koushik ane mital ni lav story in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કૌશિક અને મિતલની લવ સ્ટોરી

Featured Books
Categories
Share

કૌશિક અને મિતલની લવ સ્ટોરી

કૌશિક અને મીતલની લવ સ્ટોરી


કયારેય જીવનમાં એવું બનતું હોઈ છે કે જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેને તમે કહી શકતા નથી કે હું તને પ્રેમ કરું છું,હું તારી સાથે જીવન ભર રેહવા માંગુ છું.પણ પ્રેમમાં ડર શા નો?તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તે વ્યક્તિને તમારે એક વખત તો કહી જ દેવું જોઈએ કે હું તને પ્રેમ કરું છું શાયદ તમને તે પણ વ્યક્તિ પ્રેમ કરતી પણ હોઈ અને હા પણ પાડી દે.

વાત છે મિતલ અને કૌશિકની બંને એક સાથે બેંકમાં નોકરી કરતા હતા,મિતલ અને કૌશિક એકબીજાની બાજુમાં જ બેસતા હતા.મિતલની ખુરશી કૌશિકની નજીક જ હતી.બંને એકબીજા સાથે ખૂબ વાતો પણ કરતા હતા,પણ કૌશિક એક મહિનાથી મિતલને પ્રેમ કરવા લાગ્યો હતો,કૌશિક ને થતું મિતલને હું પ્રેમ કરું છું,પણ મિતલ મને હા પાડશે કે નહીં?

ધીમે ધીમે એક મહિનો બે મહિના એમ છ મહિના થઇ ગયા પણ કૌશિક મિતલને કહી શકતો ન હતો કે
મિતલ હું તને ખૂબ પ્રેમ કરું છું.હું તારો હંમેશા ખ્યાલ રાખીશ.આ વાક્ય કહેવા માટે તે તેની રાતની નિંદર પણ ખરાબ કરી રહ્યો હતો,પણ તે મીતલને વાત કહેવા માટે ડરી રહ્યો હતો.

આજ મંગળવાર હતો કૌશિક પાસે જ મિતલ બેઠી હતી.કૌશિક થોડો તેની નજીક ગયો કેમ આજ ચૂપ છે મિતલ કહી થયું તો નથી ને તને?નહિ કૌશિક આજે સાંજે મને એક છોકરો જોવા માટે આવાનો છે,મને પહેલી વાર કોઇ છોકરો જોવા આવી રહ્યો છે તો મને થોડી ચિંતા થઇ રહી છે કે હું તેની સાથે કેવી રીતે વાત કરીશ.

કૌશિક હસવા લાગ્યો તને છોકરો જોવા આવે છે અને એ પણ આજે !!કેમ તને કઈ પ્રોબ્લમ છે?નહીં મને કોઈ પ્રોબ્લમ નથી પણ મને થોડું હસવું આવ્યું.
કૌશિકને અંદરથી ઘણું કહેવું હતું પણ તે કઈ કહી શક્યો નહિ અને તેનાથી થોડો દૂર થઇ ગયો.આખી રાત કૌશિકને એ જ વિચાર આવ્યો કે મિતલ તે છોકરાને હા પાડી દે શે તો મારું શું થશે.વિચારમાં જ સવાર પડી ગઇ કૌશિકને ખબર પણ ન પડી.

વહેલી સવારે મિતલ હાથમાં એક બોક્સ લઇ આવી
અને કૌશિકની સામે મૂક્યું કાલ જે છોકરો મને જોવા આવાનો હતો તેની સાથે જીવનભર રહેવાનું મેં નક્કી કરી નાખ્યું છે લે આ મીઠાઈ.

થોડીવાર તો કૌશિક મિતલની સામે જોય રહ્યો આ શું
બોલી રહી છે મિતલ,નહિ મિતલ આવું ન કરી શકે.કૌશિક બોકસને એકબાજુ મેકી મીતલનો હાથ પકડી તેને બેંકની બહાર લઇ ગયો.

તું શું કરી રહ્યો છે કૌશિક?મિતલ મને માફ કરજે હું તને આજ સુધી કહી ન શક્યો.હું તને ખૂબ પ્રેમ કરું છું,હું તને હમેશાં ખુશ રાખીશ.શું તું મારી સાથે લગ્ન કરી શકે?

મિતલ મોટે મોટેથી હસવા લાગી મને કોઈ જોવા માટે આવ્યું નોહતું પણ મારે જાણવું હતું કે તું મને પ્રેમ કરે છે કે નહીં.હું તને ખૂબ પ્રેમ કરું છું કૌશિક,ઘણા સમયથી તારૂ નામ મારા દિલમાં લઇને ફરી રહી હતી પણ તે મને કહ્યું જ નહીં કે હું તને પ્રેમ કરું છું.આજ આ એક નાનકડા મીઠાઈના બોક્સ થકી તું મને મળી ગયો મારો પ્રેમ મને મળી ગયો.હું જાણું છું કૌશિક કે તું મને હંમેશા ખુશ રાખીશ,મારો ખ્યાલ રાખીશ.

આઇ લવ યુ કૌશિક..!!!

આઇ લવ યુ ટુ મિતલ..!!!બંને એકબીજાને ભેટી પડ્યા.



લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)