આગળના અંકમાં જોયું કે પૂજન અને પારિજાતની પ્લાનિંગ કેવીરીતે પ્રજ્ઞા ને સુંદરને મળાવવાની સાથે બંનેની લવ સ્ટોરીને પૂર્ણ કરવામાં મદદ કરે છે. પ્રજ્ઞા અને સુંદર આટલા વર્ષે પણ નવા પ્રેમીની જેમ મળે છે. સુંદર પ્રજ્ઞાને પ્રપોઝ કરે છે. પારિજાત હજી એક લવ સ્ટોરીને પૂર્ણ કરવાની વાત છેડે છે. હવે આગળ...
પારિજાત જાણી જોઈને આ સમયે પ્રજ્ઞા-સુંદર સાથે બીજી એક લવ સ્ટોરીને પણ પૂરી કરવાની વાત કરે છે. પ્રજ્ઞા અને સુંદર સમજી જાય છે અને એકમેકની સામે આંખ મીચકારે છે. (હવેથી મિસ્ટર રાજનને સુંદરથી જ સંબોધન કરીશું.)
પ્રજ્ઞા: (પારિજાતની સામે જોઇને પૂછે છે)" પ્રાંજલના કોઈ સમાચાર છે?"
પારિજાત: " સમાચાર તો છે પણ આ ભાઈ જોડે હિંમત છે ને એ તો પૂછી લો.(કહીને પૂજનની મશ્કરી કરે છે)"
પૂજન(વાત બદલવા માટે): "આપણે હવે જમી લઈએ. સુંદર તમે ગિફ્ટ આપી કે નહી?"
સુંદર(ગિફ્ટ પ્રજ્ઞાને આપતાં): "અરે હા, આ લે તારી ગિફ્ટ પણ ઘરે જઈને ખોલજે. એક વાત પૂછું?"
પ્રજ્ઞા: "ના, (કહીને હસી પડે છે) એક નહી બે વાત પૂછ."
સુંદર: "આજે આ છોકરાઓના લીધે આપણે આમ જે મળ્યા એના માટે તમારો ખૂબ આભાર. હવે તમારે આવતા મહિને બેંગલુરુ આવવાનું છે પરિવારને લઈને. આપણે બધા ત્યાં એક સપ્તાહ મોજ કરીશું?"
પૂજન: "સારું. પણ અત્યારે તો જમીને મારા ઘરે જઈએ અને પાર્ટી કરીએ. " (કહીને સ્માઈલ આપે છે.)
પારિજાત: "હા, હું પણ નિસર્ગને ફોન પૂજનના ઘરે બોલાવી લઉં છું. "
પ્રજ્ઞા: " એક મિનિટ, પૂજન પ્રાંજલ ક્યાં છે? એના તો લગ્ન વિશે માહિતી હતી પણ મારાથી જવાયું નહતું. એ શું કરે છે?"
પૂજન: "એ તમે પારિજાતને પૂછો. આમાં તો એ જ ખરી જાસૂસ છે."
પારિજાત: "પ્રજ્ઞા મેડમ, પ્રાંજલ અત્યારે ગુજરાતમાં જ છે. એના લગ્ન થવાના હતા પણ આગલા દિવસે એના નાનીજીના અવસાન થવાના લીધે લગ્ન નહતા લેવાયા. પછી પ્રાંજલ એના પિતાજીને મનાવીને પોરબંદર પાસેના એક ગામમાં રહે છે."
સુંદર: "વાહ પારિજાત, તે તો ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી છે. પણ તમારા વચ્ચે પ્રોબ્લેમ શું હતો?"
પૂજન અને પારિજાત જમતા જમતા બધી વાતો જણાવે છે. ઉદયપુરમાં થયેલું અને જાસૂસને મળેલી માહિતી વિશે પણ જણાવ્યું.
પ્રજ્ઞા: "સરસ તો ચાલો, બીજી લવ સ્ટોરી પણ પૂરી કરી લઈએ. પોરબંદર એટલું દૂર ક્યાં છે?"
પૂજન: "પણ એની સામે હું જઈને આ બધું બતાવીશ તો એ નહી માને. આમ પણ એનો ગુસ્સો મને ખબર છે. હું જઈશ તો વાત ખરાબ થશે."
પારિજાત: " કદાચ એવું બને કે એ ગુસ્સામાં છે તો વાત ના પણ સાંભળે અને બનતા પહેલા વાત બંધ થઈ જાય. પણ એ વાત એને બીજા કોઈ દ્વારા ખબર પડે તો? બીજું કોઈ જે પ્રાંજલને સમજાવી પણ શકે અને એની વાત પર પ્રાંજલ આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકે."
સુંદર: "તો એવું કોણ છે જે આ કરી શકે?"
પારિજાત: "એક વ્યક્તિ છે. પ્રજ્ઞા મેડમ. જો પ્રજ્ઞા મેડમ ત્યાં જાય અને એને સમજાવે અને પુરાવા આપે તો વાત બની જાય."
પૂજન: "પણ અચાનક જ પ્રજ્ઞા મેડમ પોરબંદર જાય તો પ્રાંજલને શંકા થઈ શકે છે."
પારિજાત:" અરે હા, તો શું કરીએ?"
સુંદર: "મારી જોડે આનો ઉપાય છે. હું અને પ્રજ્ઞા બંને પોરબંદર જઈએ અને પ્રાંજલને અચાનક મળીયે અને સમજાવીએ તો કઈ શંકા નહી હોય."
પૂજન: "પણ તમારે તો મંગળવારે ફ્લાઇટ છે ને."
સુંદર: "દોસ્ત, તે મને અને મારી પ્રજ્ઞાને એક કરવા આટલું કર્યું તો હું એક ફ્લાઇટ તો જવા દઈ જ શકું છું. અને આમેય એ બહાને અમે થોડુ એક બીજા જોડે દરિયા કિનારે સમય પસાર કરી શકીશું."
પ્રજ્ઞા: "બહુ રોમેન્ટિક થઈ રહ્યો છે ને. પણ ત્યાં બીજું કઈ વિચારતો હોય તો એવું નહી થાય. સમજ્યા મિસ્ટર રાજન.(બધા હસવા લાગે છે.) "
સુંદર: "જી, પ્રજ્ઞા મેડમ. પણ એ તો કહો પ્રાંજલ ત્યાં શું કરે છે?"
પારિજાત: "એ ત્યાં સાધ્વી છે ઓશો આશ્રમમાં સેવા આપે છે."
પ્રજ્ઞા અને સુંદર(એક્ સાથે): "શું? પ્રાંજલ સાધ્વી છે? "
મિત્રો,
આ અંકમાં પ્રજ્ઞા અને સુંદર મળવાની ખુશીમાં સુંદર બધાને આવતા મહિને બેંગલુરુ આવવાનું આમંત્રણ આપે છે. પારિજાત પ્રાંજલના લગ્નની વખતે શું થયેલું એ જણાવે છે. પ્રજ્ઞા અને સુંદર પ્રાંજલ સુધી પૂજનની વાત પહોંચાડવા જવાનું નક્કી કરે છે ત્યારે એમને ખબર પડે છે કે પ્રાંજલ તો સાધ્વી બની ગઈ છે. આગળ જોઈએ પૂજન પ્રાંજલની લવ સ્ટોરી શું વળાંક લઈને આવે છે.
આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020