Maanhalo - 5 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | માંહ્યલો - 5

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

માંહ્યલો - 5

માંહ્યલો

એપિસોડ-૫

હવે મધુમાની ધીરજ ખૂટતી જતી હતી. એ ઇચ્છતા હતા નિ:સ્પૃહી કંઈક રિએક્સન આપે દિલ હળવું કરે. એક સ્ત્રી તરીકે મધુમા નિ:સ્પૃહીની વેદના વાંચી શકતા હતા. એની આંખોની કોરાપ મધુમાના દિલને છરાની જેમ વીંધતી હતી. મધુમા નિ:સ્પૃહી કંઈક બોલે, કંઈક બળાપો કાઢે એ માટે અનેક યુક્તિ-પ્રયુક્તિ વારાફરતી અજમાવી રહ્યા હતા. મધુમાએ જાણીબુઝીને આમ્રપાલીની વાત કાઢી. “બેટા નીહુ! તમે નાનાં હતાં ત્યારે તને અને શાલીગ્રામને ગાર્ડનમાં રમવા મૂકી હું અને આમ્રપાલી શોપીંગ કરવા જતા. શાલિગ્રામની દરેક બાબતનું ધ્યાન આમ્રપાલી જ રાખતી. આમ્રપાલી શાલીગ્રામને ખૂબ પંપાળતી મને ક્યારેય ગુસ્સો કરવા દેતી નહિં એટલે આજે શાલીગ્રામ... બોલતાં બોલતાં મધુમા રડી પડ્યા. એમને છાતીએ ડૂમો ભરાય આવ્યો. નિ:સ્પૃહીએ પાણીની બોટલ ખોલી મધુમાને પાણી પીવડાવ્યું. ટીસ્યુપેપર આંસુઓ લૂછવા આપ્યું. પણ, નિ:સ્પૃહી તદ્દન નિ:સ્પૃહી રહી. મધુમા મનોમન વિચારતાં રહ્યાં શું આ છોકરી પથ્થર બની ગઈ હશે? શું એને તીવ્ર આધાત લાગ્યો હશે? પોતે ડૉકટર હોય સાયકોલોજીકલ વિચારે ચડ્યા. નિ:સ્પૃહી આમ્રપાલીનાં પેટમાં હતી ત્યારથી મધુમા એને પારખે છે. પણ આજે મધુમાના બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા. છેવટે મધુમા અકળાય ગયા અને રીતસર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા નિ:સ્પૃહી! હું જાણું છું હું તારી ગુનેગાર છું. આમ્રપાલી અને આલોકને આપેલ વચન પાળી શકી નહીં. પણ બેટા! મારા પર ભરોસો રાખ. બધું સારાવાનાં થઈ જશે. બસ! એકવાર દિલ ખોલીને વાત કરી. તારું મૌન મને આકળ-વિકળ કરી રહ્યું છે. બસ એકવાર મન ખોલીને રડી લે મારો ખોળો તારા માટે તરસે છે. મારી છાતી ધમણની માફક ઉછાળા મારી રહી છે. બેટા એકવાર તું હળવી થઈ જા. હું તારી પડખે નહિં પણ સાથે જ છું અરે કોઇપણ નિર્ણય લેવાનો હશે હું તારા કરતાં બે ડગલાં આગળ હોઈશ. બસ એકવાર તું હળવી થઈ જા. નિ:સ્પૃહી બોલી “મધુમા! તમે શેની વાત કરો છો મને કંઈ સમજાતું નથી. ચાલો એનાઉન્સ થઈ ગયું આપની ફ્લાઈટનો સમય થઈ ગયો. મધુમાની વિન્ડોસીટ હતી આખાયે સમયગાળા દરમિયાન મધુમા આકાશ તરફ મીટ માંડી પોતાના પતિ દિવ્યાંગ અને સહેલી અને આમ્રપાલી સાથે વાતો કરતા રહ્યા. આકળવિકળ મન સાથે નિ:સ્પૃહી સાથે કન્યાકુમારી આવી પહોંચ્યા. સમય વહેતો જતો હતો પણ નિ:સ્પૃહીએ ક્યારેય પણ એક હરક સુદ્ધાં શૈલી અને શાલીગ્રામ વિરુધ્ધ ઉચ્ચાર્યો નહિ. મધુમા એકલાં-એકલાં ખૂબ મૂંઝાતા. આવનાર ભવિષ્યની કલ્પના માત્રથી અંદરથી ટૂટી રહ્યા હતા.

દિવાળી નજીક આવી રહી હતી. મધુમાએ ફરી પ્લાન ઘડવાનું શરૂ કર્યું. મધુમાએ શાલિગ્રામને દિવાળીમાં રજાઓ લઈ કન્યાકુમારી આવવા આમંત્રણ આપ્યું. સાથે થોડાં ઈમોશનલ ડ્રામા કર્યા. એમણે કહ્યું “બેટા! હવે મારી તબિયત સારી રહેતી નથી. આવતી દિવાળી સુધી હું હોઉં કે નહિં પણ હોઉં!. આ વખતે આપણે ત્રણેય ભેગાં મળી યાદગાર દિવાળી સેલિબ્રેટ કરીએ. તો મને ખૂબ ગમશે.” શાલીગ્રામ આવી કોઈ તક મળે એની રાહ જોતો હતો એ પણ નિ:સ્પૃહીને મળવા આતુર હતો. એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના શાલીગ્રામે મધુમાને કહ્યું “હા મા હું ચોક્કસ આવીશ.” મધુમાને પચાસ ટકા પ્લાન સફળ થયાનો આનંદ થયો.

