Big Fish - 9 - last part in Gujarati Fiction Stories by Harsh Pateliya books and stories PDF | Big Fish - 9 - last part

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

Big Fish - 9 - last part

આપણે જોયું કે એક મહિલા એશને તેના પિતા જેમ્સ વિશેની વાતો કરતી હોય છે.

હવે આગળ.....

અને જે મહિલા આ વાતો સંભળાવતી હોય છે તે કહે છે કે ત્યારબાદ જેમ્સ આ શહેરમાં કદી નથી આવ્યો. ખરેખર તો આ છોકરી જેની હોય છે, જે હવે વૃદ્ધ થઈ ગઈ છે. તે કહે છે કે, હું એવું માનું છું; કે, ધીરે ધીરે હું મોટી થઈશ અને મોટી થઈને પેલી કાચની આંખ વાળી છોકરી બની જઈશ. આ છોકરી બીજું કોઈ નહિ પણ જેની જ હોય છે. જેમ્સ એ છોકરી ને કહે છે કે, તમે કદી પણ તે છોકરી ન હોઈ શકો. કેમકે મારા પિતાએ જે મને વાર્તાઓ સંભળાવી હતી, તેના અનુસાર તે છોકરી મારા પિતાની ઉંમર થી મોટી હોવી જોઇએ. જેની તેને કહે છે કે, હા તે સાચું કહ્યું ,પરંતુ જો તું તારા પિતાની નજર થી જો ;તેના મગજથી વિચાર તો એ થઈ શકે છે .ત્યારબાદ પોતાના ઘરે આવી જાય છે.

અહીં તેને ખબર પડે છે કે ,તેના પિતાને હમણાં જ હૃદય નો હુમલો (heart attack) આવ્યો છે .તેમની હાલત ખૂબ જ ખરાબ છે. તે હોસ્પિટલમાં તેના પિતા પાસે જાય છે. તે સંપૂર્ણ રીતે બેભાન હોય છે. અહીંયા જે ડોક્ટર હોય છે,તે જેમ્સના પરિવારને બહુ પહેલેથી જાણે છે. એશ કહે છે કે ,મેં અને મારા પપ્પાએ કદી વાતો નથી કરી. ડોક્ટરે તેને પૂછ્યું કે શું તને પિતા એ કહ્યું કે તું કેવી રીતે જન્મ્યો? એશ કહે છે કે ;હા, જે દિવસે હું જન્મ્યો તે દિવસે તેણે એક બહુ મોટી માછલી ને પકડી હતી. ડોક્ટર કહે છે કે સાચી વાત એ છે કે જ્યારે તું જન્મ્યો ત્યારે તારા પિતા આ શહેરમાં હતા જ નહીં. તુ જ્યારે જન્મ્યો ત્યારે તું ખૂબ જ નબળો હતો. પરંતુ ડિલિવરીમાં કોઈપણ અડચણ નહોતી આવી .આ વાર્તા માં કંઈ પણ નથી. પરંતુ તારા પિતાએ જે તને વાર્તા સંભળાવી, તેમાં તે માછલીને તેને એ જ દિવસે પકડી હતી, જે દિવસે તું જન્મ્યો હતો. જે તારા પિતાની લગ્નની વિટીને ગળી ગઈ હતી. પરંતુ જે આ વાર્તા માં તારા પિતાએ મોટી માછલી અને લગ્નની વિટી નો સમાવેશ ન કર્યો હોત તો, તું એ વાતને ક્યારેય યાદ રાખી શક્યો ન હોત. અને જો હું તેમની જગ્યાએ હોત તો, હું આ બંને વાર્તા માંથી એ વાર્તાને યાદ રાખત જે મા મોટી માછલી અને લગ્નની વિટી હતી.
ત્યારબાદ ડોક્ટર ત્યાંથી ચાલ્યા જાય છે. પછી એશ ના પિતા જેમ્સ ભાનમાં આવી જાય છે .તે ખૂબ જ મુશ્કેલીથી એશને પૂછે છે કે ,બોલ મારો અંત કેવી રીતે થશે? ત્યારબાદ જેમ્સ પૂછે છે કે, પેલી છોકરીની આંખમાં શું જોયું હતું? ત્યાર બાદ એશ તેના પિતા ના જ અંદાજમાં તેને વાર્તા કહે છે. કે આપણે બંને હોસ્પિટલમાંથી ભાગી ગયા. ડોક્ટર આપણને રોકવા માગતા હતા. પરંતુ આપણે રોકાયા. અને આપણે નદી કિનારે પહોંચી ગયા. જ્યા બધા લોકો તમારી રાહ જોતા હતા. જે તમારી આખી જિંદગી દરમિયાન તમને મળ્યા. પેલો રાક્ષસ જોન અને પહેલો સર્કસ નો માલિક, તમારો મિત્ર કવિ, પેલી કાચની આંખ વાળી છોકરી ,બાકી બધા લોકો હતા. ત્યારબાદ હું તમને નદીમાં લઇ ગયો અને મેં તમને એ નદીમાં છોડી દીધા અને તમે એ બની ગયા જે તમે હંમેશા બનવા માંગતા હતા. એક બહુ જ મોટી માછલી .અને આવી રીતે આ વાર્તા પૂરી થઈ.

વાર્તા પૂરી થયા પછી એશના પિતા જે મને ખૂબ જ સંતોષ મળે છે અને વાર્તા ના અંતની સાથે જ તેના પિતા જેમ્સનું પણ મ્રૃત્યુ થઈ જાય છે.

જ્યારે જેમ્સના અગ્નિસંસ્કાર થાય છે. ત્યારે ત્યાં તે બધા લોકો આવે છે જે જેમ્સે એશ ને પોતાની વાર્તામાં કહેલા. એ માલિક સાથે સાથે પહેલો રાક્ષસ જોન પણ જો કે આ એટલો મોટો નથી હોતો. જેટલો તેના પિતાએ તેને કહ્યું હતું .અહીંયા એ જુડવા બહેનો પણ હોય છે. જેને તે પહેલા યુદ્ધમાંથી તે અહીંયા આવ્યો હતો; અને સાથે સાથે પહેલો કવિ પણ; જે તેના લીધે અમીર બની ગયો હતો. હવે એશ સમજી જાય છે કે ,તેના પિતા જેમ્સ ની બધી વાર્તાઓ સાચી હતી, બસ તેમાં ફરક એટલો હતો કે; તેના પિતા એ તેને એવી રીતે સંભળાવી હતી કે એ તેને હંમેશા યાદ રહેશે.

અને હવે એશનો પણ એક પુત્ર છે. એશ તેને એવી જ રીતે વાર્તાઓ સંભળાવે છે :જેવી રીતે તેના પિતા તેના સંભળાવતા હતા.

The End.....