પ્રકરણ :- 23
ભૈરવનાથ બાબા સમજી જાય છે કે જેની ના શરીરમાં અચ્છાઈ અને ભૂરાઈ બંને એક સાથે હતી. અચ્છાઈ અને ભૂરાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા હોય છે. અચ્છાઈ અને ભૂરાઈ હમેશાં એકબીજાને મિટાવવા માટે લડે છે. અચ્છાઈ અને ભૂરાઈ બંને જેની ના શરીરમાં એક સાથે હતા જેના લીધે જેની થોડી વાર ભયંકર તો થોડી વાર સારો વર્તાવ કરતી હતી. ભૈરવનાથ સામે પણ એક સમસ્યા મોટી આવીને ઊભી થઈ ગઈ હતી. જેને જાણવા માટે તેમને પોતાના અભિમંત્રિત કુંડ માં જોવું પડશે ! પણ તેની પહેલા તેમને આ અચ્છાઈ ઔર વિશે થોડું જાણવું પડશે.
“ બચ્ચા ઇસ બચ્ચી કે જહન મે અચ્છાઈ ઔર ભૂરાઈ દોનો એક સાથ મિલ ચૂકે હૈ. અગર મે ઇસકે જહન મે સે અચ્છાઈ કો બહાર કરુગા તો ભૂરાઈ ઇસકો તુરંત ખતમ કર દેગી. ઔર ભૂરાઈ કો ખતમ કિયા તો અચ્છાઈ ઇસકો બરબાદ કરે દેગી. “ ભૈરવનાથ
“ તો બાબા હવે શું કરી શકીએ ? ” અમથી બા
“ બચ્ચા અબ મુજે ઈન દોનો આત્માઓ કો જાનના હોગા તભી મે ઈન દોનો કો જેની સે અલગ કર પાઉંગા. ઉસકે લિયે જેની કો મેરે પાસ રહેના હોગા કુછ દીનો કે લિયે. “ ભૈરવનાથ
હેરી અને ફેરી વિચારમાં પડી જાય છે અને થોડા ડરી પણ જાય છે. જેની ને એકલી તો અહી તે બંને ન મૂકી શકે. હેરી અને ફેરી અહી જેની પાસે રહેવા માટે તાંત્રિક બાબા ને વિનંતી કરે છે. બાબા પણ કશુજ કહેતા નથી અને તેમને અહી રોકાવા માટે પરવાનગી આપી દે છે. અમથી બા પણ ઘરે એકલા જ રહેતા હોય છે એટલે તે પણ અહી જેની પાસે રોકાઈ જાય છે.
ભૈરવનાથ તાંત્રિક જેની ને આ બંન્ને આત્મા માંથી બચાવવા માટે ની તૈયારીઓ શરૂ કરી દે છે. તાંત્રિક પોતાની આખી ગુફા ને અભિમંત્રિત કરે છે. એક મોટું લાલ કુંડાળુ જેની ના ફરતે ભૈરવનાથ ના સહાયક દ્વારા દોરવામાં આવે છે. જેની ની હાલત ખરાબ થવા લાગી હતી. જેની ની વધારે પડતી હાલત ખરાબ થાય એના પહેલા જ ભૈરવનાથ તાંત્રિક એ જેની ઉપર અભિમંત્રિત કરીને જળ ફેક્યું. જેની ના બાંધેલા બાલ ખુલી ગયા ને જેની જોરદાર ધુણવા લાગી. જેની નું આ રૂપ તેના માતા પિતા હેરી અને ફેરી એ પહેલી વાર જોયું હતું. જેની ચીસો પાડતી તો ઘડીકમાં હસતી અને ઘડીકમાં રોતી. જેની નો વર્તાવ આખી ગુફા માં ડરનો માહોલ ઊભો કરી દેતો હતો.
