Suicide or murder? in Gujarati Crime Stories by Kaushik Dave books and stories PDF | આત્મહત્યા કે ખૂન ?

Featured Books
Categories
Share

આત્મહત્યા કે ખૂન ?

" આત્મહત્યા કે ખૂન ?"

નામ કવિશ્વર.. તરવરતો નવયુવાન..થોડો જાસુસી નો શોખ. સ્પાય મુવી, સિરીઝ જોવી.ડીટેક્ટીવ નોવેલ પણ વાંચવા નો શોખ..આમ તો એણે MSC કરી છે.અને MBA નો અભ્યાસ ચાલુ છે.. ૨૫-૨૬ વર્ષ નો થોડો રંગીન મિજાજી. મિત્ર પ્રવિણસિંહ ના આગ્રહ થી પહેલો કેસ " મોડલ રૂબી" નો સોલ્વ કરેલો... ચાલો આપણે એ કેસ વિશે જાણીએ.

ટ્રીપ.ટ્રીન... પોલીસ સ્ટેશન ના ફોન ની રીંગ વાગી..... હેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહે ફોન ઉપાડ્યો..
"હેલ્લો, પોલીસ સ્ટેશન... " "હા..બોલો... હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ બોલું છું..".
"સાહેબ અહીં ફ્લેટમાં મેડમે આત્મહત્યા કરી છે. હું એમની કામવાળી બોલું છું." "હેલ્લો.. જગ્યા નું નામ, સરનામું.તમારૂ નામ ને મેડમ નું નામ લખવો."......

સામે થી બોલનાર વ્યક્તિ એ નામ સરનામું કહ્યું..... ‌‌. "બસ દસ મિનિટ માં જ આવું.. કોઈ ચીજ વસ્તુઓ ને અડતા નહીં.".

આટલું બોલી ને પ્રવિણસિંહે સાથે બે પોલીસ ને લીધા..ને ગાડી લઈને બનાવ ના સ્થળે પહોંચ્યા.

રાજનગર માં નવા સમાવેશ થયેલા નવ વિકસીત પોશ એરિયામાં ન્યુ અર્બન પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ તરીકે હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ હોય છે..

નવા આવેલા પી.એસ.આઈ. હાજર થઇ ને રજા પર ઉતરી ગયા હતા.

થોડી વારમાં પ્રવિણસિંહ બે પોલીસ ને ગાડી સાથે લઈ ને ઘટના સ્થળે પહોંચ્યા.એ દસ માળના લક્ઝુરિયસ ફ્લેટ ના પાંચમાં માળે પહોંચ્યા. ફ્લેટ નં 502 માં રેન્ટ પર રહેનાર મોડલ રૂબી એ આત્મહત્યા કરી હતી.

પ્રવિણસિંહને ફોન કરનાર કામવાળી ભુરી મલી.
ફ્લેટ માં કામવાળી સાથે એક મેડમ હતી એ જુલી ... રૂબી મોડલ ની પી.એ.
પ્રવિણસિંહ ફ્લેટ માં પ્રવેશ્યા.એમણે એમના જુનિયર જટુભા ને ઘટના સ્થળ ના અલગ અલગ એગલ ના ફોટા લેવા જણાવ્યું. મોડલ રૂબી એ બેડરૂમમાં દુપટ્ટો બાંધી ને પંખા પર ફાંસો ખાઈ લીધો હતો.

પુછપરછ કરતા એ ભુરી એ જણાવ્યું કે એ દરરોજ સવારે અગિયાર વાગ્યે મેડમ ના ઘરે કામ કરવા આવતી હતી.... આજે પણ જ્યારે એ ફ્લેટ માં આવી ત્યારે દરવાજા ની બેલ મારી..પણ મેડમે દરવાજો ખોલ્યો નહીં.. એટલામાં મેડમના પી.એ.જુલી મેડમ આવ્યા.. એમને વાત કરી.. એટલે એમણે ડુપ્લીકેટ ચાવી થી ફ્લેટ નો દરવાજો ખોલ્યો... સાહેબ મને ગભરામણ થાય છે.મારૂ બી.પી.વધી ગયું છે મેડમ ને જોઈ ને....તમે પછી શું થયું એ મેડમ જુલી ને પુછો.ને.!!."

