The killer Tiger - 5 - last part in Gujarati Horror Stories by S Aghera books and stories PDF | ધ કિલર ટાઇગર - 5 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ધ કિલર ટાઇગર - 5 - છેલ્લો ભાગ

ધ કિલર ટાઇગર ભાગ - 5

રાઇટર - S Aghera



આગળના ભાગમાં આપણે જોયું,

ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકા બંને ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે જઈને વિકાસ વિશે માહિતી મેળવે છે પરંતુ ઇન્સ્પેક્ટર રાઠોડને પણ કઈ ખબર નથી હોતી. પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ, સોનાલિકા અને ઇન્સ્પેક્ટર રાઠોડ ત્રણેયને કારના શો રૂમ પર શક હોવાથી બધા રાત્રે પોલીસની ટુકડી સાથે ત્યાં જવાનુ વિચારે છે. બધા ત્યાં જઈને જુએ છે તો કારના શો રૂમની પાછળ રહેલા ગોડાઉનમાં ડ્રગ્સનો વેપાર ચાલતો હતો. ત્યાં પોલીસ કારna શો રૂમના મેનેજરને પકડે છે. પરંતુ પાછળથી ઇન્સ્પેક્ટર રાઠોડ એક વ્યક્તિને પકડીને લાવે છે.તે બોસ અખિલેશ હોય છે. ઇન્સ્પેક્ટર પહાડસિંહ તેને જોઈને વિચારે છે. પછી તે એવુ કંઈક કહે છે જે જોઈને બધા ચોકી જાય છે.

હવે આગળ...


પરંતુ ઇન્સ્પેક્ટર પહાડસિંહ કંઈક વિચાર કરે છે. પછી તેણે અચાનક યાદ આવે છે કે જયારે તે રોનકના ઘરે CCTV કેમેરા ચેક કરતો હતો તેમાં તેણે જોયું હતું તેના વિશે યાદ કરવાની કોશિશ કરે છે.તે બોસ સામે એકીટસે જોવે છે.પછી તે અખિલેશ આગળ જાય છે અને તેણે હાથકડી પહેરાવી દે છે.

ઇન્સ્પેક્ટર રાઠોડ, ઇન્સ્પેક્ટર સોનાલિકા સાંભળો ત્રણેય ખૂન આ અખિલેશે જ કર્યા છે.

" ખૂન..!? મેં ખૂન.. હું ખૂન ક્યાંથી કરું.. " પેલો અચકાતા અચકાતા ગળગળો થઇને બોલ્યો.

" હા તે જ ખૂન કર્યું છે. " ઇન્સ્પેક્ટર પહાડસિંહ મક્કમતાથી બોલ્યા.

" હા એ વાત સાચી કે હું ડ્રગ્સ વેચું છું. એનો મતલબ એમ થોડો છે કે હું ખૂની છું. અને તમે એમ કઈ સબૂત વગર કેવી રીતે કહી શકો કે મેં ખૂન કર્યું છે? " અખિલેશે સામી દલીલ કરતા કહ્યું.

" હા તે જ ખૂન કર્યું છે. મેં જયારે રોનકના ઘરે CCTV કૅમેરામાં જોયું ત્યારે વાઘનો પહેરવેશ પહેરેલો વ્યક્તિ ખૂન કરે છે. ત્યારે પાછળથી પહેરેલું ઉંચુ થઇ જતા ગળામાં એક ટાઇગરનું ટેટુ દેખાય જાય છે. તેવું જ ટેટુ તારા ગળામાં દોરેલુ છે. અને હજી એક વાત કે એ વ્યક્તિની ચાલ પણ મેં નીરખી ને જોઈ હતી, અને તારી ચાલ પણ એવી જ છે. તું જ ખૂની છો. બોલ શુ કામ ત્રણ ત્રણ ખૂન કર્યા તે? "

" હું ખૂની નથી. એવુ ટેટુ તો કોઈ પણ વ્યક્તિના હોય શકે ને.! " ભય ભર્યા અવાજે સામી દલીલ કરતા બોલ્યો.

" તું જ ખૂની છો હવે સામી દલીલ નો કર. શુ ખૂન કર્યા તે? સીધી રીતે કહી દે નહિ તો મને સાચું બોલાવતા આવડે છે" ઇન્સ્પેક્ટર પહાડસિંહ હાથના બાવડા ચડાવતા દાંત ભીંસીને બોલ્યા.

"હા મેં જ ખૂન કર્યા છે ત્રણેયના " દાંત ભીંસીને ગુસ્સે થતા બોલવાનું ચાલુ કર્યું.

