Life Partner - 22 in Gujarati Love Stories by Divyesh Labkamana books and stories PDF | લાઈફ પાર્ટનર - 22

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

લાઈફ પાર્ટનર - 22

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 22

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

હું પણ હવે માનવ મેં એના જ શબ્દો માં જવાબ આપીશ.જેવા સાથે તેવા મુજબ તેને મારી દિવ્યા ને દૂર કરી એમ હું એની પ્રિયાને એના થી દુર કરી નાખીશ અને એવું હું કાલે જ કરીશ. હું પણ જોવું કે માનવ પ્રિયા વગર કઈ રીતે રહી શકે છે. કદાચ એના દિવ્યા પ્રત્યે ના બે વર્ષના પ્રેમે માનવ સાથેની વર્ષોની દોસ્તી પણ ભુલાવી દીધી હતી અને તેનો પ્લાન કંઈક આ રીતે બનાવ્યો કે કાલે જ્યારે પ્રિયા ઘરેથી નીકળશે ત્યારે તે જાણી જોઈને તેની મજબૂત કાર વડે પ્રિયાની ઓછી મજબૂત કાર ને ટક્કર આપશે જેથી તેનું મૃત્યુ અથવા આજીવન અપગતાં આવશે.અને પછી તે કાલના વિચાર માં ગરકાવ થઈને સુઈ જાય છે.

બીજી તરફ પેલો દૂરબીન વાળો વ્યક્તિ પણ પોતાના એક સાથીના મૃત્યુ પછી તે વધારે ક્રોધે ભરાયેલો હોવાથી તે પણ હવે પ્રિયા સાથે બદલો લેવાની તૈયારી માં જ હતો.

આ તરફ માનવ પણ થોડી ચિંતા માં રહેવા લાગ્યો અને થોડા દિવસ પ્રિયાને પોતાની સાથે જ રાખવાનો નિશ્ચય કર્યો.આથી પ્રિયા પણ માનવ સાથે હોસ્પિટલમાં જવા લાગી જેથી કરીને તેને પણ થોડું સેફ ફીલ થતું.જોકે ઈશ્વરભાઈએ માનવ ને કહેલું કે પ્રિયાની સુરક્ષાનો ઈંતજામ હું કરું.પણ માનવે એની ચોખ્ખી ના પાડેલી અને કહેલું કે “હું છું ત્યાં સુધી કોઈ ચિંતા ન કરો પ્રિયાને એક આચ આવશે નહીં અને આવે તો દોષી હું” કદાચ કહી થયું તો પણ તે લોકો કોઈને શિકાયત ન કરી શકત કેમ કે પ્રિયાની ઢાલ હતો એ અને યોદ્ધા મરે એ પહેલાં ઢાલ તૂટે છે!!!

બીજી તરફ રાજ ને પણ એ ન્યૂઝ મળ્યા હતા કે પ્રિયાને કોઈએ મારી નાખવાની કોશિશ કરી છે પણ મુખ્ય સૂત્રદાર હજી પકડાયો નથી. એટલે એને તો પોતાનો પ્લાન એકાદ માટે સ્થગિત કર્યો કેમ કે એ જાણતો હતો કે એટલા સમય સુધી તો માનવ તેને એકલી નહીં જ મૂકે!!!

*******************

હવે હાતસા ના દિવસો ના પંદર થી દિવસ થવા આવ્યા હતા.તેમ છતાં કોઈ પણ અમંગળ થયું ન હતું આથી એક દિવસ પ્રિયાએ માનવને કહ્યું

“તું મને આમ કેટલા દિવસ તારી રાખીશ”

“જરૂર પડે તો આખી જિંદગી” માનવે બુટ પહેરતા કહ્યું

“પણ,મીકુ મને આવું પસંદ નથી મને એ બંધન જેવું લાગ્યું” પ્રિયાએ કહ્યું

“અરે એમાં શું પ્રિયા, હા તો તું જ કે હું શું કરું?” માનવે વ્યગ્રતાના ભાવે કહ્યું

“કાઈ નહીં હવે તું મારી ચિંતા છોડ અને મને પણ ફ્રી કર મારે એમ પણ સહદેવ ને મળી એક વાર થેન્ક યુ કહેવા જવું છે તે દિવસ બાદ મળી જ નહીં શકી” પ્રિયાએ સમજાવટ ના સુર માં કહ્યું

“ અચ્છા,ઠીક છે તું નહીં માને એમ ને સારું જા પણ કાર માં જ જવાનું અને કોઈને લિફ્ટ નહીં આપવાની શરતે જવા દઈશ”માનવે ઘણું વિચાર્યા બાદ કહ્યું

“ઓકે બાબા હું ધ્યાન રાખીશ”પ્રિયા એ કહ્યું

“તો ક્યારે નીકળશ?”માનવે પૂછ્યું

“બસ હવે નીકળું જ છું”પ્રિયા એ કહ્યું

“અચ્છા ઓકે તો કાલે જ આવીશ ને?”

“હા કાલે સવારે પણ કેમ?”

“અરે તું પહેલા નીકળ એટલે હું કી મારી સાથે લેતો જાવ” માનવે કહ્યું

“ઓકે ઠીક છે પણ જમવાનું મેં બનાવી નાખ્યું બપોરે ઘરેજ આવજે ક્યાંય બહાર ન જમતો.સાંજે ક્યાંક બહાર જમી લેજે”પ્રિયાએ પત્નીસ્વભાવનું ઉદાહરણ આપતા કહ્યું

“અરે હા ઠીક છે”

પછી પ્રિયા નીકળવા જતી હોય છે ત્યાં માનવ તેને રોકે છે અને તેના ફોરહેડ પર કિસ કરે છે અને કહે છે “ટેક કેર” પ્રિયા પણ તેને તે જ રીતે બાય કહે છે

પ્રિયાના ત્યાંથી જતાજ માનવ કોઈક ને ફોન કરે છે અને ધીમા સ્વરે કંઈક કહે છે અને પછી પ્રિયા જે દિશામાં ગઈ એ તરફ જોઈ એક સ્મિત વેરીને ચૂપચાપ પોતાના ગંતવ્યસ્થાન તરફ ચાલતો થાય છે.હવે પ્રિયા પર કેવી મુશ્કેલીઓ આવવાની હતી એ તો સમય જ કહેવાનો હતો.પણ એટલું જરૂર કહી શકાય કે આ વખતે તેની પાછળ બે દુશમન હતા.કદાચ ત્રણ આ ત્રીજું કોણ? એ તો આગળ જ ખબર પડશે.

******************

પેલો mr.દુરબીન ઘણા સમયથી પ્રિયા ક્યારે બહાર જાય અને પોતે તેનો ખેલ સમાપ્ત કરે તેની રાહ માં જ બેઠો હોય છે શું કરવું તે એને પહેલેથી જ નક્કી કરેલું હતું અને જ્યારે તે પ્રિયાને એકલી બહાર જતી જુવે છે ત્યારે તે તેની પાછળ જાય છે

હવે એ કોણ હતું એ જોઈ લઈએ.તે એક ઠગ હતો.જે અલગ અલગ પ્રદેશમાં જઈ ને કોઈ પણ કન્યા સાથે લગ્ન કરતો.તેની પસંદ આમ તો કોઇ એવી છોકરી જ રહેતી જેનો ઘર પરિવાર ન હોય પણ ક્યારેક જો કોઈ પરિવાર ધરાવતી છોકરી હાથમાં આવે તો પણ તે તેને તેના ઘર સાથે ઝઘડો કરાવી દૂર લઈ જતો અને પછી પોતાની હવસ પુરી કર્યા બાદ ત્યાંથી તે મોકાનો ફાયદો ઉઠાવીને તેણે બેહોશ કર્યા બાદ તેની બંને કિડની અને બીજા જરૂરી અંગો કાઢ્યા બાદવધેલી બોડીને પણ ઠેકાણે પડતો.પણ તે પ્રિયા પાછળ કેમ પડ્યો છે તે તો આગળના ભાગ માં જ ખબર પડશે

આ તરફ પ્રિયા કોઈ પણ ભય વગર પોતાના પિયર તરફ આગળ વધી રહી હતી.સહદેવને આ વાતની ખબર ન હતી એને એમ હતું કે માનવ હજી એકાદ મહિનો પ્રિયાને બહાર નહીં આવવા દે કેમકે એને પણ ન્યૂઝ દ્વારા ખબર પડી હતી કે કમિશનરની દીકરી પર જાનલેવા હુમલો થયો છે.પણ પેલો દૂરબીન વાળો ઠગ તેને ખતમ કરવા તૈયાર હતો. આ ઉપરાંત એક બીજી ગાડી પણ પ્રિયાનો પીછો કરી રહી હતી!!!