પ્રવિણસિંહે વેધક નજરે જુલી સામે જોયું.. અને જટુ ભા ને કહ્યું..આ બંને નું સ્ટેટમેન્ટ લેવા માડો.

જુલી ને પુછતા બોલી," સાહેબ આજે રૂબી મેડમ નું સાંજે મોડેલિંગ હતું.બપોરે બાર વાગે Tiktok નો વિડિઓ બનાવવા નો હતો..... હું જુલી મેડમની રાજનગરના એમના કામકાજ સંભાળું છું..મેડમ આમ તો બોમ્બે જ હોય છે પણ દર મહિને દસ દિવસ માટે અહીં આવે છે... એમણે કેમ આત્મહત્યા કરી એ ખબર પડતી નથી..".

પ્રવિણસિંહ ને આ બધી ચિલાચાલુ વાતો સાંભળી ને કંટાળી ગયો.. એણે ચા પાણી મંગાવ્યા..હાશ હવે મગજ ચાલશે... આમ તો આત્મહત્યા નો જ કેસ લાગે છે જટુભા...પણ ચાર્જ માં છે એ સાહેબ ને વાત કરૂં..

પ્રવિણસિહે મોટા સાહેબ ને વાત કરી.. એમણે આત્મહત્યા નો કેસ બનાવવાનો કહ્યો........
હાશ.. આજે જ આ કેસ પતી જશે....

પ્રવિણસિંહ હોલ માં આંટા મારતાં હતાં એ વખતે એમના પગમાં એક ઇન્જેક્શન અથડાયું. એમણે એ હાથમાં લીધું અને જુલીને પુછ્યુ કે મેડમ શેના ઇન્જેક્શન લેતા હતા ?અને કોણ આપતું હતું.."
જુલી બોલી," સાહેબ ખબર નથી..પણ મેડમ ની એક પાળેલી બિલાડી હતી એ આજે દેખાતી નથી.."
આ સાંભળી ને પ્રવિણસિંહ ચોંક્યા...
પછી જટુભા પાસે આવી ને ધીમે થી બોલ્યા કેસ આત્મહત્યા નો લાગતો નથી...... પ્રવિણસિંહ સોફા પર બેસી ને વિચાર કરવા માંડ્યા........ અને એમને યાદ આવ્યો..એ યુવાન કવિશ્વર.......

જેણે એક કેસમાં એનો જીવ બચાવ્યો હતો સાથે સાથે એ કેસ પણ solved કર્યો હતો.એ આજ એરિયા માં રહેતો હતો....

પ્રવિણસિંહે કવિશ્વર ને ફોન કર્યો. દસ મિનિટ માં કવિશ્વર બાઈક લઈને આવી ગયો. કવિશ્વર છવ્વીસ વર્ષનો તરવરતો યુવાન... એને થોડો જાસુસી નો શોખ.. શેરલોક હોમ્સ, કરમચંદ જાસૂસ, વ્યોમકેશ બક્ષી ની સિરીયલ જોયેલી.. જાસુસી નોવેલ નો પણ અભ્યાસ કરેલો... ..........
કવિશ્વરે આવીને ફ્લેટમાં એક આંટો માર્યો ને બોલ્યો," હાય.. પ્રવિણસિંહ શું લાગે છે? .. આત્મહત્યા? ..ને આ બે જણ કોણ?". પ્રવિણસિંહે ઓળખ આપી........

કવિશ્વરે કામવાળી ને પુછ્યુ," આ બેડરૂમ ની ચાદર તમે બદલી છે?. આજે જ પાથરી હોય એવી લાગે છે."

