પરાગિની – ૧૩
એશાને માનવ ના ગમતો હોવા છતાં તે તેની પ્રત્યે આકર્ષાય રહી હતી. માનવને એશાનો નંબર મળી જવાથી તે એશાને મેસેજ કરી તેની સાથે વાત કરવાંનો પ્રયત્ન કરતો... પણ એશા તેને ભાગ્યે જ જવાબ આપતી.
આ બાજુ જૈનિકા ઘરમાં જઈને જોઈ છે તો રિની સોફા પર સૂઈ ગઈ હોય છે. તે તેને ઊઠાડતી નથી અને પરાગને કહેવા જાય છે.
પરાગનું ઘર.. ઘર નહીં પણ લેટેસ્ટ ડિઝાઈન વાળો બંગલો છે. પ્રવેશતા જ ડાબી બાજુ કાર પાર્કીંગ, જમણી બાજુ સહેજ ઊંડાણ વાળી રખાવી છે, દાદર ઊતરીને નીચે જઈએ તો ગાર્ડનમાં મોટા ઝાડ નીચે સોફાચેર, ટેબલ અને એનાથી આગળ સ્વીમીંગ પુલ..ઘરની રચના એવી હતી કે તમે ઊપરના ગેટમાંથી પણ ઘરમાં જઈ શકો અને નીચે ગાર્ડનમાંથી પણ નીચે જઈ શકો. ત્રણ ફ્લોરનું ઘર છે, ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફીસ, જીમ, ચેન્જીંગ રૂમ છે.. ફર્સ્ટ ફ્લોર પર સેન્ટર હોલ એટલે લીવીંગ રૂમ, કીચન અને બેડરૂમ અને થર્ડ ફ્લોર પર બીજા ત્રણ બેડરૂમ..!
જૈનિકા નીચે આવી પરાગને કહે છે રિની તો સોફા પર ઊંઘે છે.
પરાગ- તો ઉઠાડી દીધી હોય તો..! આખી રાત કોઈ છોકરીને હું મારા ઘરે ના રાખું..!
જૈનિકા- બોસ એ મસ્ત સૂઈ રહી છો તો સૂવા દો. આમપણ બહુ રાત થઈ ગઈ છે. હું તેના ઘરે વાત કરી લઈશ.
પરાગ- હું કોઈ છોકરીની જવાબદારીના લઉં અને તેના બોયફ્રેન્ડને ખબર પડશે તો ખાલી ખોટો પ્રોબ્લમ થશે..!
પરાગ રાજને રિનીનો બોયફ્રેન્ડ માને છે, એણે રિસોર્ટ પર જે જોયું તેના પરથી તે રાજને રિનીનો બોયફ્રેન્ડ માની બેઠો છે.
જૈનિકા- હવે તે રિનીનો પ્રોબ્લમ છે તે જોઈ લેશે..!
જૈનિકા બાય કહી નીકળી જાય છે.
પરાગ ઉપર જાય છે અને જોઈ છે કે રિની સૂતી હોય છે તે બેડરૂમમાં જઈ તકીયો અને બ્લેન્કેટ લઈ આવે છે. ધીમે રહી રિનીનું માથું ઊંચું કરી નીચે તકીયો મૂકે છે અને રિનીનું માથું તકીયા પર મૂકે છે, રિનીને બ્લેન્કેટ ઓઢાડે છે. પરાગ રિની પાસે બેસીને તેને જોયા કરે છે.. રિનીના થોડા વાળ તેના ગાલ પર આવી જતા પરાગ ધીમેથી તેના વાળ કાન પાછળ કરે છે. પરાગ પછી તેની રૂમમાં જઈ સૂઈ જાય છે.
પરાગની આંખ ખૂલી જાય છે ઘડીયાળમાં જોઈ છે તો ત્રણ વાગ્યા હોય છે. પાણીની બોટલ તે આજે ભૂલી ગયો હોય છે તેથી તે નીચે પાણી પીવા જાય છે, સોફા પર જોઈ છે તો રિની ત્યાં નથી હોતી..! તો આમતેમ જોઈ છે.. બારીમાંથી જોઈ છે તો રિની નીચે ગાર્ડનમાં ઊભી હોય છે.
પરાગ રિની પાસે જાય છે અને પૂછે છે, ઊંઘ ન આવી કે શું?
