Sweet Heart 4 in Gujarati Love Stories by Hardik Pandya books and stories PDF | સ્વીટ-હાર્ટ - ભાગ 4

Featured Books
Categories
Share

સ્વીટ-હાર્ટ - ભાગ 4

આગળ ના ભાગ માં આપણે જોયું કે સ્વીટી માટે નવરાત્રીના પાસ જીતવા માટે સુહ્યદ સ્પીકિંગ કોમ્પીટીશન માં ભાગ લે છે. આ માટે વિષય ની તૈયારી કરવા માટે પોતાના સર પાસે જાય છે અને વિષય ની તૈયારી કરે છે.

*******

હવે જયારે સ્પર્ધા નો દિવસ આવે છે ત્યારે સુહ્યદ ખુબ જ તૈયારી થી કોલેજ જાય છે. કોલેજ માં જયારે તેનો નંબર આવે છે ત્યારે તે જાય છે અને પોતે તૈયાર કરેલા વિષય પર બોલતો હોય છે ત્યારે થોડી સ્પીચ ભૂલી જાય છે પણ રસિક સર પાસે કરેલી તૈયારી ને લીધે આત્મવિશ્વાસ ને લીધે ખુબ જ સરસ રીતે વકતૃત્વ આપે છે. જયારે સ્પર્ધા નું રીઝલ્ટ જાહેર થવા નો સમય આવે છે ત્યારે સુહ્યદ રાજ ને લઈ ને ઓડીટોરીયમ માં જાય છે અને સાંભળે છે સ્પર્ધા નુ રીઝલ્ટ.

પ્રિન્સિપાલ કૃણાલ પટેલ પોતે સ્પર્ધા નું રીઝલ્ટ લઈ ને મંચ પર જાય છે અને જાહેરાત કરે છે.

મિત્રો !! તમે બધા એ આપણી કોલેજ ની સિગ્નેચર સ્પર્ધા એવી વકતૃત્વ સ્પર્ધા માં ભાગ લીધો એ બદલ સૌ ને અભિનંદન પાઠવું છું અને આજની સ્પર્ધા ના પરિણામો મારી પાસે છે. આપણે ત્રણ વિજેતાઓ જાહેર કરવાના છે અને એ નામ મારા હાથ માં છે તો સૌ પોત પોતાની સીટ પર ઉત્સુકતા થી બેસો.

આજની આપણી સ્પર્ધા માં ત્રીજા ક્રમાંક પર આવે છે "સાગર સુવાગીયા."

બીજા ક્રમાંક પર આવે છે "આકાશ પંડયા."

અને આજની સ્પર્ધા ના અને આ વર્ષ ની કોમ્પીટીશન ના વિનર છે આપણી કોલેજ ના ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ "....."

સુહ્યદ નું હ્યદય ધબકવા લાગે છે કે મારું તો બોલવાનું ભુલાઈ ગયું હતું તો ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ માં હું એક જ છું તો કેવી રીતે વિજેતા તરીકે નામ હોય શકે ત્યારે જ પ્રિન્સીપાલ નામ જાહેર કરે છે.

આજની સ્પર્ધા ના અને આ વર્ષ ની કોમ્પીટીશન ના વિનર છે આપણી કોલેજ ના ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ "ડોલી પટેલ"....

આ સાંભળી સુહ્યદ નું હ્યદય ધબકારો ચુકી જાય છે અને નિરાશ થઇ જાય છે અને નીચું મોઢું કરીને ઓડીટોરીયમ ની બહાર નીકળતો હોય છે ત્યારે પ્રિન્સીપાલ બોલે છે આ વર્ષે આપણે એક બીજી કેટેગરી પણ રાખી છે જેમાં એક જ વિજેતા જાહેર કરવાના છે અને આ વર્ષ થી દર વર્ષે આ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવશે. અને આ કેટેગરી છે બેસ્ટ કોન્સેપ્ટ ઓફ સ્પીચ એન્ડ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. આ વર્ષે આ કેટેગરી માં વિજેતા થાય છે "સુહ્યદ ભટ્ટ".

સુહ્યદ ઘણો ખુશ થાય છે પણ અફસોસ એ વાત નો થાય છે કે વિજેતા તો થયો પણ જે હેતુ થી ભાગ લીધો હતો એ હેતુ પુરો નથી થયો. જયારે પોતાની ટ્રોફી લેવા જાય છે ત્યારે પ્રિન્સીપાલ ટ્રોફીની સાથે સાથે નવરાત્રી ના સીઝન પાસ આપે છે પણ ઇન્ડોર સ્ટેડીયમ ના નથી હોતા પણ બીજા લોકેશન ના હોય છે પણ એનાથી સુહ્યદ ને કોઈ મતલબ નથી હોતો એને તો બસ પાસ થી મતલબ હોય છે.

સુહ્યદ ખુશ થતો થતો ઘરે જાય છે અને સ્વીટી ને જઈને કહે છે

સુહ્યદ : લે તારા માટે પાસ જીતી ને આવ્યો.

સ્વીટી : અલે મારો હાર્ટ !! થેંક્યું સો મચ !!

સુહ્યદ ચોકી જાય છે કે આ હાર્ટ કેમ કીધું મને ?

સ્વીટી : આજથી તારું નામ હાર્ટ ... હવે હું તને હાર્ટ કહીને બોલાવીશ. ચલ રેડી થઈજા આ નવરાત્રી માં મારી સાથે ગરબા રમવા. આપણી સ્વીટ-હાર્ટ ની જોડી ગરબા માં ધૂમ મચાવશે.

***************

શું સ્વીટી અને સુહ્યદ સાથે જોડી બનાવીને ગરબા રમશે ? શું આવશે આગળ નવરાત્રી નું પરિણામ ? જાણવા માટે વાંચતા રહો અને વંચાવતા રહો.