કામવાળી બોલી," ના સાહેબ.. હું આવી ત્યારે આ ચાદર બિછાવેલી જ હતી..પણ સાહેબ કાલે તો બીજી ચાદર હતી..ને આ ચાદર તો મેં કાલે જ ધોઈ છે...મેડમ ને તો દરરોજ નવી ચાદર જોઈએ.. એમણે બિછાવી હોય એવું લાગતું નથી!" ..

પ્રવિણસિંહ બોલ્યા," કવિ.. શું લાગે છે?" કવિ," હમમ. આ આત્મહત્યા નો કેસ નથી..".
આમ બોલી ને કવિ washing machine પાસે જઈ ને મશીન માં થી ચાદર કાઢી..ચાદર માં ઘણી સલવટો પડેલી હતી..હા.. કોઈ ના બુટ ના થોડા ડાઘા જોયા..

જાણે ચાદર પર ઉભો ના રહ્યો હોય! ..એ કોઈ જેન્ટસ ના બુટ ના...

કવિ બોલ્યો," પ્રવિણસિંહ આ ચાદર ને પણ લેબ માં મોકલજો..હજુ તમારી એમ્બ્યુલન્સ નથી આવી ? લાશ નું પોસ્ટ મોર્ટમ કરાવજો.".
એમ બોલી ને કવિ dining table પાસે આવ્યો. ત્યાં એક મિઠાઈ નું બોક્ષ હતું..એ બોક્ષ લઇ ને જુલી પાસે આવ્યો," હાય.મીસ જુલી આ મિઠાઈ તમે લાવ્યા હોય એવું લાગે છે..અરે આમાં તો પેંડા છે.. કોઈ ખુશી? આ એક પેંડો ચાખો તો ખરા." જુલી બોલી," ના સર.આ મિઠાઈ હું નથી લાવી.કાલે પણ આ મિઠાઈ નહોતી...પણ હું આ પેંડો નહીં ખાઉં.. કદાચ..કદાચ....".
" કદાચ.. એટલે? કવિ બોલ્યો..અને એક પેંડો કવિ એ ખાધો..," વાહ.ટેસ્ટી..હા..કઈ શોપ નો...ગ્વાલિયા....હમમ. જુલી તમે મિઠાઈ ગ્વાલિયા માં થી લાવો છો.?".

"ના..સર..ને આ હું નથી લાવી.".
કવિ ધીરે ધીરે વેસ્ટ બાસ્કેટ પાસે ગયો..
એમાં થી પેકિંગ ની થેલી અને બિલ જોયું.. અને કંઈ ક પડ્યું હોય એવો અવાજ આવ્યો..કદાચ. કાંચ... કવિ એ જોયું કોઈ ઇન્જેક્શન નો કાચ લાગ્યો..
કવિ એ એ બિલ જોયું. એ ગ્વાલિયા શોપ નું અને બિલ માં આજ ની તારીખ અને સવાર નો સમય.....
કવિ પ્રવિણસિંહ પાસે જઈને એક બાજુ લ ઈ ગયો... બોલ્યો," પ્રવિણસિંહ આ ખૂન કેસ છે..આ કોઈ પુરૂષે કરેલું લાગે છે આપણે આ શોપ ના સીસીટીવી કેમેરા પર ફુટેજ જોવા પડશે...અને હા..આ સોસાયટી ની entry ના અને લિફ્ટ ના ફુટેજ જોજો... કંઈ ક તો મલશે... પણ ફ્લેટ ના પેસેજ માં સીસીટીવી કેમેરા નથી..તમે બાલ્કની માં તપાસ કરી?." " ઓકે..કવિ..મને શંકા પડી એટલે તને ફોન કરી બોલાવ્યો.. મિત્ર.. તું આ કેસ સોલ્વ કરીશ તો મને પ્રમોશન અને નામના મલશે.હજુ બાલ્કની માં ગયો નથી." " ચિંતા ના કર મિત્ર... હું કાલ સુધી માં તો કેસ ની જડ સુધી પહોંચી જ ઈશ.. તમે તમારી official કામગીરી કરતા રહેજો.....હવે આ કામવાળી બહેન ને જવા દો.એનુ એડ્રેસ અને ફોન નંબર લખીને રાખો..એ નિર્દોષ છે."
ઓકે..
કવિ બાલ્કની માં ગયો ત્યાં લોહી ના ત્રણ ચાર ડાઘા હતા.. એણે બાલ્કની માં થી નીચે જોયું..ફ્લેટ નો પાછળ નો ભાગ.. કવિ જુલી પાસે આવી ને બોલ્યો," તમે nursing નો કોર્સ કર્યો છે? ". "હા..પણ તમને ખબર કેવીરીતે પડી..? તમે તો હોશિયાર છો સર..ને હેન્ડસમ..".
કવિ બોલ્યો," મેડમ ને ઇન્જેક્શન કોણ આપતું હતું.?
હા..સર કોઈ વાર હું...".