જેની જોરદાર ધૂણી રહી હોય છે. “ લલ્લા લલ્લા લોરી , દૂધ કી કટોરી. મેરી પ્યારી બેટી અબ તુમ સો જાઓ. તારા પાપા આવતા હશે. મને એ મારશે. બેટા જલ્દી તું સૂઈ જા. ચંદા હૈ તું , મેરા સૂરજ હૈ તું, ઓહ મેરી આંખો કા તારા હૈ તું. “ જેની નું વર્તન ખૂબજ ચોંકાવી દે એવું હતું. જેની ની સાથે જે થઈ રહ્યું હતું એની માટે જવાબદાર હતી તેની બેસ્ટ ફ્રેન્ડ જીયા! જેને જેની ની જિંદગી બરબાદ કરવામાં કોઈ જ કસર મૂકી ન હતી.
જેની ઉપર ફરી એકવાર ભૈરવનાથ બાબા અભિમંત્રિત જળ છાંટે છે. ત્યારે જેની ગુસ્સામાં લોત પોત થઈ જાય છે. “ તને કીધું હતું કે તારી મનહુશ દીકરી ને મારા આવ્યા પહેલા સૂવાડી દેજે. તો તે કેમ આને સૂવાડી નથી? પછી તો તે તેની પત્ની ને જોરદાર મારવા લાગી જાય છે. પછી તો પેલી મહિલા ની ચીખ જેની ના અવાજ રૂપે આખી ગુફા ગુંજવી ઊઠે છે. “ નહિ નહિ પ્લીઝ મને મારશો નહિ. મારો કોઈ વાંક નથી પ્લીઝ માને માફ કરી દો. પ્લીઝ ના…. ના…. દયા કરો…. નહી નહિ…..” જેની
જેની નો બે તરફ નો વર્તાવ તાંત્રિક ભૈરવનાથ અને તેના માતા પિતાની આંખો સામે હતો. તાંત્રિક બાબા બરાબર સમજી ચૂક્યા હતા કે જેની ના શરીર માં જે અચ્છાઈ ઔર ભૂરાઈ એક સાથે હતી તે એક કલપ હતું. ભૈરવનાથ હવે આગળ જાણવાની કોશિશ શરૂ કરી દે છે અને જેની ના શરીર ઉપર અગિયાર વખત અભિમંત્રિત જળ ને છાંટે છે. જેની તરત જ જોરદાર ચીખ પાડી ને તેના શરીરમાં રહેલા કપલ ના વિશે ફટાફટ બોલવા લાગે છે. આ કપલ બીજું કોઈ નહિ પણ જુલિયટ અને શીલ હતા જેમની આત્મા જેની ના જહન સુધી જીયા દ્વારા મોકલવામાં આવી હતી. જેની ભૈરવનાથ તાંત્રિક અને તેના પરિવાર આગળ જુલિયટ ના જન્મ દિવસ સુધી ની દાસ્તાન કહી ચૂકી હતી. આટલું સાંભળીને ભૈરવનાથ સમજી ગયો હતો કે જાદુગર અને કાળી વિદ્યા નો બાદશાહ જેની ના શરીર માં ઘર કરી ચૂક્યા હતા.
( જુલિયટ નો જન્મ દિવસ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને શીલ દ્વારા જુલિયટ ને ગિફ્ટ ના રૂપ માં બ્લેક ડાયમંડ ની ચેઇન આપવામાં આવી હતી. આ બ્લેક ડાયમંડ ની અંદર ભયાનક ખવિ ની આત્મા છૂપાવવામાં આવી હતી. જે ધીરે ધીરે જુલિયટ ને શીલ ના વશમાં કરી રહી હતી. જેમ્સ અને શીલ ચાહતા હતા કે જુલિયટ હિન્દુસ્તાન પાછી ફરે તો આખરે બને પણ એવું જ છે. જુલિયટ હિન્દુસ્તાન પાછી ફરવા માટે તૈયાર થઈ જાય છે. પણ મલાયા થી લઈને હિન્દુસ્તાન સુધીનો સફર ઘણો જ ભયાનક રહેવાનો હતો. જેમ્સ અને શીલ જુલિયટ ને પોતાનો સામાન પેક કરવા માટે મદદ કરે છે.