રિની- ના, એવું નહોતું.. થોડી ગરમી લાગતી હતી તો આંખ ખૂલી ગઈ એટલે નીચે ગાર્ડનમાં આવી ગઈ... ઠંડો પવન આવે છે તો સારૂં લાગે છે.
પરાગ રિની ને પાણી આપે છે. પરાગને રિની સાથે વાત કરવી હોય છે પણ તે કંઈ બોલી નથી શકતો અને ગુડ નાઈટ કહી સૂવા જતો રહે છે. રિનીને પણ પરાગ સાથે વાતો કરવી હોય છે પણ પરાગ અને ટિયા વાળા ન્યૂઝ યાદ આવી જતાં તે કંઈ નથી બોલતી અને શાંતિથી ઊભી રહે છે. થોડીવાર પછી તે પણ સૂવા જતી રહે છે.
**********
રિની સવારે વહેલી ઊઠીને પરાગ માટે બ્રેકફાસ્ટ અને જ્યૂસ બનાવી તેના ઘરે જતી રહે છે. પરાગ રેડી થઈને નીચે આવીને જોઈ છે કે ટેબલ પર બ્રેકફાસ્ટ બનાવીને મૂક્યો છે અને ચિઠ્ઠી મૂકી હતી તે પરાગ ખોલીને વાંચે છે.
“ પરાગ સર કાલ માટે થેન્ક યુ.. તમારા માટે બ્રેકફાસ્ટ બનાવીને મૂક્યો છે કરી લેજો.”
પરાગ સ્માઈલ આપી બ્રેકફાસ્ટ કરવા બેસે છે.
આ બાજુ રિનીનાં ઘરે બધાં ડાઈનીંગ ટેબલ પર બેસી બ્રેકફાસ્ટ કરતાં હોય છે.
આશાબેન- હું બહુ જ ખુશ છું.. મારી છોકરીને આટલી સારી નોકરી છે.. અને હવે મને સારો છોકરો પણ મળી ગયો છે.
રિની- મમ્મી... યાર તું પાછી શરૂ થઈ ગઈ..!
આશાબેન- એનું નામ જાણ્યા વગર જ તું ના કહી દે છે. મેં તો મારો જમાઈ શોધી લીધો છે. એનું નામ માનવ છે.
માનવનું નામ સાંભળતા જ એશા ખાંસી ખાય છે.
રિની અને એશા સાથે જ બોલી પડે છે, કોણ માનવ?
આશાબેન- માનવ નિશાનો કઝીન ભાઈ છે.
નિશા ધીમે રહી રિનીને કહે છે, તારા પરાગ સરનો ડ્રાઈવર અને તારી કંપનીમાં જે ટ્રાન્સપોર્ટનું કામ સંભાળે છે એ..! મેં તમને કાલે ફોન પર બધી વાત કરી હતીને..!
રિની, એશા અને નિશા ત્રણેય એકબીજાને જોઈ જ રહે છે. રિનીને ખબર છે કે માનવને એશા ગમે છે. રિની કંઈ બોલતી નથી અને તેના મમ્મીને ઓફીસ જવાનું છે કહી નીકળી જાય છે.
ઓફીસમાં આવતા જ માનવ રિનીને એશા માટે વાત કરે છે તેને સમજાવવાનું કહે છે. રિની માનવને સમજાવે છે કે તે એશા સાથે વાત કરશે.
રિની એશાને ફોન કરી તેને માનવને મળવાનું કહી તેને સમજાવે છે.. જેમતેમ કરી એશા માની જાય છે.
આ બાજુ પરાગની દાદી સાથે વાત થાય છે એમાં ખબર પડે છે કે દાદીએ ટીયાને ઘરે મળવાં બોલાવી હોય છે અને દાદીને ટીયાનો નંબર સમરે આપ્યો હોય છે તેવું જાણી પરાગ સમરને બોલે છે, સમર તું યાર એ ટીયાને મારાથી દૂર રાખ..!
સમર- ભાઈ, મેં તો એ જ કામ કર્યુ ને જો દાદીએ તેને ઘરે બોલાવી તો દાદીને ખબર પડી કે એ કેવી છે અને એમણે જાતે જ ટીયાને રિજેક્ટ કરી દીધીને..!
