છોકરીથી ફરી લગ્ન કરશો ... પણ સમાજમાં મોટી ઉમરના કુંવારા છોકરાઓ હતા તમે તો આઠ વર્ષનું લગ્ન જીવન વિતાવેલા હતા .. ! આખી ગણતરી ઊંધી પડી ! વિદેશી છોકરીઓના લફરામાં તમારો પાસપોર્ટ જપ્ત થયો અને નીતીન ! તમે બેહાલ બની ગયા ... તમે તમારી જાતને હીરો સમજતા હતા .. તમારા રૂપનું તમને અભિમાન હતું પણ નીતીન તમે હવે એક વિલન જેવા પણ નથી રહ્યા ! તમને કયાંય નોકરીનો મેળ પડ્યો નહીં ... ! છતાં નીતીન ' દૂરના એક ઓળખીતાને તમને કલકત્તામાં કયાંક નોકરી ગોઠવી દેવાનું આશ્વાસન આપ્યું . તમે કલકત્તાની મહાનગરીમાં એ સો - મીલમાં નોકરીમાં જોઈન્ટ થયા . પણ નીતીન ... ! ત્યાં પણ શેઠને ભારે જ પડતા હતા કારણકે નોકરીના છ - આઠ મહીના પછી તમે સતત બિમાર જ રહેતા હતા ... ! “ અંકલ , અંકલ ... ! આજે તમને મમ્મી મળવા આવે છે . " - શેઠના બાબાએ તમને સકાળા ચોકાવી દીધા ! નીતીન ! જે શેઠાણીને તમે કેટલાંય સમયથી રૂબરૂ મળવા ઝંખતા હતા ... ! જેનો તમે આભાર માનવા માંગતા હતા ... ! તે શેઠાણી ખુદ આજે તમને મળવા આવી રહ્યા છે ... ! ... નીતીન ! તમે નકકી ના કરી શક્યા કે શેઠાણી તમને શા માટે મળવા આવી રહ્યા છે ? મારૂતિના હોર્ને તમારા દિલના ધબકારા વધારી દીધા , તમે ઊભા થઈ ગયા ... ! મારૂતિમાંથી ખુલ્લાવાળ , ગોગલ્સ , ઊંચી એડી વાળી ચંપલ અને બંગાળી સાડીનો છેડો ફરક ફરક થતો હતો - મોઢા પર નિર્દોષ સ્મિત પથરાયેલું હતું .. ! ખંભા પર લાંબા પટ્ટાવાળી કાળું પાકીટ ટીંગાતું હતું ... ! લચકદાર ચાલ સાથે શેઠાણીએ તમારા રૂમમાં પ્રવેશ કર્યો નીતીન ! .... તમે પ - પ - ધ - ધ થતા બોલ્યાં .... ‘ આવો શેઠાણી ' ' .... નીતીન ! શેઠાણીએ કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપ્યા વગર ખંભે લટકતા પર્સમાંથી એક મોટું કવર કાઢયું અને કહ્યું કે લ્યો આ તમારું દિવાળી બોનસ અને સાથે એક મહીનાની છુટી . ! શેઠ બિઝનેસ ટૂરમાં ગયા હોવાથી હું આવી છું .. . ! નીતીન ! તમે રાજી રાજી થતાં બોલ્યા કે શેઠાણી તમારો આભાર જેટલો માનું તેટલો ઓછો છે , તમે તો ખરેખર મારા માટે ભગવાન સમાન છો . ' ' તેમ કહી તમે તેના પગે પડવા ગયા . ત્યાં જ શેઠાણીએ તમારો હાથ પકડીને તમને અધવચ્ચેથી ઊભા કર્યા અને કહ્યું કે “ કોઇ વ્યક્તિ ભગવાન નથી હોતી પણ સમય જ તેનો ભગવાન હોય છે ... ! નીતીન ! તમે આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો ... ' મતલબ .. ? ' શેઠાણીએ કાળા ગોગલ્સ ઉતારીને વેધક દ્રષ્ટિથી જવાબ આપતા બોલ્યા ... ' ' ઓળખાણ પડે છે નીતીન ! હું એ જ મંગુ છું ... જયાં એક વખત તમે મારા ભગવાન હતા અને હું તમારો પગે લાગતી હતી ? ' ' નીતીન ! તમને જાણે કરંટ લાગ્યો હોય તમે આંખો ફાડીને શેઠાણીને જોયું કે આ તો એ જ મારી પત્ની મંગુ ! તમે જોરથી બોલી ઊઠચા ‘ મંગુ તું ? ' ' ત્યારે કડકાઇથી મંગળા શેઠાણીએ કહ્યું કે ‘ ‘ એય મીસ્ટર હેસીયતમાં રહો ને વાત કરો , મંગુ નહીં પણ મંગળા શેઠાણી કહો ... ! ' ' થોડી વારે અટકીને મંગુ શેઠાણીએ કહ્યું કે તમે મારા બાબાને તમારું પાકીટ રમવા આપેલું તેમાં તમારો ફોટો જોઈને જ હું તમને ઓળખી ગઇ હતી ! મેં શેઠને કહી રાખ્યું હતું કે આ નોકરને કોઇ જ જાતની તકલીફ ના પડવી જોઇએ ... ! મંગુ શેઠાણીએ પર્સમાંથી તમારું પાકીટ હાથમાં પકડાવતા કહ્યું કે “ આ એ જ પાકીટ છે જયારે તમે અરબસ્તાનથી આવેલા ત્યારે તેમાં અત્તર - સ્પ્રે ની ખુશબુ આવતી હતી ... ! અત્યારે તે પાકિટમાં કોઇ ખુશબુ નથી પણ સાથે સાથે મેં આખું પાકીટ જોઇ નાખ્યું પણ તેમાં કયાંક છોકરીઓનો ફોટો કેમ નથી ? , ઓહ સોરી ! હવે સમજી ... ! હવે તો છોકરીઓનું લીસ્ટ એટલું લાંબુ થઇ ગયું હશે કે પાકીટમાં કોને કોને રાખવી તે પ્રશ્ન હશે , તેથી હવે તો આલ્બમ બનાવ્યો હશે ! જરા બતાવો તો ખરા ! ખબર પડે કે તેમાં મારો નંબર કયો હતો ? " ... મંગુમાં આટલા જબરદસ્ત પરિવર્તનથી તમે હતપ્રત રહી ગયા નીતીન ! કયાં એ ઘૂંઘટો તાણીને વાડીઓમાં મજૂરી કરતી ભોળી મંગુ અને કયાં તમારી સામે ઉભેલી આત્મવિશ્વાસના મજબૂત થાંભલા જેવી મંગુ ! નીતીન ! મંગુના છૂટાછેડા પછી તરત જ તેના બીજા સગપણ કલકત્તાની મહાનગરીમાં થયા અને મંગુ જેવો હીરો તમારી લોઢાની ખોટી વીંટીમાંથી સરકીને અહીં સોનાની વીંટીમાં ગોઠવાઇ ગયો . જયાં તેને પારખુ ઝવેરી મળી ગયો હતો ... ! ' ચિંતા ના કરો , તમે જે બોનસ માંગ્યું છે તેના કરતાં ડબલ બોનસ મેં મારા પર્સનલ એકાઉન્ટમાંથી આપ્યું છે . ખોલીને જોઇ શકો છો ... !
મંગુ મને માફ કરી દે હું તારો ગુનેગાર છું . " નીતીન ! તમે ગળગળા સાદે કહ્યું કે ‘ મંગુ તું જે સજા કરે તે મને મંજુર છે . " ત્યારે નીતીન ! મંગુએ કરૂણા ઉપજવતા તમને કહ્યું સજા તો કુદરત આપી શકે હું શું કરી શકું ? ' ' , અરે હા ! આ જ તમારો મેડીકલ રીપોર્ટ ... ! ' મંગુ શેઠાણીએ પાકીટ માંથી બીજું પાતળું કવર કાઢીને તમને પકડાવતા કહ્યું કે “ “ શેઠ આવશે પછી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ લેવી પડશે . ' તેમ કહી ફટાફટ ગોગલ્સ પહેરી શેઠાણી બાબાનો હાથ પકડી ઝડપથી તમારી રૂમમાંથી બહાર નીકળી ગયાં ! ... શા માટે ? જાણો છો નીતીન ' એ ગોગલ્સ પાછળની આંખોમાં આંસુ છલકવાની તૈયારી હતી ... !! એ કરૂણામૂર્તિ , દેવીસ્વરૂપ મંગુ એ હિંમત નહોતી કે તમને કહી શકે કે મીસ્ટર નીતીન ! એ મેડીકલ રીપોર્ટ બીજું કાંઇ જ નથી પણ તમારા ચારિત્ર્યનું સર્ટિફિકેટ છે . ... તે મમતા સમી મંગુ માં એ તાકાત નહોતી કે તમાર દિલને આધાત પહોંચાડીને નિષ્ઠુતાથી કહી શકે કે નીતીન ! તમને એઇડસના રોગે ભરડો લીધો છે અને ડોકટરનું કહેવું છે કે હવે ઘણું જ મોડું થઇ ગયું છે ... !!! - નીતીન ! તમે એ મારૂતિને હવામાં ઉડતી જોઈ રહ્યા .... એ હવામાં કોઇના શબ્દો ફંગોળાતા હતા કે ... ...

.....ઢોળાઇ ગયો જામ અધુખુલા હોઠે
. કયાંક તમને તો , કયાંક અમને
રહેવું પડે સૂકા સરોવર ના કાંઠે...