ભાગ - 18
પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબના બનાવેલા, બંને પ્લાન સફળ થતાં, અને
શ્યામના પપ્પા પંકજભાઈ, તેમજ વેદના પપ્પા ધીરજભાઈ,
હેમખેમ મળી જતા, સમગ્ર પોલીસ ટીમની સાથે-સાથે શ્યામ પણ રાહતનો દમ લે છે.
બેંક મેનેજર RS ને પણ, બેંકના એટીએમમાં થયેલ ચોરીની રકમ અને આરોપી પકડાઈ જતા, તેમજ ધીરજભાઈ અને પંકજભાઈ બેક્સુર સાબિત થતા
અત્યાર સુધી RS જે દુવિધા ભરી સ્થિતીમાં ચિંતાગ્રસ્ત હતાં, તેઓ પણ હાસકારો અનુભવી રહ્યા છે.
પોલીસને પણ ગણતરીના કલાકોમાંજ, ગુનાનું સારું નિરાકરણ આવતા, સૌને હાશકારો થાય છે.
બીજી તરફ, એક-બે દિવસમાં વેદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.
વેદ હવે ધીરે-ધીરે રિકવર થઇ રહ્યો છે.
વેદને કંપની આપવા, શ્યામ અને રીયા સતત તેની પાસે રહે છે.
થોડા દિવસોમાં જ વેદ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા,
પેલા સ્ટુડિયોના માલિક, કે જેમણે વેદને પોતાના સ્ટુડિયોમાં ગાવા માટે વેદને વાત કરેલ,
વેદને તેમનો ફોન આવે છે, અને તેઓ વેદને એક નવા આલ્બમના ડિસ્કસન માટે સ્ટુડિયો પર બોલાવે છે.
વેદ સ્ટુડિયો પર જઈ સ્ટુડિયોના માલિકને મળી, આલ્બમ વિશેની બધી માહિતી મેળવે છે.
આલ્બમ વિશે વેદ બધુ સમજી થોડા દિવસની પ્રેક્ટીસ કરી અને પછી પોતાના પ્રથમ આલ્બમના રેકોર્ડિંગ માટે તૈયાર થઈ જાય છે.
વેદનો પ્રથમ આલ્બમ તૈયાર થતા...
સ્ટુડિયો માલિકે વેદ પર મુકેલ વિશ્વાસમાં વેદ ખરો નહીં, પરંતુ સવાયો ઊતરતા, વેદે પૂરા આલ્બમમાં એટલું સરસ રીતે ગાતા,
સ્ટુડિયોના માલિક વેદના પ્રથમ આલ્બમને ધામધૂમથી બહાર પાડી, વિશાળ માર્કેટમાં પૂરા પ્રચાર સાથે રિલીઝ કરે છે.
વેદનો પ્રથમ આલ્બમ બહાર પડતાજ, હિટ સુપરહિટ થઈ જાય છે.
ચારે તરફ આલ્બમની સાથે-સાથે વેદની એક ગાયક તરીકે વાહ-વાહ થઈ જાય છે.
15 દિવસમાં જ વેદનો આલ્બમ, આગળના જેટલા આલ્બમના રેકોર્ડ હતા, એ બધા રેકોર્ડ તોડી નાખે છે.
વેદના પ્રથમ આલ્બમને, આટલો સારો રિસ્પોન્સ મળતા,
સ્ટુડિયોના માલિક આલ્બમ સોંગ હિટ જવાના ભાગરૂપે,
એક મોટું ફંકશન રાખવાનુ, અને તેમા વેદને એવોર્ડ તેમજ એક સરપ્રાઈઝ ઈનામ આપવાનું એલાન કરે છે.
આજે સ્ટુડિયોના માલીક વેદ પર એટલા ખુશ છે કે તે,
વેદને એગ્રીમેન્ટ કરી કાયમી પોતાના સ્ટુડિયોમાં રાખવા તૈયાર છે, અને
એગ્રીમેન્ટ પણ કેવો ?
