anoko sangrah in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | અનોખો સંગ્રહ

Featured Books
Categories
Share

અનોખો સંગ્રહ

*અનોખો સંગ્રહ*. વાર્તા.. ૮-૫-૨૦૨૦

૧) *એ યાદોનું ઝરણું*. માઈક્રો ફિક્શન... ૮-૫-૨૦૨૦

આરવ પોતાના કેનેડા નાં મોલમાં ઉભો હતો ત્યાં જ એનાં કાને એક નિર્મળ અને ખડખડાટ હસવા નો અવાજ કાને પડતાં એણે એ દિશામાં જોયું તો બે છોકરીઓ કોઈ વાત પર હસી રહી હતી પણ એમાં જે ખડખડાટ હસી હતી એને જોઈને એ બેચેન થઈ ગયો કારણકે એને એનું એ હાસ્ય યાદ આવી ગયું...
અને એ મોલમાં થી નિકળીને એક વૃક્ષ નાં ટેકે ઉભો રહ્યો અને એ યાદોનાં ઝરણાં માં ખોવાઈ ગયો...
એ ભારતની નવરાત્રી નો માહોલ હતો એ ભાઈબંધ સાથે પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો અને ત્યાં સરિતા એની બહેનપણી ઓ સાથે ગરબે રમતી હતી એ પણ ગરબા રમ્યો અને પાણી પીવા એક સ્ટોલ ઉપર ઉભો રહ્યો ત્યાં સરિતા એની બહેનપણી સાથે આવી અને કંઈક એવી વાત માં તાળી પાડી અને ખડખડાટ હસી એ હસી રહી હતી અને આરવ એ હાસ્ય માં ખોવાઈ ગયો અને પછી હાય, હેલો અને દોસ્તી અને પછી નવ દિવસમાં તો પ્રેમમાં પરિણમી...
અને સરિતા નાં ઘરમાં ખબર પડતાં જ આરવને માર માર્યો અને કહ્યું કે તું સરિતા ને ભૂલી જા..
તારો અને સરિતા નો કોઈ પ્રકારે મેલ નથી ખાતો એ મહેલોમાં રેહનારી અને તું એક ફટીચર માણસ...
અને પછી સરિતા નાં ઘરનાં એ સરિતાને વિદેશ મોકલી દીધી...
આરવ પણ મહેનત કરી ને કેનેડા પહોંચ્યો અને આજે મોલ નો માલિક બન્યો પણ એ નવરાત્રી નાં દિવસો અને સરિતા નું એ ખડખડાટ હસી પડવું ભૂલ્યો નહોંતો અને એ મીઠી યાદો નાં ઝરણાં માં સતત વહેતો રહેતો અને નવરાત્રી માં એણે ગરબા ગાવા નાં જ બંધ કરી દીધા...
પણ આજે એ છોકરી ની હસી એ એને ફરી એ યાદો નાં ઝરણાં માં પહોંચાડી દીધો....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨) *એક સિક્કાની બે બાજુ* ‌માઈક્રો ફિક્શન...

એક સોસાયટીમાં રહેતા પડોશીઓ...
એમાં મીના બહેન માટે કોઈ ને માન નહોતું...
કારણકે મીના બહેન નાની નાની વાતમાં આખી સોસાયટી જોડે ઝઘડ્યા હતાં ...
મીના બહેન ગામડેથી રહેવા આવ્યા હતા પતિ પત્ની બન્ને એકલા જ રેહતા હતાં...
પણ એમને એ ગામડાની પધ્ધતિ પ્રમાણે બાર મહિના નું અનાજ ભરતાં હતાં..
આ મહામારીમાં એકાએક લોકડાઉન છતાંય કેસ વધી જતાં મ્યુનિસિપલ કમિશનર એ એકાએક નિર્ણય લીધો કે આઠ દિવસ દૂધ અને દવા સિવાય કોઈ વસ્તુ નહીં મળે...
આ સાંભળીને સોસાયટીમાં બધાં ગભરાઈ ગયાં ત્યારે મીના બહેન ઘરે ઘરે ફરીને બધાને કહ્યું કે મારે બાર મહિનાનું અનાજ ઘરમાં ભરેલું છે અને ઘરની ઘંટી છે તો કોઈએ ચિંતા કરવી નહીં...
આ મીના બહેન ની બીજી બાજુનુ ઉજળું પાસું જોઈ બધાં અવાચક થઈ ગયાં.
આમ કોઈપણ માણસ કે સિક્કાની બે બાજુ હોય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૩). *અંતરની વેદના* માઈક્રો ફિક્શન...

મયંક ભાઈ એ એકલા હાથે દિકરી કોમલ ને મોટી કરી ભણાવી ગણાવી અને એને યોગ્ય પાત્ર સાથે પરણાવી પણ લગ્ન નાં ત્રીજા જ દિવસે કોમલ પાછી આવી અને આકાશ નો જ વાંક છે એ મારી માફી માંગે તો જ સાસરે જવું એમ કહીને બેઠી...
આકાશ એક વખત ઘરે આવી સમજાવી ગયો પણ કોમલને તો સમજવું જ નહોતું..
મયંક ભાઈ અને બીજા લોકો એની બહેનપણી બધાં એ ઘણી જ સમજાવી પણ એ એકની બે ના થઈ અને એની જીદ પર રહી અંતે છૂટાછેડા માટે અપીલ કરી...
આ બધું જોઈ ને મયંક ભાઈ એકલાં એકલાં અંતરની વેદના છુપાવી ને વિચારી રહ્યા કે મારી પરવરિશ માં ખોટ રહી ગઈ..
ભાવના ભટ્ટ અમદાવાદ.....