જુલિયટ ના ચહેરા ઉપર થોડી ખુશી હોય છે કેમકે જુલિયટ પૂરા ચાર વર્ષ પછી હિન્દુસ્તાન પાછી ફરવાની હતી. પણ તેના મનમાં ડર હોય છે ક્યાંક તેને જુલી બનીને ત્યાંના લોકો નો ફરીવાર સામનો ન કરવો પડે. આ વાત વિચારી વિચારીને જુલિયટ ઉદાસ થઈ જાય છે. જુલિયટ ની ઉદાસી ને ક્યાંક દૂર સુધી ભગાવવા માટે શીલ પોતાની બેસ્ટ ફ્રેન્ડ જુલિયટ પાસે આવી જાય છે.
“ અરે જુલિયટ તું ઉદાસ થઈને બેઠી છે ? તારે તો હકીકતમાં ખુશ થવું જોઈએ. આટલા વર્ષો પછી ફરિવખત તું તારી જન્મભૂમિ હિન્દુસ્તાન માં જઈ રહી છે. જુલિયટ આ ઉદાસ થવાનો સમય નથી. તું યાર ચિલ કરતા શીખી જા. “ શીલ
“ શીલ યાર હું ખુશ તો ખૂબ છું પણ યાર મારી અંદર ફરી એકવાર હિન્દુસ્તાન ના લોકો ની મજાક બનવાની હિંમત નથી. યાર મને ખૂબ જ ડર લાગી રહ્યો છે કે શું થશે! શીલ યાર એ લોકો ફરીવાર પહેલાંની જેમજ મારો મજાક બનાવશે તો! શીલ એ લોકો મારી ઉપર હાસ્ય કરશે તો? શીલ યાર મને ખૂબજ ડર લાગી રહ્યો છે.” જુલિયટ
“ જુલિયટ જ્યારે તારી મજાક બનતી હતી, જ્યારે લોકો તારી ઉપર હસતાં હતા ત્યારે તું જુલી હતી. અત્યારે તું જુલિયટ છે જે વિશ્વની મહાન જાદુગરની છે. જુલિયટ હવે જે લોકો તારી મજાક ઉડાવતા એ જ લોકો હવે તારી વાહ વાઈ કરતા નહિ થાકે. જુલિયટ બધું જ એક દમ ઠીક થશે તું ચિંતા કરીશ નહિ. હું અને જેમ્સ બંને તારી સાથે છીએ. “ શીલ
“ હા શીલ , તારી વાત એકદમ બરાબર છે. પણ શીલ..”જુલિયટ
“ યાર હું છું તારી સાથે આ બધું છોડ અને તૈયારી કર ફરી એકવાર આપડી જન્મભૂમિ પર જવાની. “ શીલ
શીલ જુલિયટ નો ડર ભગાવવામાં સફળ પુરવાર થઈ જાય છે. જુલિયટ ના ચહેરા ઉપર છવાયેલી ઉદાસી તરત જ ખુશી માં પરિવર્તીત થઈ જાય છે. જુલિયટ ના ચહેરા ઉપર છલકાઈ રહેલી ખુશી જોઇને શીલ મનમાં “ જુલિયટ ખુશ થઈ લે. રસ્તા માં કંઇક એવું થવાનું છે જે હમેશાં માટે તારી ખુશી ને છીનવી લેશે. જુલિયટ તારી ખુશીયો ઉપર હું કાલીક ચોપડી દઈશ. જુલિયટ તું જેમ્સ ના મોતના બોજ હેઠળ દબાઈને જીવવાની ઉમ્મીદ છોડી દઈશ ત્યારે હું તારો સહારો બની જઈશ. સહારો બનીને તારી સાથે લગ્ન કરી લઈશ. લગ્ન કર્યા પછી તારી બધી શક્તિઓ ઉપર મારો હક હશે જેને હું કાળા જાદુમાં ફેરવીને આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ભયાનક આદિમાનવ બની જઈશ. જે આખી દુનિયા ઉપર રાજ કરશે… હાહાહાહા “ ને મનમાં હશે છે. શીલ પછી જેમ્સ પાસે જાય છે.
