Aahvan - 10 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 10

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

આહવાન - 10

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૧૦

સ્મિતે પોતાનાં લાઈવ ઈન્ટરવ્યુ માટે કંપનીમાં વાત કરી દીધી. અને એ પ્રશાંતના જવાબની રાહ જોવા લાગ્યો.

લગભગ બપોર થતાં જ પ્રશાંત હાંફતો હાંફતો સ્મિતનાં રૂમમાં આવ્યો.

સ્મિત : " શું થયું ?? "

પ્રશાંત : " હું તૈયાર છું સ્મિતભાઈ તમારી સાથે આવવા... બધાંને સમજાવતા નાકે દમ આવી ગયો."

સ્મિત : " જો આ કંઈ પરાણે નથી કરવાનું ... બધાં રાજી હોય તો જ...તારે તારાં ઘરની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ..."

પ્રશાંત : " ઘરમાં તો કોઈ જ પૈસાની કમી નથી. હું પોતાની કંપની ખોલી શકું એટલાં પૈસા છે‌. પણ એનાં માટે અનુભવ તો જોઈએ ને ?? ક્યાં કઈ રીતે કામ થાય છે...પણ પપ્પાને એવું છે કે મોટી કંપનીમાં અનુભવ લઉં તો હું પણ એક મોટાં પગલાં માટે જ વિચારું અને એ રીતે હું મારાં ભવિષ્યની તૈયારી કરી શકું....!! "

સ્મિત : " હા એ તો બરાબર છે...પણ એવું સો ટકા ન કહી શકું કે એ સફળ થશે જ... હું એ માટે સંપૂર્ણ પ્રયાસ કરીશ‌.. છતાં કર્મ આપણા હાથમાં છે ફળ નહીં..."

પ્રશાંત : " સાચું કહું તો અમારો કાપડનો ફેમિલી બિઝનેસ છે. હું અહીં કમાવું છું એનાં કરતાં બમણું મારાં પરિવારના બધાં વ્યક્તિ વ્યક્તિગત રીતે કમાય છે. પરંતું એ લોકો કોઈ એટલું ભણ્યાં નથી. મને પહેલેથી આ લાઈનમાં ભણીને આગળ વધવાની ઈચ્છા હતી આથી મેં આગળ ભણવાનું નક્કી કર્યું. અને આજકાલ તો ખબર છે ને છોકરીઓને પૈસા ને સાથે ડીગ્રી ને વળી છોકરાની સેલરી કેટલી છે એ પોતે કેટલું કમાય છે...એ બધી સગાઈ પહેલાં બધી હવે બહું પૂછપરછ થાય છે.

આથી આ સમયે અહીં સેલરી સારી મળે પણ બીજી કંપનીમાં આટલી ન મળે આથી એ લોકો એ આંકડા માટે હા કે ના એની મથામણ કરી રહ્યા હતાં..."

સ્મિત : " હમમમ...તો એવું છે...??"

પ્રશાંત : " બધાંને એમ કે આટલી મોટી ટોપ કંપની છોડીને એક નાની કંપનીમાં જવાં હું કેમ તૈયાર થયો છું અને એ પણ આવાં કપરાં સમયમાં...પછી મેં એમને શાંતિથી સમજાવ્યાં કે મોટી કંપનીઓમાં તગડો પગાર મળે એમનાં પ્રોટોકોલ મુજબ જ ચાલવાનું હોય એમાં રતિભાર પણ ફેરફાર ન કરી શકો.. જ્યારે નાની કંપનીમાં જો તમારે કંપની ખોલવી હોય ત્યાં જેવું શીખવા તમને ક્યાંય ન મળે...વળી જો વેક્સિન પરીક્ષણ સફળ બનશે તો તો... કંઈ જોવું જ નહીં પડે... અને આ મહામારી સામે ઝઝુમી રહેલી દુનિયાને એક જીવનદાન મળશે એ જૂદું..."

સ્મિત : " પણ એ લોકો ખુશ તો છે કે નહીં હવે...?? વિચારવાનો સમય નથી આપણી પાસે બસ પાંચ વાગવાની તૈયારીમાં જ છે..."

પ્રશાંત : " સ્મિતભાઈ માને જ ને...બસ આપણું મનોબળ મજબૂત હોવું જોઈએ..."

સ્મિત : " હમમમ..."

પ્રશાંત : " પણ મારું ઈન્ટરવ્યુ માટે થશે ખરું ?? પાંચ તો વાગવા આવ્યાં છે‌.. મારું કંઈ તૈયાર નથી હજું તો‌‌..."

સ્મિત : " એ બધી ચિંતા ન કર...એ મેં બધું તૈયાર જ રાખ્યું છે...બસ ઈન્ટરવ્યુમાં પાસ થવાનું હવે તારાં પર છે..."

પ્રશાંત : " તમને ખબર જ હતી કે હું હા પાડીશ ?? "

હા મેં બે વાર સંજયભાઈ અને ચન્દ્રકાન્તભાઈ સાથેની ચર્ચા સાંભળી એ પરથી હું સમજી ગયો હતો કે તું જુદી માટીનો છે તારામાં કંઈ નવું સાથે પ્રમાણિકતાથી કરવાની ધૂન સવાર છે એટલે તું કંઈ તો કરીશ‌‌..પણ એક શંકા હતી કે કદાચ તું પરિવારની જવાબદારીને કારણે ના પાડી શકે...તારો પરિવાર જો આર્થિક રીતે તારાં પર નિર્ભર હોય તો..."

પ્રશાંત : " હમમમ...ચાલો ચાલો... પાંચ વાગી ગયાં..."

ને પછી તો એક પછી એક બંનેનાં ઇન્ટરવ્યુ લેવાયાં. સ્મિતને તો આટલાં વર્ષોનાં એનાં પ્રેક્ટિકલ અનુભવ પરથી એને વિશ્વાસ હતો જ કે પાસ થઈ જશે‌‌...અને એને હા પાડતાં એમણે સ્મિત પાસે એની જરૂરિયાતનું લિસ્ટ કહ્યું. જેથી એ લોકો બંને એટલું જલ્દી એમાંથી ખૂટતું મંગાવી શકે.

એ બધું પત્યા બાદ પ્રશાંત પર જોરદાર સવાલ જવાબ થયાં પણ પ્રશાંતે સ્મિતની ધારણાં કરતાં જોરદાર જવાબ આપ્યાં એ પણ પસંદ થઈ ગયો.

પછી આ બધું પતી જતાં સ્મિત બોલ્યો, " પ્રશાંત મેં ધાર્યું હતું એનાં કરતાં તારું પ્રેક્ટિસ અને થિયરીકલ નોલેજ બહું સારું છે... આટલાં ઓછાં સમયનાં અનુભવ પ્રમાણે..."

પ્રશાંત : " હમમમ... સ્મિતભાઈ હવે આપણે આ લોકોને કહેવું તો પડશે ને ?? એન્ડ રિઝાઈન ?? "

સ્મિત : " રિઝાઈન તો આપી દઈશું પણ આપણે પણ આજે નહીં. આજે કોઈ પણ રીતે આપણે અહીંથી લીવ લેવાં માટે મેઈલ કરવાનો છે. "

પ્રશાંત : " લીવ કેમ ?? આપણે જોઈને ક્યારથી કરીશું ?? "

સ્મિત : " અત્યારે હું મેઈલ કરીશ કે મારે ઘરે પ્રોબ્લેમ હોવાથી ઘરે જાવ છું.‌..અને તું કહી દે કે ઘરે તારાં પપ્પા કે દાદા કોઈની તબિયત સિરિયસ છે એમ કરીને ઘરે જવું છું...."

પ્રશાંત : " પણ એનાંથી શું કોઈ કહી દેશે તો ?? "

સ્મિત : " આપણે વારાફરથી રિઝાઈન આપીશું. અને કાલે સવારે વહેલાં એ કંપની પર પહોંચવાનું છે બંનેએ. કોઈ પણ પ્રકારનો સમય બગાડવાનું પોષાય તેમ નથી. "

પ્રશાંત : " બરાબર..."

એ નક્કી થયા મુજબ બેય જણાં છૂટાં પડી ગયાં. રાત્રે પ્રશાંત કંઈ પણ થયું ન હોય એમ સંજયભાઈની રૂમમાં ગયો. એણે જવાની કંઈ પણ વાતચીત ન કરી. બધાં સાથે સરસ વ્યવહાર રાખ્યો.

ચન્દ્રકાન્તભાઈ : " આ સ્મિત પાટિલ હજું કેમ આવ્યો નહીં ?? એ આપણને ના તો નહીં કહે ને ?? "

પ્રશાંત : " એક વાત યાદ રાખવાની કે પારખી આશ સદા નિરાશ...છેલ્લી ઘડીએ દોડવું એનાં કરતાં થોડું થોડું કરવું સારું....એ કદાચ એમની મરજી ન હોય તો ન પણ કહી શકે...!! "

પ્રશાંત થોડી હીન્ટ આપીને સૂવા જતો રહ્યો.

સવારે વહેલાં પહેલાં પ્રશાંત નીકળ્યો એને સિક્યુરિટીને ઉદાસ ચહેરે કહ્યું કે મારાં દાદાની તબિયત સારી ન હોવાથી હું ઘરે જાઉં છું કહીને નીકળી ગયો અને ત્યારબાદ સ્મિત પણ‌..સ્મિત તો થોડો સિનિયર હોવાથી એણે બહું પૂછપરછ ન કરી.

એ સાથે જ બંને જણાં એક નવી મંઝિલ , નવાં સપનાંને સાકાર કરવાં નીકળી ગયાં.

***************

વિકાસ આ બધી ચર્ચા થયાં પછી બહાર નીકળ્યો પણ એનું ધ્યાન હજું પણ ત્યાં જ અટવાયેલું છે. એને કોઈ શું કરે એનાંથી કોઈ ફેર નથી પડતો પણ એને કોઈને પણ પરેશાની થાય એ જરાં પણ ચલાવી શકે એમ નથી.

વિકાસની આંખો સામેથી એ ઇન્જેક્શનનાં ન હોવાનાં મૃત્યુ પામેલાં બે વ્યક્તિનો ચહેરો હજું પણ હટી જ નથી રહ્યો. એ બીજાં પેશન્ટોની દેખરેખ માટે રાઉન્ડમાં ગયો. એણે જોયું કે આવું બનતાં ઘણાં પેશન્ટ પોતાને પણ કંઈ થઈ જશે એની ચિંતામાં આવી ગયાં છે.

એણે સાંભળ્યું કે ઘણાં લોકો અંદરોઅંદર વાતો કરી રહ્યાં છે કે આપણી પાસે રૂપિયા હોય તો આપણે ય બહાર હોસ્પિટલમાં જઈએ... અહીંથી તો પાછાં જવાની કોઈ ગેરંટી નથી.

વિકાસને આ બધું જરાં પણ ન ગમ્યું. આજે એનો અહીં ડ્યુટી પર છેલ્લો દિવસ છે પછી એને ક્વોરેન્ટાઈન પિરીયડ શરું થશે‌...એક તરફ અર્થની ચિંતા, એટલે હાથે લડતી અંજલિ તો બીજી તરફ અહીંનું બકવાસ અર્થતંત્ર અને મેનેજમેન્ટ...એને કંઈ સમજાયું નહીં...રાત્રે ડ્યુટી પૂરી થતાં જ એ આજે કોઈ પણ સાથે બહું વાતચીત કર્યા વિના હોટેલ પહોંચી ગયો.

પછી એણે ડૉ કચ્છી સાથે અર્થ વિશે વાતચીત કરી. એને ખબર પડી કે એની તબિયત રોજ વધારે કથળી રહી છે એ ચિંતામાં આવી ગયો.

વિકાસ આજે પહેલીવાર પોતે આટલો સારો ડૉક્ટર હોવાં છતાં પોતાની જાતને વિવશ માની રહ્યો છે...!!

એણે અંજલિને ફોન કર્યો તો આટલાં દિવસથી બધું જ સંભાળી લેતી અંજલિ આજે વિકાસનો અવાજ સાંભળીને જ રડી પડી ને બોલી, " વિકાસ આપણાં અર્થને કંઈ થશે તો નહીં ને ?? એની તબિયત દિવસે દિવસે બગડતી જઈ રહી છે. ડૉ. કચ્છી જેવાં બાળકોનાં ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ પણ જાણે આગળ કંઈ વિચારી નથી શકતાં તો હવે શું થશે ?? "

વિકાસ : " તું ચિંતા ન કર કંઈને કંઈ સારું થશે જ.... આપણું ફિલ્ડ જ એવું છે જ્યાં આપણે એક નાનાં જીવને જન્મ આપીને એક દુનિયા બતાવવાની હોય છે જ્યારે મારે જિંદગી સાથે ઝઝુમી રહેલાંને મોતનાં દરવાજેથી પાછાં લાવવાનાં હોય છે....બસ આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી તો ભગવાન પણ આપણી સાથે સારું જ કરશે..."

વિકાસની પ્રેમભરી વાતથી ઉદાસ બનેલી અંજલિમાં એક હિંમત આવી ગઈ એનો મનનો ભાર હળવો થઈ ગયો.એ બોલી, " સાચી વાત છે તું તારું ધ્યાન રાખજે કંઈ જ નહીં....બાય લવ યુ..." ફોન મુકાઈ જતાં એકઠી કરેલી હિંમત જાણે વેરાઈ જતાં એનો અશ્રુબંધ તૂટી પડ્યો....ને એ સોફા પર ફસડાઈ પડ્યો.

અર્થ આટલી નાની ઉંમરમાં મોત સામે ઝઝુમી શકશે ?? કાજલ કે મિકિનને આવેલું સ્વપ્ન સાચું હશે ?? સ્મિતની નવી સફર કેવી હશે ?? એણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......