શાળા જીવનને લગતી બાળપણની વાર્તાઓમાં રમતી રમતી ક્યારેક કોલેજમાં પ્રવેશી ગઈ ખબર જ ન પડી.કેવા લોકો હશે ?કેવા શિક્ષકો હશે ?તે નવા વાતાવરણમાં હું કેવો અનુભવ કરીશ ?નવા મિત્રો બનશે કે નહિ ?હું એકલી તો નહિ થઇ જાઉં ?તેવા અનેક પ્રશ્નોને મનમાં સાંકળતી દિશા તેની જીવનની નવી દિશા તરફ પગલુ મૂકે છે અને કોલેજમાં પ્રવેશ કરે છે.
વાતાવરણ શાંત હતું છતાંય દિશાની મનોસ્થિતીમાં તે ખૂબ તોફાની લાગી રહ્યું હતું,મુંજવાતા મન સાથે દિશા સ્ટાફ રૂમ બહાર આવી પહોંચે છે અને દિશાને જોઈ પટ્ટાવાળા ભાઈ નવો પ્રવેશ છે તેવું ભાખી ગયા હોય તે રીતે દિશાને બહાર બેન્ચ ઉપર બેસી રહેવાનું કહે છે ત્યાં જ સિનિયર વિદ્યાર્થીઓનું એક ટોળું આવી પહોંચે છે. તે ટોળાના લોકો જંગલમાં ભૂલા પડેલા પ્રાણીની માફક દિશાને તાકી રહ્યા હોય છે.આ બધી સ્થિતિનું નિરીક્ષણ કરવામાં ઓતપ્રોત બની ગયેલી દિશાનું અચાનકથી એક અવાજ ધ્યાનભંગ કરે છે.પાછળથી અવાજ આવે છે,હાય ..!!ન્યૂ એડ્મિશન...મને પેલા પટ્ટાવાળા ભાઈએ તારી પાસે બેસવાનું કહ્યું છે.દિશા તે છોકરીની સામે જોઈને હાશકારો અનુભવ્યો અને મનમાં બોલી ચાલો પહેલી મિત્ર મળી ગઈ ,હવે કદાચ આ કોલેજમાં હું એકલી નથી.ત્યારબાદ દિશા અને તે છોકરી વચ્ચે શાળાજીવનને લગતી થોડીક વાતો થાય છે અને તે છોકરીનું નામ આરવી છે અને તે પણ દિશા જોડે જ અભ્યાસ કરશે તેવું જાણવા મળે છે અને ત્યાં ત્રીજી વ્યક્તિનું આગમન થાય છે...
Hey…?whats up guys .. I am pari ,i will also become classmate. આ છોકરીનો રૂઆબ દિશાને જરાક ચિંતકમાં મૂકી દે છે કે બાળપણથી ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરતી દિશા આ બધા સાથે તાલ મળાવી શકશે કે નહિ...!!?તેમ છતાં જેમતેમ મનને સાંત્વના દેતા દિશા તે બંને છોકરીયો સાથેનો વાર્તાલાપ આગળ વધારે છે.
ધીમે ધીમે સમય વીતતો ગયો,કોલેજ શરૂ થયાને આજ 15 દિવસ જેવુ થવા આવ્યુ હતુ અને એન્જિનિરીંગની લાઈન હતી એટલે દિશાના ક્લાસમાં છોકરીયોમાં તેઓ ત્રણ જ છોકરીયો હતી .કોલેજ લાઈફ પ્રત્યેના રોમાંચને લીધે પંદર દિવસ તો ખબર ન પડી તે રીતે હોશમં નીકળી ગયેલા,શાળામાં લાગેલી બધી જ પાબંધિયોથી મળેલી મુક્તિ માણવામાં આ પંદર દિવસ તો જાણે પંદર મિનિટ જેમ ગયા.
અત્યાર સુધીમાં તો ત્રણેય છોકરીઓનો સંપ સારો વર્તાતો હતો,પરંતુ જેમ સમય વિતતો ગયો તેમ આરવી અને પરીના સ્વભાવમાં અને વર્તનમાં બદલાવ આવવા માંડ્યા.ધીમે ધીમે તેમનામાં દિશા પ્રત્યે ઈર્ષાભાવ જાગવા મંડ્યો.દિશા ભરતિયાળ સ્વભાવની હોવાથી ધીમે ધીમે કોલેજના બીજા વિદ્યાર્થીઓના પરિચયમાં આવવા મંડી અને તે જોઈને આરવી અને પરીનો વર્તન બદલવા મંડ્યુ હોય તેવું દિશા અનુભવવા લાગી અને સમય જતા તેમના તરફથી દિશાને મહેણા કહેણા પણ મારવાના ચાલુ થઈ ગયા.