"મેડમ ડ્રગ્સ લેતા હતા? કદાચ આજે પણ..હા.. .... તમારી બેગ માં છે? મને લાગે છે કે આ ડ્રગ્સ લીધા પછી જ એ..એ ". " ના..ના.. સાહેબ આજે મેં નથી આપ્યું..હા..મારા પર્સ માં છે .. મેડમ ડ્રગ્સ લેતા હતા..પણ વધુ ના લે એટલે વધારા ના ડ્રગ્સ મારી પાસે..પણ સર..આજે તો એમનો tik tok નો વિડિઓ તો સવાર નો ફરે છે..આ આત્મહત્યા કરી છે એજ પંજાબી ડ્રેસ માં.. વિડિયો.છે અને અત્યાર સુધી માં ઘણા likes & comments છે..તો આ વિડીયો કોણે બનાવ્યો હશે?મેડમ નો વિડિઓ તો વેસ્ટર્ન ડ્રેસ અને ફિલ્મી સોંગ માં કરવાનો હતો.".... એટલામાં ફ્લેટ નો સિક્યોરિટી વાળો ભાઈ આવ્યો બોલ્યો," જમાદાર સાહેબ મેડમ ની બિલ્લી ની લાશ ફ્લેટ ની પાછળ ના કચરાના ડબ્બા માં છે..કોથળી માં લપેટામાં છે..વાસ બહુ મારે છે.".
પ્રવિણસિંહ ચોંક્યા..કવિ સામે જોયું..
કવિ બોલ્યો," જોયું આ આત્મહત્યા નથી.ખૂન કેસ છે..આ જટુભા ને આ ભાઈ સાથે મોકલો ને બિલ્લી ની લાશ ને પોસ્ટ મોર્ટમ કરાવવાનું .. ખાસ તો એના ન્હોર માં કોનું લોહી છે.".
પ્રવિણસિંહ બોલ્યા," કવિ તું ના હોત તો આ આત્મહત્યા નો જ કેસ બનતો."
જટુભા સિક્યોરિટી વાળા ભાઈ સાથે ગયા. કવિ જુલી પાસે આવ્યો.બોલ્યો ," આજ નો વિડિઓ બતાવ.."
કવિ એ વિડિયો જોયો.. રૂબી પંજાબી ડ્રેસ માં પંજાબી સોંગ માં એક્શન કરતી હતી..કવિ એ વિડિયો પોસ કર્યો..ને ઝુમ કરી ને finger જોઈ..એક હીરા ની વીંટી પહેરેલી હતી.. કવિ લાશ પાસે ગયો .હાથ માં વીંટી નહોતી...
પછી જુલી પાસે આવી ને બોલ્યો," મીસ જુલી મેડમ ની વીંટી કેટલાની હશે? Price?".
"સર લગભગ પાંચ લાખ..કેમ?" "મીસ જુલી મેડમ ના હાથ માં વીંટી નથી.તમે લીધી છે?"