ધનતેરસનાં દિવસે શાલીગ્રામ કન્યાકુમારી આવી પહોંચ્યો. ત્રણેય જણાએ બપોરે હસી-મજાક સાથે લંચ લીધું. સંધ્યાટાણે લક્ષ્મીજીની પૂજા કરી. શાલીગ્રામે પણ નિ:સ્પૃહીની પૂજા કરી કપાળે તિલક, માથે સિંદૂર પૂર્યું. અને ગીફ્ટ આપી. ભેગા મળી ફટાકડાં ફોડ્યાં. મધુમાએ મનોમન થેન્ક ગોડ કર્યુ. બધું સીધી લીટીમાં જતું હોય એવું લાગ્યું ઘણાં લાંબા સમય પછી મધુમાએ રાહતનો દમ લીધો. શાલીગ્રામ અને નિ:સ્પૃહી બંને એકદમ ફોર્મલ વર્તી રહ્યા હતા. મધુમાને બધું સારાવાના થવાનાં એંધાણ વર્તાય રહ્યા હોય એવું લાગ્યું. મધુમાની ખુશી મનોમન છલકાય રહી હતી. શાલીગ્રામ પણ મનોમન રાહત અનુભવી રહ્યો હતો. મોડી રાત સુધી ત્રણેય બેસીને ભૂતકાળ વગાવ્યો. નિ:સ્પૃહી અને શાલીગ્રામે પોતપોતાનાં કાર્યક્ષેત્રની ચર્ચા કરી. જાણે આખાય વાતાવરણમાં ભીની-ભીની લાગણીઓ મહેંકી રહી હતી. મધુમાએ ટકોર્યા ચાલો છોકરાઓ બહુ મોડું થઈ રહ્યું છે હવે સૂઈ જઈએ.

રાત્રે શાલીગ્રામ નિ:સ્પૃહીનાં રૂમમાં ગયો. નિ:સ્પૃહીએ હસીને વેલકમ કર્યું. શાલીગ્રામનું ગભરાટ અને ડરથી ફફડતું હૈયુ હળવાશ અનુભવી રહ્યું હતું. શાલીગ્રામ નિ:સ્પૃહીના સ્નેહમાં તરબોળ થવા ઉત્સુક હતો. નિ:સ્પૃહી બોલી “ના... ના... શાલીગ્રામ ના... આ હક્ક તેં ક્યારનો ગુમાવી દીધો છે. શાલીગ્રામ બોલ્યો.. “નિહ! પ્લીઝ આવું ન બોલ. તારો ગુસ્સો વ્યાજબી છે. તું તારો ગુસ્સો મારાં પર ઠાલવી શકે છે. પણ મને તારાથી અલગ નહિં કર. નીહુ! શૈલી મારો શ્વાસ છે પણ તું મારો આત્મવિશ્વાસ. અને તું જાણે છે આત્મવિશ્વાસ એ શ્વાસ કરતાં પાર છે. મને જીવવા તમારા બંનેની જરૂર છે. નિ:સ્પૃહીએ જરા ઊંચા અવાજે કહ્યું મી. શાલીગ્રામ તું મારો શ્વાસ, વિશ્વાસ, આત્મવિશ્વાસ, શ્રદ્ધા, ધૈર્ય, સન્માન, આત્મસન્માન બધું જ હતું. આ તારા શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેની હૂંફ એ જ મારું અસ્તિત્વ છે. હું તારા શ્વાસનાં ઉપવનમાં મહેંકતી હતી મને ઉચ્છવાસ બહાર કાઢવા માટે કશાની જરૂર પડી નથી. હું તો તારા શ્વાસ-વિશ્વાસને ઠસોઠસ હૈયામાં ભરી માલેતુજાર જીવવા સર્જાયી હતી. મી. શાલીગ્રામ! આઈ એમ નોટ નીહું. હું નિ:સ્પૃહી છું. નિ:સ્પૃહી. તું મારા ઘરનાં ચોખટમાં પ્રવેશી શકે પણ દિલના દરબારમાં નહીં આવી શકે. હું એક સ્ત્રી છું, શક્તિ છું, નિ:સ્પૃહી છું. મારા તનને તું સ્પર્શી શકે પણ મારા મનને નહિં. એક સ્ત્રી જાંઘ ફાડીને જીવ ઉત્પન્ન કરી શકતી હોય તો દિલને ચીરીને એનાં પ્રેમને ફેંકી પણ શકે છે. એકી શ્વાસે નિ:સ્પૃહીએ પોતાનાં દિલની વાત કહી લીધી. એનો જીવ ગૂગળાવા માંડ્યો એણે ઉંડો શ્વાસ લીધો અને બોલી જો શાલુ! બાળપણમાં તું મારો લડ્ડુ ગોપાલ હતો. યાદ કર નાસ્તાબોક્ષમાં આપેલ લડ્ડુ હું મારા ભાગનાં તને ખવડાવતી હતી. મુગ્ધાવસ્થામાં તું મારો નંદકિશોર હતો. તારા હૃદય ઉપવનમાં મેં મારો શ્વાસ ફૂંકી મેં મધુર સંગીત રેલાવ્યું હતું. મારી ભૂલ તને પરણીને થઈ મી. શાલીગ્રામ. હું તારી પત્નિ બની એટલે પ્રેયસી નહિં બની શકી. શૈલી જેવી મને જીવનશૈલી, ભાષાશૈલી અને ખાસ કરીને નાટકશૈલી મને નહીં આવડી. હું રાધાની જેમ ધારા થઈ વહી રહી છું એ મારો વ્હેમ હતો. પણ હું તારી પત્ની એ ભૂલી ગઈ કે રૂકમણીનું સ્થાન ફક્ત ઘર-રસોડામાં જ હોય. મનમંદિરમાં અને હૈયામાં તો રાધાનું જ સ્થાન હોય જે સ્થાન મેળવવામાં હું નિષ્ફળ નીવડી. મી. શાલીગ્રામ આ છેલ્લી વાત સાંભળી લે તું મારો ક્રિષ્ન નથી રહ્યો. તું શાલીગ્રામ છે. શાલીગ્રામ. ફક્ત એક પથ્થર. તું તારા નામ કરતાં પણ વધુ કઠોર પથ્થર નીકળ્યો. તારા પથ્થર દિલને પ્રેમની પીડા નહિ સમજાય. આજે હું તને મુક્ત કરું છું અને હંમેશા શિવાજીને પ્રાર્થના કરીશ કે શૈલી-શાલીગ્રામની જોડી ખુશ રહે અમર રહે.