*********

પ્રિયા આગળ વધી એટલે ત્યાં આગળ જ તેને કોઈ માણસ નીચે પડેલો દેખાણો,હા એ બીજુ કોઈ નહીં પેલો ઠગ જ હતો પણ તેને તેના શરીર પર નકલી લોહી લગાડેલું.અને મદદ માટે અવાજ લગાવી રહ્યો હતો અને જાણી જોઈને પોતાનો એક હાથ પ્રિયાની ગાડી જ્યાંથી પસાર થાય ત્યાં રાખી દીધો.પ્રિયા હવે આગળની ઘટનાથી થોડી ગભરાયેલી હતી અને કદાચ તેને તે હાથ વચ્ચે ન રાખ્યો હોત તો તે ગાડી ઉભી પણ ન રાખત પણ પેલો તો હોમવર્ક કરીને જ આવ્યો હતો.પ્રિયાની ગાડી માં એઝ અ ડોક્ટર એક ફર્સ્ટ એઇડ કીટ તો હતી પણ તેનું લોહી જોઈને લાગતું ન હતું કે એનાથી વધારે ફાયદો થશે એને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડશે જ!! તેને એવું પણ લાગ્યું કે આગળની એક કલાક માં આનું લોહી બંધ ન થયું તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે આથી તેને ગાડી રોકવી જ પડી પછી તેને મનમાં જ કહ્યું “સોરી માનવ” અને બ્રેક પર પગ આવી ગયો.

પ્રિયાની ગાડીનો પીછો કરતી ગાડી પણ ત્યાં ઉભી રહી અને તેમાંથી એક વ્યક્તિ નીચે ઉતાર્યો અને એક ઝાડ પાછળ જઈને તે આ દ્રશ્ય નિહાળવા લાગ્યો અને તેના હાથમાં એક પિસ્તોલ પણ હતી જે ફુલી લોડેડ હતી હવે તે કોના માટે હતી એ તો સમય ના ગર્તમાં હતું.

આ તરફ પ્રિયા નીચે ઉતરે છે અને પેલા ઠગની પાસે જાય છે અને તેને પૂછે છે કે “અંકલ આ કઈ રીતે થયું” તે વ્યક્તિએ ઓળખ છુપાવવા માટે દાઢી મૂછ લગાવી હતી કદાચ એ માટે કે પ્રિયા તેને પહેલેથી જ જાણતી હતી.તે વ્યક્તિએ પીડાનું નાટક કરતા કહ્યું “બેટા આ તો મારો રોજનો રસ્તો છે અહીં આગળ મારુ ખેતર છે અને ત્યાં રોજ કામ કરવા જાવ છું પણ આજે ખબર નહીં સવારમાં કોનું મોઢું જોયું હતું કે એક કાર વાળો ખબર નહીં પી ને ગાડી ચલાવતો હતો કે શું હું છેક અહીં રોડની નીચે ચાલતો હતો તો પણ તેને મને ટક્કર મારી દીધી.તે તો ઉભો ન રહ્યો પણ આ ઇનસાનિયત મરી પરવારી હોય એમ બીજું પણ કોઈ ઉભું નથી રાખતુ.તે તારું વાહન ઉભું રાખ્યું તું ભલી છું બેટા મને દવાખાને લઈ જા” તે વ્યક્તિ અટકતા અટકતા પીડાના ભાવ માં બોલી રહ્યો હતો.

“તમે ચિંતા ન કરો અંકલ હું તમારી પ્રાથમિક સારવાર કરીને પછી તમને હોસ્પિટલમાં લઈ જાવ” આથી પ્રિયા નીચે નમે છે અને પેલો ઠગ તેને દેખાય નહીં એ રીતે પોતાના ઝભ્ભામાંથી એક ચાકુ કાઢે છે અને તેને મારવની તૈયારી કરે છે!!

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો