Police harassment in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | પોલીસની પજવણી

Featured Books
Categories
Share

પોલીસની પજવણી




"અરે બાપ રે... ના કહેલું ને પણ તું માની જ ના ને! જો આગળ પોલીસ છે!" દૂરથી જ મે એક બાઈક ઉપર બે યુવાન છોકરા છોકરીને જોયા. છોકરો છોકરી ને કહી રહ્યો હતો, એ હું સાંભળી શકતો હતો.

"સર... સર... સર... સોરી! હવે નહિ નીકળીએ બહાર! માફ કરી દો!" છોકરા એ માફી જ માંગવા માંડી. સાફ સાફ લાગી રહ્યું જ હતું કે બંને પ્રેમી પ્રેમિકા હતા! ખરેખર તો હું પોતે જ ભૂલી ગયો હતો કે હું કોણ છું અને અહીં કેમ છું... છેવટે તો આ વર્ધીની પાછળ પણ તો એક દિલ ધબકી રહ્યું હતું!!

એમને બસ હું જોવા જ માંગતો હતો... ખરેખર તો હું એ બહાને જ મારા ભૂતકાળમાં એક ચક્કર મારી લેવા માંગતો હતો!

આવી જ તો હતી એ છોકરી નિશા... નખરાળી, અલ્લડ, નાટકબાજ અને જિદ્દી! જેમ આ એના બીએફ ને લોક ડાઉન માં પણ બહાર લઈ આવી હતી!

મારી જાણ બહાર જ હવાલદારે દંડો બતાવતા કહ્યું - "લાખો લોકો મરે છે કોરોના થી! અને તમને મસ્તી સૂઝે છે! બહાર કારણ વિના ફરો છો?! આ તો કઈ ફરવાનો સમય છે?!"

બંને નો ચહેરો રડમસ લાગી રહ્યો હતો. બંને બહુ જ ડરી ગયા હતા!

"એક દંડો મારીશ ને!" હવાલદાર તેવર માં બોલ્યો.

"તાકાત છે તો દંડો મારવાની... હાથ તો લગાવ..." છોકરી છોકરા કરતા વધારે તેજ અને ગુસ્સા વાળી લાગી રહી હતી. એનાથી ના જ રહેવાયું તો એ બોલી પડી!

"અરે પણ કોઈ વેલીડ (વ્યાજબી) રીઝન તો આપો... તો હું તમને છોડું ને!" હું મનમાં જ વિચારી રહ્યો. ખરેખર આજે મને મારી ફરજ વિરોધનું કામ કરવું હતું!

"સર... પ્લીઝ... સમજો ને!" છોકરી એ મને રીકવેસ્ટ કરી.

"જુઓ... તમે બંને એક બીજા વિના નહિ જ રહી શકતા હોવ... પણ આ મહામારી બહુ જ ખતરનાર છે... બીજાની સાથે સાથે તમે ખુદને પણ જોખમમાં મૂકી રહ્યા છો... ઘરે રહો સુરક્ષિત રહો! જીવતા રહેશો તો આખી જિંદગી એક બીજા સાથે રહેશો ને?!" મેં બંને ને બને એટલા પ્યારથી સમજાવ્યું તો બંને ડાહ્યા થઈ ને બસ મને સાંભળી જ રહ્યા!

"આજે છોડું છું... હવે થી બહાર નીકળતા નહિ!" મેં તાકીદ કરી અને એમને જવા દીધા.

એમને જતાં જોઈ હું બસ હસી જ રહ્યો જાણે કે હું પોતે કોઈ પોલીસથી ના બચી ગયો હોય!

એટલામાં જ મારો ફોન રણક્યો, મે કૉલ રિસિવ કર્યો.

"હેલો... તમે તમારું ધ્યાન રાખો... બધા ને બચાવો છો પણ ખુદનું ધ્યાન રાખજો! મને તો બહુ જ ડર લાગે છે આ કોરોના થી! માસ્ક ઉતારતા જ નહિ અને પાણી... પાણી તો ક્યાંયથી પણ પિતા જ નહિ!" મારી પત્ની કહી રહી હતી.

"એક વાત કહું... આજે એક યુવાન કપલ લોક ડાઉન માં નીકળી પડ્યું હતું... યાર આપના દિવસો યાદ આવી ગયા! તું પણ તો એવું જ કરતી હતી ને!" મેં કહ્યું.

"હા... તો... બહુ જ મજા આવતી હતી! હું તમે અને બાઈક! બસ જીવનમાં બીજું જોઈએ પણ શું!" નિશા એ પણ યાદો તાજા કરી.

"જો ખરેખર આપણા સમયે આવું લોક ડાઉન આવ્યું હોત ને તો હું તો તમને બહાર ફરવા ચોક્કસ લઈ જાત..." નિશા એ કહ્યું તો હું પણ એણે કહેવા લાગ્યો - "અરે એટલે જ તો આજે એ બંને ને મેં સજા કરવાનું માંડી વાળ્યું! આ દિલ ક્યાં જોવે છે કે, શું ચાલે છે! એ તો નાદાન છે... બેફિકર છે!"

મારી વાત પર નિશા હસી પડી. એની એ હસી સાથે દૂર રસ્તા પર જતા પેલા બે નવયુવાનો ની હસી પણ એ જ સમયે આવી રહી હતી! ખરેખર તો હું પણ હસ્યા વિના ના જ રહી શક્યો!