જુલી ગભરાઈ ગઈ..રડતા રડતા બોલી ," સર,તમે તો મારા પર શક કરો છો..ના મેં નથી લીધી.".

પ્રવિણસિંહ આ જોઈ રહ્યા હતા એમને લાગ્યું આ કેસ માં કોઈ બીજું છે જેની આ કેસ માં સંડોવણી છે.
કવિ અને પ્રવિણસિંહ ફરી થી ફ્લેટ માં ફરી વળ્યા..મેડમ રૂબી ની એક મોજડી બેડરૂમ માં થી મલી.. બીજી બેડ ની નીચેના ભાગમાં અંદર જતી રહી હતી...
પ્રવિણસિંહ બોલ્યા આપણે સીસીટીવી કેમેરા ના ફુટેજ જોવા પડશે..મીસ જુલી તમે અહીં જ રહેજો.તમારૂ સરનામું અને ફોન નંબર આ કોન્સ્ટેબલ ને લખાવી દો.અમે હમણાં આવીએ છીએ...........................******* ******

પ્રવિણસિંહ કવિશ્વર ને લઈ ને લિફ્ટ માં બેસવા જાય છે... ત્યારે કવિ રોકે છે..બોલે છે," પ્રવિણસિંહ, આપણે લિફ્ટ માં જવું નથી..આ દાદર ઉતરી ને જઇશુ.".

કેમ કેમ? આ પાંચ માળ ના દાદરા...!!".

હા,. કદાચ આપણ ને... આમ બોલી ને કવિ પાંચમા માળે થી પ્રવિણસિંહ ને લઈ ને દાદર ઉતરે છે.એ વખતે કવિ ને દાદર પર લોહી ના બે ત્રણ બાધા દેખાય છે....
જોયું..આ ક્યાં જાય છે એ ચેક કરીએ..

વાહ.કવિ માની ગયા..બકા.. તું ના હોત તો આ આત્મહત્યા નો જ કેસ હતો.. હવે તો શંકા ખૂન થયું હોય એની છે.".

સીડી ઉતરતા તેઓ બીજા માળે અટકી ગયા... અહીં પણ લોહી ની થોડી ધાર..પડી હોય એવું લાગ્યું...એ લોહી ના બાધા બીજા માળે જ અટકી ગયા...આ ડાઘ કોના ફ્લેટ માં ગયા એ ખબર પડી નહીં.તેઓ છે નીચે ના ફ્લોર સુધી સીડી ઉતરી ને ગયા..પણ બીજી કોઈ નિશાની મલી નહીં...હવે તેઓ એ સીસીટીવી કેમેરા ચેક કર્યા..કવિ અને પ્રવિણસિંહ ને આશ્ચર્ય થયું.....આ બધા ફુટેજ લીધા.અને વધુ માહિતી માટે જટુભા ને કહ્યું.........

સિક્યોરિટી ગાર્ડ ની પુછતાછ કરી ફ્લેટ ના ફરતો આંટો માર્યો.. બીજા માળે રહેતા મેમ્બર્સ ના નામ જાણ્યા.. બે મેમ્બર્સ ઓનર્સ હતા..બે જણા રેન્ટ પર રહેતા હતા......કવિ એ એની યાદશક્તિ તેજ કરી.. પછી મનમાં મુસ્કુરાયો. કવિ અને પ્રવિણસિંહે મેડમ રૂબી વિશે માહિતી લીધી .. રૂબી ના બે મહિના જુના Tiktok જોયા અને એના કોમેન્ટ જોયા..... એમાં એક જણ ની કોમેન્ટ અને લાઈક્સ વિશેષ હતી...એ નામ RA હતું.

