Virgatha - 1 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 1

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 1

આ એક અદભૂતરસ ધરાવતી નવલકથા છે, આ નવલકથામાં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. કે કોઈ ઇતિહાસ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ નવલકથા સંપૂર્ણ પણે કાલ્પનિક છે. નવલકથાનો હેતુ બસ મનોરંજન, જ્ઞાન અને ઇતિહાસ વિશે જાણકારી આપવાનું છે. આ મારી એક અલગ જ નવલકથા છે, જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો..

નવલકથા માં તમને માનવીય સંબંધો ની પારાશીશી કહી શકાય તેવી રીત રિવાજો, પ્રેમની પરિભાષા, શોર્યતા અને માણસાઈ જોવા મળશે. જે સમાજ માં માનવતા અને વીરતાની મહેક ફેલાવશે એવી આશા રાખી શકું.

આ નાનકડા પ્રયત્ન થકી હું રાજા ની કુશળતા , પ્રેમ , અને પ્રજા પ્રત્યે તેની પ્રેમભાવના મે વ્યક્ત કરવાનો પ્રસાય કર્યો છે. સાથે એક સુંદર પ્રેમ કહાની પણ છે જે બહુ રોમાંચક અને સાહસ થી ભરેલી છે. જે તમને અંત સુધી પકડી રાખશે.

****

કરણ્ય દેશનો રાજા કૃષ્ણવીર તેની પત્ની રાણી દામિની ને લઈ ઘણા સમય પછી પોતાનો રથ લઈ નગરચર્યા પર નીકળી પડે છે. દામિની સાથે વિવાહના ઘણા વર્ષો વિતી ગયા હતા. લગ્ન થયા હતા ત્યારે રાજા કૃષ્ણવીર તેમની રાણી દામિની ને લઈ નગરચર્યા કરી હતી ત્યાર પછી ક્યારેય નગરચર્યા કરવા નીકળ્યા ન હતા. જ્યારે સવારે રાજા કૃષ્ણવીર તેમની રાણી દામિની ને કહ્યું હતું કે આજે આપણે નગરચર્યા કરવા જવું છે. ત્યારે રાણી દામિની રાજાને ના પાડી હતી. તેણે કહ્યું હતું કે આજે મારા માટે સારો દિવસ નથી તેવું લાગે છે. મને આજે સારું લાગી રહ્યું નથી નક્કી કઈક તો ખોટું થવાનું છે તેઓ ભાસ મને થઈ રહ્યો છે. મારું મન ના પાડી રહ્યું છે. પણ રાજા કૃષ્ણવીર આવી વાત પર વિશ્વાસ કરતા ન હતા. તે તેની પ્રજા અને ભગવાન પર વિશ્વાસ કરતા હતા. રાજા
કૃષ્ણવીરના પ્રેમ સામે રાણી દામિની હારી જઈ રાજા સાથે નગરચર્યા કરવા હા પાડે છે.

મહેલથી થોડે દૂર નગર હતું. પણ મહેલના ઝરૂખે થી આખું નગર નિહાળી શકાય તેટલો મહેલ ઊંચો હતો. એટલે રાજા રોજ તેમના નગર પર ઝરૂખે થી નજર રાખતા. પણ બહુ ઓછી વાર તે નગરચર્યા પર જતા. કેમ કે નગરમાં બધા સુખી અને સુરક્ષિત હતા એટલે રાજા ને ક્યારેય પ્રજા ની ચિંતા રહેતી નહિ. પ્રજાને કોઈ દુઃખ કે જરૂર હોય તો તે નગર સેવક કેવરીયો ને જાણ કરતા અને નગર સેવક રાજાની સભામાં વાત મૂકતા અને તેનું નિવારણ થઈ જતું.

આજે તે તેમની રાણી સાથે નગરમાં પ્રવેશ કર્યો. રથના ઘોડા તેમની મેળે મેળે ચાલી રહ્યા હતા. રાણી દામિની રાજા કૃષ્ણવીર સાથે વાતો કરતી કરતી નગર નિહાળી રહી હતી. નગરના લોકો રાજાને આવતા જોઈ કોઈક નમન કરી રહ્યા હતો તો કોઈ તેના ઘરમાં જતા હતા. અચાનક રાજાના આવવાથી નગરમાં ચહેલપહેલ થવા લાગી. કોઈ તો તેમના બળદ જોડી ખેતર તરફ જઈ રહ્યા હતા તો નગરની મહિલા માથા પર બેડા લઈ જલ ભરવા નદી તરફ જઈ રહી હતી. આવો પહેલી વાર નજારો જોઈ રાણી દામિની તો રાજા સાથે વાતો કરવાનું ભૂલી ને તે દ્રશ્ય નિહાળતી રહી. જેમ જેમ રથ આગળ ચાલી રહ્યો હતો તેમ તેમ ત્યાંનો લોકો વધુ નજર આવી રહ્યા હતા.