"મારો ભાઈ નવનીત, રોનક અને કમલેશ ત્રણેય ભાઈબંધ હતા.ત્રણેય એક દિવસ પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા હતા. ત્યાં વાઘના પીંજરા પાસે ત્રણેય નજીકથી જોવા ગ્યા ત્યારે તે બંનેએ મારાં ભાઈ નવનીતને ધક્કો દઈ દીધો અને મારો ભાઈ વાઘના પિંજરામાં પડી ગયો. ભૂખ્યા વાઘે એને ચૂંથીને મારી નાખ્યો. તે ત્રણેય તો ત્યારે ગમે તેમ કરીને છટકી ગયા. તે બંને ત્યારે શહેર છોડીને ભાગી ગયા. મારાં ભાઈના એમ અચાનક મરી જવાથી મારાં મમ્મીને આઘાત લગતા તે પણ ગુજરી ગયા. ત્યાર પછી હું એકલો થઇ ગયો. તે દિવસથી જ મેં નક્કી કરી લીધું હતું કે એક દિવસ હું આ બેય નો બદલો જરૂર લઇશ. પછી હું એક દિવસ અહીં મારાં આ શો રૂમમાં આવ્યો ત્યારે ખબર પડી કે તે બંને અહીં જ નોકરી કરે છે. ત્યારે બંનેને મારવા માટે મેં પ્લાન બનાવ્યો. હું એનો તેવી જ રીતે બદલો લેવા માગતો હતો. એટલે મેં વાઘનો સ્પેશલ પહેરવેશ બનાવડાવ્યો અને તે બંનેને બે રહેમીથી મારી નાખ્યા. મેં તેણે તેવું જ ભયાનક મોત આપ્યું જેવું મારાં ભાઈ સાથે થયું હતું. હું જે બદલાની આશાએ જીવતો હતો તે બદલો મેં લઇ લીધો. મને મારાં કર્યા પર કોઈ અફસોસ નથી. એને એવુ જ ભયાનક મોત મળવું જોઈતું હતું. "

"તો તે વિકાસને કેમ માર્યો? "ઇન્સ્પેક્ટર પહાડસિંહે પૂછ્યું.

" કારણકે વિકાસ મારાં ડ્રગ્સ ના વેપાર વિશે જાણી ગયો હતો. મેં તેણે તેમાં જોડાઈ જવા કહ્યું ત્યારે તે ના પાડવા લાગ્યો. પછી એક દિવસ મને ખબર પડી કે તે ઇન્સ્પેક્ટર રાઠોડનો ખાસ માણસ છે. એટલે મેં તેને પેલા પતાવી દીધો. મને એમ થયું કે તેણે પણ તે જ રીતે મારી દઉં જેમ પેલા બેયને મારું કારણકે કોઈ સબૂતનો છૂટે પણ.. "
"..પણ અમને ખબર પડી જ જાય કોઈ પણ કાતિલ કોઈ ને કોઈ સાબૂત છોડીને જ જાય. "ઇન્સ્પેક્ટર પહાડસિંહે વચ્ચે થી કહ્યું.

" પણ આ રોનક અને કમલેશ એટલા બધા પૈસાવાળા કેમ હતા તેનું રહસ્ય હજી પણ ખબર નથી પડી. " ઇન્સ્પેક્ટર સોનાલિકાએ પહાડસિંહ સામે જોઈને પૂછ્યું.

" એ બધા પૈસા તે બંનેએ કિડનેપ કરીને બ્લેકમેલ કરીને ભેગા કર્યા હતા. " પાછળથી એક પોલીસે આવીને કહ્યું.

"તેની પાસે એટલા પૈસા હોવા છતાં તે આ કારના શો રૂમમાં નોકરી કરવા શા માટે આવતા હતા? "

" મને હમણાં જ ખબર પડી, કે તે મોટા મોટા લોકોના ઘરના જ સભ્યોના અપહરણ કરતા. તેના વિશે જાણીને પછી પ્લાનિંગ કરીને અપહરણ કરતા. જેથી તે વધારે પૈસા પડાવી શકે. તે અહીંયા પણ એ જ કરવા માટે નોકરીએ આવ્યા હતા. " પાછળથી જે પોલીસ આવ્યા હતા તેણે આવીને કીધું.

આમ સાચો ગુનેગાર પકડાઈ જાય છે. અખિલેશ જે કારના શો રૂમનો બોસ હતો તે જ ગુનેગાર નીકળે છે.

આમ આ કેસ સોલ્વ થતા ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકા હાશકારો અનુભવે છે. અને ઇન્સ્પેક્ટર રાઠોડ થોડા દુઃખી થાય છે કારણકે તેણે તેના મિત્ર અને જાસૂસ એવા વિકાસને ગુમાવ્યો હતો.

----- સમાપ્ત -----

રાઇટર - S Aghera


જો તમને સૌને આ સ્ટોરી પસંદ આવી હોય તો તમારું સ્ટાર રીવ્યુ અચૂક આપજો અને જો કાંઈ ભૂલ થઇ હોય તો માફી ચાહું છું.

આપ સૌએ મારી આ સ્ટોરીને ખુબ સારો પ્રતિભાવ આપ્યો એ બદલ આપ સૌ વાચકમિત્રોનો આભાર માનું છું. આપ મારી પ્રોફાઈલમાં જઈને અન્ય સ્ટોરી પણ વાચી શકો છો.