The Corporate Evil - 24 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-24

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-24

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-24
નીલાંગનાં પ્રમોશનથી નીલાંગી ખૂબજ ખુશ હતી બંન્ને પ્રેમી હૈયા બાબુલનાથ દાદાનાં દર્શન કરીને બહાર નીકળ્યા અને નીલાંગે કહ્યું" પહેલાં તારાં ઘરે તારી આઇની પરમીશન લઇ તને તૈયાર કરીને મારાં ઘરે મારી આઇને આ ખુશીનાં સમાચાર આપીને ફાઇવસ્ટારમાં ઐયાશી કરવા જઇશું.
નીલાંગી નીલાંગની આંખોનો ભાવ જોવા લાગી અને એ આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું "જો આજે હું જે નક્કી કરું એમજ કરવાનુ છે કોઇ ચર્ચા કે આરગ્યુ નથી કરવાનાં.
નીલાંગીની આંખો હસી ઉઠી, હોઠ મલકાયા. પછી બોલી તું તો આજે રાજાપાટમાં છે કંઇ નહીં બોલું નહીં આરગ્યુ કરું આજે મારો નીલુ જે કહેશે એ કરવા હું તૈયારજ છું.
નીલાંગ ખુશ થઇ ગયો બંન્ને કારમાં બેસી ગયા એવુ તરતજ નીલાંગે નીલાંગીનાં હોઠ પર હોઠ મૂકીને કહ્યું "બાબાનાં દર્શને આવવાનાં હતાં એટલે કાબુ રાખેલો હવે તો દર્શન પણ થઇ ગયાં અને આશીર્વાદ પણ મળી ગયા ફળતો પહેલાંજ આપી દીધું હતું અને હવે આ ફળનો રસાસ્વાદ લઇશ આજે એમ કહીને ચૂસ્ત ચુંબન લઇને ખૂબ પ્રેમ કરી લીધો.
નીલાંગીએ ખોટાં ખોટાં ગુસ્સે થતાં કહ્યું બહું લુચ્ચો થતો જાય છે ચલ ઝડપથી ઘરે લે નહીતર અહીંજ આપણાં બાર વાગી જશે.. એવુ સાંભળી નીલાંગ ખડખડાટ હસી પડ્યો ના.. ના અહીં નહીં હોટલમાં બાર વગાડીશું એમ કહી બંન્ને જણાં હસી પડ્યાં ડ્રાઇવ કરતાં નીલાંગને વળગીને નીલાંગી બેસી ગઇ અને આવનારી પળોનો આનંદ લઇ રહી..
***********
ગાડીમાંથી ઉતરીને નીલાંગી દોડીને ઘરમાં ગઇ અને એની આઇને કહ્યું "આઇ નીલાંગ આવ્યો છે. નીલાંગનું નામ સાંભળી એની આઇ મોઢું બગાડે પહેલાં જ નીલાંગીએ કહ્યું " આઇ નીલાંગને મોટું પ્રમોશન મળ્યુ છે કંપનીમાંથી ગાડી બાઇક મળી. પ્રમોસન થયુ 60k પગાર અને આસીસ્ટન્ટ એડીટર બની ગયો છે.
આવુ સાંભળતાંજ મંજુલા આપ્ટેનાં ભાવ બદલાઇ ગયાં. તેવર બદલીને મોં હસ્તુ કરીને બોલી આ મહત્રેની ખબરજ હતી કે ખૂબ આગળ આવવાનો મહેનતું છે છોકરો...
નીલાંગી સમજી ગઇ કે માંએ પાટલી બદલી.. એને એવુંજ કરાવવુ હતું અને થયુ માં પૈસાથીજ આકર્ષાય છે. નીલાંગે ગાડી પાર્ક કરીને અંદર આવ્યો. આવીને હસ્તી મંજુલાઆઇનાં પગે પડી આશીર્વાદ લીધાં.
મંજુલાઆઇએ કહ્યું "વહા માંહાત્રે તૂને કમાલ કરદીયા બડા ભાગ્યવાન લડકા હૈ તુ. પછી નીલાંગીએ સમય પારખીને કહ્યું "આઇ મુજે ઉસકે સાથ જાના હૈ ઉસકી પ્રમોશન કી પાર્ટી હૈ મૈ જાઉ ? મંજુલાઆઇએ કહ્યું "હાં હાં જા ને યેતો ખાનદાની લડકા હૈ પર ઉસકે સાથ વાપીસ આ જાના જ્યાદા દેર મત કરના નીલાંગ બોલ્યો આઇ.. મેં સંભાલકે લે આઉગા ચિંતા નકો...
અને નીલાંગી અંદર તૈયાર થવા ગઇ. આઇએ પૂછ્યુ ક્યા પીએગા ? ચાય કે શરબત ? કોફી નહીં હૈ બહુત મ્હેંગી આતી હૈ હમ સબ ચાય હી પીતે હૈ.