અચાનક રથ થોભી ગયો. રથ ની આગળ એક મહિલા તેનું આંગણું સાફ કરી રહી હતી. રાજા એ થોડી આગળ નજર કરી જોયું. તો એક મહિલાએ ઘૂંઘટ કાઢેલી હતી અને તેનું કામ કરી રહી હતી. એટલે થોડી વાર રાજા કૃષ્ણવીર કઈ બોલ્યા નહિ. પણ રાણી દામિની રાહ જોઈ શકી નહિ એટલે રાજા ને કહ્યું સ્વામી તેને આજ્ઞા આપો કે તે મહિલા આપણા રસ્તે થી દૂર ખશે. પણ રાજા થોડીવાર રાહ જોવાનું રાણી ને કહ્યું. હવે રાણી થી રહેવાયું નહિ એટલે તે નીચે ઉતરી મહિલા ને કહ્યું. એ મહિલા
"તારું રાજાની સામે આવી જવું અને રસ્તા થી હટી ન જવું રાજાનું અપમાન છે.તને અવસ્ય દંડ મળશે"

આ સાંભળતાની સાથે તે મહિના પાછું વળીને પણ નજર કરી નહિ ને તે ત્યાં થી નીકળી ગઈ. જાણે કે અચાનક ગાયબ થઈ ગઈ. રાણી દામિની જોઈ રહી તે રથ પર આવીને કહ્યું મહારાજ આ મહિલા એ આપણી તરફ નજર પણ કરી નહિ ને કઈ બોલી પણ નહિ. પણ આતો રાજા નું અપમાન કહેવાય તેને કાલે રાજ સભામાં બોલાવવામાં આવે અને તેનું કારણ જાણી તેને સજા આપવામાં આવી. રાજાએ ભલે કહી રથ આગળ ચાલવા લાગ્યા.

આગળ જતાં એક મહિલા પાણી ભરીને આવી રહી હતી. રાજા નો રથ આવતો જોઈને તેણે ઘડામાં રહેલું પાણી ઢોળીને ફરી ભરવા નીકળી ગઈ. આ દ્રશ્ય જોઈને રાણી દામિની અચમંજસ માં પડી ગઈ. રાણી વિચારતી રહી કે આ મહિલા એ પાણી કેમ ઢોળી નાખ્યું. હજુ તે મહિલા ને સાદ પાડે છે ત્યાં તો તે મહિલા દૂર નીકળી ગઈ હતી. અને તે મહિલા પણ ઘૂંઘટમાં હતી. હવે રાજા ને આગળ જવું ઉચિત લાગ્યું નહિ ને તેણે રથ પાછો વળીને મહેલ તરફ વાળ્યો ને મહેલમાં પહોંચી ગયા.

મહેલમાં પહોંચતા ની સાથે જ રાણી દામિની કહેવા લાગી મહારાજ અત્યારે જ તે મહિલાઓ ને બોલાવો અને તેનું આવું વર્તન નું કારણ પૂછો નહિ તો હું તમારી સાથે વાત પણ નહિ કરુ. હઠ પકડી રાણી દામિનીએ એટલે રાજા કુષ્ણવીરે સેનાપતિ વીરભદ્ર ને દાસી દ્વારા બોલાવવામાં આવ્યો અને કહ્યું તાત્કાલિક સભાનું આયોજન કરવામાં આવે ને સવારે અમને મળેલી મહિલાને સભામાં હાજર કરવામાં આવે. આદેશમાની સેનાપતિ વીરભદ્ર નગર તરફ રવાના થયો.

સેનાપતિ વીરભદ્ર ધોડે સવારી કરી નગરમાં પહોંચ્યા. હજુ સવાર નો સૂરજ થોડો માથે આવ્યો હતો ત્યાં અચાનક સેનાપતિ નું આ રીતે ઝડપથી આવું નજર જનોમાં ફફડાટ વ્યાપી ગયો. નગરના લોકો વિચારોમાં પડી ગયા નક્કી કઈક નગરના વાસીઓ નો અપરાધ બન્યો હશે નહિ તો આવી રીતે સેનાપતિ નગરમાં દાખલ થતાં નથી.

હવે સેનાપતિ તો તે બંને મહિલાને ઓળખ તો ન હતો અને જો આદેશ કરે તો પણ તે મહિલાઓ કદાચ ડરથી સામે પણ ન આવી શકે એટલે તેણે નગર સેવક કેવરીયો પાસે જઈ ચડ્યા.