ટીયા જાણી જોઈને રિનીને જણાવે છે કે મને પરાગની દાદીએ મળવાં બોલાવી હતી.. હવે મારા અને પરાગના મેરેજ નક્કી જ છે. આ વાત જાણી રિનીને ખૂબ દુ:ખ થાય છે.
શાલિની ઓફીસ આવી હોય છે તે પરાગને ફોન કરી તેની કેબિનમાં બોલાવે છે. પરાગ શાલિનીના કેબિનમાં જતી વખતે જોઈ છે તો રિની ઉદાસ બેઠી હોય છે. પરાગને અંદાજો આવી જાય છે કે કદાચ તેના અને ટીયાના ન્યૂઝ જોઈને તે અપસેટ છે. પરાગ શાલિનીની કેબિનમાં જાય છે.
પરાગ- કેમ છો મોમ?
શાલિની- ખૂબ ખૂબ અભિનંદન તને...!
પરાગ- (નવાઈ પામતાં) કંઈ વાતનાં અભિનંદન?
શાલિની- (કડવાશમાં) તે આખરે સમરને નીચો બતાવી જ દીધો..! મને ખબર છે તે આ બધું કંપનીના હેડ બનવા માટે કર્યુ છે પણ હું ચૂપ નઈ બેસું..!
પરાગ- તમે જેવું વિચારો છે એવું કંઈ જ નથી..!
શાલિની- મને ના સમજાવીશ.. હું કંઈ તારી માઁ નથી..!
પરાગનો આ સાંભળી લાગી આવે છે.
પરાગ- (ગુસ્સામાં) હા, મને ખબર છે તમે મને ક્યારેય માઁનો પ્રેમ નથી આપ્યો..!
શાલિની- પરાગ..સરખી રીતે વાત કર..!
પરાગ- ચાલુ તમે જ કર્યુ છે..! અને હા, સમર મારો ભાઈ છે તમે શું.. કોઈ પણ અમારી વચ્ચે દરાર નઈ પાડી શકે.. હું ક્યારેય આ થવા પણ નહીં દઉં..!
શાલિની ગુસ્સામાં તેનું પર્સ લઈ નીકળી જાય છે અને સીધી નવીનભાઈ પાસે જાય છે. નવીનભાઈ સમર અને જૈનિકા સાથે કલેક્શન બાબતે ચર્ચા કરતાં હોય છે.
શાલિની- (જોરથી બોલતાં) હવે હું એ માણસ સાથે એક જ છતની નીચે કામ નહીં કરું..!
નવીનભાઈ- શું થયું શાલિની?
સમર- કોણી વાત કરો છો મમ્મી તમે? અને શું થયું?
શાલિની- એ તારા ભાઈને જઈને જ પૂછ તને કહેશે..!
શાલિની આટલું કહી ત્યાંથી જતી રહે છે. નવીનભાઈ શાલિની પાછળ જાય છે અને સમર પરાગ પાસે જાય છે.
સમર- ભાઈ શું થયું?
પરાગ- કંઈ નહીં થોડું બોલવાનું થઈ ગયું મોમ સાથે..!
સમર- તમે ક્યારેય મોમ સાથે આવી રીતે વાત નથી કરતાં..! હા, પણ મને ખબર છે મોમ તમારી સાથે સરખી રીતે નથી બોલતી.!!
પરાગ- કંઈ નહીં જવા દે..! તારી મોમ છે એ..!
સમર- કેમ આવું બોલો છો?? તમારી પણ મમ્મી છે એ..!
પરાગ- હુ નથી કહેતો પણ તેઓ એ જ સમજે છે? ચાલ.. જવા દે આ બધું..! પરાગની આંખોમાં પાણી આવી જાય છે.
સમરને ખબર પડી જાય છે કે મમ્મી જ આવું બોલી હશે. પરાગ ત્યાંથી જતો રહે છે.