દિશાના મનમાં આ ઘટનાની ગંભીર અસર થવા લાગી હતી,તેના મનમાંથી કોલેજનો રંગ જાણે એકાએક ઉતરવા લાગ્યો હોય તેવો લાગવા માંડ્યું.ઘરમાં બધાને દિશા એન્જિનિયરિંગનું અભ્યાસ કરવા જાય છે તેવું ગર્વથી બધાને કહેતા જોઈ તે હિંમત ન કરી શકી પોતાનું દુઃખ વ્યક્ત કરી ઘરના લોકોની હોશ અને આશા તોડવાની. હોશ ,આશા અને એકલતા વચ્ચે જુજતી દિશા દિવસેને દિવસે સુનમુન થવા લાગી અને બોલવા માટે તેની પાસે કોઈ અવકાશ જ નહોતું રહ્યું જ્યાં તે પોતાની લાગણી અને વેદના બહાર લાવી શકે.આ મુંજાતા મને તેને લખવાનું ચાલુ કર્યું તેના અંદરની લાગણી પંક્તિરૂપે બહાર આવવા લાગી,તેની નોટબુકના પાના નોટ્સ સાથે સાથે કવિતાઓથી ભરાવા માંડ્યા.ધીમે ધીમે તેની આ કવિતાઓ સોશ્યિલ મીડિયા પર મુકવાનું દિશાએ ચાલુ કર્યું અને તેના મિત્ર વર્તુળમાં તેની આ કવિતાઓ બહુ જાણીતી બની ગઈ. લોકોને ખુબ ગમવા લાગી અને પ્રશંસાઓ પણ થવા લાગી.
આ વાત કોલેજના મિત્રોમાં પણ ફેલાઈ ગઈ હતી કે દિશા એક લેખિકા છે અને તેના લીધે એક વખત કોલેજના એક કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી બળજબરીપૂર્વક દિશાને સોંપી દેવામાં આવી.દિશાએ પોતાના બનતા પ્રયત્નો કર્યા અને તે કામ ખુબ સારી રીતે પાર પાડ્યું.આ બધા વચ્ચે દિશાના જીવનને મળી રહેલી દિશાને ભટકાવા તેના જીવનમાં એક નવું તોફાન લાવવાનું નકકી કરી લીધું હોય તેમ આરવી અને પરીએ દિશાથી બોલવાના વ્યવહાર બંધ કરી દીધા.
ત્યાં બીજી બાજુ દિશાના આ સારા દેખાવથી પ્રભાવિત થઇ આચાર્યશ્રી અને શિક્ષકોએ પણ તેની ખૂબ પ્રશંશા કરી. સ્ટેજ પર ઊભવાનું આવતુ ત્યાં દિશાનું નામ પહેલું લેવામાં આવી રહ્યું હતું તે હવે કોલેજ અને મિત્રોમાં એક પ્રસિદ્ધ લેખીકા તરીકે જાણીતી બની હતી.એક હિતેચ્છુ મિત્રની સલાહથી તેના જીવનમાં વધુ એક વણાંક આવ્યો ,તે મિત્રએ દિશાને તેના વિચારો વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા માટે મુકવાની સલાહ આપી.અને તે વસ્તુ તેને ખુબ આગળ વધારી ગઈ દિશાની ખ્યાતિ બહુ વધી ગઈ. બધા તેનાથી ખુબ પ્રભાવિત થઇ ગયા.આ વાતની જાણ થતા આચાર્યશ્રીએ દિશા સામે તેમની કોલેજની માહિતીને લગતો લેખ લખવાની આગ્રહ રાખ્યું અને તે કામ પણ ખુબ સારી રીતે પાડ પડી ગયું ખુબ સારા પ્રમાણમાં નવા પ્રવેશ પણ મળી ગયા તે વષૅ કોલેજને.
આ વાતથી ખુશ થયેલા આચાર્યશ્રીએ દિશાને મળવા માટે બોલાવી.