કેવારીયો ને કહ્યું સવારે આપણા રાજા નું અપમાન જે બે મહિલા એ કર્યું હતું તે મહિલાઓ ને સભામાં હાજર કરવાનો રાજા નો હુકમ છે. જો હાજર નહિ થાય તો નગર ને પરિણામ ભોગવવું પડશે.
તેજ સમયે કેવરીયો એ ઢોલ વગાડવની નગરમાં સાદ પડાવ્યો કે સવારે જે બે મહિલાઓ રાજા ને જે દુઃખ પહોંચાડ્યું છે તે અહી હાજર થાય નહિ તો બધા નગર જનોને તેનું પરિણામ ભોગવવું પડશે. આપણા રાજાને બસ એટલું જાણવું છે કે તમે આવું કેમ કર્યું.

ઘડી બે ઘડીમાં બંને મહિલાઓ ઘુઘટમાં આવી અને સેનાપતિ ને કહ્યું અમે તે બે મહિલાઓ છીએ જે રાજા ની નજરમાં આવેલી છીએ, ચાલો અમે રાજાની સભામાં આવવા તૈયાર છીએ.
બધા નગરથી રાજા ના મહેલ તરફ નીકળી ગયા, સભા હજુ ભરાઈ જ હતી. મંત્રીઓ ને સલાહકારો બધા ત્યાં ઉપસ્થિત થઈ ગયા હતા ત્યાં સેનાપતિ, કેવરિયો, અને બંને મહિલાઓ હાજર થયા. બધાએ રાજાને નમન કરી પ્રણામ કર્યા.

રાણી દામિની સભાની ઉપરના ઝરૂખે બેસીને બધું જોઈ રહી હતી. તે કારણ જાણવા બહુ ઉત્સુક હતી. રાણી ની ઈચ્છા હતી કે આ બંને મહિલાઓ ને કોઈ દંડ મળે પણ રાજા બહુ જ્ઞાની હતા જાણ્યા વગર કોઈ પગલું ભરવા માંગતા ન હતા.

રાજા કુષ્ણવીર એ પેલી બંને મહિલાઓ ને પૂછ્યું. અરે આપણા નગરની મહિલાઓ "તમે તો લક્ષ્મી કહેવાય, લક્ષ્મી ને ક્યારેય કોઈ દંડ કે સજા આપી ન શકાય જો ભૂલ થઈ હોય તો તેમની પાસે થી માફી માંગવી છોડી મૂકવી જોઈએ. પ્રજા થકી તો તો રાજા ઉજળો કહેવાય. રાજાની કોઈ ભૂલ બેઝિઝક સભામાં કઈ દેવી જોઈએ. જેથી રાજા અને પ્રજા માટે હિત થશે. એ મહિલાઓ મને ખબર નથી તમે આજે સવારે અમારી સામે આવું કેમ કર્યું તે બસ અમારે જાણવું છે. તમે જાણી જોઈને કર્યું છે કે અજાણતા તે અમને જણાવો."

બંને મહિલાઓ થોડી આગળ આવી. ઘૂંઘટ માં મહિલાઓ હતી પણ તેનું મસ્તક રાજા સામે ઝૂકવેલું હતું પણ રાજા ની આ વાતથી બંનેનું મસ્તક થોડું ઉંચુ કરી બોલી.

તમે સાચું કહ્યું મહારાજ રાજા થકી જ પ્રજા ઉજળી છે. પણ રાજા ની બધી ભૂલો સભામાં કહેવી યોગ્ય નથી હોતી. કારણ કે રાજાની કોઈ અહેમિયત હોય છે.
હું મારા જવાબ પર આવું છું એમ કહી એક મહિલા થોડી વધુ આગળ આવીને બોલી.

મહારાજ પહેલા મને વચન આપો કે હું જે કહીશ તેનાથી તમને ખોટું તો નહિ લાગે ને. ! અને મારી વાતથી નગર જનોને ને કોઈ મુશ્કેલી આવવી ન જોઈએ. જો જ હું તમારી આગળ મારી વાત મૂકું છું.

રાજા થોડા ઊભા થયા ને કહ્યું હું વચન આપુ છું કે તમારી કોઈ પણ વાત થી નગર જનોને ને કઈ પણ નહિ થાય અને રહી વાત ખોટું લાગવાની તો સાચું હોય તેને સ્વીકારવું જોઈએ નહિ કે ખોટું લગાડવું જોઈએ તમે કોઈ ડર રાખ્યા વગર આ સભામાં તમારી વાત મૂકી શકો છો.

ક્રમશ....