વેદ જેવો કહે તેવો.
પાર્ટનર કહેતો વેદને પાર્ટનર બનાવવા પણ તેઓ તૈયાર છે.
ફંકશનની નક્કી કરેલ તારીખ આવી જતા,
એવોર્ડ ફંકશનમાં વેદ, શ્યામ અને રીયાનો પૂરો પરિવાર હાજર છે.
આજે સૌની ખુશીની સામે, રીયા અને શ્યામની ખુશી ચરમસીમાએ છે.
તે બંનેની ખુશીનો કોઈ પાર નથી.
વેદ સ્ટેજ પર છે, અને ઓડિયન્સમા આ ત્રણેનો પરીવાર પ્રથમ હરોળમાં બેઠેલ છે.
વડીલો એક તરફ તો બીજી તરફ શ્યામ અને રીયા પાસ-પાસે બેસી ખુશ-ખુશાલ થઈ, વારંવાર એક બીજાને તાળી અને ઝપ્પી આપી રહ્યાં છે.
અત્યારે શ્યામનાં પપ્પા પંકજભાઈનું ધ્યાન સ્ટેજ પર ઓછું અને શ્યામ-રીયા પર વધારે જઈ રહ્યુ છે.
તો બીજી બાજુ RS ના મગજમાં પણ કંઈક અલગ ચાલી રહ્યું છે.
RSના મગજમાં અત્યારે શુ ચાલી રહ્યુ છે ?
તે જાણવા માટે આપણે...
ફંકસનના થોડા દિવસ પહેલાની એક વાત જાણી લઈએ.
એ દિવસે, RSની બેંકના પ્યુનના મેરેજ હોવાથી, બેંક મેનેજર RS સર, બેંક-સ્ટાફ અને ધીરજભાઈને તે મેરેજ ફંક્શનમાં હાજરી આપવા જવાનું થયુ હોય છે.
પ્યુનના મેરેજમા હાજરી આપવા, ધીરજભાઈ RSની ગાડીમાં ગયા હતા.
એ વખતે સમગ્ર રસ્તામા ધીરજભાઈએ જોયું કે,
RS સર કેમ કંઈ બોલી નથી રહ્યા ?
ધીરજભાઈને મનમાં થાય છે કે,
RS સર, આમ તો આટલા ચૂપ રહે નહીં.
આજે કેમ કંઈ બોલતા નથી.
છેવટે ધીરજભાઈએ, એમની ધીરજ છોડી RSને પૂછે છે,
સાહેબ, આજે કેમ શાંત લાગો છો ?
ત્યારે RS ધીરજભાઈને કહે છે કે,
ધીરજભાઈ, ઘણા સમયથી મારે તમને એક વાત કહેવી હતી, જે વાત હું, અત્યારે તમને જણાવવા માગું છું.
ધીરજભાઈને RS શું કહેવા માંગે છે, તે નહી સમજાતા,
તે RSને આગળ બોલવા જણાવે છે.
RS પોતાની વાત રજુ કરે છે.
ધીરજભાઈ,
હું બહુ લાંબુ નહીં ખેંચું,
એક જ લીટીમાં કહી દઉં, તો મારે મારી દીકરી રીયા માટે, તમારા વેદનો હાથ જોઈએ છે.
RSની અચાનક સાંભળેલી આ વાતથી, ધીરજભાઈ આંચકો અનુભવે છે.
પરંતુ RSએ પહેલા કહ્યુ તે પ્રમાણે,
તે વાત લાંબી ખેંચવાને બદલે, RSએ એક લીટીમાં કરેલ પ્રશ્નનો જવાબ, RSને ગમે તેવો જવાબ આપતા ધીરજભાઈ RSને કહે છે કે,
સાહેબ, તમારા અને અમારા વચ્ચે ખૂબ જ મોટું અંતર છે. તેમજ રીયાને તમારા લેવલ વાળું ફેમિલી આરામથી મળી શકે તેમ છે.