આચાર્યશ્રીની ઓફિસમાં પહોંચેલી દિશાને આચાર્યશ્રીએ ખુશીથી આવકાર આપ્યો અને બેસવા માટે કહ્યું અને વાત શરૂ કરી,"દિશા મેં તમને આજ થોડાક ખાસ પ્રશ્નો કરવા જ બોલાવી છે "દિશાએ નમ્ર ભાવે કહ્યું ચોક્કસ તમે પૂછી શકો છો સાહેબ.અને સાહેબએ કહ્યું "હું તમને કોલેજના પહેલા સેમેસ્ટરથી જોતો આવું છુ અને આજ તમે ચોથા સેમેસ્ટરમાં આવી ગયેલા છો આ બે વરસના સમયગાળામાં તમારામાં આટલો બધો બદલાવ કઈ રીતે આવ્યો ??, પહેલા વર્ષે તમે ખુબ શાંત હતા અને શરમાળ તો એટલા કે ગુડ મોર્નિંગ બોલવામાં પણ શરમ અનુભવતા હતા તે મને હજી યાદ છે અને આજે તમે આખા કાર્યક્રમો એકલા હાથે સંભાળતા થયા છો ,આટલી સારી લેખિકા ,સંચાલક આવ બધું કરી રીતે ?! કોણ છે તમારી આ બધા બદલાવ અને સફળતા પાછળનું કારણ આ બધું એમજ તો શક્ય ન બને".દિશા તરફથી જવાબ આવ્યો સાહેબ આરવી અને પરી.એ બંને છે મારી સફળતા અને મારામાં આવેલા બદલાવના કારણો.સાહેબ 2 મિનિટ માટે તો સાવ સ્તબ્ધ થઇ ગયા ,કારણ કે દિશા અને આરવી ,પરી વચ્ચેના તમતભેદ કોઈથી છાના નહોતા રહ્યા આ વાતની જાણ આચાર્યશ્રી સુધી હતી તે સારી રીતે જાણતા હતા તે ત્રણ વચ્ચેના સંબંધ કેવા હતા। .ત્યારબાદ આચાર્યશ્રી એ આશ્ચર્ય સાથે કહ્યું ,"તમે આ વાત વિસ્તારથી કહી શકશો ?કઈ રીતે તે બંનેએ તમારી સફળતા માટે કઈ રીતે ભોગ આપ્યો ?
દિશાએ હળવા હાસ્ય સાથે વાત શરૂ કરી."સાહેબ,આજ પેલી વાર આ બંને વિશેના મારા અનુભવ હું કોઈ સામેં વ્યક્ત કરું છુ પણ તમે પૂછ્યું હવે મારાથી ખોટું નહિ કહી શકાય.સાહેબ એ બંનેએ મને માનસિક ત્રાસ આપવાની અને મને એકલી કરી મનથી ભાંગી મુકવાની પુરી કોશિશો કરી ".સાહેબ તરફથી વળી પ્રશ્ન આવ્યો કે પણ તેમાં તેમનું યોગદાન ક્યાં આવ્યું તમારી સફળતા માટે ? દિશા આ વાત સમજાવતા કહ્યું "જો તે બને એવું ન કરત મારા સાથે ભળીને રહ્યા હોત તો હું બારના લોકો સાથે આટલી ભળી જ ના શકી હોત મારો વિકાસ એ મારા કલાસરૂમ સુધી સીમિત રહી જાત અને જો તેઓએ મારા સાથે બોલવાનું બંધ ન કર્યું હોત તો હું કદાચ ક્યારે લખવાનું ચાલુ જ ન કરત મારા અંદર છુપાયેઈ કલાનું મને ક્યારે ખ્યાલ જ ન આવ્યો હોત એટલે આજે હું જે કઈ પણ છુ તે બંનેના લીધે જ છું આવી રીતે સ્ટેજ ઉપર ઉભીને બોલાવનું તો મને ક્યારે સપનું પણ નથી આવેલું .આવી વસ્તુ હું ક્યારે કરી જ ન શકત જો તે બંનેના વ્યવહાર બરોબર રહ્યા હોત તો આ તળાવમાંથી નીકળીને દરિયામાં તરવાની મારી હિંમત ક્યારે થઇ જ ન હોત.તેથી જ હું તે બંનેનો મનોમન રોજ આભાર માનુ છું".આચાર્યશ્રી પાસે જાણે શબ્દો ખૂટી પડ્યા હોય તેમ એ મૂંગા મોઢે દિશા સામે જોઈ રહ્યા અને થોડી ક્ષણો બાદ કહ્યું દિશા બસ હું એટલું જ કહેવા માંગુ છુ મને ગર્વ છે કે તમે મારા વિદ્યાર્થી છો.
આ નાનકડી દિશાની વાત જીવનને ખરેખર બહુ મોટી અને ઊંડી શીખ આપી ગઈ કે મુસીબત,દુશ્મનો અને દુઃખ ક્યારે કંટાળીને એવું નથી કહેવાના કે હવે લોકોના જીવનમાં જવાનું છોડી દેવું છે તો પછી આપણે શા માટે તેનાથી કંટાળી અને હારીને સામનો કરવાનો મૂકી દેવું જોઈયે...!!જો દરેક વસ્તુને હકારાત્મક અભિગમથી જોવાનું શરૂ કરીશું તો શત્રુઓ પણ સફળતાનાં શિખર ઉપર પહોંચાડી જશે.