આ બાજુ એશા અને માનવ એક કેફેમાં મળે છે. એકબીજા સાથે વાત કરે છે એમાં એશા માનવને કહે છે કે તેને માનવ માટે કોઈ ફીલીંગ્સ નથી.. જ્યારે માનવ તેનું દિલ ખોલી એશા સામે રાખી દે છે. એશા માનતી નથી પણ તેને માનવની આંખોમાં સચ્ચાઈ દેખાય છે. આખરે માનવ કહે છે, જો આપણે ફ્રેન્ડસ બનીને રહીએ અને મળીએ.. લાઈક ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ.. મહીનામાં તું મને ઓળખ હું કેવો છું તે અને હું ઠીક લાગું તો બોલજે મારી સાથે નહીંતર આપણે નહીં બોલીએ. એશા તેની વાત માની ઘરે જવા નીકળે છે.
પરાગ વહેલો ઘરે જતો રહે છે.
સમર પરાગ પાસે રહેવાનું નક્કી કરી પરાગના ઘરે જવા નીકળે છે.
નિશા અને રિની બંને આશાબેનને જૂઠ્ઠું બોલવાનું નકકી કરે છે માનવની બાબતે..
તેઓ આશાબેન અને રીટાદીદી પાસે જઈને માનવ વિશે ખોટું કહે છે કે માનવ ત્રણ વર્ષ જેલમાં રહીને આવ્યો છે તેને એક વ્યકિતને મારવાંની કોશિશ કરી હતી તેને આની આ સજા મળી હતી અને તેને તો બે બાળકો પણ છે. હું તેની કઝીન છું એટલે મને ખબર છે અને આજે તમે રિનીના મેરેજ તેની સાથે કરી ત્યારે મને થયું કે મારે તમને કહી દેવુ જોઈએ. રિની મારી બહેન જેવી છે.. તેની માટે હું ક્યારેય આવે છોકરો ના શોધું..!
આશાબેન રિની માટે માનવ રિજેક્ટ કરી દે છે.
માનવ ખાવાનું અને વાઈનની બોટલ લઈ પરાગનાં ઘરે પહોંચે છે.
પરાગ તેના હાથમાં બોટલ જોતા.. જો માનવ આજે મારો પાર્ટીનો કોઈ જ મૂડ નથી.
માનવ- પાર્ટી નથી કરવાની.. હું તો બસ તમારી સાથે બેસવાં આવ્યો હતો અને તમારી સાથે મારી ખુશી વહેંચવા આવ્યો છું.
પરાગ- સારું ચાલ અંદર..
માનવ જોઈ છે કે પરાગ કોઈ દિવસ આલ્કોહોલનો હાથ નથી લગાડતો તે આજે ડ્રિન્ક કરે છે.
માનવ- શું વાત છે આજે તમે ઉદાસ છો અને ડ્રિન્ક પણ કરો છો?
પરાગ- કંઈ નહીં થોડી પર્સનલ વાત છે. તું કહે કેમ આટલો ખુશ છે?
માનવ- મેં ગર્લફ્રેન્ડ બનાવી છે.
પરાગ- ઓહો... તો તો પાર્ટી કરવી જ પડે..!
એટલાંમાં સમર પણ આવી જાય છે.
સમર- મારી વગર શેની પાર્ટી કરો છો..?
પરાગ- માનવે ગર્લફ્રેન્ડ બનાવી એની પાર્ટીની વાત કરતાં હતા..!
સમર- ઓહો.... તો તો આખી રાત પાર્ટી કરીશું..!
ત્રણેય જણાં વાતો કરે છે અને રાત પડી જાય છે. જમવાનું તેઓ બહારથી આર્ડર કરીને મંગાવી લે છે. જમીને તેઓ નીચે ગાર્ડનમાં બેસે છે અને વાતો કરતાં હોય છે એટલાંમાં પરાગનાં મોબાઈલ પર ફોન આવે છે.
ન્યૂઝપેપર વાળા એડિટરનો ફોન હોય છે.
એડિટર- હલ્લો પરાગ સર.. જૈનિકાએ મને વાત કરી હતી પેપરમાં જે ફોટોસ છપાયા હતા તે વિશે જાણવાં.
પરાગ- હા, જૈનિકાને મેં જ કીધું હતું.
એડિટર- હા, તો એ વ્યકિતની ખબર પડી ગઈ છે જેણે આ ફોટોસ છપાવવાં આપ્યા હતા.
પરાગ- કોણ છે એ?
કોણ હશે જેને ફોટોસ છપાવવાં આપ્યા હતા? ટીયા કે પછી બીજુ કોઈ?
વાંચતા રહો આગળનો ભાગ - ૧૪