ત્યારે RS કહે છે,
જુઓ ધીરજભાઈ, મેં કોઈ લાંબી ટૂંકી વાત ખેંચી નથી, મારા મનમાં હતું, તે તમને કહ્યું છે, અને તમે જે અંતરની વાત કરો છો, એના વિશે મારી એક વાત સાંભળી લો,
મારે સુખ નહીં ખુશી જોઈએ છે.
અને મારી ખુશી, રીયાની ખુશીમાં છે.
હું ધન નથી જોતો, મન જોઉં છું, અને મારી દીકરી રીયા પણ, મારા જેવોજ સ્વભાવ ધરાવે છે.
થોડીવારની શાંતી પછી RS.
ધીરજભાઈ તમે પોતે જ સમજો, ક્યાં આપણી બેંકનો પ્યુંન રમેશ, જે એના મમ્મી-પપ્પા સાથે એક ભાડાના મકાનમાં રહે છે.
એના સ્વભાવના કારણે, એના મમ્મી-પપ્પાના સ્વભાવના કારણે, ચાર વર્ષથી મકાનમાલિકે એનું એક રૂપિયો ભાડું પણ નથી વધાર્યું, કે મકાન ખાલી કરવાની વાત પણ નથી કરી, અને એ જ મકાન માલિક તેમના જ ઘરમાં ભાડે રહેતા આપણી બેન્કના પ્યુન રમેશને, અને એના પુરા પરિવારને એક ફેમિલીની જેમ રાખે છે, અને આજે તમે જાણો છો, એ જ મકાન માલિકની દિકરીના લગ્ન રમેશ સાથે થઈ રહ્યા છે.
કે જયાં આપણે જઈ રહ્યા છે.
એટલે તમે જે અંતરની વાત કરો છો,
તો મેં મારા અંતરની વાત તમને કહી, તમે જે અંતરનો મતલબ કાઢો છો, એ અંતરની વાતને તમે સાઈડમાં રાખી તમારા અંતરઆત્માને મારા અંતરાત્માની વાત પૂછી જુઓ.
અને એનાં વિશે વિચારો.
મારૂ માનવું એમ છે કે, તમે વેદને એકવાર મારા અંતરની વાત પૂછી જુઓ.
ત્યારે ધીરજભાઈ RSને કહે છે કે,
સાહેબ, વેદને મે એમજ એકવાર મેરેજ બાબતે પૂછ્યું હતું, મજાકમાંજ,
એ વખતે, વેદે મને કહ્યું હતું કે
પપ્પા અત્યારે મારો અભ્યાસ અને મારું ગાયક બનવાનું સપનું પૂરું ના થાય, ત્યાં સુધી મારે બીજી કોઇ વાતમાં પડવું નથી. મારે એક મુકામ હાસિલ કરવું છે.
પછી સામેથી જ હું તમને આ વિશે કહીશ.
માટે કદાચ, અત્યારે એ લગ્ન તો શું લગ્નની વાત પણ સાંભળવા તૈયાર નહીં થાય.
આ વાતને થોડા દિવસોજ વીત્યાં છે, અને
આજે વેદના આલ્બમ હિટ થવાના એવોર્ડ ફંકશનમાં શ્યામ, વેદ અને રીયા, ત્રણેનો પરિવાર હોલમાં બેઠો છે.
જ્યાં સ્ટેજ ઉપર વેદ, તેના હિટ આલ્બમનું સોંગ ગાઈને, અહી હાજર તમામ લોકોની વાહવાહ અને ચાહના મેળવી રહ્યો છે.
તાળીઓનો ગડગડાટ તાળીઓ, સિટીઓ અને વન્સમોરનો શોર સૌના કાનમાં ગુંજી રહ્યો છે.
