Mitrata thi prem sudhi - 8 in Gujarati Love Stories by Dhanvanti Jumani _ Dhanni books and stories PDF | મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ 8

Featured Books
Categories
Share

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ 8

પ્રકરણ 7 આપણે જોયું કે ધ્વનિ અને પ્રેમ ની મુલાકાત થઈ જાય છે . જે પ્રેમ અને ધ્વનિ મેસેજમાં અઢળક વાતો કરતા હતા તે એકબીજાની સામે આવતા વધારે વાત કરી શકતા નથી બંનેની મુલાકાત નો પહેલો દિવસ પૂર્ણ થાય છે બંને જમીને બેસે છે હવે આગળ....
---------------------********----------*********------------

ધ્વનિ અને પ્રેમના માતા પિતા સાથે બેસીને વાતો કરતા હોય છે . ધ્વનિ અને પ્રેમ પણ ત્યાં બેઠા હોય છે પરંતુ એકબીજા સાથે વાત કરતા નથી બંને વિચારતા હોય છે કે વાતની શરૂઆત ક્યાંથી કરાય એટલામાં પ્રેમ મોબાઇલ લઇને ધ્વનિ ને મેસેજ કરે છે ધ્વનિ પણ પ્રેમ ને મેસેજનો રિપ્લાય આપે છે આમ બંને સામે હોવા છતાં મેસેજમાં વાત કરે છે બીજા દિવસે પ્રેમના ઘરે વાસ્તુપૂજા હોવાથી બધા આરામ કરવા જાય છે અને પ્રેમ અને ધ્વનિ બંને મેસેજ મા જ વાત કરીને સુઈ જાય છે.

સવાર થાય છે ધ્વનિ વહેલી ઉઠી જાય છે પરંતુ પ્રેમ હજી ઉઠ્યો નહતો ધ્વનિ ઊઠીને તેની આદત પ્રમાણે પ્રેમ ને ગુડ મોર્નિંગ નો મેસેજ કરે છે અને રસોડામાં જાય છે રસોડામાં પ્રેમની મમ્મી બધા માટે ચા બનાવતી હોય છે ધ્વનિ પણ ચા પી લે છે અને સ્નાન કરવા જાય છે એટલામાં પ્રેમ પણ ઉઠી જાય છે અને હોલ માં બેઠો બેઠો ચા પીવે છે.

થોડી જ વારમાં ધ્વનિ પણ સ્નાન કરીને બહાર આવે છે પ્રેમની નજર એકાએક ધ્વનિ પર પડે છે ધ્વનિ પોતાના ભીના વાળ ટુવાલથી સુકાવતી હોય છે, પ્રેમની નજર આ જોઈને થોડી વાર માટે ધ્વનિ પર જ અટકી જાય છે. ધ્વનિ જ્યારે ટુવાલ સુકાવા બહાર જાય છે ત્યારે પ્રેમ તેને એકાઅેક બોલાવીને ઊભી રાખે છે .

પ્રેમ ધ્વનિની નજીક આવે છે અને તેના કાન પાસે જઈને ધીમેથી ગુડ મોર્નિંગ કહે છે અને ધ્વનિ પણ તેને ગુડ મોર્નિંગ કહી હસીને ત્યાંથી જતી રહે છે.

બંને દરરોજ એકબીજાને ગુડ મોર્નિંગ કહેતા પણ આ રીતે ગુડ મોર્નિંગ કહેવું એ બંને માટે નવો જ અહેસાસ હતો જે બંને માટે નવો હતો. પ્રેમના મનના ક્યાંક ને ક્યાંક પ્રેમની પાંપણો ફૂટી ચૂકી હતી. પણ હજી તેને અહેસાસ થવાનો બાકી હતો.

ઘરના બધાં સભ્યો પૂજાના કામમાં વ્યસ્ત હતાં , બધા મહેમાન પણ આવી ગયા હતા. પ્રેમ પણ બધાં મહેમાનોનું સ્વાગત કરતો હતો પણ તેની નજર તો ક્યાંક બીજે જ હતી. ધ્વનિ ક્યાંય દેખાતી ન હતી તેથી પ્રેમ આમ તેમ જોઈ રહ્યો હતો.

થોડી જ વારમાં ધ્વનિ તૈયાર થઈને બહાર આવે છે, પ્રેમની નજર તેના પર પડે છે અને તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ધ્વનિને ડ્રેસ ને ભારે કપડા પહેરવા ઓછા ગમતાં તેથી તેણે જીન્સ ટોપ પહેર્યું હતું, પ્રેમ ને તો જીન્સ મા પણ ધ્વનિ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે થોડી વાર તેની સામે જોઈ સ્માઈલ જ કરતો રહ્યો.