કવિ એ tik tok માં એ RA ના વિડિયો જોયા.. સોશ્યલ સાઇટ્સ જોઈ અને એના કોમેન્ટ જોયા......

પ્રવિણસિંહ બોલ્યા લે આ હવે નવું .કોણ હશે આવો પાગલ? ....

સોશ્યલ સાઇટ્સ જોઈ ને..કવિ અને પ્રવિણસિંહ લિફ્ટ માં પાંચમા માળે ઘટના સ્થળે આવ્યા. Ambulance આવી ગઈ હતી..

ફ્લેટમાં આવી ને કવિ એ પ્રવિણસિંહ ને કહ્યું ફરી થી બધા જરૂરી ફોટાઓ લ ઈ ને.. પોસ્ટ મોર્ટમ માટે લાશ ને મોકલી આપો.

પ્રવિણસિંહ અને જટુભા એ પોલિસ તપાસ માટે ના જરૂરી ફોટોગ્રાફ લીધા... લાશ ને પોસ્ટ મોર્ટમ માટે એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ ગઈ..સાથે જટુભા ને પણ મોકલ્યા. કવિ મીસ જુલી પાસે આવી ને બોલ્યો," આપણે સાંજે Domino pizza માં જ ઇશુ? ઇસ્કોન પાસે..."

આ સાંભળી ને જુલી ચોંકી ગઈ...પછી બોલી," સર,તમારો સાથ હોય તો.. હું આવીશ..પણ મની તો હું જ કાઢીશ.". ઓકે..મીસ જુલી. સાંજે...સાત વાગે......પણ મીસ જુલી.. તમે તો કહેતા હતા કે.. તમે ફ્લેટમાં અગિયાર વાગે આવ્યા.". "હા..સર.. "

"તો પછી તમે આ એવન્યુ માં દસ વાગે કેમ? પાછા લિફ્ટ માં બીજા ફ્લોર સુધી?...

જુલી ગભરાઈ ગઈ.. બોલી," સર.. મને માફ કરો.. હું ભુલી ગ ઈ હતી.. હું દસ વાગે આવી લિફ્ટ માં બેસી પણ કંઈક કામ યાદ આવતા પાછી... આ એવન્યુ માં થી બહાર નીકળી ગ ઈ હતી.. પછી અગિયાર વાગે આવી... "

"પણ મીસ જુલી તમે બહાર કોની રાહ જોઈ હતી?. જો તમે દસ વાગે રૂબી ના ફ્લેટ પર પહોંચ્યા હોત તો રૂબી મેડમ નો જાન બચી જતો..ખુની એ આ ગાળા દરમિયાન જ.....પણ મીસ જુલી. આ RA કોણ? ને એના વિડીયો માં તમે કેમ? બોય ફ્રેન્ડ..? એની જ રાહ જોતા હતા?".

જુલી ગભરાઈ ગઈ ને રડી પડી...

કવિ એ પોતાનો રૂમાલ આપ્યો..," લો આ આંસુ કિંમતી છે.. લુછી નાંખો..આ RA આ જ ફ્લેટ માં બીજા ફ્લોર પર રહે છે ને? શું નામ એનું.... મને તો ખબર પડી ગઈ..પણ તમારા મુખે.... પ્રવિણસિંહ આ જોતા હતા..
એમને જુલી પર ગુસ્સો આવ્યો.. બોલ્યા..મીસ જુલી.. તમે કેમ સાચે સાચું બોલતા નથી.આ કેસ ની ગંભીરતા નો ખ્યાલ છે?" જુલી ગભરાઈ ગઈ.. રડતા રડતા બોલી..હા, હું RA ને ઓળખું છું... એનું નામ રોબર્ટ અજમેરી છે. રોબર્ટ આસિસ્ટન્ટ ફોટોગ્રાફર છે.. પ્રખ્યાત મોડલો ના જે મુવી અને ફોટો લે છે એમના આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે..મારે પણ મોડલ બનવું હતું.. રૂબી મેડમ ની જેમ... એટલે ફ્રેન્ડશિપ કરી હતી. પણ આ આત્મહત્યા વિશે જાણતી નથી.".