નીલાંગે કહ્યું "નો નો આઇ કંઇ નહીં અમારે જવાનું મોડું થાય છે પાર્ટીનો સમય થઇ જશે. એટલામાં નીલાંગી તૈયાર થઇને આવી ગઇ. નીલાંગીને જોતોજ રહ્યો અને પછી આઇને જોઇને આંખો નીચી કરી દીધી.
આઇ હું જઉ છું કહીને નીલાંગને લઇને નીલાંગી બહાર નીકળી ગઇ. મંજુલા આઇ બંન્ને જણાંને ગાડીમાં જતા જોઇ રહી.
***********
નીલાંગે નીલાંગીને કહ્યું "તું તો બેબી ડોલ બની ગઇ છે મસ્ત ડ્રેસ છે પણ તેં સ્લીવલેસ પહેર્યુ હવે મારાં કરતાં બીજાની નજર તારાં પર વધારે રહેશે એમ કહીને હસ્યો.
નીલાંગીએ કહ્યું "ચલ મસ્તીનાં કર આજે તારી પાર્ટી છે પાર્ટી ડ્રેસ જ પહેર્યુ ને અને એવુ કંઇ ઓડ નથી પહેર્યુ પ્લીઝ નીલુ આમ ના બોલ.
નીલાંગે કહ્યું "તારી ખેંચું છું મસ્ત લાગે છે હીરોઇન જેવી હુ પણ ઘરે જઇને મસ્ત ડ્રેસ પહેરીશ હમણાંજ લાવ્યો છું એકે વાર પહેર્યો નથી પછી લાડીને લઇને ગાડીમાં હોટલ જઇશ બંન્ને જણાં એક સાથે હસી પડ્યાં.
નીલાંગ ઘરે પહોચીને એનાં ઘર પાસેજ ગાડી ઉભી રાખી અને આશાતાઇ અંદરથી દોડીને બહાર આવી જોવા કે કોની ગાડી અત્યારે આવી ?
ગાડીમાંથી નીલાંગ અને નીલાંગીને ઉતરતાં જોયાં અને જોરથી બોલી પડી. નીલાંગ તું ? કોની કાર લઇને આવ્યો છું નીલાંગે કહ્યું "આઇ ઘરમાં તો આવવા દે બધુજ કહુ છું આઇ બોલી તને કારમાં આવેલો જોઇ રહેવાયું નહીં બોલી પડાયું....
ઘરમાં આવીને નીલાંગી પહેલાં આઇનાં પગે પડી અને આઇ એ કહ્યું "વાહ મારી નીલાંગીતો અસ્સલ ડોલ જેવી લાગે છે. નીલાંગ હસી પડ્યો "જો આઇ એ પણ કહ્યું ને ડોલ જેવી લાગે છે.
આશાતાઇ બોલી "ખૂબજ સુંદર લાગે છે કોઇની નજર ના લાગે એટલી સુંદર છે મારી નીલો. નીલાંગે કહ્યું " હવે એનાં વખાણ કરીશ કે પાણી પીવરાવીશ ?
નીલાંગીએ કહ્યું "તું આઇ સાથે વાત કર હું લાવુ છું પાણી, નીલાંગે આઇને પગે લાગીને કહ્યું. આઇ આજે તારાં આશીર્વાદથી મને પ્રમોશન મળ્યું છે. આઇ હું આસીસ્ટન એડીટર બની ગયો મારો પગાર 60k થઇ ગયો અને નવુજ બાઇક બધાં ખર્ચા સાથે કાલે મળશે કંપનીની કાર લઇને આવ્યો છું મને હવે બધીજ ફેસીલીટી મળશે માં.
આશાતાઇ સાંભળીને ખૂબજ આનંદમાં આવી ગઇ સામે સિધ્ધીવિનાયકનાં ફોટા પાસેનું કંકુ લાવીને ચાંદલો કર્યો અને નીલાંગની નજર ઉતારીને કહ્યું દેવારે દેવા તેં આજે મારી પ્રાર્થના સાંભળી મારાં નીલાંગને પ્રમોશન આપ્યું.
નીલાંગે પાઉચમાંથી 10 હજાર કાઢીને આઇને આપીને કહ્યું આઇ તારી પાસે રાખજે તારાં ખર્ચા માટે અને ઓફીસમાંથી મારાં કામ અંગે 30 હજાર ઇનામમાં મળ્યાં છે. બાકીનાં કાલે બેંકમાં જમા કરાવીશ પણ તારે તારાં પૈસા જ્યાં વાપરવા હોય વાપરજે હવે બાપાએ દિવસો બદલી નાંખ્યા છે...
આશાતાઇની આંખો ભરાઇ આવી નીલાંગને વ્હાલથી વળગીને કપાળ ચૂમી લીધુ અને કહ્યું "ખુબ પ્રગતિ કરે મારો દીકરો.
નીલાંગે કહ્યું તમે લોકો વાતો કરો હું તૈયાર થઇને આવુ માં અમે લોકો ફાઇવસ્ટાર હોટલમાં જઇએ છીએ. અમે કંપનીને એનાં પણ પાસ આપ્યા છે બધુ જ ફ્રી છે એક ટ્રીટ આપી મને. આઈ તું પણ સાથે ચાલ મારું પહેલું પ્રમોશન મળ્યું છે તૈયાર થઇજા આઈ. નિલાગીએ કહ્યું હાં આઈ ચલો તમે મને ખુબ ગમશે. આઈએ કહ્યું ના બાબા ના.તમે છોકરાઓ જાવ ત્યાં મારું શું કામ છે? તમે સાથે જાવ મારી ઈચ્છા પૂરી થશે.
આઇએ કહ્યું "જાવ જાવ સરસ તૈયાર થઇને જાવ આજે મારી આંખો ઠરશે. નીલાંગીને વ્હાલ કરતાં કહ્યું "તું ના ખૂબ જ સારાં પગલાંની છે ભલે ઘરમાં નથી આવી પણ એનાં જીવનમાં આવી ત્યારથી મારો દિકરો ખુશ રહેવાં લાગ્યો છે ખૂબ ફરીને મજા કરીને આવજો પણ પાછો ફરતાં સાચવીને આવજો અને એનાં ઘરે સલામત મૂકીને તરતજ ઘરે આવી જજે. અને બંન્ને જણાં ઠાઠથી ઘરેથી નીકળ્યાં ગાડીમાં બેઠાં...
*************
નીલાંગની કાર તાજનાં ગેટ પાસે આવી અને સીક્યુરીટી ચાવી લીધી વેલે પાર્કીંગમાં ગાડી ગઇ અને બંન્ને જણાં હોટલમાં પ્રવેશ્યા રાત્રીની રંગતજ કંઇક ઓર હતી ચારેતરફ લાઇટ ઝળહળ થતી હતી મોંધા પરફ્યુમની સુંગધ આવી રહી હતી અંદર બધાં પોતપોતાની મસ્તીમાં હતાં.
નીલાંગે રીસેપશન પર જઇને પાસ આપ્યાં પેલાએ વેલકમ સર કહીને નીલાંગની સામે જોયું એણે કહ્યું "સર તમારાં VIP પાસ છે ખાસ ગેસ્ટનાં આપ સામેનાં હોલ તરફ જાઓ તમે સીધાં રેસ્ટોરન્ટ બારમાં જવાનાં કે પહેલાં રૂમમાં રેસ્ટ લેશો ? તમે કહેશો તો રૂમમાં પણ બધીજ સર્વિસ મળશે.
નીલાંગે પહેલાં નીલાંગી તરફ જોયુ અને પછી તરતજ કીધુ ઓહ ઓકે અમે પહેલાં રૂમનાં જઇને રેસ્ટ લીધુ પછી ત્યાંથી જે કંઇ ઓર્ડર હશે કહીશું.
પેલાએ કહ્યું "સર આપની આ કી એમ કહીને એક કાર્ડ આપ્યુ અને કહ્યું સર તમને તમારાં રૂમમાં આ બેરો લઇ જશે. પછી રાત્રે 11.00 વાગે ખાસ પાર્ટી છે ફેમસ સીંગર મોનુ અભિગમ ગીતો રજૂ કરશે તમને ગમતુ હોય તો આવી શકો છો નીલાંગે ઓકે થેંકસ કહીને એટીટ્યુટમાં બેરા સાથે લીફ્ટમાં ત્રીજા માળે આવી ગયો પેલાએ લકઝરી સ્યુટ પાસે આવી કાર્ડ સ્કેચ કરીને રૂમ ખોલીને કાર્ડ અંદર ફલીપ રાખ્યુ અંદર રોશની થઇ ગઇ. પેલાંએ કહ્યું બધુજ અંદર રેડી અને ફ્રેશ છે તમને કોઇ ઓર્ડર હોય તો ફોન કરજો.
નીલાંગીતો આશ્ચર્ય અને આનંદથી બધુ જોઇ રહી હતી. જાણે જીવતે જીવત સ્વર્ગમાં આવી ગઇ હોય એવું લાગતુ હતું નીલાંગે નીલાંગીને અંદર લઇને રૂમ લોક કરી દીધો અને નીલાંગીને વળગી પડ્યો અને હોઠ પર હોઠ મૂકી દીધાં.
નીલાંગીએ કહ્યું "લુચ્ચા ઉપર રૂમમાં આવવાની ક્યાં જરૂર હતી સીધા નીચે પાર્ટીમાં ના જવાય ? નીલાંગે કહ્યું "….
વધુ આવતા અંકે ---- પ્રકરણ-25