વેદનો ગાવાનો પ્રોગ્રામ પૂરો થતા,
સ્ટુડિયોના માલિક સ્ટેજ પર આવે છે, અને માઈક લઈ એનાઉન્સ કરતા અહીં હાજર તમામને જણાવે છે કે,
આજે હું વેદને ઓપન ઓફર આપું છું કે, તે તેનો અવાજ, તેનો રાગ, તેનુ ટેલેન્ટ, તેનું સપનું
મારા દ્વારા પુરુ કરે
એ માટે વેદને મારી સાથે જે રીતે જોડાવું હોય તે રીતે જોડાય એ જેમ કહે તેમ મારી પુરી તૈયારી હું બતાવું છું.
વેદને મારી સાથે પાર્ટનર થઈને રહેવું હોય તો એ રીતે પણ,
હું તૈયાર છું.
બીજી એક ખાસ વાત, હું આજે વેદના પહેલા આલ્બમને મળેલી આટલી ભવ્ય સફળતાથી પ્રેરાઈને, ખુશ થઈને,
તમારી બધાની સમક્ષ હું વેદને,
એક એવોર્ડની સાથે-સાથે, એના પોતાના નવા ફ્લેટની ચાવી અને બીજી એની પોતાની માલિકીની ગાડીની ચાવી ગિફ્ટ આપું છું.
સ્ટુડિયોના માલિકના મોઢે સ્ટેજ પરથી કહેલ આ વાત સાંભળી,
શ્યામ અને રીયાના હરખનો પાર નથી રહેતો, બન્ને જોશમાં આવી સીટો ખખડાવવા અને કિકિયારીઓ પાડવા લાગે છે. એમની સાથે-સાથે હોલમાં હાજર તમામની તાળી અને સીટીઓ ગુંજી રહી છે.
ત્યારેજ RS, જે ધીરજભાઈની બાજુમાં જ બેઠા છે,
તે તુરંત ધીરજભાઈને કહે છે કે
ધીરજભાઈ, હમણાં થોડા દિવસ પહેલા તમે મને કંઈ કહેતા હતા,
કંઈક અંતર અંતરની વાત કરતા હતા.
હવે બોલો,
હવે શું કહેવું છે તમારૂં ?
હવે તો તમે મારી બરોબર નહી, પરંતુ
મારાથી પણ આગળ નીકળી ગયા છો, અને વાત રહી વેદના ગાયક બનવાના સપનાની, તો વેદનું એ સપનું પણ આજે પૂરું થઈ રહ્યું છે, અને સાંભળો ધીરજભાઈ આજે તમને બીજી પણ એક ખાસ વાત હું કહેવા માંગુ છું,
જે વાત મને પણ હમણાંજ બે દિવસ પહેલા જ જાણવા મળી કે,
મારી દિકરી રીયા, તેની મમ્મી અને વેદની મમ્મી
એતો આ સંબંધ માટે કેટલાય સમયથી અંદરો-અંદર વાત કરી રહ્યા હતા.
તો હવે માત્ર ને માત્ર, તમારી અને વેદની હા ની રાહ જોવાઇ રહી છે.
RSના જણાવ્યા પ્રમાણે, તેમની પત્ની એટલે કે રીયાની મમ્મીએ RSને જણાવ્યું હતું કે,
મને અને વેદની મમ્મીને રીયા વાત-વાતમાં એકવાર કહી ચૂકી છે કે,
તે વેદ ને પસંદ કરે છે.
પરંતુ,
એ ત્રણે મારા ડરને કારણે, ત્રણમાંથી કોઈ મને જણાવી શકતું ન હતું,
પરંતુ
ધીરજભાઈ હવે બધું સરખું થઈ રહ્યું છે, અને સમય પણ થઈ ગયો છે.
તો મારે હવે તમને ખાસ જણાવવું છે કે,
તમે આજે જ વેદને આ વિશે પૂછી, મને જણાવો.
ત્યારે ધીરજભાઈ RSને કહે છે,
કંઈ વાંધો નહીં સાહેબ, આજે રાત્રે જ હું વેદને તમારી પૂરી વાત વિગતવાર કરી અને એ જે કહે એ હું કાલે તમને જણાવીશ.
વધારે આગળ ભાગ 19 મા