ઓકે ઓકે..પણ તમે બીજા ફ્લોર થી કેમ પાછા જતા રહ્યા હતા..અને હા,તમારા સોશ્યલ મીડિયા માં એક સેલ્ફી. આ Domino pizza શોપ નો રોબર્ટ સાથે...અને બીજો કોઈ ફાર્મ હાઉસ..નો કદાચ...કડી રોડ પર નો લાગે છે.".

હવે જુલી ઢીલી પડી બોલી," રોબર્ટ સાથે હું ફરતી.. એ ફાર્મ હાઉસ માં મારા ફોટા મોડેલિંગ માટે પાડ્યા હતા.. હું દસ વાગે રોબર્ટ ને મલવા આવી હતી..પણ ફ્લેટ પર લોક હતું એટલે એવન્યુ ની બહાર નીકળી ને રાહ જોતી હતી.".

ઓકે..પણ તું એ વખતે રૂબી મેડમ ના ફ્લેટ પર ગઈ હોત તો મેડમ નો જીવ બચી જાત.. કદાચ ખૂન દસ થી અગીયાર વચ્ચે જ થયું હતું.. રોબર્ટ રૂબી ની કમજોરી જાણતો હશે.. ડ્રગ્સ ના ઇન્જેક્શન આપતા તેં શીખવ્યું હતું રોબર્ટ ને?".

ના સર.. એને આવડતું હતું..એ પણ ડ્રગ્સ લેતો હતો..સર.. આમાં હું ફસાઈ તો નહીં જ ઈ ને?

"એ ખબર નથી..પણ મારી સુચના પ્રમાણે ચાલીશ તો..... તપાસ માં પુરતો સહકાર આપજે...

આટલું બોલી ને કવિ જુલી ની નજીક આવ્યો ને બોલ્યો," સાંજે સાત વાગે આપણે તું અને હું Domino pizza પર મલીએ..".

બપોર થઈ ગઈ હતી કવિ એ પ્રવિણસિંહ ને કહ્યું ," ભાઈ.. હવે તો ભૂખ લાગી છે.. અહીં બધું કામ પતી ગયું..લાશ પણ પોસ્ટ મોર્ટમ માટે લઈ ગયા.આ જુલી ને પણ જવા દો.. જરૂર પડે બોલાવવાની.. ચાલો.".

હા,કવિ મારે પણ જમવું પડશે.. આજે થાકી ગયો..". આપણે કેસ ની નજીક જ છીએ કદાચ કાલે સુધી માં ખૂની પકડાશે.".

આ રોબર્ટ જ ને..પણ એ ક્યાં સંતાયો છે એ ખબર પડતી નથી." પ્રવિણસિંહ બોલ્યા.

.. સાંજે સાત વાગે કવિ અને જુલી પિઝ્ઝા ખાવા ડોમિનોઝ માં ગયા..