એકાએક ધ્વનિ તેના નજીક આવી અને કહ્યું ક્યાં ખોવાઈ ગયો તુ??

પ્રેમ એ કહ્યું કંઈ ના, હવે પૂજા શરૂ થશે ચાલ ત્યાં બેસીએ . બંને પૂજામાં બેસે છે. થોડા જ સમયમાં વાસ્તુપૂજા પણ પૂણૅ થાય છે. બધાં મહેમાનો પણ જતા રહે છે, પરીવારવાળા બધાં થાકીને સૂઈ જાય છે પણ ધ્વનિ અને પ્રેમ બંને બેસીને વાતો કરે છે . બંને સાંજ સુધી વાતો કરે છે અને પછી રાત્રે જમીને સૂઈ જાય છે. બંને વાતો કરીને ખુશ થાય છે.

આમને આમ દિવસ પૂર્ણ થાય છે. સવાર થાય છે, હવે ધ્વનિ અને પ્રેમને માત્ર એક જ દિવસ સાથે વિતાવવાનું હોય છે.

પ્રેમ તેના માતાપિતાને કહે છે કે, ધ્વનિ અને તેનો પરિવાર આજે રાત્રે તેમના ઘરે જવાના છે તો આપણે ક્યાંક ફરી આવીએ??

પ્રેમની મમ્મી પણ હા કહે છે, બધાં તૈયાર થવા જાય છે, થોડી જ વારમાં બધાં તૈયાર થઈને આવી જાય છે. ધ્વનિ પણ હંમેશાની જેમ જીન્સ ટોપમાં તૈયાર થઈ આવી જાય છે. બધાં કમાટીબાગ જવાનું નક્કી કરે છે અને જવા માટે નીકળે છે.

બધાં થોડી જ વારમાં કમાટીબાગ પહોંચી જાય છે અને ત્યાં પ્રવેશ કરે છે . ધ્વનિને પણ ફરવું ખૂબ જ ગમતું તેથી તે ખૂબ જ ખુશ હોય છે.

પ્રેમ ધ્વનિ અને બંનેનો પરિવાર આખો દિવસ ત્યાં ફરે છે, ધ્વનિ અને પ્રેમ બંને આખો દિવસ સાથે જ વિતાવે છે, સાથે સેલ્ફીઓ પાડે છે અને ખૂબ જ ખુશ થાય છે. આવી રીતે બંને પહેલી વાર જ ફરે છે. છેલ્લે બધાં ત્યાં સાંજે આઈસક્રીમ ખાય છે અને ઘરે પાછા ફરે છે.

હવે સમય હોય છે ધ્વનિ અને તેના પરીવારને પાછા તેના ઘરે જવાનો. પ્રેમને પણ તેના કામ માટે પાછું જવાનું હોય છે.

બંનેને આટલું જલ્દી છૂટા પડવાની ઈચ્છા તો ન હતી પણ બીજો કોઈ ઓપ્શન પણ ન હતો.

બંને એકબીજને બાય કહે છે. ધ્વનિ તેના માતાપિતા સાથે તેના ઘરે જવા નિકળે છે. પ્રેમ પણ તેના કામ માટે જવા નિકળે છે.
થોડી જ વારમાં પ્રેમનો ધ્વનિ ને મેસેજ આવે છે,

Hiiiiiiiiiiiiiiiiiiiiii ધ્વનિ.. કેમ છે?

ધ્વનિ રિપ્લાય આપે છે મજામાં,

આમ બંને મોડે સુધી વાતો કરે છે. થોડા કલાકોમાં ધ્વનિ તેના માતાપિતા સાથે તેના ઘરે પહોંચી જાય છે અને પ્રેમ તેના હોસ્ટેલ. બંને એકબીજાને બાય કહે છે અને કહે છે કે આ પહેલી મુલાકાત હંમેશા યાદ રહેશે.

હવે આ મુલાકાત પછી બંનેના સબંધમાં શું બદલાવ થશે??
પ્રેમને સાચે ધ્વનિ સાથે પ્રેમ થતો હતો કે માત્ર આકષૅણ તે આપણે ભાગ 9માં જોઈશું..

આભાર. 🙏

Dhanvanti jumani _Dhanni