“ ભાઈ થઈ ગઈ તૈયારી પાછા આપડા વતન જવાની ?” શીલ
“ હા ભાઈ થઈ ગઈ. અને હા તારો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. તારા લીધે જ જુલિયટ તૈયાર થઈ છે ફરી એકવાર હિન્દુસ્તાન આવવા માટે. શુક્રિયા! ચાલ ભાઈ હું તારી મદદ કરી દઉં સામાન પેક કરવામાં. “ જેમ્સ
“ના યાર! તું જઈને જુલિયટ ની મદદ કર. મારો સામાન ખૂબ જ ઓછો છે હું જાતે જ પેક કરી દઈશ. પણ જુલિયટ વર્ષો થી અહીં જ છે તો એનો સામાન પણ ખૂબ વધારે હશે. તું જઈને જુલિયટ ને મદદ કર! એ તેનો સામાન જેટલો જલ્દી પેક કરી દેશે એટલી જલ્દી આપડે હિન્દુસ્તાન માટે નીકળી જઈશું. “ શીલ
શીલ ની વાત જેમ્સ ને બરાબર લાગે છે એટલે તે શીલ ને ઝડપી હગ કરીને જુલિયટ ના રૂમ તરફ ચાલ્યો જાય છે. શીલ બરાબર જાણતો હોય છે કે જો જેમ્સ તેના સામાન ને પેક કરશે તો તેને ખબર પડી જશે કે જુલિયટ સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એના માટે જવાબદાર બીજું કોઈ નહિ પણ તેનો અને જુલિયટ નો બેસ્ટ ફ્રેન્ડ શીલ છે. શીલ એ જેમ્સ ને જુલિયટ પાસે મોકલીને સુકુંન થી શ્વાસ ભર્યો.
જેમ્સ જુલિયટ ના રૂમમાં જઈને જુલિયટ ને સામાન પૅકિંગ કરવામાં મદદ કરે છે. સામાન પેક કરતા સમયે જુલિયટ ના હાથ માંથી કોઈક વસ્તુ નીચે પડી જાય છે. આ વસ્તુ ને ઉઠાવવા માટે જેમ્સ અને જુલિયટ બંને એક સાથે નીચે તરફ જુકે છે. જેવા જ તે બંને પેલી વસ્તુ લેવા માટે નીચે જુકે છે કે તેમના માથા એકબીજાને અથડાય છે. જેવા બંને ના માથા એકબીજાને અથડાય છે કે તરત બંને નીચે બેસી જાય છે. નીચે બેઠા પછી એકબીજાના માથા ઉપર ફૂંક મારવા લાગી જાય છે. થોડી વારમાં બંને એક બીજામાં ખોવાઈ જાય છે. જુલિયટ અને જેમ્સ એકબીજાની અંદર એવા ખોવાઈ જાય છે કે તેમનો તનથી મિલાપ ક્યારે થઈ જાય છે તેનું તે બંને ને ભાન પણ રહેતું નથી. જુલિયટ અને જેમ્સ દિલથી તો એક હતા જ પણ હવે તે બંને તનથી પણ એક થઈ ચૂક્યા હતા. જેમ્સ અને જુલિયટ ના નિર્દોષ પ્રેમને તેમની મંજિલ મળી ચૂકી હતી. જુલિયટ અને જેમ્સ ને આજે દુનિયા ની સર્વસ્વ ખુશી મળી ચૂકી હતી. જેમ્સ અને જુલિયટ એકબીજાની બાહો મા નિરાંતે સૂઈ જાય છે.
ક્રમશ…...
આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary