" જીવન - એક સંઘર્ષ..." પ્રકરણ-12
આશ્કાને હવે છ મહિના પૂરા થવામાં એકજ મહિનો બાકી હતો, જો આ મહિનામાં તેના મેરેજ ન થાય તો તેને ઇન્ડિયા પરત આવી જવું પડે. એટલે તેણે આન્ટીને પોતાના માટે કોઈ સારો ઇન્ડિયન છોકરો શોધવાનું કહ્યું એટલે આન્ટીએ આશ્કા માટે પોતાના ઓળખીતા બધા ઇન્ડિયન ફેમીલીમાં વાત કરી રાખી હતી એટલે એક છોકરો નિસર્ગ નામનો આશ્કાને આજે જોવા અને મળવા માટે આવ્યો હતો.
આશ્કા ઘરકામ કરી રહી હતી. તૈયાર પણ થઇ ન હતી કારણ કે તેને તો ખબર પણ ન હતી કે આ રીતે અચાનક તેને કોઇ જોવા કે મળવા આવી જશે. પણ આશ્કા તો તૈયાર થયા વગર પણ એકદમ બ્યુટીફૂલ લાગતી હતી કે કોઈને પણ ગમી જાય.
આન્ટીએ આશ્કાની નિસર્ગ સાથે ઓળખાણ કરાવી અને બંનેને એકલા વાત કરવા છોડીને પોતે આગળ સ્ટોર્સ ઉપર જતા રહ્યા.
આશ્કાએ પોતાના જીવનની બધી જ વાત નિસર્ગને કરી અને એમ પણ કહ્યું કે, " જો તમે મારી દીકરી ઐશ્વર્યાને તમારું નામ આપી દીકરી તરીકે એક્ષેપ્ટ કરવા તૈયાર હોવ તો જ હું તમારી સાથે મેરેજ કરવા તૈયાર છું. "
નિસર્ગે પોતાની વાત કરતાં કહ્યું કે, " હું ફ્રોમ બોર્ન અહીં જ છું મારા મમ્મી-પપ્પા નથી, એક્સપાયર્ડ થઇ ચૂક્યા છે. મારાથી મોટી બે બહેનો છે બંનેના મેરેજ થઇ ગયા છે. બંને ખૂબ સુખી છે. મને મેરેજ કરવા માટે ખૂબ ફોર્સ કર્યો પણ મારી ઇચ્છા ન હતી એટલે હું બધાને " ના " જ પાડતો હતો. પણ અચાનક આજે આન્ટીનો ફોન આવ્યો તો થયું કે જરા જોઇને આવું સારી છોકરી હોયતો સેટલ થઇ જવું તે વિચારે અહીં આવ્યો છું, અને તને જોયા પછી લાગે છે કે સેટલ થઇ જવાશે, અને પછી તેણે સ્માઇલ સાથે આશ્કાની સામે જોયું અને તે બોલ્યો, " મને તું ગમે છે, મારી તારી સાથે મેરેજ કરવાની ઇચ્છા છે. હું ઐશ્વર્યાને મારું નામ આપવા તૈયાર છું. તું શાંતિથી વિચારીને જવાબ આપજે. " અને નિસર્ગ નીકળી ગયો.
આન્ટીએ આશ્કાને તેની ઇચ્છા પૂછી એટલે આશ્કા વિચારતી હતી કે શું કરું...?? પછી તેણે આન્ટીને નિસર્ગ માટે પૂછ્યું કે," છોકરો તો સારો છે ને આન્ટી, ફરી તો નહિ જાય ને..?? " અને આન્ટીએ તેને પ્રેમથી કહ્યું, " ના બેટા, હું છું ને તારી સાથે, નહિ ફરી જાય. "
અને બીજે દિવસે આશ્કાએ તેને ફરીથી મળવા માટે બોલાવ્યો અને ફરીથી બધું જ પૂછ્યું અને ફરીથી નિસર્ગે ખાતરી આપી કે, " હું તને પણ તારા અતીત સાથે એક્ષેપ્ટ કરું છું અને ઐશ્વર્યાને પણ મારી દીકરી માનીને રાખીશ. " હવે આશ્કાને થોડી રાહત થઈ અને પછી તેણે નિસર્ગને " હા " પાડી.
વન વીક પછી નિસર્ગનું ફેમીલી હાજર રહ્યું અને આશ્કા તરફથી આન્ટી હાજર રહ્યા. અને આશ્કાએ નિસર્ગ સાથે કોર્ટ મેરેજ કરી લીધા.
બંને એકબીજાની સાથે ખૂબ ખુશ હતા. નિસર્ગે ઐશ્વર્યાને યુ એસ એ બોલાવવા માટે ફાઇલ પણ મૂકી દીધી હતી. હવે નિરાલીએ તેના મમ્મી-પપ્પાને આશ્કા ની બધી જ વાત કરી દીધી હતી. મમ્મી-પપ્પાને દુઃખ થયું પણ સાથે નિસર્ગ જેવો છોકરો મળ્યો તેથી ખુશ પણ હતા.
થોડા સમય પછી આશ્કા પોતાની લાડલી દીકરી ઐશ્વર્યાને લેવા તેમજ મમ્મી-પપ્પાને મળવા માટે ઇન્ડિયા આવી. હવે તે ઐશ્વર્યાને વિઝા મળી જાય તેની રાહ જોતી હતી. ઐશ્વર્યાને આશ્કા પોતાની સાથે લઇને જ જવાની હતી. હવે કેટલા સમયમાં ઐશ્વર્યાને વિઝા મળી જાય છે. વાંચો આગળના પ્રકરણમાં....