જુલી બોલી..સર.. મને તો તમે ફસાવ્યો તો નહીં ને? કવિ બોલ્યો," જો તું નિર્દોષ હોઈશ તો વાંધો નહીં આવે ત્યારે પોલીસ અને મને cooperat કરવાનું છે...રોબર્ટ ના ટીકટોક માં તારો પણ છે.. સેલ્ફી પણ છે..એ ક્યાં સંતાયો છે? કહે..આ કડી રોડ ના ફાર્મ હાઉસ માં.. ક્યાં આવ્યું" આટલા બધા સવાલો થી ગભરાયેલી જુલી એ રોબર્ટ સાથે ના સંબંધો, રૂબી મેડમ ની વિગતો અને ફાર્મ હાઉસ નું સરનામું કહ્યું. કવિ બોલ્યો," હવે અત્યારે તું તારા ફ્લેટ પર ના જતી.....લોક રહેવા દેજે....તારી ફ્રેન્ડ ના ઘરે આજ ની રાત રહેજે.. રોબર્ટ નો ફોન આવે તો કહેજે કે બે દિવસ માટે ગામડે ગ ઈ છું.ગભરાતી નહીં... પછી મને inform કરજે.. ઓકે.. ચાલો મારે બહુ કામ છે..". જુલી અને કવિ છુટા પડ્યા..... રાત્રે દસ વાગ્યે જુલી નો ફોન આવ્યો..સર.. તમારા કહ્યા મુજબ એનો ફોન આવ્યો.. મેં કહ્યું કે ગામડે છું..બે દિવસ પછી મલીશ..એ ત્યાં જ ફાર્મ હાઉસ માં જ છે.".
ઓકે જુલી.. Thanks.
રાત્રે બાર વાગ્યે કવિ પ્રવિણસિંહ,જટુભા અને બીજા બે પોલીસ ને સાથે લઇ ને ગાડી સાથે ફાર્મ હાઉસ પહોંચ્યા... ત્યાં રેડ પાડી ને રોબર્ટ ને પકડી લીધો..

જટુભા ના રાઠોડી પંજા એ કામ કર્યું.... રોબર્ટ બધો ગુનો કબુલી લે છે કે મેડમ ને ઘેન નું ઇન્જેક્શન આપી ને આત્મહત્યા નો કેસ બનાવ્યો હતો..મેડમ પાસે મારો પ્રેમ વ્યક્ત કર્યો..જેથી મેડમ સાથે બોલા બોલી થઈ.....મેડમ નું શરીર ધ્રુજવા લાગ્યું.. એને ડ્રગ્સ ની જરૂર પડી. મેં ગુસ્સા માં આવી ને ધેન નું ઇન્જેક્શન આપ્યું... રોબર્ટ ને પકડી ને પ્રવિણસિંહ પોલીસ સ્ટેશન લઈ ગયા...

બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે... પોલીસ સ્ટેશન માં કવિ અને પ્રવિણસિંહ......

પ્રવિણસિંહ," યાર, તેં ગજબ કર્યું.. તું તો ડીટેક્ટીવ બની ગયો.. મેં મોટા સાહેબ ને કેસ ની વિગતો જણાવી.. સાહેબ મારા પ્રમોશન માટે ભલામણ કરશે.. સાથે સાથે જટુભા નું પ્રમોશન પાકું છે...પણ મારા એક જુના સર પોલીસ મહાનિર્દેશક હતા..જે રિટાયર્ડ થયા છે..એમને તારા માં interest છે..એમની daughter એક વર્ષ થી ડીટેક્ટીવ એજન્સી ચલાવે છે Third Eye agency .એ તારો સંપર્ક કરશે.. બોલ હવે શું કરવું છે? MBA ke detective... Offer સરસ છે..તારો આભાર માનું છું પોલીસ ખાતા ને મદદરૂપ થવા માટે... ". કવિ બોલ્યો," આમ તો MBA જ..પણ શોખ તો જાસુસી નો.. જોઈએ..કેવી ઓફર લાવે છે.". ** મિત્રો..આ વાર્તા આપને ગમી હોય તો યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે.. કવિશ્વર નો અંદાજ ગમ્યો.?.. શું કવિ MBA કરશે કે જાસુસી ના કામો કરશે.?....કોની એજન્સી માં...બે ત્રણ એજન્સી ના ફોન આવેલા છે જોડાવા માટે... જો આપને કવિશ્વર નો જાસુસી અંદાજ પસંદ પડ્યો હોય તો જ એ જાસુસ બનશે.. નહીં તો....MBA..? આપનું શું માનવું છે??.... @ કૌશિક દવે