ઉંડો શ્વાસ લઈ પુરુષપણું છતુ કરતાં ધડામ દઈ પગ પછાડી શાલીગ્રામ રૂમની બહાર નીકળી ગયો. મધુમા રૂમની બારસાખે ઊભા રહી એમનો સંવાદ સાંભળી રહ્યા હતા. માનું એક પલ્લું દીકરા તરફ નમી રહ્યું હતું. દીકરાનો સંસાર મધસાગરે ડૂબી રહ્યાના અણસારથી મધુમાના ફક્ત કાન જનહીં પણ હૃદય પણ વીંધાય રહ્યું હતું. તો બીજી તરફ એક સ્ત્રીનાં સ્વાભિમાન સાથે થયેલ અન્યાય-ધિક્કાર માટે પણ એમનું હૃદય ખિન્ન હતું મનોમન બે હાથ જોડી બારીમાંથી બહાર દેખાતાં આકાશ તરફ મીટ માંડી ડૉ. દિવ્યાંગ સાથે પોતાની મનોવેદના ઠાલવી રહ્યા હતા. “દિવ્યાંગ! આજે મને તમારી ગેરહાજરી ખૂબ સાલે છે. બસ! હવે તમેજ આ પ્રશ્ન સોલ્વ કરી શકશો. પ્લીઝ મને કોઈ રસ્તો સુઝાડો. હજુ આ છોકરાઓએ જીંદગીની મંઝિલ ઘણી લાંબી કાપવાની બાકી છે. છોકરાઓ અધવચ્ચે અટવાય જાય- ફસડાઈ જાય એ મારાથી નહિં જીરવાય. પ્લીઝ દિવ્યાંગ પ્લીઝ! કંઈક તો ચમત્કાર કરો. આમ્રપાલી હું તારી ગુનેગાર છું પણ હવે તારે મારા વ્હારે આવવું પડશે.”

બે હાથ મોં પર પસરાવીને સૂમસામ બેઠેલી નિ:સ્પુહીની નજર અધખુલ્લા બારણામાંથી મધુમા પર પડી. મધુમાને આવા દયનીય સ્થિતિમાં એણે ક્યારેય જોયા ન હતા. મધુમાની કરુણાંતિક નિ:સ્પૃહીનાં રોમેરોમને ખળભળાવી ગઈ. જીવનસંગ્રામમાં ગમે તેવો ભૂકંપ આવી જાય તો પણ મધુમાની ‘સ્થિરતા’ માટે નિ:સ્પૃહીને અડગ વિશ્વાસ હતો. મધુમાની અવદશા જોઈ નિ:સ્પૃહીને ધ્રાસકો પડ્યો. નિ:સ્પૃહી પોતાની જાત સાથે વાત કરવા મંડી. “શું ક્યાંક આ સાંસારીક અથડાઅથડી, જીદ્દ, મમત, અહમ્, સ્વાભિમાનનાં બુરખાની પાછળ હું મધુમાને ખોઈ તો નહીં બેસું ને!?”