Action (૨૦૧૯)
એક્શન fun મૂવી રિવ્યુ
૨૦૧૯ માં રિલીઝ થયેલી અને હમણાં જ યુટ્યુબ પર goldmines telefilms ની official YouTube channel પર રજૂ કરવામાં આવેલી તમિળ એક્ટર વિશાળ ક્રિષ્ના રેડ્ડી ની ફિલ્મ એક્શન એ નામ મુજબ જ એક્શન કોમેડી ફિલ્મ છે .
જો તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મો ના હિન્દી ભાષામાં ડબડ વર્જન ના શોખીન છો તો તમને અંબાલા મૂવી નો એ સીન તો યાદ જ હશે જેમાં કાર ને ઉડવા માટે કોઈજ પ્રકાર ના પંખા ની જરૂર નથી બસ બોનેટ ઉપર હીરો ને બેસાડી દયો એટલે પૂરું . પાંચ માળ જેટલી ઊંચાઈ સુધી ઠેકડો મારીને પણ કારની બોનેટ પર બેસેલા હીરોની હેરસ્ટાઇલ પણ વિંખાતી નથી .
હા ભાઈ હાચુ હાંભળ્યું આ મૂવી ના ડિરેક્ટર છે સુંદર C એટલે એક્શન અને કોમેડી નું એવું કોમ્બિનેશન જે ગોતવા છતાં બીજા કોઈજ ડિરેક્ટર માં જડે જ નહીં . રોહિત શેટ્ટી ના ફિલ્મ આખી ફિલ્મ પત્યા બાદ પણ જેટલી કાર ઉડે એના કરતાં વધુ કાર ના સ્ટંટ એક જ સીન માં આવી જાય . દિવાળી ના ફટાકડા એટલી જડપથી નહિ ફાટતાં હોય એટલા થી વધુ ઝડપે કાર બ્લાસ્ટ થઈ જાય .
જો તમે આ ફિલ્મ લોજિક ની દ્રષ્ટિ એ જુવો છો તો પછી વાત પૂરી કેમ કે આ ફિલ્મ માં ફિઝિક્સ ના એક પણ સિદ્ધાંત નું પાલન થયાં વિના દરેક એક્શન છે પાછું ગુરુત્વાકર્ષણ બળ અને ન્યુટન ના નિયમો લાગુ પાડવા પણ શક્ય નથી . દરેક એક્શન તમારા મુખમંડલે મલકાટ લાવી દે એટલું તો પાક્કું . તમારે આ ફિલ્મ મગજ ને સાઇડ મા રાખીને જોવાનું છે કેમ કે આપડા હીરો તો સ્પાઇડર મેન અને હલ્ક નું એવું કોમ્બિનેશન છે જેને ગોળીઓના વરસાદ માં પણ ગોળી તો શું એક બોમ્બ ધડાકા માં પણ કંઇ જ થવાનું નથી . તો ચાલો લપસિંદરિયા તમિળ ફિલ્મ ની વાર્તા ની વાત કરીએ .
આ ફિલ્મ માં આપડા હીરો ભાઈ એક આર્મી ઓફિસર છે ને નામ છે કર્નલ સુભાષ અને બીજા બે અગત્યના. કવોલીફિકેશન છે કે વિશાળ ભાઈ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી ના નાના દીકરા છે . આ ફિલ્લમ માં ૨ હિરોઈન છે એક તો રૂપાળી તમન્ના ભાટિયા જેનું પાત્ર લેફ્ટનેન્ટ દિયા ને બીજી છે ઐશ્વર્યા લક્ષ્મી જેનું નામ મીરાં . આકાંક્ષા પૂરી એક કિલર છે જેનું નામ કિયારા જેની કરતા આપડા ભંગાર વાળા નું મોઢું ગોરું લાગે એવા યોગી બાબુ જે પાછા હેકર છે અને એવા હેકર જેને મેકબુક ના કીબોર્ડ ની ચાંપુ દબાવતા પણ આવડતું નથી.
મહા પાવરફુલ વિલન આતંકવાદી સૈયદ ઇબ્રાહિમ મલિક જે પાકિસ્તાન માં રહે છે ને પાછો વિલન ડબલ રોલ માં છે .
આ ફિલમ ની એક ખાસ વાત એ છે કે આ ફિલ્મ નું ગીત લાઇટ્સ કેમેરા એક્શન એ આપડા ભલ્લાલ દેવ ઉર્ફે રાણા દગ્ગુબતી એ ગાયું છે . બેકગ્રાઉ્ડ મ્યુઝિક હિપ હોપ તમિઝા એ આપ્યું છે .ઉપર થી આ મૂવી માં તમન્ના ભાટિયા ના એક્શન સિકવંસ જોરદાર છે ને લોકેશન ની વાત કરો તો કેટલાય બહાર ના દેશ જેવા કે લંડન , ઈજીપ્ત વગેરે માં શૂટ કરવામાં આવ્યું છે .
વાર્તા માં એવું છે કે હીરો ની ફિયાન્સ મીરાં ને બોમ્બ બ્લાસ્ટ માં અને તમિલનાડુ રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રવણ અને હીરોના મોટા ભાઈ ને કાયરા નામની એક પ્રોફેશલ કિલર મારી નાખે છે અને તેનો બદલો લેવા હીરો લંડન જઈને કાયરાં ને પકડે છે અને અહી તે મળે છે કાર્ટૂન કેરેક્ટર જેવા હેકર જેક ( યોગી બાબુ ) ને એને જાણ થાય છે કે આ પાછળ એના ભાઈના મિત્ર દીપક મહેતા અને પાકિસ્તાન ના ડોન મલિક નો હાથ છે .
જ્યારે વિશાળ ક્રિષ્ના રેડ્ડી ઉર્ફે સુભાષ લેડી કિલર ને પકડવા જાય છે ત્યાર ની એક્શન જોરદાર છે અને સરસ સિનેમતોગ્રફી દ્વારા રોમાંચક બની જાય છે .કેટલાક અંશે ફની શોટ જેમાં કિલર અને હીરો બંને ૩૦ માળ ની બિલ્ડિંગ થી કૂદકો લાગવે છે અને ઢસડાતા ઢસડાતા નીચે આવી જાય છે . એક રીતે હીરો સુપરમેન છે જેને કઈ પણ થાય છે જ નહિ .
હીરો ઇસ્તંબુલ ની બેંક માં જઈને દીપક મહેતા ના બધા ૪૦૦૦ કરોડ રૂપિયા ડોનેટ કરી દે છે ને અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન માં ઘૂસી જાય છે .
ત્યાંના ડોન મલિક ને એના ઘરે થી ઉપાડી ઇન્ડિયા હાઇજેક કરી લાવે છે . આખા મૂવી માં તમન્ના ભાટિયા ની એક્ટિંગ જોરદાર છે .
જો તમને મારધાડ વાળા ફિલ્મો ગમતા હોય તો આ જોરદાર ટાઇમપાસ એન્ટરટેઈનાર છે .આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ વિડિયો અને યુટ્યુબ માં પણ હિન્દી મા ઉપલબ્ધ છે .
IMDb rating 4.4
જો આ રીવ્યુ ગમ્યો હોય તો રેટિંગ આપવાનું ભૂલતા નહીં અને તમારા સલાહ સૂચનો suggestions આવકાર્ય છે .
આપનો દિવસ શુભ રહે