There is something! Part 2 in Gujarati Thriller by Chaudhari sandhya books and stories PDF | કંઈક તો છે! ભાગ ૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કંઈક તો છે! ભાગ ૪



સુહાનીને એવો ભાસ થયો કે અંધારાનું સામ્રાજ્ય છવાય ગયું છે. અને ઉપરથી અમાસની કાળી રાત વાતાવરણને વધારે બિહામણું બનાવતી હતી. સુહાની ભીતરથી થોડી ડરી ગઈ હતી. સુહાનીએ પોતાના ઘર તરફ જવા કદમ ઉપાડ્યા. સુહાનીને એવો ભાસ થયો કે પોતે ઝડપથી ચાલી નથી શકતી.

સુહાની ચાલવા લાગી. ચાલતાં ચાલતાં સુહાનીને અહેસાસ થયો કે પોતાની પાછળ કોઈક આવી રહ્યું છે. સુહાનીની પાછળ ફરવાની હિમંત ન થઈ. થોડી ક્ષણો પછી સુહાનીથી રહેવાયું નહીં અને સુહાનીએ પાછળ ફરીને જોયું. સુહાની પહેલાં તો ડરી ગઈ.

સુહાની:- "ચૈતાલી તું? આટલી રાતના?"

ચૈતાલી:- "હું તો બસ એમજ ફરવા નીકળી હતી."

સુહાનીએ જોયું તો ચૈતાલી સાથે રાજન અને રોનક પણ હતા.

રોનક:- "સુહાની તું અહીં શું કરે છે?"

સુહાની:- "હું રીયુને એના ઘરે મૂકવા ગઈ હતી."

રોનક:- "રિયુ?"

સુહાની:- "એ મારી પાસે ભણવા આવે છે. રાત બહુ થઈ ગઈ હતી એટલે ઘરે સુધી મૂકી આવી."

ચૈતાલી:- "ચાલો હવે આપણે પણ જવું જોઈએ."

ચૈતાલી ચાલવા લાગે છે. રોનક પણ ચૈતાલી સાથે ચાલવા લાગે છે.

રાજન અને સુહાનીની નજર મળે છે. રાજન પોતાના રસ્તે ચાલી નીકળે છે. સુહાની ચૈતાલી,રોનક અને રાજનને જતાં જોઈ રહે છે. ચૈતાલી પેલા સૂમસામ રસ્તે જતી હતી કે રોનકે ચૈતાલીને કહ્યું "ત્યાં ક્યાં જાય છે ચૈતાલી?"

રોનકે સુહાની તરફ જોયું. અને સ્મિત આપ્યું. ચૈતાલીએ પણ સુહાની તરફ જોયું. ચૈતાલીએ પણ સ્માઈલ આપી. રાજને પહેલાં ચૈતાલી અને રોનક તરફ જોયું પછી સુહાની તરફ નજર કરી. પછી ત્રણે જણ બીજા રસ્તે જતાં રહ્યાં.

સુહાની હજી પણ ત્યાં જ ઉભી હતી. સુહાની દૂરથી પેલા સૂમસામ રસ્તાને જોઈ રહી. એ રસ્તા પર નજર કરતાં સુહાનીની નજર ત્યાં જ અટકી ગઈ.

સ્મશાનમાં એક અઘોરી બેઠો હતો. અઘોરી સ્મશાનમાં સાધના કરતો હતો. સુહાની થોડી ક્ષણ ત્યાં જ ઉભી ઉભી જોવા લાગી. અઘોરીએ સુહાની તરફ નજર કરી. સુહાની અને અઘોરીની નજર મળી. સુહાની થોડી ડરી ગઈ. સુહાની પોતાના ઘર તરફ ચાલવા લાગી. સુહાનીને ભાસ થયો કે પોતાની પાછળ કોઈ આવી રહ્યું છે. સુહાની પાછળ ફરી તો એ સ્મશાનમાં બેઠેલો અઘોરી સુહાનીની સામે જ હતો. અઘોરીએ પોતાના શરીર પર રાખ અને ભષ્મ ચોપડી હતી. લાંબી લાંબી દાઢી. અઘોરીએ કમર પર એક જ વસ્ત્ર પહેર્યું હતું. ગળામા ધાતુની બનેલી નરમ્મુંડની માળાલ એટલે કે ખોપરીઓની પ્રતીકાત્મક માળાઓ લટકતી હતી. હાથ મા ચીપીયો, કમંડળ તથા કાનમા કુંડળ. બીજા હાથમાં ખોપરી હતી. સુહાની તો અઘોરીની વેશભૂષા જોઈને જ ડરી ગઈ. સુહાની નીચું જોઈ રહી. એ અઘોરી સુહાનીને જોઈ રહ્યો.

સુહાનીએ ડરતાં ડરતાં અઘોરીની આંખોમાં જોયું.
સુહાનીએ અઘોરી બાબાને પ્રણામ કર્યું.

અઘોરી:- "એય છોકરી શું નામ છે તારું?"

સુહાની પોતાનું નામ જણાવે છે.

અઘોરી:- "તું હમણાં જે લોકો સાથે વાત કરતી હતી એ લોકોથી દૂર રહેજે. નહીં તો...."

સુહાની વિનયપૂર્વક કહે છે "નહીં તો શું થશે બાબા?"

અઘોરી:- "જો છોકરી મેં તને ચેતવી છે. તું એ લોકોથી દૂર રહે એ જ સારૂં છે અને એમાં જ તારી ભલાઈ છે. તારા માટે પણ અને...." એટલું કહી અઘોરીએ આકાશ તરફ નજર કરી. અઘોરીએ સુહાનીના માથા પર હાથ મૂકી કહ્યું "ઈશ્વર તારી રક્ષા કરે."

સુહાનીએ અઘોરીને પ્રણામ કર્યાં. અઘોરી ત્યાંથી પોતાના રસ્તે ચાલતાં થયા.

સુહાની પણ પોતાના ઘરે ગઈ. સુહાનીએ વર્ષાબહેનને રસોઈમાં થોડી મદદ કરે છે. થોડીવાર પછી મુકેશભાઈ પણ આવે છે. સુહાની મુકેશભાઈ અને વર્ષાબહેનની એકની એક પુત્રી હતી. બધાં જમી લે છે. વર્ષાબહેન અને મુકેશભાઈ રૂમમાં વાતો કરે છે. સુહાની વરંડામાં બેઠી બેઠી આકાશની સુંદરતાને જોઈ રહી. સુહાની રોનક વિશે વિચારી રહી કે "કેટલો સારો છે રોનક... કમસેકમ સમજદાર તો છે. પેલા રાજન જેવો ઉછાછળો તો નથી."

સુહાની આજે જે થયું તેના વિશે વિચારવા લાગી. સુહાનીને વિચાર આવ્યો કે "પોતે તો કોઈ દિવસ કોઈ છોકરાં સાથે આ રીતે વાત નથી કરી તો રાજન જોડે જ કેમ આવી રીતના વાત કરી? વાત નહીં ઝઘડો કર્યો. અને ઝઘડાની શરૂઆત તો રાજને જ કરી. રાજનની વાત છોડ. રાજન કરતાં તો રોનક સારો છે. થોડીવાર પછી સુહાની પોતાના રૂમમાં જઈને ઊંઘી ગઈ.

સવારે બારી પર એક સુંદર અને અદ્ભુત પક્ષી સુહાનીને જોઈ રહ્યું. સુહાની સૂઈ રહી હતી. સુહાની થોડીવાર પછી જાગી. સુહાનીએ જોયું તો ખૂબ જ સુંદર પક્ષી હતું. સોનેરી રંગની પાંખો. પક્ષી સુહાનીની એકદમ નજીક આવી ગયું. એ પક્ષીનું કદ ધીમે ધીમે મોટું થયું. સુહાનીને ખબર નહીં શું અહેસાસ થયો કે સુહાની એ પક્ષી પર બેસી ગઈ. એ પક્ષી સુહાનીને ઘણી સુંદર સુંદર અને લીલીછમ જગ્યાએ લઈ ગયો.સુહાનીએ નીચે નજર કરી તો ધરતી લીલીછમ દેખાતી હતી. સુહાની તો ખૂબ ખુશ થઈ ગઈ.

એકદમ વાસણોનો ખખડવાનો અવાજ આવ્યો. ને સુહાની ઊંઘમાંથી જાગી ગઈ. સુહાની મનોમન વિચારે છે કે "કેટલું સુંદર સ્વપ્ન હતું. પણ મને કેમ આ સ્વપ્ન આવ્યું? બાળકોને કાલ્પનિક વાર્તા કહું છું એટલે કદાચ આવા સ્વપ્ન આવતાં હશે. પણ આજ પહેલાં તો ક્યારેય આવું સ્વપ્ન નથી આવ્યું."

ખબર નહીં કેમ પણ સુહાનીને ન સમજાય તેવી ખુશી થઈ. સુહાની પથારીમાંથી ઉઠી નાહી ધોઈ ફ્રેશ થાય છે. સુહાની વરંડામાં બેઠાં બેઠાં ચા પીતી હતી. એટલામાં જ એક સુંદર અને રંગબેરંગી પતંગિયું સુહાનીના હાથની આસપાસ ફરવા લાગ્યું. સુહાની એ પતંગિયાને જોતી રહી. થોડી વાર પછી એ પતંગિયું સુહાનીના હાથ પર બેસી ગયું. પતંગિયું સુહાનીની આસપાસ જ ફરવા લાગ્યું. ક્યારેક સુહાનીના હાથ પર તો ક્યારેક સુહાનીના ખભા પર પતંગિયું બેસતું.

સુહાનીને સમજમાં જ નહોતું આવતું કે આજે પોતે કેમ કારણ વગર ખુશ છે. સુહાનીએ થોડું મનન કર્યું તો સુહાનીને ખ્યાલ આવ્યો કે આ કારણ વગરની ખુશી નથી. પોતે રોનક પ્રત્યે આકર્ષાઈ છે એટલે કદાચ ખુશી થઈ રહી છે. આકર્ષણ તો થોડા સમય માટે જ રહેશે. એમ પણ મારા વિચારવાથી રોનક મને મળી થોડો જશે. આમ જોવા જઈએ તો રાજન પણ સારો છે. પણ થોડો ગંભીર અને થોડો અકડુ ટાઈપ છે.

વર્ષાબહેન:- "સુહાની કૉલેજનો ટાઈમ થઈ ગયો છે. જવું નથી?"

સુહાની:- "હા બસ હવે તૈયાર થવા જ જઈ રહી છું."

સુહાની ફટાફટ તૈયાર થઈ ગઈ. સુહાની તૈયાર થઈને બહાર નીકળી તો ફરી એ જ પતંગિયું સુહાની પાસે ફરવા લાગ્યું.

સુહાની:- "તું પણ મારી સાથે કૉલેજ આવીશ?"

એ પતંગિયું સુહાનીના ખભા પર બેસી ગયું.

સુહાની કૉલેજ પહોંચે છે. હજી સુધી કૉલેજમાં કોઈ આવ્યું નહોતું. કૉલેજ આવતાં જ પેલું પતંગિયું ઉડી ગયું. સુહાની એ પતંગિયાને જોઈ રહી. સુહાની ક્લાસમાં બેઠી બેઠી દેવિકાની રાહ જોઈ રહી હતી. થોડી ક્ષણો પછી દેવિકા આવે છે.

ક્રમશઃ